જ્ઞાન થાકી અજ્ઞાન જો લાધ્યું
તેજ તજી અંધારું માગ્યું
દંભ નો લીધો શ્વાસ મેં જયારે
એક તણખલું હસવા લાગ્યું
—
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
—
નેપથ્યે જે થાય, થવા દો
ખેલ નિરંતર જારી રાખો
એક ભવાઈ થાય જો પૂરી
બીજીની તૈયારી રાખો
——–
તુઝ કો તેરા રામ સંભાલે; બાત ખતમ !
ઔર મુઝે રબ મેરા પાલે; બાત ખતમ !
…
ઈન્સાં કી દરઅસ્લ ‘મુસાફિર’ ગંગા હૈ–
ઇસ પાની મેં ખૂબ નહા લે; બાત ખતમ !
# તેમનું પુસ્તક ‘ ૧૫૧ હીરા’ અહીંથી ડાઉન લોડ કરો.
# ‘વેબ ગુર્જરી’ પર એક સરસ લેખ
# તેમની રચનાઓ – ૧ – ઃ – ૨ –
——————————————————————————–
નામ
ઉપનામ
- મુસાફિર પાલનપૂરી, મસ્ત કલંદર પાલનપૂરી
સમ્પર્ક
- ‘સુકૂન’ જૂના ડાયરા – સલીમપુરા પાસે, પાલણપૂર- ૩૮૫ ૦૦૧
- ફોન – (૦૨૭૪૨) ૨૬૩૬૭૭
જન્મ
કુટુમ્બ
- માતા – નાથીબાઈ, પિતા – દીનમહમ્મદ
- પત્ની – ઝુબેદા ( લગ્ન – ૧૯૬૮ )
શિક્ષણ

વ્યવસાય
- શિક્ષક, જિલ્લા શિક્ષણ પંચાયત , પાલણપૂર
તેમના વિશે વિશેષ
- ૧૨મા વર્ષે માતા અને ૧૫મા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવી હતી.
- છઠ્ઠા ધોરણનો અભ્યાસ પડતો મૂકી, ઓરિસ્સા કમાવા ગયા હતા. માત્ર સાત રૂપિયાના માસિક પગાર માટે રોજના વીસ મણ લાકડાં ફાડવાનું, અને પુંઠાના બોક્સ પર લાઈ અને સરેશ ચોપડવાનું કામ આઠ વર્ષ કરેલ છે. પણ આવા કપરા કાળમાં પણ એમનો ગઝલ રસ કાયમ રહ્યો હતો.
- વતન પાછા આવ્યા બાદ, માસિક ૯૦ /- રૂ.ના માતબર પગારની પ્રાથમિક શિક્ષકની નોકરી મળી – એને તેમણે સ્ટેટસ સિમ્બોલ માની લીધો હતો.
- પાલનપુરની નાનકડી ઓરડીમાં લખાયેલ ‘ ઢાઈ અક્ષર’ ઉત્તર ગુજરાત યુનિ.ની વિનયન શાખાના ત્રીજા વર્ષના પાઠ્ય પુસ્તક તરીકે વપરાય છે.
- ‘ઇન્ડિયા-ડે’ની ઉજવણીમાં આમંત્રિત કવિ તરીકે ઇન્ગ્લેન્ડની ૨૧ દિવસની સફર
- નિવૃત્ત જીવનમાં સેવાભાવી અને કોમી એખલાસ વધારવાની સ્તુત્ય પ્રવૃત્તિઓ.
રચનાઓ
- કવિતા – ચિત્કાર, આગવી ઉર્મિઓ, અવિરામ, ગાંધીથી દિલ્હી સુધી, ઢાઈ અક્ષર, બગીચા (બનાસકાંઠાની ધાંણ ધારી બોલીમાં)
- પ્રવાસ વર્ણન – બી.કે.થી યુ.કે. સુધી ( બ્રિટન પ્રવાસ કથા)
- લેખ સંગ્રહ – સાન્નિધ્ય સરી જતી ક્ષણોનું
- સંપાદન – અર્પણ, ફૂલ ધરી દો એક બીજાને , શૂન્યનું તત્વ ચિંતન
સન્માન
- ૧૯૯૮ – રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
- ૨૦૦૫ – ગઝલરચના માટે ‘ મિર્ઝા ગાલિબ’ એવોર્ડ.
સાભાર
- શ્રી. અકબર વલીભાઈ મુસા – અમદાવાદ, પાલનપુર
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ