”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”
– અવંતિકા ગુણવંત
“પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો મળવો મુશ્કેલ.”
ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.
“કોણ આ અંતરે આવી આવી અને અવનવી ઊર્મિઓને જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર હળવે રહીને વગાડે ? ”
“દુનીયાનો અંધકાર મને શું કરી શકે ?
અંધારું ગર્ભકાળનું આંજ્યું છે આંખમાં. ”
” કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! ”
‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. ”
” કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં. કાવ્ય સર્જન વેળાએ કવિ કવિતાની બહાર હોતો નથી. ને કવિતા સર્જાઇ ગયા પછી પોતે ક્યાં છે એની ખાસ ફિકર ચિંતા કરવા જેવી હોતી નથી.”
” મૂંગાં તે કેમ રહેવું? ”
” શબ્દોને આપણે ઓઢીએ ને આપણે વધુ ઉઘાડા પડીએ.”
” મારો વિશ્વાસ કઇ રીતે થઇ શકે?
મેં ખોટાં બિલોમાં, ભળતી સહી કરી
જાળવી અદબ નથી મારા નામની.” – આવું પ્રામાણિકપણે લખી શકનાર !
વાચકોના પ્રતિભાવ