ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: બ્લોગર

વિમળા હીરપરા, Vimala Hirpara


Vimala“સુખી રહેવું હોય તો કરેલા ઉપકાર ભુલી જવા.”

# ચારેતરફ રમ્ય કુદરત પથરાયેલી હતી.આસપાસની વનરાઇમાંથી ગળાઇને આવતો સુર્યાસ્તનો સોનેરી તડકો, ખળખળવહેતી નદીના સ્વચ્છજળમાં   ઉતરી જતો હતો.વનરાજીમાં ખેલતા હરણા,સસલા ને વૃક્ષો પર સંતાકુકડી રમતા ખિસખોલી જેવા નિર્દોષ પ્રાણીઓ જેને  આધૂનિક સુખસગવડ કે માણસની પ્રગતિ કે અધૌગતિ સાથે કોઇ નિસ્બત નહોતી.એ તો સદીઓથી એમ જ પોતાની મસ્તીમાં જીવતા હતા. પ્રકૃતિમાં ક્યાય વિસંવાદિતા નહોતી.કોઇ દુષ્ટ માણસનુ હદય પણ કુણુ પડીજાય એવુ પવિત્રતાસભર વાતાવરણ હતુ.

# પ્રેરક જીવન મંત્ર      તમે   વેંત નમશો તો કોક હાથ નમશે.

# પ્રેરક વ્યક્તિઓ    રોહિતભાઇ શાહ, ગોવિંદભાઇ મારુ

# તેમનો  બ્લોગ –     vhirpara.blogspot.com

———————————————————————————————————

સમ્પર્ક

  • સરનામું –  ૧૧૭ બેડરોક ડ્રાઇવ. વોકર્શવિલ મેરીલેંડ,૨૧૭૯૩
  • ફોન –    ૩૦૧ ૫૯૧ ૪૩૮૮
  • ઈમેલ –  vshirpara@gmail.com

જન્મ

  • ૮, જાન્યુઆરી –  ૧૯૪૯,  અમરેલી

કુટુમ્બ

  • માતા – સાકરબેન.   પિતા –  હંસરાજભાઇ કાબરિયા
  •  પતિ – સ્વ. સવજીભાઈ; પુત્રો –  સંદિપ( ડોક્ટર) ;  ગૌરાંગ ( સોફ્ટવેર એંજીનીયર)

શિક્ષણ

  • પ્રાથમિક –  અમરેલી  કન્યાશાળા
  • માધ્યમિક – ૧૯૬૨    ૧૯૬૬   મ્યુનીસીપલ ગલ્ર્સ હાઇસ્કુલ
  • ઉચ્ચ  –  ૧૯૬૬  ૧૯૭૦ , બી. એ. સંસ્કૃત સાથે.

વ્યવસાય  

  • ગૃહિણી

તેમના વિશે વિશેષ

  • અમરેલીમાં ખેડુત પરિવારમાં જન્મ
  • ગામમાં પુસ્તકાલય  હતા એનો ઘણો લાભ બાળપણથી લીધેલો. મુખ્ય મનોરંજન વાંચન – ફાનસને અજવાળે
  • મનોરંજનના સાધનોમાં એકાદ બે થીયેટર કે કયારેક આવી ચડતા સરકસ, મદારી કે કઠપુતળીના ખેલ
  • તેમને ભરતગુંથણ ને મોતી પરોવવાનો શોખ હતો. એ સિવાય રાત્રે બહેનો શેરીમાં ગરબા લેવા ભેગા થાય.
  • ત્યારે જીવન પ્રાથમિક કક્ષામાં હતું. રેડીયો, ટીવી કે ફોન તો જવા દો પણ વિજળી પણ નહોતી.
  • ખુલ્લા ખેતરોની હરિયાળી, આભના ચંદરવા ને નવલખ તારા, વહેલી પરોઢના સુર્યોદય કે વર્ષાની હેલી ને વર્ષાના તાંડવથી ધ્રુજતુ આકાશ. કુદરતના આ બધા રંગો મન ભરીને માણ્યા છે.
  • બી.એ. સુધીના  અભ્યાસમાં સંસ્કૃતકાવ્ય મેઘદુત, શાકુંતલ, કુમારસંભવ વગેરે ગુજરાતી અનુવાદમાં ભણેલા.
  • પતિ વ્યવસાયે  દાંતના ડોક્ટર
  • રોહિતભાઇ શાહ ને ગોવિંદભાઇ જેવા હિતેચ્છુ મિત્રોની પ્રેરણાથી છેવટે અક્ષરદેહે વ્યક્ત થવાની તક મળી.
  • પુસ્તકો પ્રગટ થવા માટે દિકરા ગૌરાંગનો બહુ ફાળો છે.
  • ૧૯૮૦થી ૧૯૮૫  અમેરિકામાં આવ્યા બાદ કામ કર્યુ
  • એક ઇલેકટ્રીક કંપનીમાં પી.સી. બોર્ડમાં વેલ્ડીંગનો ધુમાડો આંખમાં ગયો ને સાથે એ જ સમયે મધુપ્રમેહ નિદાન થયો. આંખને નુકશાન થયુ એ તો શરુઆતમાં ખબર ન પડી.પણ જયારે આંખમાં કુંડાળા  પડવા લાગ્યા ત્યારે ઘણૂ મોડુ થઇ ગયુ હતું. એ સમયે ખાસ સારવાર પણ નહોતી.નોકરી તો ગુમાવી નેસાથ આંખ પણ. લેસરથી લોહીનું બ્લીડિંગ તો અટક્યુ પણ જે ધાબું પડી ગયુ એનો કોઇ ઇલાજ નહોતો.
  • કોમ્યુટરમાં મોટો ફોન્ટ કરી વાંચી લખી શકે છે.

Vimala Hirpara_1

રચનાઓ

  • વાર્તા –  અંતરનું સંવેદન, પ્રેમનાં પુષ્પો, ઉરનાં આંસુ, સ્નેહની સૌરંભ, વીણેલાં મોતી

 

વિજય શાહ, Vijay Shah


vs2‘દીવો લઈને તેને શોધું છું. તમને મળે તો મને આપશો? …. મારે વાવવો, જાળવવો, ઉછેરવો, વહેંચવો છે. ‘  – ‘મકાઈનો દાણો’ માંથી 

જીવન મંત્ર– જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ , બની રહો તે લબ્ધિયોગ

વિજયનું ચિંતન જગત

સહિયારું સર્જન – ગદ્ય ; ધર્મ ધ્યાન

‘ બુક ગંગા’ પર તેમની ઘણી બધી ઈ-બુક

મળવા જેવા માણસ – વિજય શાહ

પ્રતિલિપિ પર ( ૮૫ રચનાઓ )

‘Storymirror’ પર ( ૩૫ ઈ-બુક )

માતૃભારતી પર – ૫૦ ઈ-બુક 


સમ્પર્ક

  • 13727 Elridge Springway, Hoston, TX -77083
  • ઈમેલ –  vijaydshah09@gmail.com

જન્મ

  • ૧૦, સપ્ટેમ્બર – ૧૯૫૨, ભરૂચ; મૂળ વતન -ઓચ્છણ ( વડોદરા જિ.)

કુટુમ્બ

  • માતા – વિમળા, પિતા – ડાહ્યાભાઈ
  • પત્ની – રેણુકા , સંતાન – બે

અભ્યાસ

  • એમ.એસ..સી. ( માઈક્રોબાયોલોજી)
gss

આ શિર્ષક પર ક્લિક કરો.

 

vs

તેમના વિશે વિશેષ

  • સ્વામિનારાયણ વિજ્ઞાન  કોલેજના વાર્ષિક અંકમાં પહેલું કાવ્ય પ્રકાશિત થયું હતું.
  • પ્રથમ કૃતિ – ‘હું એટલે તમે’ – કાવ્ય સંગ્રહ (૧૯૭૭)
  • પાંચ વર્ષ હ્યુસ્ટન ગુજરાતી સમાજના મુખપત્ર ‘દર્પણ’નું સંપાદન
  • હ્યુસ્ટનની જૈન સોસાયટીના માસિક ‘જય જિનેન્દ્ર’ નું સંપાદન
  • હુસ્ટનના સાહિત્ય રસિક મિત્રોની છેલ્લા ૧૬  વર્ષથી મળતી માસિક સભામાં મહત્વનું યોગદાન.
  • સાહિત્ય સર્જનના નવલા પ્રકાર ‘ સહિયારું ગદ્ય સર્જન ‘ના મુખ્ય પ્રણેતા
  • ગુજરાત દર્પણ ( ન્યુ જર્સી) , તિરંગા ( ન્યુ યોર્ક ), ગુજરાત ન્યૂઝ ટાઈમ્સ ( ટોરોન્ટો) , ગુજરાત ટાઈમ્સ( ન્યુ યોર્ક), જયહિંદ ( રાજકોટ)  માં નિયમિત કોલમ લેખક

હોબી

  • ગુજરાતી લખવુ, લખાવવુ અને સાંભળવુ

vs1

રચનાઓ

સન્માન

  • સહિયારા સર્જનમાં ૨૫ પુસ્તકો મુક્યા બદલ ૩૫ લેખકો ને લીમ્કા ઍવોર્ડ મળ્યો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૧૧, રાધેશ્યામ શર્મા

જય વસાવડા, Jay Vasavada


jv1…આ છે જીવનની યાત્રા. આ છે યુવાચેતનાની વાત. જીવનને તમે સરસ રીતે મૂકી શકો એ જ સાહિત્ય. એટલે જ મને ગમતી બહુ મજાની બે પંક્તિઓ કહીને મારી વાત પૂરી કરું છું :

જ્યારથી જણ કશાકની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

યુવાનીની ચેતના લઈને ચાલવાનો અને લોકપ્રિયતાની મશાલ હાથમાં પકડવાનો આ શ્રાપ છે. હવે બીજી જે પંક્તિ છે એ આખેઆખી વાતને summing up કરે છે :

આમ જુઓ તો ડાહ્યા ડમરા, આમ જુઓ તો જિદ્દી
સૌ પીવે છે અદ્ધરથી, અમે જિંદગી મોઢે માંડી પીધી.

વિકિપિડિયા પર  ગુજરાતી, અંગ્રેજી

તેમના  બ્લોગ પર સ્વ-પરિચય

ફેસબુક પર  ;   ટ્વીટર પર


jv2

jv5

તેમના બ્લોગ પર ઢગલાબંધ લેખ અને તેનાથી વધારે મોટા ઢગલાબંધ પ્રતિભાવો વાંચવા અહીં ક્લિક કરો.

જન્મ

  • ૬, ઓક્ટોબર – ૧૯૭૩, ગોંડળ, જિ. રાજકોટ

કુટુમ્બ

  • માતા – જયશ્રી; પિતા – લલિત
  • પત્ની – ? ; સંતાન – ?

શિક્ષણ

  • પ્રાથમિક – ઘેર
  • માધ્યમિક – સ્વામીનારાયણ ગુરૂકૂળ, ગોંડળ
  • કોલેજ – ૧૯૯૩ – ગોંડળ કોમર્સ કોલેજમાંથી બી.કોમ.

વ્યવસાય

  • ત્રણ વર્ષ – રાજકોટ યુનિ. ની કોમર્સ કોલેજમાં માર્કેટિંગ વિષયના વ્યાખ્યાતા, પછી ત્યાં જ પ્રિન્સિપાલ

જીવનમાં સફળતા કેવી રીતે મેળવશો? – વિડિયો

ઢગલાબંધ વિડિયો

તેમના વિશે વિશેષ

  • પિતા ગોંડળની કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા, અને માતા જૂનાગઢ અધ્યાપન મંદિરમાં મેટ્રન. તેમનો જન્મ થતાં માતાએ નોકરી છોડી દીધી અને તેમના પ્રાથમિક કક્ષાના શિક્ષણની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી.
  • સ્વામીનારાયણ ગુરૂકુળમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થતાં જીવનમાં વળાંક આવ્યો અને કોમર્સ લાઈન તરફ વળ્યા.
  • રાજકોટનાં દૈનિકોમાં લેખ લખવા સાથે લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત. પછી ગુજરાત સમાચારમાં નિયમિત કોલમ ( ‘અનાવૃત્ત’ અને  ‘સ્પેક્ટ્રોમિટર’ ) લખવાથી વધારે પ્રકાશમાં આવ્યા.
  • ૨૦૦૮થી –  ‘અભિયાન’માં નિયમિત લેખ ‘રંગત સંગત’ શિર્ષક હેઠળ
  • મુંબાઈના Mid Day, અનોખી અને આરપાર સામાયિકોમાં અવાર નવાર લેખ
  • પ્રિન્ટ મિડિયામાં  ૧૬૦૦ થી વધારે લેખ
  • તેમના પ્રેરક પુસ્તક ‘જય હો’ અને JSK ( જય શ્રી કૃષ્ણ ) ની ૧૦,૦૦૦ નકલો એક જ વર્ષમાં વેચાઈ ગઈ હતી.
  • પ્રખર વક્તા –  ગુજરાતમાં  ઠેર ઠેર, અનેક વિષયો પર અભ્યાસ પૂર્ણ અને પ્રેરક વ્યાખ્યાનો આપેલાં છે.
  • ETV, Gujarat પર Celebrity show ‘સંવાદ’ ના હોસ્ટ તરીકે લોકપ્રિય કામગીરી( ૨૨૫ શો )
  • રાજકોટ રેડિયો પરથી ‘સિનેમા સીઝલર્સ’ નું પ્રસારણ
  • ‘સહારા ટીવી’ ના બોમન ઈરાની દ્વારા સંચાલિત ‘બોલીવુડકા બોસ’ની કસોટીમાં (quiz show) ફાઈનલ સુધી પહોંચેલા.
  • ગુજરાતી ફિલ્મ ‘બે યાર’માં પાર્શ્વભૂમિકા
  • સોશિયલ મિડિયામાં ૭૫,૦૦૦ થી વધારે ચાહકો , યુવા વર્ગના માનીતા લેખક
  • અમેરિકન સરકારના આમંત્રણથી મિડિયા ટ્રીપ
  • જર્મની, સિંગાપુર, થાઈલેન્ડ, દુબાઈ, યુકે, ઈટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ વિ. દેશોમાં વ્યાખ્યાન પ્રવાસો
  • મુરારીબાપુના ‘અસ્મિતા પર્વ’ અને વડા પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીની જીવન કથાના વિમોચનમાં અભ્યાસપૂર્ણ પ્રવચનો.

jv3.jpg

jv4

રચનાઓ

કટાર/કોલમ

નામ સમાચાર પત્ર/સામાયિક નોંધ/વાર
અનાવૃત ગુજરાત સમાચાર બુધવાર
સ્પેક્ટ્રોમીટર ગુજરાત સમાચાર રવિવાર
મિડ-ડે, મુંબઈ સામાન્ય જ્ઞાન વિશેની કોલમ
રંગત-સંગત
મોનિટર
તરબતર
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
સમકાલીન
મુંબઇ સમાચાર
ચિત્રલેખા
અનોખી
આરપાર
ગુજરાત ગુજરાત સરકારનું માસિક
હોટલાઈન

પુસ્તકો

પુસ્તક પ્રકાશન વર્ષ પ્રકાશક
યુવા હવા
માહિતી અને મનોરંજન
સાહિત્ય અને સિનેમા
આહ હિન્દુસ્તાન, ઓહ હિન્દુસ્તાન
પ્રીત કિયે સુખ હોય… ૨૦૧૦ નવભારત સાહિત્ય મંદિર
સાયન્સ સમંદર
નોલેજ નગરિયા
જી. કે. જંગલ
જય હો[૧૦] ૨૦૧૨ રિમઝિમ ક્રિએશન
JSK – જય શ્રી કૃષ્ણ
Life@Kite
વેકેશન સ્ટેશન ૨૦૧૫
મમ્મી પપ્પા ૨૦૧૬

સાભાર

  • વિકિપિડિયા
  • તેમનો બ્લોગ

કિશોર રાવળ, Kishor Raval


સ્વ. કિશોર રાવળ

સ્વ. કિશોર રાવળ

– ઈ અંગ્રેજીમાં બોલે પણ આપણને, ભાવનગરના માણસને નવી ભાષા શીખતા કંઈ વાર નો લાગે. હમણા ગોટપીટ આવડી જશે.

( તેમણે લખેલી એક વાર્તા ‘લીલાબેનની બહેનપણી‘માંથી – એ  આખી વાર્તા અહીં વાંચો. )

‘કેસૂડાં’ વેબ સાઈટ 

‘કેસૂડાં’ નો પહેલો અંક 

શ્રી. કનક રાવળનાં સંસ્મરણો 

—————————————————–

kesuda_1

કેસૂડાં નો નવો અવતાર

kesuda

આ શિર્ષક પર ક્લિક કરી ત્યાં પહોંચો..

 

kesuda1

કિશોર ભાઈએ દોરેલ વોટર કલર ચિત્ર. એની પર ક્લિક કરી એ પોસ્ટ વાંચો.

જન્મ

  • ૮, ડિસેમ્બર- ૧૯૩૦; ભાવનગર

અવસાન

  • ૧૧,મે- ૨૦૧૩; ફિલાડેલ્ફિયા

કુટુમ્બ

  • માતા– ચંપાબેન ;પિતા – રતિલાલ; ભાઈઓ – પિયુષ, સ્વ.રમેશ, સ્વ. કિરીટ
  • કાકા –  રવિશંકર રાવળ ( ગુજરાતના કલાગુરૂ)
  • પત્ની– કોકિલા; પુત્ર – અમિત; પુત્રી – મીનલ

શિક્ષણ

  • ૧૯૪૮ – મેટ્રિક
  • ૧૯૫૦ – બી.એસ.સી. – શામળદાસ કોલેજ, ભાવનગર
  • ૧૯૫૩ – બી.ઈ.( મિકે/ઇલે) –એલ.ડી. એન્જિ. કોલેજ, અમદાવાદ
  • ૧૯૫૪ – એમ.ઈ. ( ડિઝાઈન ઈન્સ્ટિટ્યુટ, અમદાવાદ )
  • ૧૯૫૭ – એમ.ઈ. ( આઈ.આઈ.ટી. ખડગપુર)

વ્યવસાય

  • ૧૯૫૭ – ૧૯૭૩ 
    મોરબી – એંજીનિયરિન્ગ કોલેજમાં લેક્ચેકરર
    ભાવનગર– એંજીનિયરિન્ગ કોલેજમાં લેક્ચેકરર
    મુંબઈ – કામા્ણી એંજીનિયરિન્ગ
    મુંબઈ – પોતાનો ધંધો પણ અનીતિ જોતાં બંધ કર્યો.
  • ૧૯૭૩ – ૨૦૧૩
    અમેરિકા ઘણી એંજીનિયરિન્ગ  કંપનીમાં એંન્જિનિયર અને પછી સફળ ફ્રિલાન્સ કન્સલ્ટન્ટ
'કેસૂડાં'નો પહેલો અંક

‘કેસૂડાં’નો પહેલો અંક

તેમના વિશે વિશેષ

  • પ્રથમ ગુજરાતી વેબ સાઈટ ‘કેસૂડાં’ ના સર્જક
  • જ્યારે યુનિકોડ ફોન્ટનું અસ્તિત્વ નહોતું ત્યારે, ‘ગુજરાઈટી’ નામનો, ગુજરાતી લીપી લખવાનો સોફટવેર બનાવ્યો હતો.

સાભાર

  • શ્રી. કનક રાવળ
%d bloggers like this: