ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: મધ્યકાલિન સાહિત્યકાર

લાલદાસ,Laldad


“હાં રે ભૂલ્યાં આભૂષણ અંગનાં !

અમને ઉપન્યો પ્રેમ અપાર!”

___

“ત્યાં તો અખંડ સૂરજ ઊગી રહ્યા, અખંડ છે ચંદા,

અખંડ અમરાપુર ગામ છે, ત્યાં તો સદા યે આનંદા”

___

Read more of this post

દેવાનંદ સ્વામી, Devanand Swami


“પ્રભુ પદ કર પ્રીત નીત જનમ જીત જાવે;

સ્વારથ સંસાર લાર, દિન દિન દુઃખ આવે.”

___

“મોતી સરખો કણ લઇ મુરખ ઘંટીમાં દળે,

બાવળીયાનું બી બોયે આંબો કેમ ફળે.”

___

રચનાઓ  ઃ  ૧  ઃ

Read more of this post

વલ્લભ ભટ્ટ મેવાડો (Vallabh Bhatt Mevado)

નીરાંત (નિરાંત) ભગત, Nirant Bhagat

ગૌરીબાઇ, Gauribai


“પીળાં પિતાંબર પહેર્યા પુરુષોત્તમ, પીળી પુષ્પની માળ,

પીળી   પીતપટ,   કછની કાછી, અશરણ શરણ ગોવાલ,

પીળાં    કેસરનાં    તિલક     સુંદર,     શોભે પ્રભુને ભાલ,

પીળાં કનકનાં કુંડળ લલિત જે ઝલમલે પ્રભુ કે  અપાર.”

___

“વેદપુરાણ પઢે  પઢે ષટ  શાસ્ત્ર  વેદને  જોય,

હિરદા શુદ્ધ કીયા વિના હરિ  મિલે  નહીં  કોય.

લોટત મુંડિત બહુ દેખીયે સંન્યાસી ધરે જોગ,

હિરદા   શુદ્ધ   કીયા   વિના  સબહિ જાનો ફોક

અડસઠ   તીરથમેં   ફિરે,   કોઇ   વધારે બાલ,

હિરદા શુદ્ધ કીયા વિના મિલે ન શ્રી ગોપાલ.”

___

Read more of this post

મીરાંબાઇ, Mirabai


mira_1.jpgરામ રમકડું જડીયું, રાણાજી મને…
હાં રે! કોઇ માધવ લ્યો, વેચંતી વ્રજનારી રે…
કાનુડો ન જાણે મારી પીડ…
ગોવિન્દો પ્રાણ અમારો રે! …. 
# રચનાઓ  : 1 : 2 : 3 : 4 : 5 :

# એક સરસ લેખ ‘વેબ ગુર્જરી ‘ પર

_____________________________ Read more of this post

દાસી જીવણ, Dasi Jivan


” દાસી જીવણ ભીમ પ્રતાપે,  મટી ગઇ કુળ જાતકી,
ચિતડાં હર્યાં શામળે વા’લે, ધરણીધરે ધાતકી.
પ્રેમકટારી આરંપાર, નિકસી મેરે નાથકી. ”

___

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
બંગલો કોણે રે બનાવ્યો ?
લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં
નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ

# રચના  – 1  –      :        – 2 –   :  – 3 – :  – 4 –  :  – 5 –  :

________________________________________________________________________ Read more of this post

સંતરામ મહારાજ,Santram Maharaj


“પુણ્યપાપ બે બળદીઆ ને  ઘર  ધંધાની  ઘાણી  રે

કરમ ધરમના પાટા બાંધ્યા મુઓ તરીલાં તાણી રે.”

___

“મન કરમ વચને સાચો રહી, પછી ધરજે તું ધ્યાન,

સર્વે   ઉરમાં   સમાવજે,   મૂકી   મનનું   રે     માન.”

____

“સદગુરુને શબ્દે  રહેશે તે   પદ   પામે   સાર  રે,

શૂન્યનો છેડો આવશે રે ત્યારે ઉતરશો ભવ પાર.”

____

Read more of this post

કેવળપુરી, Kevalpuri


“મન વડે મોક્ષ રહ્યો તે માની, જોયે મન વડે બંધન જાણી;

નિરખ  મને  ઠેરાવે   નામ,   કરે   મન  વડે   સબ હિ કામ.”

___

“પ્રતિબિંબ જ્યમ દર્પણમાં પેખો, દિલ ભીતર એમ આત્મા દેખો,

ચૈતન્ય બ્રહ્મ જ્યમ પાણી પર ચંદા, બોલનહારો જો આપ બંદા”

___

“સંતજનનો કરતાં સંગ, અજ્ઞાનપણું  નવ  ઉપજે  અંગ,

સાધુપુરુષની સંગત સાર, તેણે મનવૃત્તિ હોયે એક તાર.”

___

Read more of this post

વસ્તા વિશ્વંભર, Vasta Vishvambhar


“મત મારો રે મત મારો, અબિલ ગુલાલ મોહે મત મારો;

પરનારીનો પાલવ પકડ્યો, હું રાખું છું તોલ તારો ……”

___

“અલબેલો આવ્યા છે અંગે, દેહદમન હવે શાના કરીએ?

રંગ રમીએ રસિયાને રંગે.”

____

“તારી મોરલીએ રે તારી મોરલીએ રે,

મીઠડા !   મન   હરીયાં   મહારાજ…”

___

Read more of this post

%d bloggers like this: