ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: લોકસાહિત્ય

નાનાભાઈ જેબલિયા, Nanabhai Jebaliya


Nanabhai Jebalia

“ નામે નાના પણ કામે જેબદાર “
– રાધેશ્યામ શર્મા

“ઓછું લખવું પણ, ઓછું ન ઊતરે એટલું ને એવું લખવું.”

“ ‘ણ’ ને આંગણે
હેલ્યુંના ખણેણાટ,
કાબીયુંના રણેણાટ,
સાથળ પિંડીઓના વળેળાટ,
જોબનના ઝળેળાટ
પગલાનાં કડેડાટ,
કાજળ કંકુનાં હડેડાટ


‘ણ‘ હવે હરડ ફરડ,
‘ણ’ ગામ ગામતરે,
’ણ’ નાળિયેર શોધે,
‘ણ’ રૂપિયો શોધે… ”

પ્રેરક અવતરણ
“દુઃખ તમારા હૃદયને જેટલું ઊંડું કોતરશે, એટલું જ સુખ તમે એમાં સમાવી શકશો.”
– ખલીલ જિબ્રાન

–  સ્મરણાંજલિ ( રજનીકુમાર પંડ્યાના બ્લોગ ‘ઝબકાર’ પર.)

____________________________________________________________

સમ્પર્ક

 • 303, 3 જા માળે, ગેલેક્સી પાર્ક, ચલા, દમણ રોડ, વાપી – 396 191

ઉપનામ

 • અતિથિ

જન્મ

 • 11, નવેમ્બર- 1938; ખાલપર ( તા. સાવરકુંડલા, જિ. ભાવનગર)

અવસાન

 • ૨૫, નવેમ્બર -૨૦૧૩

કુટુમ્બ

 • માતા – રાણુબા; પિતા – હરસુરભાઇ
 • પત્ની– કાનુબેન ( લગ્ન – 1965); પુત્રો – રાજેન્દ્ર, વિજય

અભ્યાસ

 • સોનગઢ અધ્યાપન મંદિરમાંથી જુનીયર પી.ટી.સી.

વ્યવસાય

 • વંડા કેન્દ્રની કુમારશાળામાં પ્રાથમિક શિક્ષક

જીવનઝરમર

 • પ્રેરણામૂર્તિ સ્વ. ભોજરાજગિરિ ગોસ્વામી
 • ક.મા.મુન્શી અને ઝ. મેઘાણીની રચનાઓનો પ્રભાવ
 • અંગ્રેજી ભાષાથી બહુ પરિચિત નથી
 • પ્રથમ મૌલિક કૃતિ – ‘લાડકું ભાંગે’ – ચાંદની માસિકમાં
 • મોટા દેખાવાનં ફાંફાં મારવાં કે ફિશિયારીભર્યા ફાંકામાં રહેવા ફડાકા ઝાટકવા પડે એ કરતાં નાના રહીને લોક કથા સાહિત્યમાં જેબદાર લખાણોથી જ ઓળખાવાનું પસંદ કરે છે.
 • ફૂલછાબ, જયહિંદ, પ્રતાપ, ગુજરાતી ટાઇમ્સ ઓફ ઈન્ડીયામાં વાર્તાઓ/ લેખો છપાયા છે.
 • ‘ચટાકચોરો’ કોલમના લેખક
 • ‘સંદેશ’માં ‘અલખનો ઓરડો’ કોલમમાં હાસ્યહારડા અને કટાક્ષકોરડા પીરસ્યા છે.
 • કોઈ વાહન ચલાવતાં આવડતું નથી.
 • એક વખત બસમાં એટેચી ચોરાઈ જતાં ટિકીટની રકમ ન ચુકવી શક્યા ત્યારે એક અજાણ્યા મુસાફરે લેખક તરીકે ઓળખીને ટિકીટની રકમ ચુકવી દીધેલી.
 • ઈશ્વર અને ગુરુમાં સમ્પૂર્ણ શ્રદ્ધા, પૂજાપાઠ કરતાં ધ્યાનમાં વધુ રુચી
 • કુરૂઢિઓનો વિરોધ – પોતાના અને પુત્રના લગ્નમાં ફેરફારો કર્યા, ઘરમાં ઘુંઘટપ્રથાને તિલાંજલિ
 • વર્ણાશ્રમ પ્રથાને ધીક્કારે છે.
 • એક વખત બસ ઉંધી પડતાં માંડ બચેલા

શોખ

 • ચિત્ર અને સંગીત, હાર્મોનિયમ અને તબલાં વગાડતા હતા

રચનાઓ – 30 પુસ્તકો

 • નવલકથા – મેઘરવો, રંગ બિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકી ધરા વંકાં વહેણ,એંધાણ, સૂરજ ઊગ્યે સાંજ, ભીનાં ચઢાણ, અરધા સૂરજની સવાર, અમે ઊગ્યા’તા શમણાંને દેશ
 • નવલિકા– શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ
 • હાસ્યકથાઓ – સૌરાષ્ટ્રનો લોકવિનોદ, ધકેલ પંચા દોઢસો
 • બાળનાટકો અને બાળવાર્તાઓ

સન્માન

 • ટૂંકી વાર્તા સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રકો

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર- રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
 • ગુજરાતી સહિત્યકોશ , ખંડ -2
Advertisements

મોહનલાલ ધામી, Mohanlal Dhami


mdhami_1

–   વેબ સાઈટ

———————————————

સમ્પર્ક 

 • શ્રી વિમલકુમાર મોહનલાલ ધામી, વીરમણી, ૨, રામધામ સોસાયટી,હૈદરાબાદ બેંકની બાજુની શેરી,કાલાવડ રોડ, રાજકોટ – ૩૬૦૦૦૫

ઉપનામ

 • મૃદુલ, બાજીગર

જન્મ

 • ૧૩,જુન-૧૯૦૫; પાટણ

અવસાન

 • ૨,એપ્રિલ-૧૯૮૧; રાજકોટ

કુટુમ્બ

 • માતા– ?; પિતા-ચુનીલાલ
 • પત્ની-કાન્તા; પુત્ર –વિમલ

અભ્યાસ

 • ચોટીલામાં છ ધોરણ સુધીનો અભ્યાસ( હંટરમેન ટ્રેનિંગ કોલેજ)
 • ૧૯૨૮ –પાટણની ઉજમશી પીતાંબરદાસ આયુર્વેદિક કોલેજમાંથી ‘ આયુર્વેદ ભૂષણ’

વ્યવસાય

 • ૧૯૨૯– ચોટીલામાં દવાખાનું
 • ૧૯૩૭ થી– રાજકોટમાં દવાખાનું

mdhami_3

mdhami_2

mdhami_4

તેમના વિશે વિશેષ

 • બંગાળી, હિન્દી, વ્રજ, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ, મરાઠી વગેરે અનેક ભાષાઓનું જ્ઞાન તેમણે પાટણમાં રહીને મેળવ્યું હતું.
 • માત્ર ૧૮ વર્ષની વયે તેમણે ‘ આત્મ વિનોદ ‘ નામનો કાવ્ય ગ્રંથ લખ્યો છે
 •  તેમણે લખેલ રાણકદેવી, જસમા ઓડણ, હોથલ પદમણી, ભક્ત પૂંડરીક, વગેરે નાટકો રંગભૂમિ પર ભજવાયાં હતાં.
 • લોકસંગીત રજુ કરવા તેમની કેટલીક રેકોર્ડ પણ બહાર પાડી હતી.
 •  તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ‘કોકિલ’ નામનું સામાયિક પ્રકાશિત કર્યુ હતું. તેઓ આરોગ્ય વિષયક, તંત્રીલેખ, વગેરે પણ લખતાં.
 • તેમનાં અગ્રલેખ કટાક્ષયુક્ત અને તેજ રહેતાં.
 • આઝાદીની ચળવળ દરમ્યાન તેમને ગાંધીજીનો રંગ પણ લાગ્યો હતો અને તેઓ ખાદી પહેરતાં થયાં. તેમનો પહેરવેશ જીવનભર ખાદીનો ભગવો ઝભ્ભો અને ધોતિયું રહ્યાં હતાં. સત્યાગ્રહ કરવાં માટે તેમણે વિસાપુરની જેલમાં ત્રણ દિવસની જેલ પણ ભોગવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની સૂચનાથી તેમણે એક હરતું ફરતું પ્રદર્શન પણ કાઢ્યું હતું અને મહારાષ્ટ્રના ગામડાંઓમાં ફર્યા હતાં.
 • રવીન્દ્રનાથ ટાગોર અને સૌરેન્દ્રમોહન મુખોપાધ્યાયથી ઘણા પ્રભાવિત હતા.

હોબી

 • સંગીત

રચનાઓ

 • નવલકથા ( ૧૫૦ ) -રૂપકોશા, બંધન તૂટ્યાં, રૂપગર્વિતા, પૌરવી, ભેદની ભીતરમાં વિ.
 • કાવ્ય – રાસકટોરી( ત્રણ ભાગ – વિનોદ, વેદના, વંદના)
 • સ્મરણ માધુરી – એમના ચૂંટેલા લખાણોનો સંગ્રહ
 • અનુવાદ( બંગાળીમાંથી) – નિરૂપમા, પારુ, મુક્તપંખી વિ.

સાભાર

 • ગુજરાતી સાહિત્યકોશ
 • તેમના પુત્ર વિમલે બનાવેલ વેબ સાઈટ પરથી

પ્રાણલાલ વ્યાસ,Pranlal Vyas


રૂડીને રંગીલી, વ્હાલા, તારી  વાંસળી  રે  લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો,

સાંભળો  ઃ  ઃ

નામ

પ્રાણલાલ વ્યાસ

જન્મ

ઇ.સ. ૧૯૪૦

અવસાન

૧ ઑગસ્ટ ૨૦૧૧ ; જૂનાગઢ

પ્રદાન

 • પ્રખ્યાત લોકગાયક, ભજનીક
 • ૩૭ જેટલી ફિલ્મોમાં કંઠ આપ્યો, તેમાંથી ૨૬ જેટલી ફિલ્મોનો એવોર્ડ મળ્યા છે.
સન્માન
 • ગુજરાત ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ
ફિલ્મો
 • શેઠ સગળશા, ગંગાસતી, ગોરા કુંભાર વગેરે
વધુ વાંચો

નિરંજન વર્મા, Niranjan Varma


નામ

નિરંજન માવલસિંહ વર્મા

જન્મ

ઇ.સ. ૧૯૧૭ ; ગામ – રાજડા, જિ. જામનગર

અવસાન

ઇ.સ. ૧૯૫૧ ; મદનપલ્લી – આંધ્ર પ્રદેશ

અભ્યાસ

 • અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી – વાંકાનેર
 • વિનીત – દક્ષિણામૂર્તિ વિદ્યાલય; ભાવનગર
વ્યવસાય
 • ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં તંત્રી વિભાગમાં
જીવનઝરમર
 • સત્યાગ્રહ, ભૂગર્ભપ્રવૃત્તિ, પત્રકારત્વ અને જેલવાસ
 • ધોલેરા સત્યાગ્રહ વખતે જયમલ્લ પરમારનો પરિચય
 • અભિન્ન મિત્ર એવા જયમલ્લ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ
 • સઘળું લેખનકાર્ય જયમલ્લ પરમાર સાથે
રચનાઓ
 • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
 • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
 • બાળવાર્તાઓ – પરિકથાઓ
 • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
 • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
 • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
 • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
 • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

જયમલ્લ પરમાર,Jaymalla Paramar


નામ

જયમલ્લ પ્રાગજીભાઇ પરમાર

જન્મ

૬ નવેમ્બર ૧૯૧૦

અવસાન

૧૩ જૂન ૧૯૯૧

અભ્યાસ

 • દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગર
 • કાશી વિદ્યાપીઠ – વારાણસી
 • ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ
વ્યવસાય
 • ફૂલછાબ, કલ્યાણયાત્રા, ઊર્મિ-નવરચના વગેરે માં તંત્રી
 • સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં અદ્યાપક
જીવનઝરમર
 • સત્યાગ્રહની ચળવળમાં અનેક વખત કારાવાસ ભોગવ્યો.
 • મિત્ર નિરંજન વર્મા સાથે સહલેખન
રચનાઓ
 • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
 • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
 • બાળવાર્તાઓ – પરિકથાઓ
 • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
 • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
 • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
 • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
 • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

જયંતિલાલ દવે, Jayantilal Dave


ઉંઝા આધારીત ‘સરળ’ જોડણીમાં 

jayantibhai-dave.jpg

જીવનમંત્ર
       ગામડું, ગાય ને ગરીબની સેવા

સંકલીત કહેવતો

_______________________________________________________________ Read more of this post

કૃષ્ણવીર દીક્ષિત, Krishnaveer Dixit


” ઇશ્વર, ગુરુ અને ગ્રંથ- આ ત્રણ જ વિશ્વાસ રાખવા જેવા છે. “krishnaveer_dixit_face.gif

” ગુરુ થા તારો તું જ. (અખો) ”
-એમનું પ્રિય પ્રેરક અવતરણ

“માયાના મામલામાં ભલે હોય તું ફકીર,
છોડી નહીં કલમ ને કિતાબો, હે કૃષ્ણવીર!
તારા ગયા પછી હશે સિલકમાં નીર-ક્ષીર,
સ્નેહી વિવેકની કરે સલામ રઘુવીર!”
-શ્રી રઘુવીર ચૌધરીએ એમના માટે લખેલ

” કૃષ્ણવીરભાઇ વિવેચક તરીક રેતીમાં દરિયાની કુંડલી દોરવાનું
અઘરું કાર્ય કરી રહ્યા છે. ”
-શ્રી સુરેશ દલાલનાં શબ્દો

 k_dixit_sign.jpg

# રચના : વેબ સાઇટ

__________________________________________ Read more of this post

જેઠાલાલ ત્રિવેદી, Jethalal Trivedi


જેને કલંક ‘કડવું’ દધિ! તું ગણે છે.
‘મીઠું’ બની અમ જગે રસ તે ભરે છે
.”

” અંધારું ટાળવાને ઇશ અવનીનું તેં સૂર્ય ને ચન્દ્ર જેવા,
ફેંક્યા બે ચાક લેતા ચકર ભમરડા દોરી વીંટી દિશાની.”

__________________________________________ Read more of this post

કરસનદાસ માણેક, Karsandas Manek


karsandas_manek.jpgએક દિન આંસુભીનાં રે! હરિનાં લોચનિયાં મેં દીઠાં !

-” જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો.”

# રચનાઓ    :      –  1  –      :     –   2   –
___________________________________________

Read more of this post

કનુભાઇ જાની, Kanubhai Jani


kanubhai_jani.jpg“આપણા હાથમાં સો રૂપિયાની ખોટી નોટ આવી જાય તો એને ચલણમાંથી તરત ખેંચી લેવામાં આવે છે, એ રીતે ચોપડીઓની બાબતે કેમ નથી થતું ?”

“આપણે રે ઉજાસે આપણે ચાલીએ !”


“આપણને ભળાવી રે ભલી ભોમકા,
શબ્દ મોતી મૌનના ભંડારનું !
મહીં મેલ્યાં આભ અપરંપાર,
શબ્દ પાણી વજ્ર કેરી ધારનું !”

‘વેબ ગુર્જરી’ ઉપર કનુભાઈ જાની સાથે ગોષ્ટિ
________________________________________________
નામ

 • કનુભાઇ છોટાલાલ જાની

ઉપનામ 

 • ઉપમન્યુ

જન્મ

 • 4-ફેબ્રુઆરી ,  1925 ;  કોડીનાર જિ.જુનાગઢ

કુટુમ્બ

 •  પિતા – છોટાલાલ ; માતા
 • પત્ની – મધુબેન ; પુત્ર – સુધાંશુ ; પુત્રી – નયના : જમાઇ – રાજેન્દ્ર શુકલ   + બન્ને જાણીતા કવિ

અભ્યાસ

 • 1943 –  મૅટ્રિક
 • 1947 – બી.એ. –  (ગુજ,-સંસ્કૃત)
 • 1949 – એમ.એ. –  (ગુજ,-સંસ્કૃત)

વ્યવસાય

 • રાજકોટ,જામનગર, ભૂજ અને અમદાવાદ માં ભાષા શિક્ષણ
 • 1985 –  ગુજરાત વિદ્યાપીઠમાં ભાષા-સાહિત્યના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત

જીવન ઝરમર

 • યુ.એસ.એ.ના વર્મોન્ટ  રાજ્યના બ્રેટલબરો નગરની એસ.આઇ.ટી. સંસ્થામાં અમેરિકાનાવિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવવાનું મહત્વનું કાર્ય
 • ઉંઝા જોડણીના પ્રચાર-પ્રસારનું કાર્ય
 • ગુજરાતી ભાષા પરિષદના હાલના પ્રમુખ
 • માનિતા લેખકો : શેક્સ્પીઅર,રવીન્દ્રનાથટાગોર,ઉમાશંકર જોશી,મેઘાણી.
 • જીવન સુત્ર  – “Lamps do not talk, they Shine.”

રચના   

 • સ્થવિરાવલી (મુની રત્નપ્રભવવિજયજી સાથે) , માયા લોક (વિનોદ અધ્વર્યુ સાથે), ચાર ફાગુ (મો.શં.પટેલ સાથે), સા વિદ્યા યા, શબ્દ નિર્મિત,
 • લોક સાહિત્ય –   *  લોક વાંગ્મય
 • ચરિત્ર – મેઘાણી સંદર્ભ, મેઘાણી છબિ, મેઘાણી ચરિત
 • શબ્દનો સોદાગર (સંપાદન)માહિતી ખાતું
 • વિવેચન –  ચાર  ગ્રંથો ભરાય એટલા લેખો અપ્રગટ

સન્માન

 • 1970 –  કુમાર ચંદ્રક
 • મૅરિટ ઍવોર્ડ
 • ગુજરાત ગૌરવ પુરસ્કાર
 • *   લોકવિદ્યા વિભાગનું વર્ષનું શ્રેષ્ઠ પુસ્તક તરીકે નો અકાદમી ઍવોર્ડ
%d bloggers like this: