ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: લોકસાહિત્ય

કનુભાઇ જાની, Kanubhai Jani


kanubhai_jani.jpg“આપણા હાથમાં સો રૂપિયાની ખોટી નોટ આવી જાય તો એને ચલણમાંથી તરત ખેંચી લેવામાં આવે છે, એ રીતે ચોપડીઓની બાબતે કેમ નથી થતું ?”

“આપણે રે ઉજાસે આપણે ચાલીએ !”


“આપણને ભળાવી રે ભલી ભોમકા,
શબ્દ મોતી મૌનના ભંડારનું !
મહીં મેલ્યાં આભ અપરંપાર,
શબ્દ પાણી વજ્ર કેરી ધારનું !”

‘વેબ ગુર્જરી’ ઉપર કનુભાઈ જાની સાથે ગોષ્ટિ
________________________________________________
નામ

 • કનુભાઇ છોટાલાલ જાની

ઉપનામ 

 • ઉપમન્યુ

જન્મ

 • 4-ફેબ્રુઆરી ,  1925 ;  કોડીનાર જિ.જુનાગઢ

કુટુમ્બ

 •  પિતા – છોટાલાલ ; માતા
 • પત્ની – મધુબેન ; પુત્ર – સુધાંશુ ; પુત્રી – નયના : જમાઇ – રાજેન્દ્ર શુકલ   + બન્ને જાણીતા કવિ

અભ્યાસ

 • 1943 –  મૅટ્રિક
 • 1947 – બી.એ. –  (ગુજ,-સંસ્કૃત)
 • 1949 – એમ.એ. –  (ગુજ,-સંસ્કૃત)

વ્યવસાય

 • રાજકોટ,જામનગર, ભૂજ અને અમદાવાદ માં ભાષા શિક્ષણ
 • 1985 –  ગુજરાત વિદ્યાપીઠમાં ભાષા-સાહિત્યના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત

જીવન ઝરમર

 • યુ.એસ.એ.ના વર્મોન્ટ  રાજ્યના બ્રેટલબરો નગરની એસ.આઇ.ટી. સંસ્થામાં અમેરિકાનાવિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવવાનું મહત્વનું કાર્ય
 • ઉંઝા જોડણીના પ્રચાર-પ્રસારનું કાર્ય
 • ગુજરાતી ભાષા પરિષદના હાલના પ્રમુખ
 • માનિતા લેખકો : શેક્સ્પીઅર,રવીન્દ્રનાથટાગોર,ઉમાશંકર જોશી,મેઘાણી.
 • જીવન સુત્ર  – “Lamps do not talk, they Shine.”

રચના   

 • સ્થવિરાવલી (મુની રત્નપ્રભવવિજયજી સાથે) , માયા લોક (વિનોદ અધ્વર્યુ સાથે), ચાર ફાગુ (મો.શં.પટેલ સાથે), સા વિદ્યા યા, શબ્દ નિર્મિત,
 • લોક સાહિત્ય –   *  લોક વાંગ્મય
 • ચરિત્ર – મેઘાણી સંદર્ભ, મેઘાણી છબિ, મેઘાણી ચરિત
 • શબ્દનો સોદાગર (સંપાદન)માહિતી ખાતું
 • વિવેચન –  ચાર  ગ્રંથો ભરાય એટલા લેખો અપ્રગટ

સન્માન

 • 1970 –  કુમાર ચંદ્રક
 • મૅરિટ ઍવોર્ડ
 • ગુજરાત ગૌરવ પુરસ્કાર
 • *   લોકવિદ્યા વિભાગનું વર્ષનું શ્રેષ્ઠ પુસ્તક તરીકે નો અકાદમી ઍવોર્ડ

ઝવેરચંદ મેઘાણી, Jhaverchand Meghani


નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?”

-‘છેલ્લી પ્રાર્થના

“જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;

મન મોર બની થનગાટ કરે   –  ૧  –  ;  –  ૨  –  ; અહીં સાંભળો

રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ

– યુગવંદના

# સાંભળો : કસુંબીનો રંગ

# તેમનાં કુટુમ્બી પિનાકી મેઘાણી દ્વારા નિર્મિત વેબ સાઈટ

# સૌરાષ્ટ્રની રસધાર (  ભા-૧ થી ૫ ) વિશે 

______________________________

તેમના પુત્રોએ બનાવેલ વેબ સાઈટ

Meghani

આ ચિત્ર પર ક્લિક કરો.

જન્મ

 • 28 ઓગસ્ટ 1896; ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)
 • વતન : બગસરા( જિ: અમરેલી)

અવસાન

 • 9 માર્ચ 1947

કુટુમ્બ 

 • માતા – ધોળીમા, પિતા – કાળીદાસ
 • ભાઇઓ –  લાલચંદ, પ્રભાશંકર
 • પત્ની લગ્ન 1) દમયન્તી 1922 2) ચિત્રાદેવી 1934
 • સંતાન – પુત્રી ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્રમહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક

અભ્યાસ

 • મેટ્રિક 1912
 • બી.એ.- 1917 શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય

 • 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર
 • 1922- સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રીમંડળમાં
 • 1936-45 ફુલછાબમાં તંત્રી

જીવન ઝરમર

 • 1930– સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ સિંધુડો માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં છેલ્લી પ્રાર્થના કાવ્ય ગાયું
 • સાબરમતી જેલમાં કોઇનો લાડકવાયો કાવ્ય લખ્યું
 • 1931– ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને છેલ્લો કટોરો કાવ્ય લખ્યું
 • 1933– રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન
 • 1941– શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં
 • 1946– ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
કોઇનો લાડકવાયો

કોઇનો લાડકવાયો

રચનાઓ

 • કાવ્યસંગ્રહ -6
 • નવલકથા-13
 • નવલિકા સંગ્રહ 7
 • નાટક ગ્રંથ- 4
 • લોકકથા સંગ્રહ 13
 • લોકસાહિત્ય વિવેચન/ સંશોધન 9
 • સાહિત્ય વિવેચન 3
 •  જીવન ચરિત્ર- 13; ઇતિહાસ 6

મુખ્ય રચનાઓ

 • તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો

સન્માન

 • 1929 રણજિતરામ સુવર્ણ ચંદ્રક
 • 1946 મહીડા પારિતોષિક

સાભાર

 • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
%d bloggers like this: