ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: પંડિત

વલ્લભરામ વૈદ્ય , Vallabhram Vaidya


Vallabhram_1– પ્રખર આયુર્વેદાચાર્ય, સંશોધક, પંડિત, વિચારક, લેખક, ફિલસૂફ, સંગીતજ્ઞ

————————————————————-

નામ

  • વલ્લભરામ વિશ્વનાથ દવે

જન્મ

  • ૧૯૦૩? – ૧૯૦૪?;  થોરિયાળી-ધ્રોળ પાસે

અવસાન

  • ૧૯૮૬    અમદાવાદ

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – વિશ્વનાથ
  • પત્ની – કાશીબેન; પુત્રો – રમાકાન્ત, રાધેકાન્ત, ચન્દ્રકાંત,  હરકાન્ત,  મણીન્દ્ર, જીતેન્દ્ર; પુત્રી – જ્યોતિ

અભ્યાસ

  • પ્રાથમિક  શિક્ષણઃ નોન-મેટ્રિક,પડધરી(રાજકોટ પાસે)
  • આયુર્વેદાચાર્ય (-  ?)
પત્ની - કાશીબેન

પત્ની – કાશીબેન

પિતા સાથે - યુવાનીમાં

પિતા સાથે – યુવાનીમાં

તેમના વિશે વિશેષ

  • એલોપથી,હોમિઓપથી,યુનાની વિગેરે અન્ય ચિકિત્સા પધ્ધતિઓના તુલનાત્મક અભ્યાસી
  • અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં વનસ્પતિ શાસ્ત્ર ઉપર વાંચીને તેમાં પારંગત થયા
  • વનસ્પતિશાસ્ત્રી તરીકે વર્ષો સુધી હિમાલય અને અન્ય પ્રદેશોમાં ભ્રમણ કરીને વનસ્પતિઓનાં નમૂના એકઠા કર્યા.
  • નાની ઉમ્મરથી ઉત્તરકાશી-ગંગોત્રી નિવાસી સદગત સ્વામીશ્રી તપોવન મહારાજના શિષ્ય. પ્રતિ વર્ષ સ્વામીજી પાસે આધ્યાત્મિક અને દર્શનોના અને આયુર્વેદના અભ્યાસ માટે  હિમાલય જતાં. સ્વામીજીના ત્રણ શિષ્યોમાના કદાચ તેઓ સૌ પ્રથમ વૈદ્યરાજ થયાં.
  • તેમના સહાધ્યાયીઓમાં સ્વામિ ચિન્મયાનંદજી (ચિન્મય ટ્રુસ્ટ) અને સ્વામિ સુન્દરાનંદજી (જે પછી અજ્ઞાત રહ્યા છે.)
  • આશરે ૧૯૨૭-૧૯૨૮ ના સમયે વૈદ્યરાજે ચુપચાપ ગ્રહત્યાગ કરેલો અને તપોવનજી મહારાજ પાસે પૂર્વસંન્યાસ દીક્ષા લઈ,  ભગવા ધારણ કરીને જટાધારી બન્યા.પિતાને તેમની ભાળ દસ-બાર મહિને મળેલી.  તેમણે તપોવનજી મહારાજ પાસે જઈને ફરિયાદ કરી એટલે સ્વામીજીએ વૈદ્યરાજને ગ્રહસ્થાશ્રમમાં પાછા   ફરવાનો  આદેશ આપ્યો..
  • વિવિધ પત્ર-પત્રિકાઓમાં આયુર્વેદ વિષે લેખો
  • “સંદેશ” (અમદાવાદ)માં “આરોગ્ય અને દિર્ઘજીવન”ની લેખ માળા જે આગળજતાં પુસ્તક્ર રુપે પ્રસિધ્ધ થયેલી.
  • ગુરુદેવ સ્વામિ તપોવનજી માત્ર સંસ્ક્રુત ભાષામાં જ લખતા. વૈદ્યરાજે તેમના ઘણા પુસ્તકો અને ટીકાના હિન્દી અનુવાદપોતે લખેલી ટીકા સાથે પ્રકાશિત કર્યા. આજે પણ તે પુસ્તકો ચિન્મય ટ્રુસ્ટની  દેશ-વિદેશની  શાખાઓમાં  ઉપલધ્ધ છે.
  • ગુજરાત યુનિવર્સીટીમાં આયુર્વેદ કેકલ્ટી ની સ્થાપના માટે તેમના ભગીરથ પ્રયત્નો પછી તેમને સફળતા મળી.તેઓ આયુર્વેદ કેકલ્ટીના પ્રથમ ડીન અને યુનિવર્સિટીની સિન્ડીકેટના સદસ્ય થયા.તેમણે A.M.S  ડિગ્રી માટે નો અભ્યાસ ક્રમ ઘડ્યો જે આજે પણ ચાલુ છે.
  • તેમણે વનસ્પતિઓનો મોટો સંગ્રહ કરી, વૈજ્ઞાનિક ઢબે એક પ્રદર્શન તેમના સ્વ.માતુશ્રીના નામે તૈયાર કરીને આગળ જતાં કોઈ સંસ્થાને દાનમાં આપી દીધું
  • મહારાષ્ટ્રના આયુર્વેદ બોર્ડના સદસ્ય
  • ગુજરાતના અને સૌરાષ્ટ્ર ના ‘વૈદ્ય મંડળ’ના સદસ્ય
  • જામનગરની આયુર્વેદ કોલેજના પ્રિન્સીપાલ
  • ગુજરાત રાજ્યની સિન્ડિકેટના સદસ્ય.
  • ગુજરાત રાજ્યની આયુર્વેદ કેકલ્ટીના ચેરમેન
  • ગુજરાત પ્રદેશ વૈદ્ય મંડળનાં આજીવન સદસ્ય
  • રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ ખાદી પહેરવાનું અને અસ્પ્રુશ્યોની સારવાર કરવાનું શરુ કર્યું.
  • બીજા વિશ્વયુધ્ધ વખતે ક્વિનાઈનની અછત લીધે મેલેરિયાનો ફેલાવો ચાલ્યો. વૈદ્યરાજે અનેક પ્રયોગો પછી “સર્પાશિની” નામની ઔષધ તૈયાર કરી અને અમદાવાદના ‘મજુર મહાજનને’ હજારો ગોળીઓ વિના મૂલ્યે મજુરો,કામદારો અને અન્ય જરૂરિયાતમંદોને વહેંચવા પહોંચાડી.
  • ભાવનગરની ‘શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થા’ના સંચાલકો નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, ગિજુભાઈ બધેકા તેમના મિત્રો હતાં. ગિજુભાઈની પ્રેરણાથી તેમણે અંજારમાં મોન્ટેસોરી બાલમંદિર શરુ કરાવ્યું.પોતાના કુટુંબના બાળકોને પણ  ત્યાં અભ્યાસ  માટે મોકલ્યા.
  • શાસ્ત્રીય સંગીતના શોખને લીધે એક ઉસ્તાદ પાસે તબલા વાદનમાં નિપુણતા મેળવી.
  • પરિવારમાં પણ રોજ સવાર-સાંજ “આશ્રમ ભજનાવલી”માંથી ભજનો ગાવાની પ્રથા શરુ કરી.
  • તેમણે નાનાભાઈ ભટ્ટ પાસે ગાંધીજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરેલી.ત્યારે વિજયાબેન પટેલ( ગાંધીજીએ તેમના  આશ્રમમાં પોતાની પુત્રી તરિકે રાખેલા તે) માંદા રહેતાં અને કોઈ વૈદ્ય કે ડોક્ટરના ઉપચારોથી નિરોગી નહી થઈ શક્યા. નાનાભાઈએ સુચન કર્યું કે, આ બેનને સાજા કરી દો તો તમને ગાંધીજી પાસે લઈ જશે. વિજયાબેન સારા થઈ ગયા એટલે તેમણે વૈદ્યરાજનો ગાંધીજી સાથે પરિચય કરાવ્યો.
  • ગાંધીજીની ઈચ્છા હતીકે “કસ્તુરબા ગાંધી તટ્ર્સ્ટ”ના આશ્રમે વૈદો તૈયાર કરીને ગામડે ગામડે પહોચાડવાં.તેઓને ત્રીસેક જેટલાં ઓસડિયાનુ જ્ઞાન હોય જે લોકોના ઉપચારો માટે વાપરી શકે. આ યોજના અનુસાર ઉમેદવારો  તેમના ઘેર તાલિમ લેવા આવતા.
  • આયુર્વેદિક દવાના વાવેતર માટે એક વાડી પણ શરુ કરી હતી.
  • કવિહ્રદય હોવાને કારણે તેમનાં ‘આરોગ્ય અને દીર્ઘજીવન’ પુસ્તકમાં અનેક સ્થળે નાની મોટી કંવિતાઓ-કટાક્ષ કાવ્યો.
  • સન ૧૯૨૩માં ૧૮ વર્ષની ઉમ્મરે સંસ્ક્રુતમાં ગજાનનસ્તોત્રં ની રચના

રચનાઓ

  • આરોગ્ય અને દીર્ઘ જીવન
  • આયુ આરોગ્ય કેસરી
  • શ્રી સૌમ્યકાશીસ્તોત્ર મૂલમ(તપોવન્જી લિખિત નો અનુવાદ)
  • શ્રી પાતંજલ યોગદર્શનં વ્યાસ ભાષ્ય સમેતં (સટીક હિંદી અનુવાદ)
  • શતરુદ્રીરીયં અશ્વમેધસહિતં-(સટીક ગુજરાતી અનુવાદ)
  • સ્વામિ તપોવનમ અન્ય ચાર કે પાંચ પુસ્તકો.
  • ગાંધીજી સાથે નો પત્ર વ્યહવાર Collected Works of Mahatma Gandhiમાં પ્રકાશિત થયો છે.

સાભાર

  • ડો.રાધેકાંત વલ્લભરામ દવે
  • ડો.કનક રાવળ

શ્યામજી કૃષ્ણ વર્મા, Shyamji Krishna Varma


Shyamji_krishna_varma– તેમનાં જીવનનું પ્રેરણા સ્તોત્ર બનેલું હર્બર્ટ સ્પેન્સરનું વાક્ય,

“Resistance to aggression is not simply justified, but imperative” ~ Herbert Spencer.

અંગ્રેજી વિકિપીડીઆ પર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા.

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની વેબ સાઈટ પર રજૂ થયેલ તેમનું જીવન ચરિત્ર.

આવો જાણીએ… દેશના ક્રાંતિવીર અને કચ્છના ક્રાંતિતીર્થને – સાધના સાપ્તાહિકનો એક લેખ.

જામનગર આર્યસમાજની વેબસાઈટ પર તેમનાં વિષે એક લેખ.

——————————————————————————————–

નામ

  • શ્યામજી કૃષ્ણ નખુઆ

જન્મ

  • ૪ ઓક્ટોબર, ૧૮૫૭.  માંડવી, કચ્છ, ગુજરાત.

અવસાન

  • ૩૦ માર્ચ, ૧૯૩૦. જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ.

કુટુંબ

  • માતા – ગોમતીબાઈ, પિતા – કરસન ભાનુસાલી (નખુઆ)
  • પત્ની – ભાનુમતી

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ માંડવીમાં અને માધ્યમિક શિક્ષણ ભુજમાં.
  • મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં આગળનું શિક્ષણ અને મુંબઈમાં રહીને સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
  • બેચલર ઓફ આર્ટસ, ૧૮૮૩, ઓક્સફોર્ડ યુનિવર્સિટી.

વ્યવસાય

  • ૧૮૭૯ – ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના  સહાયક પ્રાધ્યાપક.
  • ૧૮૮૫ – મુંબઈ હાઈ કોર્ટમાં વકીલાતની શરૂઆત.
  • ૧૮૮૮ – રતલામ રાજ્યના દિવાન
  • ૧૮૯૩ – ૧૮૯૫ – મહારાજાની નિમણૂકથી ઉદેપુરના રાજદરબારી.
  • ૧૮૯૫ – ૧૮૯૭ – જૂનાગઢ રાજ્યના દિવાન.

તેમનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટરી

Shyamaji

તેમનાં વિષે વિશેષ

  • ૧૮૮૧માં બર્લિન કોન્ગ્રેસ ઓફ ઓરિએન્ટાલીસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ૧૮૮૩માં રોયલ અશિયાટીક સોસાયટીમાં “ભારતમાં લેખનની ઊત્પત્તિ” વિષય પર પ્રશંસનીય ભાષણ આપ્યું.
  • તેમણે તેમનાં બધાં પૈસા, સમય, શિષ્યવૃત્તિ અને સાહિત્યિક શક્તિ ભારત માતાને નિસ્વાર્થભાવે સમર્પિત કર્યા અને જીવનભર જન્મભૂમિને અંગ્રેજોથી મુક્ત કરવા સેવા આપી.
  • ૧૯૦૫માં ભારતીય રાજનીતિમાં “ધી ઈન્ડીઅન સોશીઓલોજીસ્ટ” માસિકથી રાજકીય, સામાજીક અને ધાર્મિક સુધારણા માટે પહેલ કરી.
  • ૧૮૯૯માં બોઅર યુદ્ધમાં અંગ્રેજ સરકારનો સાથ આપવા બદલ ‘ગાંધીજી’ ની ટીકા કરી.
  • વિવિધ શિષ્યવૃત્તિની યોજના શરૂ કરીને ભારતીય વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું.
  • લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે “ઈન્ડીઆ હાઉસ” નામની હોસ્ટેલની સ્થાપના કરી.
  • એમની પ્રેરણાથી દેશને મેડમ ભીકાજી કામા, સરદારસિંહ રાણા, ક્રાંતીવીર વિનાયક સાવરકર, વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, હરદયાલજી, વગેરે ક્રાંતીવીર મળ્યાં જેથી તેઓ “ક્રાંતિગુરુ” તરીકે ઓળખાયા.
  • તેઓ મુંબઈ આર્ય સમાજના પ્રથમ સદસ્ય અને પ્રમુખ હતાં.

સન્માન

દલસુખ માલવણિયા, Dalsukh Malvania


Dalsukh-Malvania

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

પંડિત સુખલાલજીનો પરિચય

—————————————

જન્મ

  • ૨૨, જુલાઈ – ૧૯૧૦; સાયલા ( જિ. સુરેન્દ્રનગર)

કુટુમ્બ

  • માતા -?; પિતા – દલસુખભાઈ
  • પત્ની – ?; સંતાનો -?

શિક્ષણ

  • પ્રાથમિક શિક્ષણ- સાયલા
  • જયપુર, બ્યાવર વિ. સ્થળોએ જૈન ગુરૂકૂળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ

વ્યવસાય

  • ૧૯૩૪ – સ્થાનકવાસી જૈનોના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ માં
  • ૧૯૩૮ – બનારસ હિન્દુ યુનિ.માં ‘જૈન ચેર’ ધર્મના પ્રાધ્યાપક
  • ૧૯૫૯ – ૧૯૭૬  –  લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ માં નિયામક

તેમના વિશે વિશેષ

  • પ્રાથમિક શિક્ષણ પુરું થતાં પહેલાં જ પિતાનું અવસાન.
  • પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ
  • ૧૯૩૨– શાંતિનિકેતન જઈ પાલી ભાષા અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ; મુનિ શ્રી. જિનવિજયજી સાથે સમ્પર્ક
  • બનારસ હિન્દુ યુનિ.માં પંડિત સુખલાલજી માટે વાચક
  • બનારસ, મુંબાઈ, ઇન્દોર તથા ઉજ્જૈન યુનિ.માં પી. એચ.ડી. ્વિદ્યાર્થીઓના માર્ગદર્શક
  • ટોરોન્ટો- કેનેડા, બર્લિન- જર્મની, અને પેરિસ- ફ્રાન્સ યુનિ.ઓમાં મુલાકાતી અધ્યાપક
  • ૧૯૭૬ – ગુજરાતી સાહિત્ય પરિષદના પોરબંદર ખાતેના અધિવેશનમાં સંશોધન વિભાગના અધ્યક્ષ
  • ‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક
  • દર્શન શાસ્ત્રો ( ખાસ કરીને જૈન દર્શન) માં મહત્વનું પ્રદાન

રચનાઓ

  • સંશોધન – આત્મમીમાંસા, જૈન ધર્મચિંતન, પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવન સંદેશ,
  • ચરિત્ર – ભગવાન મહાવીર, પંડિત સુખલાલજી
  • સંપાદનો – ન્યાયાવતાર કાર્તિક વૃત્તિ, પ્રમાણવાતિક, પ્રમાણ મીમાંસા, જ્ઞાનબિંદુ, તર્કભાષા,
  • અનુવાદો – સ્થાનાંગ સમવાયાંગ
  • English – Jain philosophy

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

મહેબૂબ દેસાઈ – ડો. Mehboob Desai


– પ્રોફે. ડૉ.મહેબૂબ દેસાઈ લબ્ધ પ્રતિષ્ઠિત યુવા શોધકર્તા છે. એમને હું વર્ષોથી ઓળખું છું. એમના વિશે મને ઊંચો અભિપ્રાય છે. એમણે ઇતિહાસ તથા સાહિત્યના ક્ષેત્રોમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. એમના ઇતિહાસ વિષયક ગ્રંથો ઇતિહાસ ક્ષત્રે ઘણા કિંમતી છે. એમાં એમની વિદ્વતા, અભ્યાસ નિષ્ઠા અને ઉદ્યમ પરાયણતા સુપેરે દ્રશ્યમાન થાય છે. એમના વિચારો ઘણા પરામાર્જીત છે. તથા ભારતીય સંસ્કૃતિ,સભ્યતા અને ચિંતનના ક્ષેત્રે એમનું વાંચન ઊંડું અને વિશાળ છે. ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનની મહત્વની રાષ્ટ્રીય સેવા એઓ બજાવી રહ્યા છે.એ મારે મન આનંદનો વિષય છે. આ ઉપરાંત એ ઓ ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ધરાવે છે એ સરાહનીય છે.

કે.કા. શાસ્ત્રી 

તેમના બ્લોગ

– વર્ડપ્રેસ પર – ;  –  બ્લોગસ્પોટ પર – 

—————————————————-

સમ્પર્ક

  • કાર્યાલય –  ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • રહેઠાણ – ૩૦૧ ડી, રોયલ અકબર રેસિડન્સી, સરખેજ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૫૫
  • સમ્પર્ક
    • લેન્ડ લાઈન –  (૦૭૯) ૨૬૮૨ ૧૪૮૭
    • મોબાઈલ – ૯૮૨ ૫૧ ૧ ૪૮૪૮
    • ઈમેલ : mehboobudesai@gmail.com

જન્મ 

  • ૫ જાન્યુઆરી ૧૯૫૩; અમદાવાદ

કુટુમ્બ

  • પિતા – ઉસ્માનભાઈ હુસેનભાઈમાતા- હુરબાઈ
  • પત્ની – સાબેરા; પુત્ર – ઝાહિદ; પુત્રી– કરિશ્મા

અભ્યાસ

  • ૧૯૭૬- એમ. એ.
  • ૧૯૯૨ – પીએચ. ડી.(ઇતિહાસ)

વ્યવસાય

  • પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ૨૦૧૬ થી – પ્રોફેસર/ હેડ ઓફ ડિપા. –  ઈતિહાસ અને સંસ્કૃતિ – ગુજરાત વિદ્યાપીઠ

તેમના વિશે વિશેષ 

  • અનેક સેમિનારો–કોન્ફરન્સોમાં ૧૦૦ જેટલા શોધપત્રો રજુ કર્યા છે.
  • અનેક સેમિનારોમાં ચેરપર્સન તરીકે સેવા આપેલ છે.
  • ગુજરાતના મોટા ભાગના અગ્ર વર્તમાન પત્રો ફૂલછાબ,જય હિન્દ, સૌરાષ્ટ્ર સમાચાર, સમભાવ,અને દિવ્ય ભાસ્કરમા (રાહે રોશન) ઇતિહાસ અને ઇસ્લામની કોલમ લખી છે.
  • ઇન્ચાર્જ અધ્યક્ષ, સમાજકાર્ય વિભાગ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ચેરમેન, ઇતિહાસ અભ્યાસ સમિતિ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • સભ્ય, એકેડમિક કાઉન્સિલ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • નિયામક, ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર , ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • સંયોજક, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ટુરીઝમ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • પ્રકાશન અધિકારી, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ટ્રસ્ટી, દર્શક ઇતિહાસ નિધિ, વડોદરા
  • વિષય તજજ્ઞ, જાહેર સેવા આયોગ, ન્યુ દિલ્હી
  • સભ્ય, હરીઓમ આશ્રમ સર્વધર્મ પ્રકાશન સમિતિ, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભવિદ્યાનગર
  • સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, વીર અહીલ્યાબાઈ યુનિવર્સીટી, ભોપાલ
  • સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, સૌરાષ્ટ યુનિવર્સીટી, રાજકોટ
  • સંશોધક તજજ્ઞ, ભારતીય ઉચ્ચ સંશોધન સંસ્થાન, સિમલા
  • સભ્ય, ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદ
  • સભ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદ, જુનાગઢ.

રચનાઓ

  • ઈતિહાસ-મહેક, બેતાલીસમાં સૌરાષ્ટ્ર, સ્વાતંત્ર સંગ્રામમા અમરેલી, આવિષ્કાર,  ભાવનગર રાજ્ય પ્રજા પરિષદ  અને પ્રજાકીય લડતો,   હિન્દોસ્તાં હમારા,   ગુજરાતના સ્વાતંત્ર યુગનું આલેખન કરતા આધારભૂત ગ્રંથો,  આઝાદીના આશક મેઘાણી,  ગુજરાતના નવતર સત્યાગ્રહો,આઝાદીના પગરવ ,  ગુજરાતની સ્વાતંત્ર સાધના, સોરાષ્ટ્રની સ્વાતંત્ર સાધના, સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો, વિ-ચાર્ય (સંશોધન લેખો),  ભારતના ઈતિહાસની તવારીખ, ઇતિહાસ,વિચાર અને સંવેદના
  • જીવન ચરિત્રો – મુસ્લિમ મહાત્માઓ, સૂફી જાણ તો તેને રે કહીએ , ગાંધીજી,   રવિશંકર મહારાજ , આપણા જવાહર , અડીખમ સ્વાતંત્ર સૈનિક મોરારજી દેસાઈ  ,  ક્રાંતિકારી ભગતસિંહ

  • સામાજિક –  Islam and Non Violence,  Social Engagements of Intellectuals in Civil Society, મુસ્લિમ માનસ, મુસ્લિમ સમાજ: વ્યથા અને વિચાર
  • શિક્ષણ – પ્રૌઢ શિક્ષણ: સિધ્ધાંત અને વ્યવહાર , પ્રૌઢ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ: યોજના અને સંચાલન
  • પ્રકીર્ણ –  નોખી માટીના નોખા માનવી, સ્નેહની સરવાણી,  સ્મૃતિવંદના, અલખને ઓટલે
  • પ્રવાસ – દો કદમ હમભી ચલે, સફર-એ-સાઉદી અરેબિયા, ગુજરાતમાં પ્રવાસન,  યાત્રા, પ્રવાસન: સિધ્ધાંત અને વ્યવહાર ( પ્રેસમાં )

સન્માન

  • ૨૦૧૨-  પ્રજાસત્તાક દિનની ઉજવણી, ભાવનગર મુકામે – મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલાના હસ્તે સન્માન.
  • ગુજરાત સાહિત્ય અકાદમી – ૧૯૯૨ના શ્રેષ્ટ સંશોધક ગ્રન્થનું પ્રથમ પારિતોષિક
  • ૨૦૦૬- ગુજરાત રાજ્યના રાજ્યપાલ મા.નવલ કિશાર શર્મા દ્વારા સંશોધન અને કોમી સદભાવના અંગેના લેખો અને કાર્ય બદલ સન્માન
  •  ૨૦૧૦- દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા ભાવનગરના ૧૦૦ પાવર પીપલનું સન્માન
  • ૨૦૦૬- ગુજરાત જૈન યુવક સંઘ, અમદાવાદ દ્વારા ગુજરાતના સ્વાતંત્ર સંગ્રામ અંગે લખેલા ૧૮ ગ્રંથો માટે સન્માન
  • ૧૯૯૬- ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા  શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન
  • ૨૦૦૨ – રાજસ્થાન સાહિત્ય સંગમ દ્વારા પંડિત સુંદરલાલ મિલેનિયમ એવોર્ડg
  • ૨૦૧૯ – કુમાર ચંદ્રક
  • મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક કાર્ય બદલ સન્માન 
    • ૧૯૯૮- ખેડા
    • ૨૦૦૦ – કલોલ
    • ૨૦૦૫- અખિલ ભારતીય મેમણ સમાજ, મુંબઈ
    • મીરાં સચદે મેમોરીયલ સમિતિ, ભુજ દ્વારા સન્માન
  • ૧૯૯૬ – અમરેલી જીલ્લા સ્વાતંત્ર સમિતિ દ્વારા, અમરેલી જીલ્લાના સ્વાતંત્ર સંગ્રામ પર ઐતિહાસિક ગ્રંથના લેખન માટે સન્માન

ધીરજલાલ શાહ, Dhirajlal Shah


નામ

ધીરજલાલ ધનજીભાઇ શાહ

જન્મ

૧૨ નવેમ્બર ૧૯૧૨ ; ભાવનગર

અવસાન

ઇ.સ. ૧૯૮૨

અભ્યાસ

  • પીએચ.ડી. (લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ’ પર શોધ નિબંધ)
પ્રદાન
  • સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ મ્યુનિસિપલ સમાચાર, ૪૨ની હિન્દ છોડો લડત, સ્વતંત્ર વેપાર, મુંબૈની જૈન સંસ્થાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના ઉપક્રમે મળતી ‘ચા-ઘર’ બેઠક વગેરે વિવિધ સંસ્થાઓ અને ક્ષેત્રોમાં વ્યવસ્થાપક, તંત્રી અને મંત્રી.
  • વાર્તા, નવલકથા અને ચરિત્ર લેખક
રચનાઓ
  • વાર્તાસંગ્રહ – જૌહર, પુનઃસ્મૃતિ
  • નવલકથા – શાન્તૂ મહેતા (ભાગ ૧ થી ૩), ભાઇબીજ, અમારે ખાંચે, લાટનો દંડનાયક
  • ચરિત્રલેખન – વીર વિઠ્ઠલભાઇ, શ્રમણ ભગવાન મહાવીર, બા (કસ્તુરબા)
  • નિબંધસંગ્રહ – ચિંતન અને મનન
  • ‘સ્ત્રીજીવન’માં ચા-ઘર નામની રોજનીશી
  • સંશોધન/સંપાદન – સોળ સતી, મહાગુજરાતનો મંત્રી, મહામાત્ય, ગણિતરહસ્ય, સહકાર ક્ષેત્રે ગુજરાત, વિમલપ્રબંધ
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬
બાહ્ય કડીઓ
  • રીડ ગુજરાતી પર ઃ  ઃ

દુર્ગાશંકર શાસ્ત્રી, Durgashankar Shashtri


નામ

દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

જન્મ

૨૪ જાન્યુઆરી ૧૮૮૨ ; અમરેલી

અવસાન

૨૯ સપ્ટેમ્બર ૧૯૫૨

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ – ગોડંલ
  • રાજકોટની મહેરામણ કૅમિકલ લૅબોરેટરીમાં અભ્યાસ કરી ‘પ્રૅક્ટીકલ ફાર્મસિસ્ટ’ની પરીક્ષા પાસ કરી.
  • મુંબઇમાં સંસ્કૃતનો અભ્યાસ (સને ૧૯૧૦)
વ્યવસાય
  • ઝંડૂ ફાર્માસ્યુટીકલ વર્ક્સમાં કાર્ય
  • ‘આયુર્વેદ વિજ્ઞાન’ માસીકનું સંપાદન
પ્રદાન
  • સંશોધક, વિદ્વાન, ઇતિહાસજ્ઞ, નિબંધકાર અને ચરિત્રલેખક તરીકે ગુજરાતમાં કીર્તિ મેળવી.
રચનાઓ
  • વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ, ઝંડૂ ભટ્ટજીનું જીવનચરિત્ર, શૈવધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ, ગુજરાતના તીર્થસ્થાનો, પુરાણવિવેચન, ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ઐતિહાસિક સંશોધન, પંડિત ભગવાનલાલ ઇંદ્રજીનું જીવનચરિત્ર, ભારતીય સંસ્કારો અને તેનું ગુજરાતમાં અવતરણ, આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો.

ભગવતીપ્રસાદ પંડ્યા, Bhagwatiprasad Pandya


bhagwati_pandya_1.jpg“કવિતા સરસ્વતી માતાનો પ્રસાદ છે. તેમાં સુભાષિતોનો ભંડાર સમાયેલો છે. સંસ્કૃતના હજારો શ્લોકોમાંથી એક કે બે પર પણ ધ્યાન આપવામાં આવે તો તેમાંથી મૂલ્યવાન માર્ગદર્શન મળે છે. “

# રચના 

_______________________

જન્મ

 9 – ઓક્ટોબર , 1926 : રાયગઢ (જિ. સાબરકાંઠા)

કુટુમ્બ

  • માતા –  પાર્વતીબેન ; પિતા –  દેવશંકર
  • પત્ની –  મધુબેનપુત્ર –  હિમાંશુ ;  પુત્રીઓ પ્રતીભા, જાહ્ નવી, યોગિની, દીવ્યા

અભ્યાસ

  • અમદાવાદમાં રાયપુર સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ
  • પછી  વારાણસેય સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, વારાણસીમાં
  • કલકત્તા સંસ્કૃત એસોસીયેશન , અને ગુજ યુનિ. માં પણ
  • વ્યાકરણાચાર્ય, કાવ્યતીર્થ, પુરાણતીર્થ, એમ.એ. પ્રથમ વર્ગમાં
  • અલંકાર શાસ્ત્રમાં એમ. ફીલ અને પી.એચ.ડી.

વ્યવસાય

  • શિક્ષણ, કર્મકાંડ
  • 1957-77       અમદાવાદ સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક અને સંસ્કૃત વિભાગના વડા
  • 1977-87    ગુજરાત યુનિ. માં ભાષા ભવનમાં  પ્રાધ્યાપક અને રીડર
  • 1991- 94  હોલે ન્ડમાં મહર્ષિ મહેશ યોગીની મહર્ષિ રીસર્ચ યુનિ.( મેરુ) માં અધ્યાપન             

જીવન ઝરમર

  • સ્વભાવે નમ્ર , કદી ક્રોધ આવતો નથી.

  • યજુર્વેદ, પુરાણો અને ભાગવતમાં પારંગત

  • શ્રીમદ્ દેવી ભાગવતના 150થી વધુ પારાયણ કર્યા છે.

  • કુશળ કર્મકાંડીબૃહદ્

  • ગુજરાત સંસ્કૃત પરિષદના સહયોગમાં રંગમંચ અને આકાશવાણી પર 75 થી વધુ નાટકોમાં ઘણા પાત્રો ભજવેલા છે.

  • અમેરીકા, આફ્રિકા, ઇન્ગ્લેન્ડ, હોલેન્ડ, મેક્સિકો માં જઇ સંસ્કૃતનો પ્રચાર

  • તેમના 100 થી વધુ વિદ્યાર્થીઓ આ દેશોમાં વસેલા છે.

  • આકાશવાણી દિલ્હીના સ્લાહકાર બોર્ડમાં સેવાઓ આપેલી છે.

  • મેક્સિકો માં યોજાયેલ ઇન્ટરનેશનલ સંસ્કૃત સીમ્પોઝીયમમાં સંશોધન પત્ર રજૂ કર્યો હતો

  • ઉજ્જૈન માં યોજાયેલ કવિ કાલીદાસ સમ્મેલનમાં અધ્યક્ષ

  • 25 થી વધુ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સમ્મેલનોમાં ભાગ  

  • અસંખ્ય વિદ્યાર્થીઓ તેમના હાથ નીચે પી. એચ.ડી. થયા છે.

  • જીવનનું ધ્યેય સંસ્કૃત ભાષાનો વિકાસ, સંરક્ષણ અને સંવર્ધન,

  • સંસ્કૃતમાં શીઘ્ર કવિ , અનુષ્ટુપ છંદના માહેર ,

  • સંસ્કૃતમાં અસ્ખલિત વ્યાખ્યાન આપવા સમર્થ

મુખ્ય રચનાઓ

  • સંસ્કૃત અનુસ્નાતક અભ્યાસક્રમ માટે અનેક પુસ્તકો  

સન્માન

  • ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ‘શાસ્ત્ર ચૂડામણિ એવોર્ડ’
  • ભુવનેશ્વરી શક્તિપીઠ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એવોર્ડ 

સાભાર

  • ગુજરાત ટાઇમ્સ
  • તેમના ભત્રીજા શ્રી. પદ્મનાભ ભટ્ટ  
%d bloggers like this: