ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વાર્તાલેખક

નિરંજન મહેતા, Niranjan Mehta


જન્મ

૨૧, મે ૧૯૪૦ – અમદાવાદ 

કુટુમ્બ

માતા – પદ્માબેન, પિતા– ગીરધરલાલ

પત્ની  – લીલા, પુત્ર – પ્રણવ, પુત્રી ખંજના   

શિક્ષણ

એમ.કોમ. સીડનહામ કોલેજ, મુંબઈ.

વ્યવસાય

એકાઉન્ટસ એક્ઝિકયુટિવ

 તેમના વિશે વિશેષ

  • વાર્તાઓ, કવિતા, લેખો ‘કુમાર’, ‘અભિયાન’, ‘નવનીત-સમર્પણ’, ‘અહા!જિંદગી’, ‘આનંદ ઉપવન’, ‘મમતા’ ‘મારી સહેલી’ જેવા સામયિકોમાં, તેમ જ ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં પણ પ્રકાશિત થયા છે.
  • તે ઉપરાંત જુદા જુદા બ્લોગ્ઝ પર લેખો, કવિતાઓ અને વાર્તાઓ ઉપરાંત કોયડા, કહેવતકથા વગેરે પણ મુકાયા છે.
  • એક વાર્તા ‘અતિથિ દેવો ભવ’નું નાટ્યરૂપાંતર કર્યું હતું.
  • એક સંસ્થા માટે બાળનાટક ‘દિવાળી વેકેશન’ પણ લખ્યું હતું જે તે સંસ્થાના બાળકોએ ભજવ્યું હતું.
  • વિવિધ પ્રકારની શબ્દ રમતો બનાવવામાં તેમને રસ છે અને ઘણા સામાયિકો અને મિત્રો માટે બનાવી છે.
    – એક નમૂનો

રચનાઓ

વાર્તાસંગ્રહ – ઓળખાણ , સ્નેહ સંબંધ, શતરંજનું પ્યાદું અને અન્ય રચનાઓ’

નવલકથા – વિપુલ ઝરણું, અતિથિ દેવો ભવ

સન્માન

૨૦૧૯ – વાર્તાસંગ્રહ- સ્નેહ સંબંધ’ ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી રામનારાયણ પાઠક (લઘુકથા)નો પ્રથમ પુરસ્કાર

નવલકથા વિપુલ ઝરણુંને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ તરફથી નવલકથા સ્પર્ધામાં ત્રીજુ ઇનામ.

નવીન બેન્કર, Navin Banker


હ્યુસ્ટન, અમેરિકામાં

ગુજરાતી સાંસ્કૃતિક

પ્રવૃત્તિઓના

અદના સેવક

પરિચય – દેવિકા ધ્રુવ
મળવા જેવા માણસ – પી.કે. દાવડા
એક સત્યકથા – ગફુર ચાચા
એક વાર્તા – બહેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો
તેમણે લખેલ રિપોર્ટ – ‘અકિલા’માં
સાધુ વાણિયો બીજા જન્મે
તેમનાં પોતાનાં સંસ્મરણો

તેમનો બ્લોગ – અહીં ક્લિક કરો

જન્મ

૨૬, સપ્ટેમ્બર – ૧૯૪૧; ભુડાસણ (જિ. અમદાવાદ )

અવસાન

૨૦, સપ્ટેમ્બર – ૨૦૨૦, હ્યુસ્ટન, ટેક્સાસ, અમેરિકા

કુટુમ્બ

માતા– કમળાબેન ; પિતા – રસિકલાલ
બહેનો – કોકિલા, સુષમા, દેવિકા, સંગીતા; ભાઈ – વીરેન્દ્ર
પત્ની – કોકિલા( લગ્ન – ૧૯૬૩)

શિક્ષણ

૧૯૫૮ – SSC
૧૯૬૨ – બી.કોમ. – ગુજ. યુનિ., એચ.એ. કોમર્સ કોલેજ, અમદાવાદ

વ્યવસાય

૧૯૬૨ – ૧૯૭૯ – સેન્ટ્રલ ગવર્નમેન્ટની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં, ઓડીટર
૧૯૮૬ પછી – હ્યુસ્ટનમાં બહેન ડોક્ટર કોકિલાબેન પરીખની ઓફીસમાં એકાઉન્ટ્સ મેનેજર

લગ્ન વખતે

તેમના વિશે વિશેષ

  • પિતા સામાન્ય સ્થિતિના – મીલમાં નોકરી
  • કુટુમ્બની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને ૧૦ મા અને ૧૧ મા ધોરણના અભ્યાસ દરમ્યાન એમને થોડા પૈસા કમાવવા માટે અનેક પ્રકારના નાના મોટા કામો કરવા પડેલા
  • ૧૯૬૨- પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી.
  • સવાસો જેટલી તેમની નવલિકાઓ  સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગડાયજેસ્ટ, આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી. તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં.
  • ૧૯૬૪ – ૧૯૭૭ –  ડઝનેક એકાંકીઓ અને  કેટલાંક  ત્રિઅંકી નાટકોમાં કામ
  • ૧૯૭૯ -૧૯૮૬ – ભારત અને અમેરિકા વચ્ચે આવન જાવન
  • ૧૯૮૬ પછી – અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રદાન, નાટકોમાં ભાગ,  હ્યુસ્ટનમાં થતા વિવિધ પ્રવૃત્તિઓના હેવાલોનું સામાયિકોમાં લેખન
  • જૂની/ નવી રંગભૂમિ વિશે ઊંડું જ્ઞાન

રચનાઓ

  • વાર્તા – હેમવર્ષા, અરમાનોની આતશબાજી, રંગભીની રાત્યુંના સમ, કલંકિત, પરાઈ ડાળનું પંખી
  • ૧૮ જેટલી રોમેન્ટિક પોકેટ બુક્સ

સાભાર

દેવિકાબેન ધ્રુવ અને અન્ય મિત્રોના બ્લોગ/ વેબ સાઈટ

વિમળા હીરપરા, Vimala Hirpara


Vimala“સુખી રહેવું હોય તો કરેલા ઉપકાર ભુલી જવા.”

# ચારેતરફ રમ્ય કુદરત પથરાયેલી હતી.આસપાસની વનરાઇમાંથી ગળાઇને આવતો સુર્યાસ્તનો સોનેરી તડકો, ખળખળવહેતી નદીના સ્વચ્છજળમાં   ઉતરી જતો હતો.વનરાજીમાં ખેલતા હરણા,સસલા ને વૃક્ષો પર સંતાકુકડી રમતા ખિસખોલી જેવા નિર્દોષ પ્રાણીઓ જેને  આધૂનિક સુખસગવડ કે માણસની પ્રગતિ કે અધૌગતિ સાથે કોઇ નિસ્બત નહોતી.એ તો સદીઓથી એમ જ પોતાની મસ્તીમાં જીવતા હતા. પ્રકૃતિમાં ક્યાય વિસંવાદિતા નહોતી.કોઇ દુષ્ટ માણસનુ હદય પણ કુણુ પડીજાય એવુ પવિત્રતાસભર વાતાવરણ હતુ.

# પ્રેરક જીવન મંત્ર      તમે   વેંત નમશો તો કોક હાથ નમશે.

# પ્રેરક વ્યક્તિઓ    રોહિતભાઇ શાહ, ગોવિંદભાઇ મારુ

# તેમનો  બ્લોગ –     vhirpara.blogspot.com

———————————————————————————————————

સમ્પર્ક

  • સરનામું –  ૧૧૭ બેડરોક ડ્રાઇવ. વોકર્શવિલ મેરીલેંડ,૨૧૭૯૩
  • ફોન –    ૩૦૧ ૫૯૧ ૪૩૮૮
  • ઈમેલ –  vshirpara@gmail.com

જન્મ

  • ૮, જાન્યુઆરી –  ૧૯૪૯,  અમરેલી

કુટુમ્બ

  • માતા – સાકરબેન.   પિતા –  હંસરાજભાઇ કાબરિયા
  •  પતિ – સ્વ. સવજીભાઈ; પુત્રો –  સંદિપ( ડોક્ટર) ;  ગૌરાંગ ( સોફ્ટવેર એંજીનીયર)

શિક્ષણ

  • પ્રાથમિક –  અમરેલી  કન્યાશાળા
  • માધ્યમિક – ૧૯૬૨    ૧૯૬૬   મ્યુનીસીપલ ગલ્ર્સ હાઇસ્કુલ
  • ઉચ્ચ  –  ૧૯૬૬  ૧૯૭૦ , બી. એ. સંસ્કૃત સાથે.

વ્યવસાય  

  • ગૃહિણી

તેમના વિશે વિશેષ

  • અમરેલીમાં ખેડુત પરિવારમાં જન્મ
  • ગામમાં પુસ્તકાલય  હતા એનો ઘણો લાભ બાળપણથી લીધેલો. મુખ્ય મનોરંજન વાંચન – ફાનસને અજવાળે
  • મનોરંજનના સાધનોમાં એકાદ બે થીયેટર કે કયારેક આવી ચડતા સરકસ, મદારી કે કઠપુતળીના ખેલ
  • તેમને ભરતગુંથણ ને મોતી પરોવવાનો શોખ હતો. એ સિવાય રાત્રે બહેનો શેરીમાં ગરબા લેવા ભેગા થાય.
  • ત્યારે જીવન પ્રાથમિક કક્ષામાં હતું. રેડીયો, ટીવી કે ફોન તો જવા દો પણ વિજળી પણ નહોતી.
  • ખુલ્લા ખેતરોની હરિયાળી, આભના ચંદરવા ને નવલખ તારા, વહેલી પરોઢના સુર્યોદય કે વર્ષાની હેલી ને વર્ષાના તાંડવથી ધ્રુજતુ આકાશ. કુદરતના આ બધા રંગો મન ભરીને માણ્યા છે.
  • બી.એ. સુધીના  અભ્યાસમાં સંસ્કૃતકાવ્ય મેઘદુત, શાકુંતલ, કુમારસંભવ વગેરે ગુજરાતી અનુવાદમાં ભણેલા.
  • પતિ વ્યવસાયે  દાંતના ડોક્ટર
  • રોહિતભાઇ શાહ ને ગોવિંદભાઇ જેવા હિતેચ્છુ મિત્રોની પ્રેરણાથી છેવટે અક્ષરદેહે વ્યક્ત થવાની તક મળી.
  • પુસ્તકો પ્રગટ થવા માટે દિકરા ગૌરાંગનો બહુ ફાળો છે.
  • ૧૯૮૦થી ૧૯૮૫  અમેરિકામાં આવ્યા બાદ કામ કર્યુ
  • એક ઇલેકટ્રીક કંપનીમાં પી.સી. બોર્ડમાં વેલ્ડીંગનો ધુમાડો આંખમાં ગયો ને સાથે એ જ સમયે મધુપ્રમેહ નિદાન થયો. આંખને નુકશાન થયુ એ તો શરુઆતમાં ખબર ન પડી.પણ જયારે આંખમાં કુંડાળા  પડવા લાગ્યા ત્યારે ઘણૂ મોડુ થઇ ગયુ હતું. એ સમયે ખાસ સારવાર પણ નહોતી.નોકરી તો ગુમાવી નેસાથ આંખ પણ. લેસરથી લોહીનું બ્લીડિંગ તો અટક્યુ પણ જે ધાબું પડી ગયુ એનો કોઇ ઇલાજ નહોતો.
  • કોમ્યુટરમાં મોટો ફોન્ટ કરી વાંચી લખી શકે છે.

Vimala Hirpara_1

રચનાઓ

  • વાર્તા –  અંતરનું સંવેદન, પ્રેમનાં પુષ્પો, ઉરનાં આંસુ, સ્નેહની સૌરંભ, વીણેલાં મોતી

 

વિજય શાહ, Vijay Shah


vs2‘દીવો લઈને તેને શોધું છું. તમને મળે તો મને આપશો? …. મારે વાવવો, જાળવવો, ઉછેરવો, વહેંચવો છે. ‘  – ‘મકાઈનો દાણો’ માંથી 

જીવન મંત્ર– જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ , બની રહો તે લબ્ધિયોગ

વિજયનું ચિંતન જગત

સહિયારું સર્જન – ગદ્ય ; ધર્મ ધ્યાન

‘ બુક ગંગા’ પર તેમની ઘણી બધી ઈ-બુક

મળવા જેવા માણસ – વિજય શાહ

પ્રતિલિપિ પર ( ૮૫ રચનાઓ )

‘Storymirror’ પર ( ૩૫ ઈ-બુક )

માતૃભારતી પર – ૫૦ ઈ-બુક 


સમ્પર્ક

  • 13727 Elridge Springway, Hoston, TX -77083
  • ઈમેલ –  vijaydshah09@gmail.com

જન્મ

  • ૧૦, સપ્ટેમ્બર – ૧૯૫૨, ભરૂચ; મૂળ વતન -ઓચ્છણ ( વડોદરા જિ.)

કુટુમ્બ

  • માતા – વિમળા, પિતા – ડાહ્યાભાઈ
  • પત્ની – રેણુકા , સંતાન – બે

અભ્યાસ

  • એમ.એસ..સી. ( માઈક્રોબાયોલોજી)

gss

આ શિર્ષક પર ક્લિક કરો.

 

vs

તેમના વિશે વિશેષ

  • સ્વામિનારાયણ વિજ્ઞાન  કોલેજના વાર્ષિક અંકમાં પહેલું કાવ્ય પ્રકાશિત થયું હતું.
  • પ્રથમ કૃતિ – ‘હું એટલે તમે’ – કાવ્ય સંગ્રહ (૧૯૭૭)
  • પાંચ વર્ષ હ્યુસ્ટન ગુજરાતી સમાજના મુખપત્ર ‘દર્પણ’નું સંપાદન
  • હ્યુસ્ટનની જૈન સોસાયટીના માસિક ‘જય જિનેન્દ્ર’ નું સંપાદન
  • હુસ્ટનના સાહિત્ય રસિક મિત્રોની છેલ્લા ૧૬  વર્ષથી મળતી માસિક સભામાં મહત્વનું યોગદાન.
  • સાહિત્ય સર્જનના નવલા પ્રકાર ‘ સહિયારું ગદ્ય સર્જન ‘ના મુખ્ય પ્રણેતા
  • ગુજરાત દર્પણ ( ન્યુ જર્સી) , તિરંગા ( ન્યુ યોર્ક ), ગુજરાત ન્યૂઝ ટાઈમ્સ ( ટોરોન્ટો) , ગુજરાત ટાઈમ્સ( ન્યુ યોર્ક), જયહિંદ ( રાજકોટ)  માં નિયમિત કોલમ લેખક

હોબી

  • ગુજરાતી લખવુ, લખાવવુ અને સાંભળવુ

vs1

રચનાઓ

સન્માન

  • સહિયારા સર્જનમાં ૨૫ પુસ્તકો મુક્યા બદલ ૩૫ લેખકો ને લીમ્કા ઍવોર્ડ મળ્યો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૧૧, રાધેશ્યામ શર્મા

નાનુભાઈ નાયક, Nanubhai Naik


NN1‘સુરતના નગરબાપા’ – શ્રી. ભગવતીકુમાર શર્મા

———————————————————————

સમ્પર્ક

જન્મ

  • ૧૦, મે – ૧૯૨૭, ભાંડુત, તા. ઓલપાડ, જિ. સૂરત

અવસાન

  • ૧૭, મે – ૨૦૧૮, સુરત

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – ?
  • પત્ની – ?; પુત્રો – જનક, કિરીટ

શિક્ષણ

  • મેટ્રિક

વ્યવસાય

  • સાહિત્ય પ્રકાશન, લેખન, સામાજિક કાર્યકર

nn2

તેમના વિશે વિશેષ

  • મેટ્રિક થયા પછી છ મહિના મુંબાઈની સિદ્ધાર્થ કોલેજમાં અભ્યાસ શરૂ કરી છોડી દીધો અને શબ્દ રચના હરિફાઈઓ યોજવા લાગ્યા.
  • દોઢ વર્ષ ‘નવસારી સમાચાર’ના તંત્રીપદે
  • સંદેશ, પ્રતાપ, નૂતન ભારત, ચેત મછેન્દર વિ. દૈનિક/ સામાયિકોમાં કટાર લેખન , ૨૦૦થી વધારે વાર્તાઓ અને લેખો છપાયા છે.
  • ‘જનસત્તા’માં ‘સબરસ’ શ્રેણી હેઠળ બાળકો માટેની વાર્તાઓ
  • સુરતની નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ – હાલમાં તેના  ઉપપ્રમુખ
  • સુરતની ‘સાર્વજનિક શિક્ષણ સંસ્થા’ના મેનેજિંગ ટ્રસ્ટી
  • સુરત પ્રેસ માલિક મંડળના પ્રમુખ
  • ગુજરાત પ્રિન્ટર ફાઉન્ડેશનના સ્થાપક. એક વખત તેના પ્રમુખ પણ હતા.
  • ‘ ચતુરનો ચોતરો’ અને એવા બીજા  સાહિત્ય સમ્મેલનોનું આયોજન.
  • ‘નાની છીપવાડ’ -સુરત ખાતે હાથથી કમ્પોઝ કરાતાં પુસ્તકો છાપવાના પ્રેસથી શરૂઆત કરીને બે પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાઓના માલિક  –  જે માત્ર પ્રકાશન કરતી વેપારી સંસ્થા નહીં પણ સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક ફેરફારો માટેની લોકમાન્ય પીઠિકા બની રહી છે.
  • ‘સાહિત્ય સંગમ’ વિશે એક સંશોધન લેખ શ્રીમતિ શાંભવી પંડ્યાએ તૈયાર કરેલો છે.
  • સુરતની ‘સાહિત્ય સંગમ’ સસ્થામાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી પ્રકાશનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના મુખ્ય મથક ‘સંસ્કાર ભવન’માં દર મહિને પાંચ થી છ સાહિત્ય અને કળાને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.
  • ટીવીના વધતા જતા પ્રભાવ સામે વાંચન રસ કેળવાય તે માટે સસ્તી ચોપડીઓ પ્રજાને મળી રહે , તે માટે સતત કાર્યરત. ‘ગ્રંથ યાત્રા’ યોજના હેઠળ માત્ર ૫૪૫ ₹ માં દર વર્ષે ૨૩ પુસ્તકોનું વિતરણ એ આનો આંખે ઊડીને વળગે તેવો દાખલો છે.
  • તેમની પ્રારંભિક રચનાઓ  ‘પ્રાણ જાગો રે!’ અને ‘નારી નરનું રમકડું’ બહુ જ લોકપ્રિય બનેલી છે.
  • બંધારણીય સુધારણાઓ માટે તેમણે સૂચવેલા સુધારાઓમાંથી ૧૫ સ્વીકારવામાં આવ્યા છે.
  • તેમના જીવન અને દર્શનના નિચોડ જેવું પુસ્તક ‘ -‘The World of My Dream’ તેમનું શ્રેષ્ઠ સર્જન છે.

રસના વિષયો

  • સાહિત્ય, રાજકારણ, પત્રકારિત્વ, ખેતી, વાંચનનો પ્રસાર

The World of my dream-Front-Eng

રચનાઓ

સાભાર 

  • શ્રીમતિ મૌલિકા દેરાસરી

જનક નાયક, Janak Naik


Janak Naik


jn8

તેમના બ્લોગ પર અહીં ક્લિક કરીને પહોંચી જાઓ

js

આ ચિત્ર પર ક્લિક કરી તેમની યાદમાં યોજાયેલ સ્મૃતિ સમારોહનો અહેવાલ વાંચો.

જન્મ

  • ૧૩, ઓગસ્ટ – ૧૯૫૪, મુંબાઈ

અવસાન

  • ૧૬, એપ્રિલ – ૨૦૧૭, સુરત

કુટુમ્બ

  • માતા -રેખાબહેન  , પિતા – નાનુભાઈ
  • પત્ની – જયશ્રી , પુત્ર – ચિંતન , પુત્રી – દુર્વા

શિક્ષણ

  • બી.કોમ, એમ.એ., NDHSC ( Naturopathy)

વ્યવસાય

  • સાહિત્ય સંગમ’ પ્રકાશન સંસ્થા

તેમની યુ-ટ્યુબ ચેનલ

તેમના વિશે વિશેષ

  • નર્મદ સાહિત્ય સભાના મંત્રી, ‘સાહિત્ય સંગમ’હેઠળ અનેક કાર્યક્રમો યોજ્યા હતા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના વિકાસ મંત્રી
  • સંવેદન અને સુખી જીવન સામાયિકોના તંત્રી
  • બાળકોના વિકાસમાં અત્યંત ઋચિ. બાળકોને વાર્તાઓ કહેવી, તેમની પાસે કહેવડાવવી, લખાવવી, પ્રશ્નોત્તર કરવા, ચર્ચાઓ કરાવવી વિ.
  • પોતાની ષષ્ઠીપૂર્તિ વખતે ૬૦ શાળાઓમાં સાભિનય વાર્તાકથનના પ્રયોગો
  • ‘ગુજરાત મિત્ર’માં દર ગુરૂવારે ‘મનના મઝધારેથી’ કોલમના લેખક
  • તેમનાં પુસ્તકો કેવળ શબ્દ વિલાસ ન રહેતાં અનેક લોકોનાં જીવનને ઉન્નત બનાવતાં સાબિત થયાં છે.

jn5

રચનાઓ

jn7

તેમનાં પુસ્તકો – ‘પુસ્તક સાગર’ પર

jn1jn2jn3

સન્માન 

  • ૧૯૯૪ – નવચેતન ચન્દ્રક
  • ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ
  • ૨૦૦૧ – નંદ શંકર ચન્દ્રક
  • ૨૦૦૨ – સ્વ. સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક
  • ૨૦૦૨ – ટાગોર ઈન્ટરનેશનલ કલ્ચર અને લિટરેચરનો ગુજરાત એવોર્ડ
  • ૨૦૦૨ – ગીજુભાઈ બધેકા એવોર્ડ
  • ૨૦૧૨ – ધૂમકેતુ એવોર્ડ

સાભાર

  • શ્રી. નાનુભાઈ નાયક

જય ગજ્જર, Jay Gajjar


jay_gajjar.JPGતેમના અવસાનના માઠા સમાચાર મળતાં આ પરિચય સુધારા/ વધારા સાથે ફરીથી પ્રકાશિત કરવામાં આવે છે.

__________________________________________ Read more of this post

રમણ પાઠક, Raman Pathak


raman_pathak.jpg

“મંદીર બાંધવા કરતાં જાહેર સંડાસ બાંધો.”

સારા માણસ થવામાં તો સુખ-આનંદ છે, પછી મુશ્કેલી જ ક્યાં ?

‘ગુજરાત મિત્રે’માં વસંતોત્સવ

તેમના પુસ્તક ‘વિવેક વલ્લભ વિશે’ 

–  ‘રીડ ગુજરાતી’ પર તેમના વિચારો

તેમની આત્મકથાના લોકાર્પણ વખતે નાનુભાઈ નાયકે આપેલ ‘પરિચય’ પ્રવચન

#   એક લેખ 

# આધુનિક મહર્ષિ -વલ્લભ ઇટાલિયા

—————————————————————–

જન્મ

  • 30 –  જુલાઈ , 1922  ;   રાજગઢ (પંચમહાલ)

અવસાન

  • ૧૨, માર્ચ – ૨૦૧૫, બારડોલી

કુટુમ્બ

  • માતા – ઈચ્છાબા ; પિતા – હિંમતલાલ
  • પત્નીસરોજ ( લેખિકા ) ; પુત્રી – શર્વરી

અભ્યાસ

  • પ્રાથમિક , માધ્યમિક –  રાજગઢ
  • બી. એ  – એમ. ટી. બી. કોલેજ, સુરત
  • એમ. એ.  – ગુજરાત યુનિ. ( 40 વર્ષની ઉમ્મરે, સુવર્ણ ચન્દ્રક સાથે ! )

વ્યવસાય

  • 1948- 68   –   પત્રકારત્વ
  • લેખન

જીવનઝરમર

  • જ્ઞાતિની કન્યા સાથે થયેલી સગાઇ તોડી પરજ્ઞાતિના સરોજબેન સાથે માત્ર બે રૂપીયાના ખર્ચે પરણ્યા.
  • મુંબાઇના ‘હિન્દુસ્તાન’ દૈનીકના તંત્રીવિભાગમાં
  • પછી સોવિયેટ રશીયાના માહીતિ ખાતામાં મુખ્ય સંચાલક
  • 1968 – બધું છોડી શેક્ષણ ક્ષેત્રે
  • સુરતના ‘ ગુજરાત મિત્ર’  માં ‘રમણ ભ્રમણ’ નામની બહુ જ લોકપ્રિય અને સમાજના કુરિવાજો અને ધાર્મિક અંધશ્રધ્ધાની સામે લાલબત્તી ધરતી કોલમના લેખક  
  • પ્રખર વિવેકપંથી( Rational thinker), ગુજરાતમાં રેશનાલીઝમના પિતામહ
  • બાળકોની અને સ્ત્રીઓની વેદનાઓ તેમના લખાણોનો મુખ્ય વિષય

વ્યવસાય

  • શિક્ષક, પત્રકાર, પછી આકાશવાણી-દિલ્હીમાં સમાચારપ્રસારક
  • “સોવિયેત સમાચાર”માં સંપાદક
  • દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક

મુખ્ય રચનાઓ

  • નવલકથા -ઓથાર
  • વાર્તા – સબસે ઊંચી પ્રેમસગાઈ, પ્રીત બંધાણી, અકસ્માતના આકાર.
  • હાસ્યલેખ  – હાસ્યલોક, હાસ્યોપનિષદ
  • ચિંતન/  નિબંધ  – આક્રોશ, રમણભ્રમણ, આંસુ અનરાધાર, વિવેક વલ્લભ
  • સંપાદન – સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ
  • અનુવાદ – ધીરે વહે છે દોન, ચેખોવની શ્રેષ્ઠ નવલકથાઓ

સાભાર

  • શ્રી. હરીશ રઘુવંશી

મોહનલાલ દવે, Mohanlal Dave


Mohanlal_Dave“ હું સાક્ષર નથી; ધંધાદારી લેખક છું. પૈસા આપો તો સારૂં લખી દઉં.” – કદાચ… બહુ ઓછા આર્થિક રીતે સફળ ગુજરાતી લેખકોમાંના એક! — મૂળ લેખ ( ‘ઇન્હેં ન ભુલાના’માં ) – – —————————————————— જન્મ

  • ૧૮૮૩, લીલિયા મોટા,જિ. અમરેલી

અવસાન

  • ૨૦, ડિસેમ્બર – ૧૯૬૯

કુટુમ્બ

  • માતા – ? ; પિતા– ગોપાળજી
  • પત્ની –  ? ( લગ્ન – ૧૯૦૬); સંતાન – બે પુત્રી, એક પુત્ર

શિક્ષણ

  • ગુજરાતી સાત ચોપડી

વ્યવસાય

  • શરૂઆતમાં વતનમાં શિક્ષકની અને પરચુરણ નોકરીઓ
  • પછી આખું જીવન મૂંગી ફિલ્મોની વાર્તા/ પટકથા લખવામાં

Mohanlal Dave_2 તેમના વિશે વિશેષ

  • શરૂઆતમાં મહિને સાત રૂપિયાના પગારે શિક્ષક
  • નસીબ અજમાવવા ખિસ્સામાં પાંચ રૂપિયાની મુડી લઈને મુંબાઈ પ્રયાણ. શરૂઆત લોજમાં પિરસણિયા તરીકે. ત્યાં એક વેપારીને છાપું કડકડાટ વાંચી સંભળાવતાં તેમને ત્યાં નોકરીએ.
  • ૧૯૦૫ – મહિને દસ રૂપિયાના પગારે કરાંચી જતી સ્ટીમર પર
  • ૧૯૦૬ – કંઠમાળનો રોગ લાગુ પડતાં દેશ પાછા આવ્યા. અનેક દવાઓ લીધી અને ઓપરેશન પણ કરાવ્યું પણ કશો ફરક ન પડતાં નર્મદા કિનારે ૐકારેશ્વર ગયા; અને ત્યાં રોગ દૂર થયો.
  • ૧૯૦૭ – ઇલેક્ટ્રિકના ધંધામાં નોકરીએ,સાથે સાથે જાહેરખબરો લખવાનું કામ
  • નવી શરૂ થયેલી મૂંગી ફિલ્મોનાં ટાઈટલ બનાવવાના કામથી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ. સોરાબજી શેઠ સાથે ૫૦ % ભાગીદારીમાં ધંધો
  • ૧૯૧૧ –માણેકજી શેઠના ઇમ્પિરિયલ સિનેમાની જાહેરાત તેમણે લખી હતી.
  • મહિને ૭૦૦/- રૂપિયાની, એ જમાનામાં મબલખ આવકે પહોંચી ગયા!
  • ૧૯૧૬-૧૭ પાટણકર ફ્રેન્ડ્સ એન્ડ કમ્પનીમાં ‘કિંગ શ્રીયાલ’ અને ‘રામ વનવાસ’ ફિલ્મોના વાર્તા-સંવાદો લખ્યા. આમાં નવા પ્રયોગો કરવાને કારણે પટકથા લેખક તરીકે પ્રતિષ્ઠીત.
  • ૧૯૧૯ – કબીર કમાલ; ૧૯૨૦ –કચ દેવયાની બહુ સફળ ફિલ્મો નિવડી.
  • કોહિનૂર ફિલ્મ કમ્પનીમાં મહિને બે વાર્તાઓ લખી આપવાનો કોન્ટ્રાક્ટ;સાથે ઇમ્પિરિયલ ફિલ્મ કમ્પનીમાં વાર્ષિક ૩૦,૦૦૦ ના મહેનતાણાથી વાર્તા લખવાનો કોન્ટ્રાક્ટ. એ કોન્ટ્રાક્ટ છ વર્ષ ચાલ્યો
  • લેખનમાંથી ઘણું કમાયા અને સાંતાક્રુઝમાં ‘ભાસ્કર ભુવન’ નામનો બંગલો બનાવ્યો; અને ઝવેરી બજારમાં દુકાન પણ કરી.
  • ૧૯૧૮-૧૯૩૩ – ૧૫૦થી વધારે (કદાચ ૩૦૦) મુંગી ફિલ્મોમાં પટકથા અને સંવાદો લખ્યા હતા.
  • બોલતી ફિલ્મો શરૂ થયા પછી પણ એ સિલસિલો ચાલુ રહ્યો – ઇમ્પિરિયલ, જયન્ત પિક્ચર્સ, સનરાઈઝ ફિલ્મ વિ.માં.
  • સાન્તા ક્રુઝની આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલની સ્થાપનામાં નોંધપાત્ર પ્રદાન
  • વતનમાં પણ હાઈસ્કૂલ, પુસ્તકાલય, પાઠશાળા અને મદિર બનાવડાવ્યાં હતાં.
  • પાછલી જિંદગીમાં આંતરડાનું કેન્સર અને પછી પડી જવાને કારણે પગમાં ફ્રેક્ચર

 સાભાર

  • શ્રી.હરીશ રઘુવંશી, ‘ઇન્હેં ન ભુલાના’
  • ડો.કનક રાવળ

નાનાભાઈ જેબલિયા, Nanabhai Jebaliya


Nanabhai Jebalia

“ નામે નાના પણ કામે જેબદાર “
– રાધેશ્યામ શર્મા

“ઓછું લખવું પણ, ઓછું ન ઊતરે એટલું ને એવું લખવું.”

“ ‘ણ’ ને આંગણે
હેલ્યુંના ખણેણાટ,
કાબીયુંના રણેણાટ,
સાથળ પિંડીઓના વળેળાટ,
જોબનના ઝળેળાટ
પગલાનાં કડેડાટ,
કાજળ કંકુનાં હડેડાટ


‘ણ‘ હવે હરડ ફરડ,
‘ણ’ ગામ ગામતરે,
’ણ’ નાળિયેર શોધે,
‘ણ’ રૂપિયો શોધે… ”

પ્રેરક અવતરણ
“દુઃખ તમારા હૃદયને જેટલું ઊંડું કોતરશે, એટલું જ સુખ તમે એમાં સમાવી શકશો.”
– ખલીલ જિબ્રાન

–  સ્મરણાંજલિ ( રજનીકુમાર પંડ્યાના બ્લોગ ‘ઝબકાર’ પર.)

____________________________________________________________

સમ્પર્ક

  • 303, 3 જા માળે, ગેલેક્સી પાર્ક, ચલા, દમણ રોડ, વાપી – 396 191

ઉપનામ

  • અતિથિ

જન્મ

  • 11, નવેમ્બર- 1938; ખાલપર ( તા. સાવરકુંડલા, જિ. ભાવનગર)

અવસાન

  • ૨૫, નવેમ્બર -૨૦૧૩

કુટુમ્બ

  • માતા – રાણુબા; પિતા – હરસુરભાઇ
  • પત્ની– કાનુબેન ( લગ્ન – 1965); પુત્રો – રાજેન્દ્ર, વિજય

અભ્યાસ

  • સોનગઢ અધ્યાપન મંદિરમાંથી જુનીયર પી.ટી.સી.

વ્યવસાય

  • વંડા કેન્દ્રની કુમારશાળામાં પ્રાથમિક શિક્ષક

જીવનઝરમર

  • પ્રેરણામૂર્તિ સ્વ. ભોજરાજગિરિ ગોસ્વામી
  • ક.મા.મુન્શી અને ઝ. મેઘાણીની રચનાઓનો પ્રભાવ
  • અંગ્રેજી ભાષાથી બહુ પરિચિત નથી
  • પ્રથમ મૌલિક કૃતિ – ‘લાડકું ભાંગે’ – ચાંદની માસિકમાં
  • મોટા દેખાવાનં ફાંફાં મારવાં કે ફિશિયારીભર્યા ફાંકામાં રહેવા ફડાકા ઝાટકવા પડે એ કરતાં નાના રહીને લોક કથા સાહિત્યમાં જેબદાર લખાણોથી જ ઓળખાવાનું પસંદ કરે છે.
  • ફૂલછાબ, જયહિંદ, પ્રતાપ, ગુજરાતી ટાઇમ્સ ઓફ ઈન્ડીયામાં વાર્તાઓ/ લેખો છપાયા છે.
  • ‘ચટાકચોરો’ કોલમના લેખક
  • ‘સંદેશ’માં ‘અલખનો ઓરડો’ કોલમમાં હાસ્યહારડા અને કટાક્ષકોરડા પીરસ્યા છે.
  • કોઈ વાહન ચલાવતાં આવડતું નથી.
  • એક વખત બસમાં એટેચી ચોરાઈ જતાં ટિકીટની રકમ ન ચુકવી શક્યા ત્યારે એક અજાણ્યા મુસાફરે લેખક તરીકે ઓળખીને ટિકીટની રકમ ચુકવી દીધેલી.
  • ઈશ્વર અને ગુરુમાં સમ્પૂર્ણ શ્રદ્ધા, પૂજાપાઠ કરતાં ધ્યાનમાં વધુ રુચી
  • કુરૂઢિઓનો વિરોધ – પોતાના અને પુત્રના લગ્નમાં ફેરફારો કર્યા, ઘરમાં ઘુંઘટપ્રથાને તિલાંજલિ
  • વર્ણાશ્રમ પ્રથાને ધીક્કારે છે.
  • એક વખત બસ ઉંધી પડતાં માંડ બચેલા

શોખ

  • ચિત્ર અને સંગીત, હાર્મોનિયમ અને તબલાં વગાડતા હતા

રચનાઓ – 30 પુસ્તકો

  • નવલકથા – મેઘરવો, રંગ બિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકી ધરા વંકાં વહેણ,એંધાણ, સૂરજ ઊગ્યે સાંજ, ભીનાં ચઢાણ, અરધા સૂરજની સવાર, અમે ઊગ્યા’તા શમણાંને દેશ
  • નવલિકા– શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ
  • હાસ્યકથાઓ – સૌરાષ્ટ્રનો લોકવિનોદ, ધકેલ પંચા દોઢસો
  • બાળનાટકો અને બાળવાર્તાઓ

સન્માન

  • ટૂંકી વાર્તા સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રકો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર- રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સહિત્યકોશ , ખંડ -2
%d bloggers like this: