ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વર્ણનકાર

કુમારપાળ દેસાઇ, Kumarpal Desai


kumarpal_-desai_2.jpg” આકાશને આંબવા મથતી પ્રણય ઊર્મિઓ ઘણીવાર એક જ ભરતીમાં શમી જતી જોવા મળે છે. આરંભે અતિ ઘાટું લાગતું પ્રેમનું પોત અને પાકો રંગ,  એક જ ભર્યા વરસાદમાં ફિક્કો પડેલો અને જર્જરિત નજરે પડે છે.”

‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
ઇંટ અને ઇમારત કોલમના એક  લેખમાંથી – ગુજરાત સમાચાર

#   એક જૈન ધર્મસ્થાન વિષે લેખ

# ઇંટ અને ઇમારતમાં તાજેતરનો એક લેખ

______________________________________________________________________________
Read more of this post

Advertisements

કરસનદાસ માણેક, Karsandas Manek


karsandas_manek.jpgએક દિન આંસુભીનાં રે! હરિનાં લોચનિયાં મેં દીઠાં !

-” જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો.”

# રચનાઓ    :      –  1  –      :     –   2   –
___________________________________________

Read more of this post

જયંત ખત્રી, Jayant Khatri


“એમની વાર્તાઓ ઘટનાપ્રધાન ખરી પણ પાત્રોના ભીતરી વ્યાપારો ઉપર જ વિશેષ કેન્દ્રિત રહે છે. માનવમનની ગૂઢ સંકુલતાઓનું આલેખન કલાને પોષનારી સંદિગ્ધતા પણ જન્માવે છે.”
______________________________
Read more of this post

રસિક ઝવેરી, Rasik Jhaveri


‘આપણા મલક જેવો મલક થાવો નથ, હોં મોટાભાઇ ! આંઇકણે મારા જેવાને નો સોરવે, પણ જીભ કસરી એટલે રે’વું પડે. બાકી જલમભોમકા ઇ જલમભોમકા .”

– બાળપણના ગોઠીયા કાનજી ખવાસના શબ્દો- લન્ડનમાં  

____________________________________________________________________ Read more of this post

જયંતિ દલાલ, Jayanti Dalal


jayanti_dalal.jpg” સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. ”

# રચના 

_______________________

નામ

જયન્તિ દલાલ

જન્મ

નવેમ્બર 18, 1909 ; અમદાવાદ 

અવસાન

ઓગસ્ટ 24, 1970 

કુટુમ્બ

 • માતા – ; પિતા – ઘેલાભાઇ
 • પત્ની – ; સંતાનો –

અભ્યાસ

 • બી.એ. ના છેલ્લા વર્ષમાં કોલેજ છોડી સ્વાતંત્ર્યયુધ્ધમાં ઝંપલાવ્યું

વ્યવસાય

 • રાજકારણ
 • પત્રકારત્વ

જીવન ઝરમર

 • 1934 – ‘બિખરે મોતી’ ફિલ્મનું દિગ્દર્શન

મુખ્ય રચનાઓ

 • નાટક – ઝબૂકિયાં, જવનિકા, અવતરણ 
 • નવલિકા – જૂજવાં રૂપ, કથરોટમાં ગંગા, ઉત્તરા, અડખે પડખે, જયન્તિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ
 • નવલકથા – ધીમુ અને વિભા
 • કટાક્ષલેખો – મનમાં આવ્યું, તરણાની ઓથ મને ભારી
 • રેખાચિત્રો – પગદીવાની પછીતેથી, શહેરની શેરી
 • વિવેચન – કાયા લાકડાની માયા લૂગડાંની, નાટક વિષે જયન્તિ દલાલ
 • સંપાદન – ધમલો માળી, ડાહ્યાભાઇ ધોળશાજીના નાટકો
 • અનુવાદ – બળવાખોર પિતાની તસ્વીર, એશિયા પર આંધી, હેલન કેલરની આત્મકથા, નવો છોકરો, અંધારાની ધાર, ફોન્તામારા, અમેરિકન મહિલાઓ જેમણે પહેલ પાડી, આ અમેરિકા, સંસ્થાનવાદથી સામ્યવાદ, મુક્તિવેલ, દેહાતી ડોક્ટર,  સામ્યવાદી ચીન
 • તંત્રી – રેખા (માસિક), ગતિ (સાપ્તાહિક), નવગુજરાત (દૈનિક)

સન્માન

 1959  – રણજિતરામ સુવર્ણચંદ્રક 

સાભાર

નાનાભાઇ ભટ્ટ


nanabhai_bhatt_1.jpgક્રાંતેકારી શિક્ષણશાસ્ત્રી

“નવીન કેળવણીનું એક લક્ષણ એ છે કે, તે વિદ્યાર્થી પ્રધાન છે. આપણી ઘણી શાળાઓ હજી આજે પણ વિષય-પ્રધાન છે……. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે – પણ વિદ્યાર્થી વિષયો માટે નથી, એ વસ્તુ આપણા લક્ષમાં હોત તો, આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ , તેમ વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત.  ”

# જીવનઝાંખી       :         વિચારો 

લોકભારતી  

_______________________

નામ

નૃસિંહ પ્રસાદ કાળીદાસ ભટ્ટ

જન્મ

નવેમ્બર 11, 1882 – ભાવનગર

અવસાન

ડિસેમ્બર 31, 1961

અભ્યાસ

 • એમ. એ. ( ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે – શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય

 • અધ્યાપન

                          nanabhai_bhatt.jpg

જીવન ઝરમર

 • 1904 – મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ
 • 1906-10  – શામળદાસ કોલેજમાં અધ્યાપક
 • 1910 – ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના 
 • 1925-28 –  ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક
 • 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ
 • 1938 – આંબલા – (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના
 • 1948 – સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન
 • 1953 – સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના
 • 1954-57 – રાજ્યસભાના નિયુક્ત સભ્ય
 • 1924 -આફ્રિકા, 1935 – જાપાન, 1954 – ડેન્માર્ક ની મુલાકાત
 • હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા

મુખ્ય રચનાઓ

 • ઇતિહાસ – આપણા દેશનો ઇતિહાસ
 • ચરિત્ર – હજરત મહંમદ પયગંબર,  મહાભારતનાં પાત્રો  – ‘લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ ,   રામાયણનાં પાત્રો –  ‘લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ
 • શિક્ષણ – સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત;
 • પ્રવાસ વર્ણન  –  આફ્રિકાનો પ્રવાસ
 • ધાર્મિક – હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ – 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે?
 • વાર્તા –  દૃષ્ટાંત કથાઓ 1,2
 • શિક્ષણ – ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર – 1,2 ; સંસ્થાનું ચરિત્ર
 • ચિંતન –  પથારીમાં પડ્યાં પડ્યાં 

સન્માન  

1960 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

સુંદરમ્, Sundaram


sundaram_6.jpg“વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યા,
બારી- બારણે તોરણ ફૂલ ભર્યા.
મીટ માંડી હું આંગણિયે,
લળી તારા ચિત્ત લહું .”
– વિરાટની પગલી

” પૃથ્વીઉછંગે ઊછરેલ માનવી
હું માનવી માનવ થાઉં તો ઘણું.”

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, –  રસદર્શન, વેબ ગુર્જરી પર.

રચનાઓ  – ૧ –   ;   –  ૨  –   ;   – ૩ –    –  ૪  –

ગુજરાતી સાહિત્ય પરિષદની સાઈટ પર 

વિકિપિડિયા પર 

 * * *      ર સ થા ળ        * * *

ગુજરાતી સાહિત્ય અકાદમીનો વિડિયો

આ જીવન ઝાંખી પ્રસંગે એક ખાસ સંદેશ  #

# રંગ રંગ વાદળીયાં   :  કહેજો જી રામ રામ    :  બાળકાવ્ય

# આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે !  :  સ્તુતિ

# ઝાંઝરણું અલક મલકથી આવ્યું રે !             :  લોકગીત

# ઘણ ઉઠાવ     :  નમું તને પત્થરને?          :  સોનેટ

# પ્રભુ દેજો                                         :  ત્રિપદીઓ

# હો ગીત કોણ ગાતું ઘેલું                         : મુક્તક

# બંધાઇ ગયું                                       : પ્રણયનું એક લઘુકાવ્ય

# વૃત્તિની લીલા                                    :  સુંદરમ્ ની અંતરવાણી

# શ્રી અરવિંદ- દિવ્ય જીવન                      : સુંદરમ્ ના ધ્રુવતારકની વાણી

# કાવ્ય-રસાસ્વાદ

# સુંદરમ સાથેનાં સંસ્મરણો 

# અન્ય રચનાઓ

________________________________________________

#  અને એક ગીત સાંભળો  !  :   મારી બંસીમાં બોલ બે વગાડી તું જા …sundaram_3.jpg      sundaram_2.jpg ____________________________ Read more of this post

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ


anirudh_brahmabhatt.jpg” પીપળાના પર્ણ મર્મરની ભાષા જાણે છે તું?”

_____________________________ Read more of this post

કે. કા. શાસ્ત્રી

રઘુવીર ચૌધરી, Raghuvir Chaudhari


raghuvir_chaudhari_1.jpg“સાથે સાથે આવ્યા જેની સંગ,

એ પંથ અમને અહીં મૂકીને આગળ ચાલ્યો.”

# રચના – 1

# રચના – 2

# ‘ઓપિનિયન’પર ‘અમૃતાથી ધરાધામ : શ્રી રઘુવીર ચૌધરી અધ્યયન ગ્રંથ’

‘વેબ ગુર્જરી’ પર એક સરસ લેખ

___________________________

જન્મ

5, ડીસે મ્બર – 1938 – બાપુપુરા (જિ. મહેસાણા)

કુટુંબ

પિતા- દલસિંહ

અભ્યાસ

એમ.એ. ; પી.એચ.ડી.

વ્યવસાય

અધ્યાપન, વિવેચન, સંપાદન

જીવન ઝરમર

નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક, વિવેચક, સંપાદક ; ગુજરાતી સાહિત્ય પરિષદને જીવન્ત બનાવનાર; એક રઘુવીરમાં અનેક રઘુવીર છે.

મૂખ્ય કૃતિઓ

નવલકથા- અમૃતા, પરસ્પર, શ્યામ સુહાગી , ઇચ્છાવર, રૂદ્રમહાલય ; નવલિકા -આકસ્મિક સ્પર્શ, ગેરસમજ; કવિતા- તમસા , વહેતાં વૃક્ષ પવનમાં, ઉપરવાસયત્રી ; નાટક – અશોકવન, ઝુલતા મિનારા, સિકંદર સાની, નજીક; એકાંકી- ડિમલાઇટ , ત્રીજો પુરુષ ; વિવેચન – અદ્યતન કવિતા, વાર્તાવિશેષ, દર્શકના દેશમાં, જયંતિ દલાલ, મુક્તાનંદની અક્ષર આરાધના; રેખાચિત્રો – સહરાની ભવ્યતા; પ્રવાસ વર્ણન- બારીમાંથી બ્રિટન; ધર્મચિંતન- વચનામૃત અને કથામૃત; સંપાદન – સ્વામિનારાયણ સંતસાહિત્ય, નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય, શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાડમય

સન્માન

કુમારચંદ્રક ; ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક; સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર ; રણજિતરામ સુવર્ણ ચંદ્રક ;

%d bloggers like this: