“
અંદર તો એવું અજવાળું, અજવાળું.
સળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું. ”
(વાંચો: કાવ્યરસાસ્વાદ )
“એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો –
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.”
“એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !”
“આપણે તો ભૈ રમતારામ !
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ. ”
“રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો. ”

વધુ રચનાઓ: – 1 – : – 2 – : – 3 – : – 4 –
# સાંભળો – પાસપાસે તોયે – માળામાં ફરક્યું વેરાન –
# તેમની રચનાઓ વિશે
_______________________________________________________________________
જન્મ
- 22 – એપ્રિલ, 1945 ; પચ્છમ તા.ધંધુકા, જિ. અમદાવાદ
કુટુમ્બ
- માતા – ગંગાબા; પિતા – ઓધવજી દયારામ( જાણીતા વૈદ્ય)
- પત્ની – લલિતા- (સંગીત વિશારદ) પુત્રીઓ – દીપ્તિ (સંગીત શિક્ષિકા); નેહા – લેક્ચરર, ફાઈન આર્ટ્સ, સી.એન. વિદ્યાલય,
અભ્યાસ
- શાળા શિક્ષણ – પચ્છમ, અમદાવાદ, સાદરા તથા ‘ લોકશાળા ગ્રામભારતી’
- 1973 – ‘કમર્શિયલ આર્ટ’ વિષયમાં ડિપ્લોમા – સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, અમદાવાદ.
વ્યવસાય
- 1969 – અખંડ આનંદના તંત્રી વિભાગમાં
- 1971 – કુમાર કાર્યાલય
- 1969 -70 – વોરા પ્રકાશન સંસ્થા
- 1970 –73 – આર.આર. શેઠની કંપનીમાં મુખપૃષ્ટચિત્રોના કલાકાર
- 1973 થી – સી.એન. ફાઈન આર્ટ્સકોલેજમાં અધ્યાપક
- પ્રિન્સિપાલ ( ઉપર મુજબ)
- 2004 થી – સર્વોચ્ચ અધિકારી, ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રીસોર્સ, શ્રીમતી જી.આર. દોશી અને શ્રીમતી કે.એમ.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ( IKDRC)તથા ડૉ.એચ.એલ.ત્રિવેદી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાંસ્પ્લાંટેશન સાયન્સીઝમાં ન
જીવનઝરમર
- અનેક સમારંભોમાં સંચાલન, કવિમુશાયરાઓ-ડાયરાનું સંચાલન
- અમદાવાદ દૂરદર્શન માટે ‘રેવા’ નામક નાટકમાં કથા, પટકથા, ગીતોની રચના
- અનેક ગુજરાતી ફિલ્મો માટે ગીતોની રચના
- અનેક ક્ષેત્રોના મહાનુભાવોના જાહેર ઈંન્ટર્વ્યૂ લેનાર, મોરારિબાપુનો સળંગ આઠ કલાકનો ઈન્ટરવ્યુ
- ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, નૂતન ગુજરાત, જન્મભૂમિ પ્રવાસી, વિ. માં દસેક વર્ષથી વિવિધ વિષયો પર કોલમ રૂપે લેખો.
- શ્રી ગિરીશ કર્નાડના અધ્યક્ષપદ નીચે રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના પાંચ વર્ષ સભ્ય
- લલિતકલા અકાદમી તથા ગુજરાત સંગીત નાટક અકાદમીના બે ટર્મ માટે સભ્ય.
- ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી પદે આઠ વર્ષ
- ‘ગાંધર્વ મહાવિદ્યાલય’ ના ચેરમેન તરીકે એક ટર્મ
- ‘એથિકલ કમિટી ફોર કીડની ટ્રાન્સ્પ્લાન્ટેશન’ ના સભ્ય
- ‘આયુ ટ્રસ્ટ’ ના મેનેજીંગ ટ્રસ્ટી
- ઉત્તર બુનિયાદી સંસ્થા ‘ગ્રામભારતી’ ના સંચાલક મંડળમાં કાયમી સભ્ય
- ચેરમેન, ગુજરાત વિજ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન
- ‘સાહિત્ય પ્રવાસ’ – લીટરરી એકેડેમી ઓફ અમેરિકાના નિમંત્રણથી 3 માસનો પ્રવાસ
- નૈરોબી-કેન્યાના પ્રવાસે શ્રી મોરારિબાપુ સાથે
રચનાઓ
- કાવ્યસંગ્રહો – તમે * , અક્ષરનું એકાન્ત, કલરવના દેશ
- નવલકથા – પીંજરની આરપાર + (રુબીન ડેવીડના જીવન પર આધારિત) , સૂર્યપુરુષ ભાગ 1-2. ( શ્રી ચીમનભાઈ પટેલના જીવન પર આધારિત.) , કુણાલની ડાયરી , પરોઢિયાના પાલવ ઓથે ( બે વર્તમાનપત્રોમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત.)
- નાટક – અક્ષરનું અમૃત ( પ્રમુખ સ્વામીના જીવન પર આધારિત ) , રાગ-વિરાગ ( ડૉ.એચ.એલ ત્રિવેદીના જીવન પર આધારિત ) , એક હતી રૂપા ( રેડિયો નાટક ) , કીડની વેશ, હૃદયનું હૃદય કીડની, કીડનીદાન જીવનદાન , પ્રત્યારોપણ પ્રેમનું ( કીડની ટ્રાન્સ્પ્લાંટેડ દરદીઓ દ્વારા અનેકવાર ભજવાયેલું ),
- ભવાઈ વેશ – જસમા , ગુરુ ગણિકા ( સાતમી સદીના ભગવદ અજ્જાકિયા ની મૂળ કૃતિ પરથી.)
સન્માન
- ગુજરાત સરકારનું ઈનામ *
- સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદનું ઈનામ +
- 1974 અને 1999 – દૂરદર્શન તરફથી વર્ષનાં ઉત્તમ ગીતોની રચના માટે ઇનામ
- 2004 – ‘એકલવ્ય’ લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ