ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: બાળસાહિત્ય

નાનુભાઈ નાયક, Nanubhai Naik


NN1‘સુરતના નગરબાપા’ – શ્રી. ભગવતીકુમાર શર્મા

———————————————————————

સમ્પર્ક

જન્મ

  • ૧૦, મે – ૧૯૨૭, ભાંડુત, તા. ઓલપાડ, જિ. સૂરત

અવસાન

  • ૧૭, મે – ૨૦૧૮, સુરત

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – ?
  • પત્ની – ?; પુત્રો – જનક, કિરીટ

શિક્ષણ

  • મેટ્રિક

વ્યવસાય

  • સાહિત્ય પ્રકાશન, લેખન, સામાજિક કાર્યકર

nn2

તેમના વિશે વિશેષ

  • મેટ્રિક થયા પછી છ મહિના મુંબાઈની સિદ્ધાર્થ કોલેજમાં અભ્યાસ શરૂ કરી છોડી દીધો અને શબ્દ રચના હરિફાઈઓ યોજવા લાગ્યા.
  • દોઢ વર્ષ ‘નવસારી સમાચાર’ના તંત્રીપદે
  • સંદેશ, પ્રતાપ, નૂતન ભારત, ચેત મછેન્દર વિ. દૈનિક/ સામાયિકોમાં કટાર લેખન , ૨૦૦થી વધારે વાર્તાઓ અને લેખો છપાયા છે.
  • ‘જનસત્તા’માં ‘સબરસ’ શ્રેણી હેઠળ બાળકો માટેની વાર્તાઓ
  • સુરતની નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ – હાલમાં તેના  ઉપપ્રમુખ
  • સુરતની ‘સાર્વજનિક શિક્ષણ સંસ્થા’ના મેનેજિંગ ટ્રસ્ટી
  • સુરત પ્રેસ માલિક મંડળના પ્રમુખ
  • ગુજરાત પ્રિન્ટર ફાઉન્ડેશનના સ્થાપક. એક વખત તેના પ્રમુખ પણ હતા.
  • ‘ ચતુરનો ચોતરો’ અને એવા બીજા  સાહિત્ય સમ્મેલનોનું આયોજન.
  • ‘નાની છીપવાડ’ -સુરત ખાતે હાથથી કમ્પોઝ કરાતાં પુસ્તકો છાપવાના પ્રેસથી શરૂઆત કરીને બે પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાઓના માલિક  –  જે માત્ર પ્રકાશન કરતી વેપારી સંસ્થા નહીં પણ સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક ફેરફારો માટેની લોકમાન્ય પીઠિકા બની રહી છે.
  • ‘સાહિત્ય સંગમ’ વિશે એક સંશોધન લેખ શ્રીમતિ શાંભવી પંડ્યાએ તૈયાર કરેલો છે.
  • સુરતની ‘સાહિત્ય સંગમ’ સસ્થામાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી પ્રકાશનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના મુખ્ય મથક ‘સંસ્કાર ભવન’માં દર મહિને પાંચ થી છ સાહિત્ય અને કળાને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.
  • ટીવીના વધતા જતા પ્રભાવ સામે વાંચન રસ કેળવાય તે માટે સસ્તી ચોપડીઓ પ્રજાને મળી રહે , તે માટે સતત કાર્યરત. ‘ગ્રંથ યાત્રા’ યોજના હેઠળ માત્ર ૫૪૫ ₹ માં દર વર્ષે ૨૩ પુસ્તકોનું વિતરણ એ આનો આંખે ઊડીને વળગે તેવો દાખલો છે.
  • તેમની પ્રારંભિક રચનાઓ  ‘પ્રાણ જાગો રે!’ અને ‘નારી નરનું રમકડું’ બહુ જ લોકપ્રિય બનેલી છે.
  • બંધારણીય સુધારણાઓ માટે તેમણે સૂચવેલા સુધારાઓમાંથી ૧૫ સ્વીકારવામાં આવ્યા છે.
  • તેમના જીવન અને દર્શનના નિચોડ જેવું પુસ્તક ‘ -‘The World of My Dream’ તેમનું શ્રેષ્ઠ સર્જન છે.

રસના વિષયો

  • સાહિત્ય, રાજકારણ, પત્રકારિત્વ, ખેતી, વાંચનનો પ્રસાર

The World of my dream-Front-Eng

રચનાઓ

સાભાર 

  • શ્રીમતિ મૌલિકા દેરાસરી

જનક નાયક, Janak Naik


Janak Naik


jn8

તેમના બ્લોગ પર અહીં ક્લિક કરીને પહોંચી જાઓ

js

આ ચિત્ર પર ક્લિક કરી તેમની યાદમાં યોજાયેલ સ્મૃતિ સમારોહનો અહેવાલ વાંચો.

જન્મ

  • ૧૩, ઓગસ્ટ – ૧૯૫૪, મુંબાઈ

અવસાન

  • ૧૬, એપ્રિલ – ૨૦૧૭, સુરત

કુટુમ્બ

  • માતા -રેખાબહેન  , પિતા – નાનુભાઈ
  • પત્ની – જયશ્રી , પુત્ર – ચિંતન , પુત્રી – દુર્વા

શિક્ષણ

  • બી.કોમ, એમ.એ., NDHSC ( Naturopathy)

વ્યવસાય

  • સાહિત્ય સંગમ’ પ્રકાશન સંસ્થા

તેમની યુ-ટ્યુબ ચેનલ

તેમના વિશે વિશેષ

  • નર્મદ સાહિત્ય સભાના મંત્રી, ‘સાહિત્ય સંગમ’હેઠળ અનેક કાર્યક્રમો યોજ્યા હતા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના વિકાસ મંત્રી
  • સંવેદન અને સુખી જીવન સામાયિકોના તંત્રી
  • બાળકોના વિકાસમાં અત્યંત ઋચિ. બાળકોને વાર્તાઓ કહેવી, તેમની પાસે કહેવડાવવી, લખાવવી, પ્રશ્નોત્તર કરવા, ચર્ચાઓ કરાવવી વિ.
  • પોતાની ષષ્ઠીપૂર્તિ વખતે ૬૦ શાળાઓમાં સાભિનય વાર્તાકથનના પ્રયોગો
  • ‘ગુજરાત મિત્ર’માં દર ગુરૂવારે ‘મનના મઝધારેથી’ કોલમના લેખક
  • તેમનાં પુસ્તકો કેવળ શબ્દ વિલાસ ન રહેતાં અનેક લોકોનાં જીવનને ઉન્નત બનાવતાં સાબિત થયાં છે.

jn5

રચનાઓ

jn7

તેમનાં પુસ્તકો – ‘પુસ્તક સાગર’ પર

jn1jn2jn3

સન્માન 

  • ૧૯૯૪ – નવચેતન ચન્દ્રક
  • ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ
  • ૨૦૦૧ – નંદ શંકર ચન્દ્રક
  • ૨૦૦૨ – સ્વ. સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક
  • ૨૦૦૨ – ટાગોર ઈન્ટરનેશનલ કલ્ચર અને લિટરેચરનો ગુજરાત એવોર્ડ
  • ૨૦૦૨ – ગીજુભાઈ બધેકા એવોર્ડ
  • ૨૦૧૨ – ધૂમકેતુ એવોર્ડ

સાભાર

  • શ્રી. નાનુભાઈ નાયક

ઉદયન ઠક્કર, Udayan Thakker


ut_3 બરાબર ‘હિસાબ’ રાખતા કવિ !

ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે
    ત્યાં સુધી ઘડિયાળના હોઠો, બીડેલા હોય છે

#  ઢોલ-નગારે લોકો ત્રૂઠાં,
જલતરંગનાં ભાયગ રૂઠાં !

પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે

 

#  પાંડોબા અને મેઘધનુષ્ય – कविताकोश के उपर

# ઢગલાબંધ રચનાઓ  –  ૧  –  ,  –  ૨  –

————————-

ut_5

આખી રચના માણવા અહીં ‘ક્લિક’ કરો

ut_6

આ ચિત્ર પર ક્લિક કરી આખી વાર્તા વાંચો

સમ્પર્ક

  • udayan thakker <udayanthakker@hotmail.com>

જન્મ

  • ૨૮, ઓક્ટોબર-૧૯૫૫, મુંબાઈ

કુટુમ્બ

  • માતા– શાંતિ ; પિતા– કરસનદાસ
  • પત્ની – રાજુલ; દીકરીઓ – ઋચા, ગરીમા

શિક્ષણ

  • બી.કોમ., મુંબાઈ

વ્યવસાય 

  • ચાર્ટર્ડ અને કોસ્ટ એકાઉન્ટન્ટ

UT_1

ut_4

આ ચિત્ર પર ક્લિક કરો – તંત્રી શ્રી ઉદયન ઠક્કર

તેમના વિશે વિશેષ

  • તેમના પહેલા જ કાવ્ય સંગ્રહ ‘ એકાવન’ને જયંત પાઠક પારિતોષિક એનાયત થયું હતું, અને તે SNDT યુનિ.માં પાઠ્ય પુસ્તક તરીકે માન્ય થયું હતું.
  • તેમનાં અમુક કાવ્યો અંગ્રેજી અને જાપાનીઝ ભાષામાં પણ અનુવાદિત થયા છે (Duet of Trees )
  • તેમની રચનાઓના અનુવાદો અમેરિકાની પ્રતિષ્ઠિત કાવ્ય સંસ્થાઓએ પણ સ્વીકારી અને પ્રમાણિત કરી છે.
  • વિશ્વના વિવિધ દેશોમાં ૨૪ જેટલા અને ભારતમાં તો સેંકડોની સંખ્યામાં કાવ્ય પઠનના કાર્યક્રમો તેમણે આપ્યા છે,
  • ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ કારોબારીમાં માનાર્હ સભ્ય.
  • મુંબાઈના રામજી આશર વિદ્યાલય અને આર.એન. શેઠ વિદ્યામંદિરમાં ટ્રસ્ટી
  • poetryindia.com     ના તંત્રી

રચનાઓ

  • કવિતા – એકાવન, સેલ્લારા, ચૂંટેલા કાવ્યો
  • સંકલન/ સંપાદન – આસ્વાદ- જુગલબંધી, જેવી તારી ઢોલકી એવો મારો તંબૂરો
  • બાળવાર્તા– એન મિલાકે ટેન મિલાકે છૂ (૫ પુસ્તકો), તાક ધિના ધિન (૩ પુસ્તકો)
  • બાળકવિતા– હાક છીં હિપ્પો
  • ગુજરાતી કવિતાના મરાઠી અનુવાદ– અનુભૂતિ(સહસંપાદન)
  • અંગ્રેજી અનુવાદ – Duet of Trees

સન્માન

  • જયંત પાઠક પારિતોષિક
  • હરીન્દ્ર  દવે એવોર્ડ
  • ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ પારિતોષિક
  • ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉશનસ પારિતોષિક
  • એનસીઈઆરટી નો શ્રેષ્ઠ બાળસાહિત્યનો રાષ્ટ્રીય પુરસ્કાર
  • રમેશ પારેખ કવિતા સન્માન

સાભાર

  • શ્રી. પી.કે. દાવડા
  • શ્રી.મહેન્દ્ર મહેતા

નાનાભાઈ જેબલિયા, Nanabhai Jebaliya


Nanabhai Jebalia

“ નામે નાના પણ કામે જેબદાર “
– રાધેશ્યામ શર્મા

“ઓછું લખવું પણ, ઓછું ન ઊતરે એટલું ને એવું લખવું.”

“ ‘ણ’ ને આંગણે
હેલ્યુંના ખણેણાટ,
કાબીયુંના રણેણાટ,
સાથળ પિંડીઓના વળેળાટ,
જોબનના ઝળેળાટ
પગલાનાં કડેડાટ,
કાજળ કંકુનાં હડેડાટ


‘ણ‘ હવે હરડ ફરડ,
‘ણ’ ગામ ગામતરે,
’ણ’ નાળિયેર શોધે,
‘ણ’ રૂપિયો શોધે… ”

પ્રેરક અવતરણ
“દુઃખ તમારા હૃદયને જેટલું ઊંડું કોતરશે, એટલું જ સુખ તમે એમાં સમાવી શકશો.”
– ખલીલ જિબ્રાન

–  સ્મરણાંજલિ ( રજનીકુમાર પંડ્યાના બ્લોગ ‘ઝબકાર’ પર.)

____________________________________________________________

સમ્પર્ક

  • 303, 3 જા માળે, ગેલેક્સી પાર્ક, ચલા, દમણ રોડ, વાપી – 396 191

ઉપનામ

  • અતિથિ

જન્મ

  • 11, નવેમ્બર- 1938; ખાલપર ( તા. સાવરકુંડલા, જિ. ભાવનગર)

અવસાન

  • ૨૫, નવેમ્બર -૨૦૧૩

કુટુમ્બ

  • માતા – રાણુબા; પિતા – હરસુરભાઇ
  • પત્ની– કાનુબેન ( લગ્ન – 1965); પુત્રો – રાજેન્દ્ર, વિજય

અભ્યાસ

  • સોનગઢ અધ્યાપન મંદિરમાંથી જુનીયર પી.ટી.સી.

વ્યવસાય

  • વંડા કેન્દ્રની કુમારશાળામાં પ્રાથમિક શિક્ષક

જીવનઝરમર

  • પ્રેરણામૂર્તિ સ્વ. ભોજરાજગિરિ ગોસ્વામી
  • ક.મા.મુન્શી અને ઝ. મેઘાણીની રચનાઓનો પ્રભાવ
  • અંગ્રેજી ભાષાથી બહુ પરિચિત નથી
  • પ્રથમ મૌલિક કૃતિ – ‘લાડકું ભાંગે’ – ચાંદની માસિકમાં
  • મોટા દેખાવાનં ફાંફાં મારવાં કે ફિશિયારીભર્યા ફાંકામાં રહેવા ફડાકા ઝાટકવા પડે એ કરતાં નાના રહીને લોક કથા સાહિત્યમાં જેબદાર લખાણોથી જ ઓળખાવાનું પસંદ કરે છે.
  • ફૂલછાબ, જયહિંદ, પ્રતાપ, ગુજરાતી ટાઇમ્સ ઓફ ઈન્ડીયામાં વાર્તાઓ/ લેખો છપાયા છે.
  • ‘ચટાકચોરો’ કોલમના લેખક
  • ‘સંદેશ’માં ‘અલખનો ઓરડો’ કોલમમાં હાસ્યહારડા અને કટાક્ષકોરડા પીરસ્યા છે.
  • કોઈ વાહન ચલાવતાં આવડતું નથી.
  • એક વખત બસમાં એટેચી ચોરાઈ જતાં ટિકીટની રકમ ન ચુકવી શક્યા ત્યારે એક અજાણ્યા મુસાફરે લેખક તરીકે ઓળખીને ટિકીટની રકમ ચુકવી દીધેલી.
  • ઈશ્વર અને ગુરુમાં સમ્પૂર્ણ શ્રદ્ધા, પૂજાપાઠ કરતાં ધ્યાનમાં વધુ રુચી
  • કુરૂઢિઓનો વિરોધ – પોતાના અને પુત્રના લગ્નમાં ફેરફારો કર્યા, ઘરમાં ઘુંઘટપ્રથાને તિલાંજલિ
  • વર્ણાશ્રમ પ્રથાને ધીક્કારે છે.
  • એક વખત બસ ઉંધી પડતાં માંડ બચેલા

શોખ

  • ચિત્ર અને સંગીત, હાર્મોનિયમ અને તબલાં વગાડતા હતા

રચનાઓ – 30 પુસ્તકો

  • નવલકથા – મેઘરવો, રંગ બિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકી ધરા વંકાં વહેણ,એંધાણ, સૂરજ ઊગ્યે સાંજ, ભીનાં ચઢાણ, અરધા સૂરજની સવાર, અમે ઊગ્યા’તા શમણાંને દેશ
  • નવલિકા– શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ
  • હાસ્યકથાઓ – સૌરાષ્ટ્રનો લોકવિનોદ, ધકેલ પંચા દોઢસો
  • બાળનાટકો અને બાળવાર્તાઓ

સન્માન

  • ટૂંકી વાર્તા સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રકો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર- રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સહિત્યકોશ , ખંડ -2

વિજયગુપ્ત મૌર્ય , Vijaygupta Maurya


Vijaygupta_Maurya

– તેમના પૌત્ર અને ‘સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણા કહે છે, ‘દાદાજીને કોઈ પણ વિષયમાં ઊંડા ઊતરવાનું ગમતું હતું. તેઓ બધું જ વાંચતા. વાંચનની સ્વભાવગત ટેવ તેમના પુત્ર નગેન્દ્ર વિજય અને સરવાળે મારામાં વારસાગત ઉતરી છે.’

– જમવા બેસતા ત્યારે તેમને મજાકમાં કહેતો કે થોડી જગ્યા રાખજો બીજું ભોજન (૧૪ ગોળીઓ) પણ લેવાનું છે, પણ આવી માંદગી વચ્ચે તેમણે ક્યારેય લખવાનું બંધ કર્યું નહીં.’ – નાગેન્દ્ર વિજય

વિકિપિડીયા ઉપર

–  અહીંથી એમની પ્રખ્યાત સત્યકથા ‘જિંદગી જિંદગી’ ડાઉનલોડ કરો.

‘ દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત એક વિગતવાર અભ્યાસ લેખ 

તેમના પૌત્ર ‘હર્શલ’ નો એક સરસ લેખ

તેમની રચનાઓ વિશે

——————————————————

નામ

  • વાસુ વિજયશંકર મુરારજી

ઉપનામ

  • વિજયગુપ્ત મૌર્ય, ઈન્દ્રધનુ, કૌટિલ્ય, કૌશિક શર્મા, ચાણક્ય, બૃહસ્પતિ, મુક્તાનંદ, વિશ્વયાત્રી, હિમાચલ, વિજયતુંગ,  સોSહમ્‍

જન્મ

  • ૨૬, માર્ચ-૧૯૦૯, પોરબંદર

અવસાન

  • ૧૦,જુલાઈ- ૧૯૯૨,

કુટુમ્બ

  • માતા– મોતી બાઈ; પિતા– મુરારજી
  • પત્ની – વસંતલીલા; પુત્રો – નાગેન્દ્ર વિજય, ભારદ્વાજ, વિજય

શિક્ષણ

  • ૧૯૨૫ – મેટ્રિક, પોરબંદર
  • એડ્વોકેટ – મુંબાઈ યુનિવર્સીટી

વ્યવસાય

  • ૧૯૩૩-૩૭ – પોરબંદરમાં વકીલાત
  • ૧૯૩૭-૩૮ – પોરબંદર રાજ્યમાં દિવાની તથા ફોજદારી અદાલતોમાં ન્યાયાધીશ
  • જન્મભૂમિમાં પત્રકાર

Zindagi Zindagi

જિંદગી જિંદગી – એક રોમાંચક સત્યકથા

[ એ વિશે ટૂંકાણમાં અહીં વાંચો ]

તેમના વિશે વિશેષ

  • ૧૯૪૨ની આઝાદી લડતમાં નોકરીમાંથી રાજીનામું અને લડતમાં સક્રીય ભાગ
  • થોડોક વખત વકીલાત કરી
  • ૧૯૪૪થી – ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં
  • બાળપણથી જ પ્રકૃતિનાં વિવિધ તત્વોનો અભ્યાસ કરવાનો શોખ
  • બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી અને પ્રકૃતિ મંડળના સભ્ય
  • ૧૭ વર્ષની ઉંમરે તેમણે બ્રિટન અને જર્મનીના નૌકાયુદ્ધ વિશે પ્રથમ લેખ લખ્યો હતો.
  • બાળકોને ઉપયોગી અનેક પુસ્તકો લખ્યાં
  • પ્રથમ પુસ્તક – ‘પ્રિન્સ બિસ્માર્ક’
  • ૧૯૭૩થી – નોકરી છોડી મરણ પર્યન્ત લેખન
  • -‘નવચેતન’ના પ્રત્યેક દિવાળી અંકમાં તેમની સમુદ્રકથા આવતી
  • ૧૯૭૦થી ૮૦ના ગાળામાં ચિત્રલેખાના ૩ લેખકો સૌથી વધુ પાવરફુલ હતા, તેમાંના એક એટલે વિજયગુપ્ત મૌર્ય.
  • ‘અખંડ આનંદ’ સામયિકમાં તેમની પ્રશ્ન-જવાબની ‘જ્ઞાન-ગોષ્ઠિ’ નામે કૉલમ ચાલતી હતી.
  • પાછલી અવસ્થામાં ગંભીર બિમારી, પાર્કિન્સન રોગના કારણે અવસાન

‘બિલાડી સ્વેચ્છાથી પાણીમાં પડે ખરી?’

‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ના જર્નલના ડિસેમ્બર ૧૯૪૨ના અંકમાં નદી તરી જતા વાઘનો ઉલ્લેખ છે. તે પરથી મને ભાદર નદીના ખારા પાણીને તરીને સામે પાર ગયેલા મનાતા એક બિલાડાનો બનાવ યાદ આવે છે.

બિલાડી અને વાઘ નિકટના સંબંધી છે અને ભીંજાવાનું પસંદ નથી કરતાં. મને તો વાઘ સાથે નહીં પણ બિલાડા સાથે જ પ્રસંગ પડ્યો છે!

અઢી-ત્રણ વર્ષ ઉપર ભાદરના મુખ ઉપર નવીબંદરમાં હું રહેતો ત્યારે મારું ઘર ચીડિયાખાનું જ હતું. એ સરકારી મકાનમાં બિલાડી ન આવે તે માટે હું ખાસ તકેદારી રાખતો, પરંતુ એક હ્યષ્ટપુષ્ટ બિલાડો મારા પક્ષીઓનો કલ્લોલ સાંભળી, ઘણી વાર તાડન પામ્યા છતાં, ઘરમાં દાખલ થવાની તષ્ણા દાબી શકતો નહીં.

ધર્મભાવના આડે ન આવી હોત તો કદાચ હું એ બિલાડાનો શિકાર કરી નાખત! પછી તો ‘સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં’ એવો ઉપાય મેં શોધી કાઢ્યો. મેં એક યુક્તિ રચી. એક ટ્રંક ખાલી કરાવી તેમાં દૂધની વાટકી રાખી ટ્રંક ઉઘાડો રાખ્યો. બિલાડો ફળિયામાં દેખાયો ત્યારે હું ટ્રંકની બાજુમાં ખાટલા પર ઓઢીને સૂઈ ગયો.

બિલાડો ઘરમાં દાખલ થઈને ખૂબ સાવચેતી રાખ્યા પછી ટ્રંકમાં દાખલ થયો. તેનો દૂધ પીવાનો અવાજ સાંભળી મેં પાછળથી ટ્રંકનું ઢાંકણું હડસેલી બંધ કરી દીધું! મારી સફળ યુક્તિ પર ફિદા થઈ મેં ટ્રંક પટાવાળાને સ્વાધીન કરી દીધો અને પટાવાળો તેને ભાદરના સામે કાંઠે મૂકી આવ્યો.

એ નાના ગામમાં બધાએ મારી ચપળતા અને બુદ્ધિની તારીફ કરી! (મારા જેવા ‘મોટા’ માણસે આવું નકામું કામ કર્યા બદલ ખાનગીમાં મારી હાંસી કરી હોય તો તેની મને ખબર નથી!) 

પણ અફસોસ! બીજા દિવસે એ દુષ્ટ બિલાડો લાલસાભરી નજરે મારા આંગણામાં આવી ઊભો રહ્યો. તપાસ કરી તો ખબર પડી કે બિલાડો પાણી તરીને આવ્યો હોવો જોઈએ

રચનાઓ

  • ચરિત્ર – પ્રિન્સ બિસ્માર્ક
  • વિજ્ઞાન – પ્રકૃતિનાં લાડકવાયાં( ગુજરાતનાં પક્ષીઓ વિશે), કીમિયાગર કબીર ( કીટકો વિશે), અવકાશની યાત્રા, દરિયાની દોલત , પૃથ્વીદર્શન, ગાલાપાગોસ, ઝગમગતું ઝવેરાત
  • બાળવાર્તા – જંગલની કેડી,મોતનો સામનો, શિકાર અને શિકારી, શિકારીની તરાપ, કપિનાં પરાક્રમો, શેરખાન, હાથીના ટોળામાં,
  • સત્યકથા – જિંદગી જિંદગી, માણસ જેમ બોલીને સુપરસ્ટાર બનેલી એક હતી મેના
  • સંશોધન –  સરકસ જ્ઞાનકોષ, આ છે રશિયા

સાભાર 

  • ગુજરાતી શાહિત્યકોશ, દિવ્ય ભાસ્કર, વિકિપિડીયા

મોહમ્મદ માંકડ,Mohammad Mankad


Mohd_Mankad

સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કળા.

-‘ દરેક માણસના લોહીમાં પશુના લોહીનો અંશ પડેલો જ હોય છે, પરંતુ જ્યાં સુધી એને એની જરૂરિયાત જેટલું જ ખાવા મળે છે ત્યાં સુધી પોતાનું પોત એ પ્રકાશતું નથી. જરૂરિયાતથી વધારે, વિપુલ પ્રમાણમાં જ્યારે એને વસ્તુઓની પ્રાપ્તિ થાય છે ત્યારે જ એનામાં રહેલા પશુઓનાં લક્ષણો સપાટી ઉપર આવે છે’ – કેલિડોસ્કોપ
( આખો લેખ અહીં વાંચો.)

– એક લેખ ‘બધાને પૂછપૂછ ન કરશો’ 

– એક વાર્તા – ‘ એ ગામને સ્ટેશન નથી ‘

———————

જન્મ

  • ૧૩, ફેબ્રુઆરી- ૧૯૨૮; પળિયાદ( સૌરાષ્ટ્ર )

કુટુમ્બ

  • માતા-?; પિતા– વલીભાઈ
  • પત્ની -? , સંતાનો -?

અભ્યાસ

  • બી.એ.

વ્યવસાય

  • બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક

તેમના વિશે વિશેષ

  • સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ અને પૂર્ણ સમય માટે લેખનને વ્યવસાય તરીકે સ્વીકાર્યું.
  • ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ
  • ગુજરાત સમાચારમાં ‘ કેલિડોસ્કોપ’ નામની લોકપ્રિય કોલમ ઘણાં વર્ષો સુધી ચલાવી હતી.

રચનાઓ

  • નવલકથા – કાયર, ધુમ્મસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે,
  • નવલિકા સંગ્રહ – ના, ઝાકળનાં મોતી, મનના મરોડ, વાતવાતમાં,
  • પ્રેરણાત્મક નિબંધો – આજની ક્ષણ, કેલિડોસ્કોપ (ભાગ ૧-૪); સુખ એટલે, આપણે માણસો(ભાગ ૧-૨),
  • બાળકથાઓ – ચંપૂકથાઓ (ભાગ ૧-૨)
  • અનુવાદ –મહાનગર

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ

વ્યાસ હરિપ્રસાદ મણિરાય, Vyas Hariprasad Maniray


Hariparsad_Vyas#  “બકોર પટેલ આવીને પાટલે બીરાજ્યા. પાપડ ઉપર નજર પડતાં જ મલકાતાં મલકાતાં બોલી ઊઠ્યા: ‘ઓહોહોહોહો ! આજે તો પર  પાપડ વણી નાખ્યાં ને કંઈ!”

#  બકોર પટેલ/ ગાંડીવ વિશે સરસ લેખ – ‘બેઠક’ પર

#  ઘાટી સાહેબ ! – એક હાસ્ય લેખ અહીં વાંચો

#  વિકિપિડિયા પર

# Gujarati world પર 

# તેમની વેબ સાઈટ પર તેમનો પરિચય

શ્રી ઉર્વીશ કોઠારીનો એક અભ્યાસ લેખ 

————————————————————–

જન્મ

  • ૨૫,મે-૧૯૦૪ બોડકા, જિ, વડોદરા

અવસાન

  • ૧૩,જુલાઈ- ૧૯૮૦ ( સાન હોઝે, કેલિફોર્નિયા, અમેરિકા)

કુટુમ્બ

  • -?

શિક્ષણ

  • ૧૯૨૧- વડોદરામાંથી મેટ્રિક

વ્યવસાય

  • ૧૯૨૫થી નિવૃત્તિ સુધી –ઝેનિથ લાઈફ એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કમ્પનીની એજન્સી ઓફિસમાં મેનેજર

બકોર પટેલ અને શકરી પટલાણી

hmv1

hmv2

‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ – રમેશ દવે માંથી
( સાભાર – ડો. કનક રાવળ )

રચનાઓ

  • બાળસાહિત્ય – બકોર પટેલ( ૩૦ ભાગ), ભેજાંબાજ ભગાભાઈ( છ ભાગ), હાથીશંકર ધમધમિયા( છ ભાગ), ભોટવાશંકરનાં પરાક્રમો, સુંદર સુંદર( છ ભાગ), બાલવિનોદ, હાસ્યવિનોદ, આનંદવિનોદ
  • બાળનાટકો – ચાલો ભજવીએ( દસ ભાગ)
  • હાસ્યલેખો – હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, કથાહાસ્ય, પોથામાંના રીંગણાં

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

જીવરામ જોશી, Jivram Joshi


” અમે કોણ? મિયાં ફુસકી. સિપાઈ બચ્ચા. ”

” છકાને માથે ચોટી, મકાને માથે મુંડો.”

“મને બાળકો અત્યંત પ્રિય છે.
મને એમના નિર્દોષ ચહેરામાં ઈશ્વરનાં દર્શન થાય છે.”

#  એક સરસ પરિચય લેખ

# વિકીપિડીયા ઉપર 

# ‘ એક હતો શેઠ’ વાર્તા – અહીં વાંચો

——-

જન્મ

  • ૬, જુલાઈ- ૧૯૦૫, ગરણી, અમરેલી જિ.

અવસાન 

  • ?

કુટુમ્બ 

  • પિતા – ભવાનીશંકર

શિક્ષણ 

તેમના વિશે વિશેષ

  • ૧૯૨૭ – કાશીમાં સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાનો પ્રયત્ન
  • ઘણો વખત સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રીય ભાગ- ઘાયલ થવા સુધી.
  • ‘ ઝગમગ’ બાળસાપ્તાહિકના તંત્રી
  • બાળ સાહિત્યનું વિપુલ સર્જન – તેમનાં અમર પાત્રો – મિયાં ફુસકી, તભા ભટ્ટ, અડુકિયો-દડુકિયો, છેલ- છબો, છકો-મકો
  • તેમના પાત્ર છકો-મકોની વાતોને આવરી લઈને બાળનાટક પણ બનેલું છે.
  • તેમનું પ્રથમ પુસ્તક હતુ ‘રઘુ સરદાર’

‘હું કાશીમાં રહેતો હતો ત્યારે એક મિયાંને જોઈને મને મિયાં ફુસકીનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી હતી. કાશીમાં નરસિંહ ચોતરા મહોલ્લામાં મંદિરની પાછળ આવેલા ઘરમાં અલી નામના અત્યંત રમૂજી સ્વભાવના દૂબળાપાતળા મિયાં રહેતા હતા. એ એક્કો ચલાવતા. હંમેશાં હસતા અને બીજાને ખડખડાટ હસાવતા. એમનો મશ્કરો સ્વભાવ અને દેખાવ જોઈને મને ફત્તુ મિયાં નામનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી. દૂબળાપાતળા દાઢીધારી ફત્તુ મિયાં લેંઘો અને બંડીનો પોશાક પહેરતા. માથે ટોપી રાખતા. આ મિયાંના સ્વભાવની એક ખાસિયત હતી કે એ બહાદુર હોવાના બણગાં ફૂંકતા, પરંતુ અંદરખાને અત્યંત બીકણ હતા. એટલે મિયાં સાથે ફુસકી નામ જોડી દેવા વાર્તા લખી નાખી.’

રચનાઓ

  • વાર્તા – મિયાં ફુસકી (૩૦ ભાગ) છકો મકો ( ૧૦ ભાગ), છેલ છબો(૧૦ ભાગ), અડુકિયો દડુકિયો( ૧૦ ભાગ) , પ્રેરક વાર્તાવલિ (૨૦ ભાગ)
  • પ્રેરક સાહિત્ય – બોધમાળા ( ૧૦ ભાગ)
  • બાલસાહિત્ય સર્વ સંગ્રહ

રઈશ મનિયાર, Dr. Raeesh Maniar


પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

—-

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

તેમની રચનાઓનો   # મોટો ખજાનો

———————————————————–

સમ્પર્ક

  • ઈમેલ – amireesh@yahoo.com

જન્મ

  • ૧૯ , ઓગસ્ટ, ૧૯૬૬, કિલ્લા પારડી, જિ. વલસાડ

કુટુમ્બ

  • માતા– ? પિતા -?
  • પત્ની – ડો. અમી

અભ્યાસ

  • એમ.ડી., ડી.સી.એચ (બાળદર્દ, પેડિયાટ્રિક)

વ્યવસાય 

  • બાળ માનસશાસ્ત્રી

સાભાર – ‘લયસ્તરો’

Raeesh_Maniar

સરસ સંવાદક/ સંચાલક

 

તેમના વિશે વિશેષ

  • ડોક્ટર કવિ હોવા ઉપરાંત અનેક મુશાયરાઓ, કવિ સમ્મેલનો, સંગીતના કાર્યક્રમોના લોકપ્રિય સંચાલક
  • અખબારોમાં કટાર લેખન
  • ટીવી, રેડિયો પર કાર્યક્રમો આપ્યા છે.
  • અનેક વખત વિદેશમાં કાવ્યપઠનના કાર્યક્રમો
  • ‘ કૈફી આઝમી’ પુસ્તકનું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે

તેમના વિચારો

  • ખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.
  • વિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.
  • માનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.
  • દરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.
  • દુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.
  • જાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.
  • પોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.
  • આપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.
  • આપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.

રચનાઓ 

  • કાવ્ય સંગ્રહો – કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી, નિહાળતો જા, પન્નીએ પહતાય તો કેટો’ની ( હઝલો)
  • અનુવાદો – કૈફી આઝમી, જાવેદ અખ્તર, તરકસ, સાહિર લુધિયાનવી, આવો કે સ્વપ્ન વાવીએ કોઈ
  • જીવન ચરિત્ર – ‘મરીઝ’ અસ્તિત્વ અને વ્યક્તિત્વ
  • પિંગળ – ગઝલ- રૂપ અને રંગ
  • બાળ મનોવિજ્ઞાન – બાળઉછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? , તમે અને તમારું નિરોગી બાળક

સન્માન

  • ૨૦૦૦ – આઈ.એન.ટી. તરફથી ‘શયદા’ પુરસ્કાર – યુવા ગઝલકાર તરીકે
  • ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
  • ૨૦૦૨ – ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર

સાભાર

અવંતિકા ગુણવંત, Avantika Gunwant


”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”

– અવંતિકા ગુણવંત

“પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન  જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો  મળવો મુશ્કેલ.”

ઉત્તમ ગજ્જર 

તેમનો પોતાના શબ્દોમાં પરિચય ‘ ગુજરાતી સાહિત્ય સંગમ’ ઉપર 

તેમનો બ્લોગ

તેમના વિશે એક લેખ 

તેમના અવસાન બાદ એક ભાવભરી સ્મરણાંજલિ

એક વાર્તા …….  માતા-કુંવારી કે પરણેલી ”                                                                                              

—————————————–

સંપર્ક

  • ‘શાશ્વત’, કે.એમ.જૈન ઉપાશ્રય સામે, ઓપેરા  સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007
  • ફોન :+91-79-26612505, +91-79-26612505
  • ઈમેલ –   avantikagunvant@gmail.com

જન્મ

  • ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭, અમદાવાદ
  • મૂળ વતન- ગામ ઝુલાસણ ,તા-કડી ,જી- મહેસાણા (ઉ.ગુ. )

અવસાન

  • ૯, ડિસેમ્બર – ૨૦૧૭

કુટુમ્બ 

  • માતા – શકરીબેન ; પિતા – ્છોટાલાલ શાહ
  • પતિ – ગુણવંત મહેતા ; પુત્ર –  મરાલ; પુત્રી – પ્રશસ્તિ

અભ્યાસ

  • મેટ્રિક – ૧૯૫૨
  • બી.એ. ૧૯૫૬ અંગ્રેજી, સાયકોલોજી
  • એમ.એ. ૧૯૬૦ ગુજરાતી, સંસ્કૃત

વ્યવસાય

  • ૧૯૬૧ – ૧૯૬૯ રસરંજન  બાલ અઠવાડિકનું સંપાદન
  • ૧૯૬૯ – ૧૯૭૫  બાલ ભારતી પ્રકાશન  – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું  લેખન અને પ્રકાશન
  • વાચન ,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ  એમની શોખની પ્રવૃત્તિ..

તેમના વિશે વિશેષ

  • વર્ષોથી મુંબાઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, સૌરાષ્ટ્ર  સમાચાર (ભાવનગર), હલચલ,  અને સાંવરી(કલકત્તા) વિ. પ્રકાશનોમાં લોકપ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોનાં લેખિકા
  • ૨૦૦૪-૨૦૦૫ ‘આરપાર’ સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો, વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.
  • ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.
  • કેટલાંક લખાણો હિન્દી,  મરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ

રચનાઓ

  • આપણી પ્રસન્નતા આપણા હાથમાં, ગૃહગંગાને તીરે, સપનાને દૂર શું નજીક શું ? , અભરે ભરી જિંદગી, પ્રેમ ! તારાં છે હજાર ધામ, કથા અને વ્યથા, માનવતાની મહેક, એકને આભ બીજાને ઉંબરો, સહજીવનનું પ્રથમ પગથિયું, ત્રીજી ઘંટડી,  હરિ હાથ લેજે , સદગુણદર્શન, ધૂપસળીની ધૂમ્રસેર, તેજકુંવર ચીનમાં, તેજકુંવર નવો અવતાર.

સન્માન

  • ૧૯૯૮ – “સંસ્કાર પારિતોષિક “
  • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘માનવતાની મહેક’ને પારિતોષિક
  • ૧૯૮૨– ‘કુમાર’ માં  ‘અતિસ્નેહ ’ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે પારિતોષિક

સાભાર

  • શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો
  • શ્રી. ઉત્તમ ગજ્જર, લેક્સિકોન
  • શ્રી. વિજયકુમાર શાહ – ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ
%d bloggers like this: