ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: પાઠ્યપુસ્તકો

છોટુભાઈ પુરાણી, Chhotubhai Purani


————————-

નામ

 • છોટાલાલ

જન્મ

 • ૧૩,જુલાઈ-૧૮૮૫, ડાકોર ( જિ. ખેડા)

અવસાન

 • ૨૨-ડિસેમ્બર-૧૯૫૦

કુટુમ્બ

 • માતા-?; પિતા– બાલકૃષ્ણ; નાનાભાઈ–  અંબાલાલ

શિક્ષણ

 • પ્રાથમિક – ડાકોર; માધ્યમિક – જામનગર
 • ૧૯૦૦-મેટ્રિક
 • ૧૯૦૬– બાયોલોજી સાથે બી.એ.( સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબાઈ)
 • ૧૯૦૮ – બાયોલોજી સાથે એમ.એ. (સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબાઈ)

વ્યવસાય

 • ૧૯૧૦-૧૯૧૬ –  લાહોરની ધર્માનન્દ એન્ગ્લો વેદિક કોલેજમાં વ્યાખ્યાતા
 • ૧૯૧૬થી – અમદાવાદમાં વ્યાયમ શિક્ષણ

તેમના વિશે વિશેષ

 • ગુજરાતમાં સ્વાતંત્ર્ય પ્રવૃત્તિના પ્રણેતા
 • ગુજરાતમાં વ્યાયામ શિક્ષણની શરૂઆત કરી.

રચનાઓ

 • શિક્ષણ–  ઉષ્મા, મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિ, પ્રાકૃતિક ભૂગોળ
 • અનુવાદ– હિન્દનો પ્રાચીન ઈતિહાસ , ભાગ – ૧,૨
 • સંપાદન – ગુજરાતી વાચનમાળા

સાભાર

 • ગુજરાતી સાહિત્યકોશ

હરગોવનદાસ કાંટાવાળા, Hargovandas Kantawala


સુધારાયુગના કવિઓમાંના એક વિશેષ કવિ
 

_______________________________________________________________
Read more of this post

જયભિખ્ખુ, Jayabhikhkhu


jay-bhikhkhoo_1.JPG“એમની ભાષાનું ઝરણું પહાડથી ફૂટતી ગંગોત્રીની પેઠે વિસ્તાર ધારણ કરે છે…
એમાં વાચકને તાણી જઈ નવીન ભૂમિ પર લઈ જઈ ખડો કરી દે છે…
આસપાસનું સુંદર દૃષ્ય અને મંદ પવનની ખૂશ્બોદાર લહેરો એને મુગ્ધ કરી નાખે છે.”
–રમણલાલ સોની.

—————————————————

                  ”  જીવ તો નથી હિંદુ-નથી મુસલમાન.સાગરનું પાણી બધે સમાન છે.જે ઘડામાં એ ભર્યું એ ઘડાથી એનું નામ જુદું પડ્યું.કોઈ કહે આ પિત્તળના ઘડાનું પાણી ,કોઈ કહે આ માટીના ઘડાનું પાણી.કોઇ કહે આ હિંદુના ઘરનું જળ,કોઇ કહે મુસ્લિમના ઘરનું સંદલ ! એમ નામરૂપ જૂજવાં થયાં,પણ વસ્તુ એકની એક રહી.એમ માણસનો આત્મા જે ભૂમિ પર પેદા થયો,જે ઘરમાં ખોળિયું ધર્યું, એ એનું વતન,એ એનો ધર્મ.” 
                    “આજની મારી એષણાઓ અનેરી છે.ભારતભૂમિ કહો, આર્યાવર્ત કહો કે હિન્દુસ્તાન કહો ; એમાં જે આવ્યા,વસ્યા,વસીને  એને માટે આત્મભોગ આપ્યો ; એ સહુ એના.કોઇ વહાલાં કે દવલાં નહિ.હિમાદ્રિ સહુને નવનિધિ આપે,ચંદ્ર સહુને અમૃત આપે,સૂર્ય સહુને તેજ આપે,ધેનુઓ સહુને ઘૃત આપે,ક્ષેત્ર સહુને ધાન્ય આપે,રાજ્ય સહુને રક્ષણ આપે,ધર્મ સહુને શાંતિ આપે.”   
–     (‘વિક્રમાદિત્ય’માંથી) 

# જીવનઝાંખી
________________________________________________________________________

Read more of this post

પૂર્ણિમા દવે, Poornima Dave


નામ 

પૂર્ણિમા મહિપતરામ દવે

જન્મ

27  – સપ્ટેમ્બર, 1946  ;  મુંબઇ

અભ્યાસ

 • બી.એ.
 • 1968  – એમ.એ. ( તત્વજ્ઞાન )

વ્યવસાય

અધ્યાપન

જીવનઝરમર

 • 1968 બાદ વિવિધ કોલેજોમાં કામ
 • હાલ મુંબઇ યુનિવર્સિટીમાં આ વિષયમાં અનુસ્નાતક વ્યાખ્યાતા અને તત્વજ્ઞાન વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝનાં સભ્ય
 • આકાશવાણી અને દૂરદર્શનના કાર્યક્રમોમાં ભાગ લે છે.
 • અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત કેટલીક દૃશ્ય-શ્રાવ્ય કેસેટોનાં પ્રકાશન સાથે સંકળાયેલાં છે.
 • સાહિત્ય, સંગીત, ધર્મ, મનોવિજ્ઞાન અને આધ્યાત્મ પ્રિય કાર્યક્ષેત્રો , એ અંગેનાં મંડળો સાથે તે સંકળાયેલાં છે.

રચનાઓ

 • પરિચય પુસ્તિકા –  રામાનુજનું તત્વજ્ઞાન, માધવાચાર્યનું તત્વજ્ઞાન, નિંબાર્કનું તત્વજ્ઞાન
 • ધાર્મિક – ભગવાન સ્વામીનારાયણ પ્રબોધિત સ્ત્રી-પુરુષ મર્યાદા
 • અનુવાદ/ ચરિત્ર –  મહાન વૈજ્ઞાનિકોનાં રેખાચિત્રો
 • શોધનિબંધો – નિમ્બાર્ક સંપ્રદાયમાં ગુરુની ભૂમિકા, ભાગવત પુરાણ,  ભક્તિગ્રંથ, મીરાં : મારો પ્રતિભાવ,  વચનામૃત : એક આધ્યાત્મિક ગ્રંથ
 • પાઠ્યપુસ્તકો – ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે લોજિક ઉપર, બી.એ., બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્સનાં  પુસ્તકો  

સાભાર 

પરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ.

%d bloggers like this: