ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વિજ્ઞાન

મનસુખ સલ્લા, Mansukh Salla


માનવતાના કેળવણીકાર
અને
સમાજ ઉત્કર્ષના સાહિત્યકાર

મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.

રીડ ગુજરાતી પર તેમનો એક લેખ – પૂણ્યનું વાવેતર

જન્મ

૨, નવેમ્બર – ૧૯૪૨ ; ગામ – નેસડી, સાવરકુંડલાની નજીક , અમરેલી જિલ્લો

કુટુમ્બ

માતા– વિમળાબેન ; પિતા – મોહનલાલ
પત્ની – કલ્પનાબેન પુત્ર – નિશીથ; પુત્રીઓ – માધવી( વિનોબા આશ્રમ, ગોત્રીમાં પતિ સાથે વ્યવસ્થાપક ) , સ્વાતિ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – સાત ધોરણ સુધી વતનમાં ; આગળનું ભણતર ખડસલી લોકશાળામાં
૧૯૬૩ – બી.એ. – લોકભારતી સણોસરા
૧૯૬૬ – એમ .એ., ગુજરાત વિદ્યાપીઠ

વ્યવસાય

૧૯૬૬ – આંબલામાં શિક્ષક
૧૯૬૭ – ૧૯૮૨ લોકભારતી, સણોસરામાં અધ્યાપક
૧૯૮૨ – ૨૦૦૩ – લોકભારતીમાં આચાર્ય

તેમના વિશે વિશેષ

  • પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું.
  • સોની પરિવારનાં માતાએ ખેતરમાં મજૂરી પણ કરી હતી. પણ પછી શિક્ષણ મેળવી સિવણકામ કરતાં અને બાલવાડીનાં શિક્ષિકા પણ બનેલાં  
  • બી.એ. અને એમ.એ. બન્નેમાં પ્રથમ વર્ગમાં પ્રથમ
  • શિક્ષક, આચાર્ય, ડીન, સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સેનેટ, સિન્ડિકેટ કે એકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીના ગર્વનિંગ બોડીના સભ્ય
  • તેમના અનેક વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં સમાજનિષ્ઠા સાથે સ્થાયી થયા છે.
  • ૨૦૦૩ થી – અમદાવાદના રામદેવનગરમાં નિવાસ
  • હાલ ગુજરાત કેળવણી પરિષદના સારથિ તરીકે તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે.

રચનાઓ

  • હૈયે પગલાં તાજાં
  • માણસાઈની કેળવણી
  • અનુભવની એરણ પર
  • તુલસીનક્યારાના દીવા
  • ગાંધીઃ દુનિયાની નજરે

સન્માન

નર્મદ ચંદ્રક

સાભાર

શ્રી. રમેશ તન્ના – તેમની ફેસબુક દિવાલ પરથી
[ https://www.facebook.com/ramesh.tanna.5/posts/10157959236577893 ]

નાગેન્દ્ર વિજય, Nagendra Vijay


વિજ્ઞાનના પૂજારી

વિકિપિડિઆ પર
નાગેન્દ્ર વિજય ; સફારી મેગેઝિન ; યુ-ટ્યુબ ચેનલ

લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી.  –
નગેન્દ્રવિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્ટેડ ગુણવત્તા.

–  ઉર્વીશ કોઠારી
[ તેમના બ્લોગ પર સરસ પરિચય ]

જન્મ

૧૫, ડિસેમ્બર – ૧૯૪૪ ; અમદાવાદ

કુટુમ્બ

માતા– વસંતલીલા ; પિતા – વિજયગુપ્ત ( એમનો પરિચય અહીં )
પત્ની – પુશ્કર્ણા, પુત્ર – હર્ષલ, વિશાલ વાસુ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – ?
ઉચ્ચ – ?

વ્યવસાય

લેખક, પ્રકાશક

તેમના વિશે વિશેષ

  • ૧૪ વર્ષની ઊંમરે કલમ હાથમાં પકડી, 
  • અંગ્રેજીમાં ‘સફારી’ સામાયિકના તંત્રી
  • નાગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ
  • જન્મભૂમિ પ્રવાસી, વેણી, મુંબઇ સમાચાર, ગુજરાત મિત્ર, અભિયાન, શ્રીરંગ, ગુજરાત સમાચાર, સંદેશ- આ બધાં અખબારો-સામયિકોમાં કોલમ

રચનાઓ

  • General Knowledge Factfinder (જનરલ નોલેજ ફેક્ટફાઈન્ડર) (4 volumes)
  • Pastime Puzzles (પાસટાઈમ પઝલ્સ) (2 volumes)
  • Hydroponics (હાઇડ્રોપોનિક્સ)
  • Yuddh 71 (યુદ્ધ ૭૧)
  • Einstein and Relativity (આઇનસ્ટાઈન અને સાપેક્ષવાદ)
  • Vishwavigrahni yaadgar yuddhakathao (વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓઃ volume 1 to 3)
  • Mathemagic (મેથેમેજિક)
  • Samaysar (સમયસર)
  • Safari Jokes (સફારી જોક્સ)
  • Vismaykarak Vigyan (વિસ્મયકારક વિજ્ઞાન)
  • Mosad na Jasusi missiono (મોસાદના જાસૂસી મિશનો)
  • Super quiz (સુપર ક્વિઝ)
  • Cosmos (કોસ્મોસ)
  • Aasan Angreji (આસાન અંગ્રેજી)
  • Jate banavo: Model vimaan (જાતે બનાવો: મોડેલ વિમાન volume 1-2)
  • Ek vakhat evu banyu (એક વખત એવું બન્યું…)
  • 20th Century: Aitihasic Sadini 50 ajod satyaghatnao (20th Century: ઐતિહાસિક સદીની ૫૦ અજોડ સત્યઘટનાઓ)
  • Prakriti ane Pranijagat (પ્રકૃતિ અને પ્રાણીજગત)

પંકજ જોશી, Pankaj Joshi


રીડ ગુજરાતી પર તેમની સાથે એક મૂલાકાત

વિકિપિડિયા પર

વિજ્ઞાનના વિખ્યાત સામાયિક Scientific American’ માં તેમના બે લેખ

ગૂગલ સ્કોલર તરીકે તેમની વિગતો

‘આજકલ’ પર એવોર્ડ સમાચાર

સંપર્ક
ઈમેલ – psjcosmos@gmail.com

જન્મ
૨૫, એપ્રિલ , ૧૯૫૩; શિહોર ( ભાવનગર જિ. )

કુટુમ્બ
માતા – અરૂણા  ; પિતા – શાંતિલાલ
પત્ની -દિવ્યા ;  દીકરી – નુપૂર

શિક્ષણ
૧૯૭૫ – એમ.એસ.સી.
૧૯૭૯ – પી.એચ.ડી.

વ્યવસાય
TIFR માં સિનિયર પ્રોફેસર
ચારૂસેટ યુનિ. ના કુલપતિ ( Provost)  

તેમના વિશે વિશેષ

  • ઘરશાળાના વિદ્યાર્થી , બાળપણથી વિજ્ઞાનમાં ઊંડો રસ.
  • માતાના પિતા ચંદ્રશંકર યાજ્ઞિકે શિહોર વગેરે વિસ્તારમાં ખૂબ સામાજિક કાર્ય કર્યું હતું.
  • તેમનો પી.એચ.ડી. માટેનો વિષય – ‘A Study of Causality Principle in General Relativity’.
  • બ્લેકહોલની તસવીર લેવાની ઐતિહાસિક ઘટનામાં માતબર પ્રદાન.
  • બ્લેક હોલ અને તારાઓની મૃત્યુ પછીની સ્થિતિ અંગે નેકેડ સિંગ્યુલારિટી નામની થિયરીના સંશોધક
  • તેમના સંશોધનને ધ્યાનમાં લઇને સ્ટિફન હોકિંગે તેમને ૧૯૮૩માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આમંત્રણ આપીને બોલાવ્યા હતા. સ્ટિફન હોકિંગને તેઓ પોતાના ગુરૂ માનતા.
  • વિશ્વની અનેક સંસ્થાઓમાં વિઝિટિંગ પ્રોફેસર
  • ચારુસેટમાં આવતા પહેલાં મુંબઇ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના ડિપાર્ટમેન્ટ ઑફ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં સિનિયર પ્રોફેસર.
  • આણંદ પાસે ચાંગા ગામમાં આવેલ ચારુસેટ યુનિ. ના કુલપતિ
  • તેમના નામે 200 જેટલા પબ્લિકેશન્સ ઈન્ટરનેશનલ જર્નલ્સ અને બુક્સમાં છે.
  • સાતથી વધુ વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી પીએચ ડી.ની પદવી મેળવી છે. તારાઓના વિલય અંગેની તેમની ફાયર બોલ થીયરી આજે વિશ્વમાં ચર્ચામાં છે. તાજેતરમાં અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ `સાઇન્ટિફિક અમેરિકન’ મેગેઝીને તેમનો લેખ તથા કાર્ય કવર સ્ટોરી તરીકે પ્રસિદ્ધ કર્યું છે જેનો વિશ્વની પંદરથી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.

રચનાઓ

ગુજરાતીમાં – કુતુહુલ, બાળ શ્રેણી, ભાગ ૧,૨; કુતુહુલ, કિશોર શ્રેણી, ભાગ ૧,૨; પ્રયોગોની મઝા, અવનવા પ્રયોગો, તારા સૃષ્ટિ, બ્રહ્માંડ દર્શન, બ્રહ્માંડ-ગોષ્ઠિ

અંગ્રેજીમાં – અનેક સંશોધન લેખો અને વિજ્ઞાન સંબંધી પુસ્તકો

સન્માન
વિધ્યાવિકાસ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સારસ્વત ગૌરવ એવોર્ડ

૨૦૨૦ – સાયન્સ ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના એવા ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીનો વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ

વલ્લભરામ વૈદ્ય , Vallabhram Vaidya


Vallabhram_1– પ્રખર આયુર્વેદાચાર્ય, સંશોધક, પંડિત, વિચારક, લેખક, ફિલસૂફ, સંગીતજ્ઞ

————————————————————-

નામ

  • વલ્લભરામ વિશ્વનાથ દવે

જન્મ

  • ૧૯૦૩? – ૧૯૦૪?;  થોરિયાળી-ધ્રોળ પાસે

અવસાન

  • ૧૯૮૬    અમદાવાદ

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – વિશ્વનાથ
  • પત્ની – કાશીબેન; પુત્રો – રમાકાન્ત, રાધેકાન્ત, ચન્દ્રકાંત,  હરકાન્ત,  મણીન્દ્ર, જીતેન્દ્ર; પુત્રી – જ્યોતિ

અભ્યાસ

  • પ્રાથમિક  શિક્ષણઃ નોન-મેટ્રિક,પડધરી(રાજકોટ પાસે)
  • આયુર્વેદાચાર્ય (-  ?)

પત્ની - કાશીબેન

પત્ની – કાશીબેન

પિતા સાથે - યુવાનીમાં

પિતા સાથે – યુવાનીમાં

તેમના વિશે વિશેષ

  • એલોપથી,હોમિઓપથી,યુનાની વિગેરે અન્ય ચિકિત્સા પધ્ધતિઓના તુલનાત્મક અભ્યાસી
  • અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં વનસ્પતિ શાસ્ત્ર ઉપર વાંચીને તેમાં પારંગત થયા
  • વનસ્પતિશાસ્ત્રી તરીકે વર્ષો સુધી હિમાલય અને અન્ય પ્રદેશોમાં ભ્રમણ કરીને વનસ્પતિઓનાં નમૂના એકઠા કર્યા.
  • નાની ઉમ્મરથી ઉત્તરકાશી-ગંગોત્રી નિવાસી સદગત સ્વામીશ્રી તપોવન મહારાજના શિષ્ય. પ્રતિ વર્ષ સ્વામીજી પાસે આધ્યાત્મિક અને દર્શનોના અને આયુર્વેદના અભ્યાસ માટે  હિમાલય જતાં. સ્વામીજીના ત્રણ શિષ્યોમાના કદાચ તેઓ સૌ પ્રથમ વૈદ્યરાજ થયાં.
  • તેમના સહાધ્યાયીઓમાં સ્વામિ ચિન્મયાનંદજી (ચિન્મય ટ્રુસ્ટ) અને સ્વામિ સુન્દરાનંદજી (જે પછી અજ્ઞાત રહ્યા છે.)
  • આશરે ૧૯૨૭-૧૯૨૮ ના સમયે વૈદ્યરાજે ચુપચાપ ગ્રહત્યાગ કરેલો અને તપોવનજી મહારાજ પાસે પૂર્વસંન્યાસ દીક્ષા લઈ,  ભગવા ધારણ કરીને જટાધારી બન્યા.પિતાને તેમની ભાળ દસ-બાર મહિને મળેલી.  તેમણે તપોવનજી મહારાજ પાસે જઈને ફરિયાદ કરી એટલે સ્વામીજીએ વૈદ્યરાજને ગ્રહસ્થાશ્રમમાં પાછા   ફરવાનો  આદેશ આપ્યો..
  • વિવિધ પત્ર-પત્રિકાઓમાં આયુર્વેદ વિષે લેખો
  • “સંદેશ” (અમદાવાદ)માં “આરોગ્ય અને દિર્ઘજીવન”ની લેખ માળા જે આગળજતાં પુસ્તક્ર રુપે પ્રસિધ્ધ થયેલી.
  • ગુરુદેવ સ્વામિ તપોવનજી માત્ર સંસ્ક્રુત ભાષામાં જ લખતા. વૈદ્યરાજે તેમના ઘણા પુસ્તકો અને ટીકાના હિન્દી અનુવાદપોતે લખેલી ટીકા સાથે પ્રકાશિત કર્યા. આજે પણ તે પુસ્તકો ચિન્મય ટ્રુસ્ટની  દેશ-વિદેશની  શાખાઓમાં  ઉપલધ્ધ છે.
  • ગુજરાત યુનિવર્સીટીમાં આયુર્વેદ કેકલ્ટી ની સ્થાપના માટે તેમના ભગીરથ પ્રયત્નો પછી તેમને સફળતા મળી.તેઓ આયુર્વેદ કેકલ્ટીના પ્રથમ ડીન અને યુનિવર્સિટીની સિન્ડીકેટના સદસ્ય થયા.તેમણે A.M.S  ડિગ્રી માટે નો અભ્યાસ ક્રમ ઘડ્યો જે આજે પણ ચાલુ છે.
  • તેમણે વનસ્પતિઓનો મોટો સંગ્રહ કરી, વૈજ્ઞાનિક ઢબે એક પ્રદર્શન તેમના સ્વ.માતુશ્રીના નામે તૈયાર કરીને આગળ જતાં કોઈ સંસ્થાને દાનમાં આપી દીધું
  • મહારાષ્ટ્રના આયુર્વેદ બોર્ડના સદસ્ય
  • ગુજરાતના અને સૌરાષ્ટ્ર ના ‘વૈદ્ય મંડળ’ના સદસ્ય
  • જામનગરની આયુર્વેદ કોલેજના પ્રિન્સીપાલ
  • ગુજરાત રાજ્યની સિન્ડિકેટના સદસ્ય.
  • ગુજરાત રાજ્યની આયુર્વેદ કેકલ્ટીના ચેરમેન
  • ગુજરાત પ્રદેશ વૈદ્ય મંડળનાં આજીવન સદસ્ય
  • રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ ખાદી પહેરવાનું અને અસ્પ્રુશ્યોની સારવાર કરવાનું શરુ કર્યું.
  • બીજા વિશ્વયુધ્ધ વખતે ક્વિનાઈનની અછત લીધે મેલેરિયાનો ફેલાવો ચાલ્યો. વૈદ્યરાજે અનેક પ્રયોગો પછી “સર્પાશિની” નામની ઔષધ તૈયાર કરી અને અમદાવાદના ‘મજુર મહાજનને’ હજારો ગોળીઓ વિના મૂલ્યે મજુરો,કામદારો અને અન્ય જરૂરિયાતમંદોને વહેંચવા પહોંચાડી.
  • ભાવનગરની ‘શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થા’ના સંચાલકો નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, ગિજુભાઈ બધેકા તેમના મિત્રો હતાં. ગિજુભાઈની પ્રેરણાથી તેમણે અંજારમાં મોન્ટેસોરી બાલમંદિર શરુ કરાવ્યું.પોતાના કુટુંબના બાળકોને પણ  ત્યાં અભ્યાસ  માટે મોકલ્યા.
  • શાસ્ત્રીય સંગીતના શોખને લીધે એક ઉસ્તાદ પાસે તબલા વાદનમાં નિપુણતા મેળવી.
  • પરિવારમાં પણ રોજ સવાર-સાંજ “આશ્રમ ભજનાવલી”માંથી ભજનો ગાવાની પ્રથા શરુ કરી.
  • તેમણે નાનાભાઈ ભટ્ટ પાસે ગાંધીજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરેલી.ત્યારે વિજયાબેન પટેલ( ગાંધીજીએ તેમના  આશ્રમમાં પોતાની પુત્રી તરિકે રાખેલા તે) માંદા રહેતાં અને કોઈ વૈદ્ય કે ડોક્ટરના ઉપચારોથી નિરોગી નહી થઈ શક્યા. નાનાભાઈએ સુચન કર્યું કે, આ બેનને સાજા કરી દો તો તમને ગાંધીજી પાસે લઈ જશે. વિજયાબેન સારા થઈ ગયા એટલે તેમણે વૈદ્યરાજનો ગાંધીજી સાથે પરિચય કરાવ્યો.
  • ગાંધીજીની ઈચ્છા હતીકે “કસ્તુરબા ગાંધી તટ્ર્સ્ટ”ના આશ્રમે વૈદો તૈયાર કરીને ગામડે ગામડે પહોચાડવાં.તેઓને ત્રીસેક જેટલાં ઓસડિયાનુ જ્ઞાન હોય જે લોકોના ઉપચારો માટે વાપરી શકે. આ યોજના અનુસાર ઉમેદવારો  તેમના ઘેર તાલિમ લેવા આવતા.
  • આયુર્વેદિક દવાના વાવેતર માટે એક વાડી પણ શરુ કરી હતી.
  • કવિહ્રદય હોવાને કારણે તેમનાં ‘આરોગ્ય અને દીર્ઘજીવન’ પુસ્તકમાં અનેક સ્થળે નાની મોટી કંવિતાઓ-કટાક્ષ કાવ્યો.
  • સન ૧૯૨૩માં ૧૮ વર્ષની ઉમ્મરે સંસ્ક્રુતમાં ગજાનનસ્તોત્રં ની રચના

રચનાઓ

  • આરોગ્ય અને દીર્ઘ જીવન
  • આયુ આરોગ્ય કેસરી
  • શ્રી સૌમ્યકાશીસ્તોત્ર મૂલમ(તપોવન્જી લિખિત નો અનુવાદ)
  • શ્રી પાતંજલ યોગદર્શનં વ્યાસ ભાષ્ય સમેતં (સટીક હિંદી અનુવાદ)
  • શતરુદ્રીરીયં અશ્વમેધસહિતં-(સટીક ગુજરાતી અનુવાદ)
  • સ્વામિ તપોવનમ અન્ય ચાર કે પાંચ પુસ્તકો.
  • ગાંધીજી સાથે નો પત્ર વ્યહવાર Collected Works of Mahatma Gandhiમાં પ્રકાશિત થયો છે.

સાભાર

  • ડો.રાધેકાંત વલ્લભરામ દવે
  • ડો.કનક રાવળ

એચ. એલ. ત્રિવેદી, Dr. H. L. Trivedi


HLTrivediવિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપાલન્ટ માટે જાણીતાં તબીબ.

– તેમનાં શૈક્ષણિક, વ્યવસાયિક જીવન અને પ્રકાશનોનો વિગતવાર હેવાલ

–  વિશ્વ કિડની દિવસે 50,000 નાગરિકોની નિઃશુલ્ક તપાસનું આયોજન.

–  ડૉ. એચ.એલ. ત્રિવેદીના માર્ગદર્શનમાં ૪૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટનો ર્રેકોર્ડ.

–   નેફ્રેટિસ નામક કિડનીને લગતાં રોગના ઉપચાર માટે સ્ટેમ સેલ પદ્ધતિ દ્વારા નિરાકરણ.

–  ડાયાબિટીસના દર્દીમાં સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન મેકિંગ અને રેગ્યુલેટરી સેલનું પ્રત્યારોપણ કરી દર્દીને ઇન્સ્યુલિન મુક્ત કરવાની શોધ.

#  કિડની મશીનનું ઉધાટન – એક ‘સરસ’ લેખ

# તેમના જીવન પર આધારિત નવલકથા વિશે લેખ ‘વેબ ગુર્જરી’ પર

# તેમના વિશેની એક સત્યઘટના – ડો શરદ ઠાકરની કલમે 

———————————————————————-

નામ

  • ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી

જન્મ

  • ૩૧ ઑગસ્ટ, ૧૯૩૨, ચરાડવા, તા. હળવદ, જી. સુરેન્દ્રનગર, ગુજરાત.

અવસાન

  • ૨, ઓક્ટોબર – ૨૦૧૯; અમદાવાદ

સંપર્ક

  • ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના (આઇ.કે.ડી.આર.સી), ઈન્સ્ટીટ્યુટ ઑફ ટ્રાન્સ્પ્લાન્ટેશન સાઈન્સિઝ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસરવા, અમદાવાદ – ૩૮૦૦૧૬.

 કુટુંબ

  • માતા – શારદા, પિતા – લક્ષ્મીશંકર ત્રિવેદી
  • પત્ની – શારદા (સુનિતા) એચ ત્રિવેદી; સંતાનો – ?

 અભ્યાસ

  • પ્રિ-મેડિકલ, ધરમેન્દ્ર સિંહજી કોલેજ, રાજકોટ. (૧૯૫૩)
  • એમ.બી.બી.એસ, બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ. (૧૯૬૩)
  • ઈ.સી.એફ.એમ.જી, (૧૯૬૩)
  • ૧૯૬૩ થી ૧૯૬૯ સુધી વિદેશોમાં વિવિધ તબીબી તાલીમ.

 વ્યવસાય

  • ૧૯૬૦ – ૧૯૬૨, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
  • ૧૯૭૦ – ૧૯૭૭, અધ્યાપક અને સંચાલક, મેકમાસ્ટર યુનિવર્સટી, કેનેડા.
  • ૧૯૭૭ – ૧૯૮૧, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
  • ૧૯૮૧ થી અધ્યાપક અને સંચાલક, ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ (IKDRC), અમદાવાદ.

 

ડૉ. એચ.એલ. ત્રિવેદીના કાર્યને દર્શાવતી એક ડોક્યુમેન્ટરી.

 

ડૉ. એચ.એલ. ત્રિવેદી સાથે સંવાદ.

 તેમના વિષે વિશેષ

  • કુશાગ્ર બુદ્ધિમતતા અને એકાગ્રતા સાથે દેશ-વિદેશમાં ભણતર લીધું તથા વ્યવસાયિક અનુભવ મેળવ્યો.
  • કુશળ પ્રબંધક, સંશોધક અને શિક્ષક. વિદેશ છોડીને વતન પરત આવી દેશ અને સમાજ માટે જીવન સમર્પણ.
  • તેમની આત્મકથા “Tryst with Destiny” નો અનુવાદ ડૉ. શરદ ઠાકરે  ગુજરાતીમાં ‘પુરુષાર્થ પોતાનો: પ્રસાદ પ્રભુનો’ પુસ્તક લખીને કર્યો.

સન્માન

સાભાર

હરિનારાયણ આચાર્ય, Harinarayan Acharya


” ઉગે શશાંકુ રજનીરમણી ધીરેથી
આલિંગને ભુજ ભીડી નિજકંઠ બાંધે.
તારાવલી ચમકતી કહી વ્યોમભાગે
મંદાકિની જલપડ્યાં કુમુદાવલીશી.”
” તમે મને નોકરી અને પગાર મારી માનસિક શક્તિ માટે આપો છો કે, મારા પહેરવેશનો? એવું હોય તો, કાલથી નહીં આવું. ”
– ચડ્ડી અને બનિયન પહેરી મોટર સાયકલ રિપેર કરતાં, મોટરમાં બેસી ટકોરતા મિલ માલિકને
– – “પ્રકૃતિ” સામયિક તો હરિનારાયણ આચાર્યએ પોતાનો પ્રાણ રેડીને ઉછરેલું તેમનું માનસસંતાન હતું. ……
હરિનારાયણ આચાર્ય અમદાવાદમાં વસંતકુંજ, એલિસબ્રિજ – અમદાવાદના ઘેરથી અમદાવાદના જ કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનના નિયામક એમના જેવડા જ વયોવૃદ્ધ રૂબિન ડેવિડને આવો કાગળ લખે. કાનખજૂરાના પગ અને ભીંગડાં ગણવાની આતુરતા બતાવે.
( શ્રી. રજનીકુમાર પંડ્યા)
————————————
જન્મ
  • ૨૫, ઓગસ્ટ- ૧૮૯૭, વીરમગામ; વતન – ઊંઝા

અવસાન

  • ૨૩,મે- ૧૯૮૪, અમદાવાદ
કુટુમ્બ
  • માતા-?, પિતા– ગિરધરલાલ
  • પત્ની – ? દીકરી –ઉષા
શિક્ષણ
  • પ્રાથમિક – ઊંઝામાં, માધ્યમિક – સિદ્ધપુર અને પાટણ
  • ૧૯૧૪– ગુજરાત કોલેજ , અમદાવાદમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ.
વ્યવસાય
  • ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, સંસ્કૃત અને તત્વજ્ઞાન વિષયોના અધ્યાપક
  • ૧૯૪૫ સુધી –અમદાવાદની ભરતખંડ ટેક્સ્ટાઈલ મીલમાં મેનેજર
  • અમદાવાદના મિલ ઓનર્સ એસોસિયેશનમાં સહાયક મંત્રી

‘મારે ગીધપક્ષીના જીવનક્રમનો અભ્યાસ કરવો છે.’

હરિનારાયણ આચાર્યે જેમને આમ કહ્યું એ જંગલી લોકો હતા. ગીધની એમને બહુ નવાઈ નહોતી, પણ આ ખડખડખાંચમ સાઈકલ ઉપર માત્ર ચડ્ડી-બાંડિયું પહેરીને નીકળેલા છોકરડાએ એમને આ પૂછ્યું તેથી નવાઈ લાગી. છતાં એમણે કહ્યું : ‘જોખમી છે, બહુ જોખમી છે. એવા તંત મૂકી દે ભઈલા.’

એમનો એ તંત નહીં પણ ખંત હતો. એટલે જંગલી લોકોની મોપાજી મૂકીને હરિનારાયણ ખુદ જંગલને રસ્તે આગળ વધ્યા. આગળ ઉપર જ એક અગોચર જગ્યાએ એમને ગીધડાની જમાત જડી ગઈ. મરી ગયેલી એક ભેંસના શબને ચૂંથતા હતા. હરિનારાયણ સાઈકલને ભોંયે સુવડાવીને એ જયાફતની નજીક ગયા ત્યાં તો ગીધડામાં ફફડાટ વ્યાપી ગયો. ઊડાઊડ થઈ પડી અને સાગમટે હરિનારાયણ પર હુમલો કર્યો. લાંબી તીક્ષ્ણ ચાંચોથી એમને એમની જાહલ સાઇકલનાં પૈડાં પણ બચાવી ના શકે. હરિનારાયણ જીવ લઈને દોડ્યા, ને માંડ એ ગીધના ‘જ્યુરીસ્ડિક્શન’ની બહાર નીકળી ગયા, પણ બહાર નીકળીને પહેલું કામ એમણે પોતાની એકની એક સાઈકલની ચિંતા કરવાનું નહીં પણ ગજવામાંથી નોંધપોથી કાઢીને ગીધની ભયની પરિસ્થિતિ વખતની વર્તણૂકનું બારીક અવલોકન લખવાનું કર્યું.

તેમના વિશે વિશેષ
  • તેજસ્વી કારકિર્દીને કારણે આનંદશંકર ધ્રુવના પ્રિય વિદ્યાર્થી
  • અમદાવાદની મિલો સાથે વ્યવસાયિક કારકિર્દી હોવા છતાં અભ્યાસુ વૃત્તિના કારણે વિવિધ વિષયોમાં સંશોધનાત્મક ઋચિ અને ઊંડાણથી અભ્યાસ
  • ‘કુમાર’ અને ‘પ્રકૃતિ’માં અનેકવિધ લેખમાળાઓ ( ‘વનવગડાંના વાસી’ ઘણી પ્રખ્યાત થયેલી લેખશ્રેણી
  • ૧૯૪૨ – ૧૯૬૯ – ‘પ્રકૃતિ’ ના તંત્રી
રચનાઓ
  • દીર્ઘકાવ્ય – સીતા વિવસન
  • વિજ્ઞાન – વનવગડાંના વાસી, ગુજરાતનાં પ્રાણીઓની સર્વાનુક્રમણી
સન્માન
  • ૧૯૪૭ – રણજિતરામ સુવર્ણ ચન્દ્રક
સાભાર
  • ગુજરાતી સાહિત્યકોશ
  • ડો. કનક રાવળ, શ્રી. રજનીકુમાર પંડ્યા, શ્રી. બીરેન કોઠારી

રઈશ મનિયાર, Dr. Raeesh Maniar


પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

—-

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

તેમની રચનાઓનો   # મોટો ખજાનો

———————————————————–

સમ્પર્ક

  • ઈમેલ – amireesh@yahoo.com

જન્મ

  • ૧૯ , ઓગસ્ટ, ૧૯૬૬, કિલ્લા પારડી, જિ. વલસાડ

કુટુમ્બ

  • માતા– ? પિતા -?
  • પત્ની – ડો. અમી

અભ્યાસ

  • એમ.ડી., ડી.સી.એચ (બાળદર્દ, પેડિયાટ્રિક)

વ્યવસાય 

  • બાળ માનસશાસ્ત્રી

સાભાર – ‘લયસ્તરો’

Raeesh_Maniar

સરસ સંવાદક/ સંચાલક

 

તેમના વિશે વિશેષ

  • ડોક્ટર કવિ હોવા ઉપરાંત અનેક મુશાયરાઓ, કવિ સમ્મેલનો, સંગીતના કાર્યક્રમોના લોકપ્રિય સંચાલક
  • અખબારોમાં કટાર લેખન
  • ટીવી, રેડિયો પર કાર્યક્રમો આપ્યા છે.
  • અનેક વખત વિદેશમાં કાવ્યપઠનના કાર્યક્રમો
  • ‘ કૈફી આઝમી’ પુસ્તકનું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે

તેમના વિચારો

  • ખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.
  • વિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.
  • માનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.
  • દરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.
  • દુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.
  • જાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.
  • પોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.
  • આપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.
  • આપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.

રચનાઓ 

  • કાવ્ય સંગ્રહો – કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી, નિહાળતો જા, પન્નીએ પહતાય તો કેટો’ની ( હઝલો)
  • અનુવાદો – કૈફી આઝમી, જાવેદ અખ્તર, તરકસ, સાહિર લુધિયાનવી, આવો કે સ્વપ્ન વાવીએ કોઈ
  • જીવન ચરિત્ર – ‘મરીઝ’ અસ્તિત્વ અને વ્યક્તિત્વ
  • પિંગળ – ગઝલ- રૂપ અને રંગ
  • બાળ મનોવિજ્ઞાન – બાળઉછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? , તમે અને તમારું નિરોગી બાળક

સન્માન

  • ૨૦૦૦ – આઈ.એન.ટી. તરફથી ‘શયદા’ પુરસ્કાર – યુવા ગઝલકાર તરીકે
  • ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
  • ૨૦૦૨ – ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર

સાભાર

બંસીધર શુકલ -Bansidhar Shukla


પ્રેરક અવતરણ

“આપણે પ્રકૃતિના અંશ છીએ, એટલે સ્વાભાવિકતાથી વિવેકપુરઃસર જીવન જીવવાથી સુખ અને શાંતિનો અનુભવ થાય છે.”

તેમના વિશે…

  • ‘સર્વવિષય વખારી’
  • ‘સરકારી, અર્ધ સરકારી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા જાકારો છતાં જ્ઞાન સંવર્ધન અને વ્યાપની પ્રવૃત્તિ એકલે હાથે ચાલુ રાખનાર કર્મઠ, સદા યુવાન, સાચા સારસ્વત.’

– રાધેશ્યામ શર્મા

તેમણે જવાબ આપેલા કેટલાક અદ્‍ભૂત પ્રશ્નો – ( નોન ગુગલી !)  

  • શેતરંજની રમતની શોધ કોણે કરેલી?
  • અકબરના દરબારના ‘ નવ રત્નો’ કયા?
  • માફિયાઓની કાર્યપ્રણાલિ કેવી હોય છે?
  • દસ અબજ પછીની સંખ્યાનાં નામો?
  • જગતનું સૌથી મોટું પક્ષી કયું?

——————————————————

સમ્પર્ક

  • ૬, જીવન સૌરભ, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ.
  • ટેલિ.નં.
  • ઘર – (૦૭૯)- ૨૬૬૩ ૯૫૫૭
  • મોબાઈલ – ૯૪૨૯૧ ૨૮૫૩૫

ઉપનામ

  • ચિત્રગુપ્ત, હરિહર, રાહુ, ફ્રેન્ક વ્હાઈટ

જન્મ

  • ૩૦, ઓક્ટોબર – ૧૯૩૧, અમદાવાદ
  • મૂળ વતન – રૂપાલ, ગાંધીનગર જિ.

કુટુમ્બ

  • માતા – પ્રસન્નબેન હરગોવિંદરાય પાઠક, પિતા– છગનલાલ હરનારાયણ શુકલ
  • પત્ની – સંજુલા સોમાભાઈ ત્રિવેદી( લગ્ન – ૧૯૫૬); દિકરીઓ – કાશ્મીરા, ઉલ્કા, પૂર્ણા

શિક્ષણ

  • પ્રાથમિક – બાળમંદિર, ખમાસા, અમદાવાદ; મ્યુનિ. શાળા, ખાડિયા;
  • માધ્યમિક – પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ , કાંકરિયા, અમદાવાદ
  • બી.કોમ. ( એચ.એલ. કોમર્સ કોલેજ, અમદાવાદ )
  • એલ.એલ.બી. (એલ.એ. શાહ લો કોલેજ, અમદાવાદ)

વ્યવસાય

  • અમદાવાદમાં કોમર્શિયલ આર્ટિસ્ટ તરીકે શરૂઆત,
  • ૧૯૬૧-૧૯૯૪ – એલ.આઈ.સી.માં
  • ૧૯૯૪-૨૦૦૯ – ગુજરાતી વિશ્વકોશમાં નિષ્ણાત તરીકે સેવા

તેમના વિશે વિશેષ

  • શાળાકાળમાં ગુજરાતી હતલિખિત માસિક ‘તરૂણ’ નું સંચાલન.
  • ૧૯૪૭  – ગુજરાતી માસિક ‘ બાલમિત્ર’ – આનંદમાં પહેલી પ્રકાશિત  વાર્તા ‘કુસંપનું પરિણામ’
  • પહેલું પ્રકાશિત પુસ્તક ‘ વાહન વ્યવહાર’
  • શરૂઆતમાં મ્યુનિ. દીવા નીચે ફૂટપાથ પર બેસીને પણ લેખન કાર્ય કરેલું છે.
  • ૧૯૫૫ થી – ‘નવચેતન’ માસિકમાં ‘ જનરલ નોલેજ’ અને ‘ સવાલ જવાબ’ કટારના સંચાલક – એક જ કટારમાં સાતત્ય માટે રાષ્ટ્રિય રેકર્ડ
  • ‘ધર્મ સંદેશ’ અને ‘ધર્મલોક’ માં પ્રશ્ન –ઉત્તર વિભાગનું સંચાલન.
  • ગુજરાતી દૈનિકોમાં અનેક લેખો છપાયા છે.
  • ૧૯૭૭થી – રેડિયો પર અનેક વાર્તાલાપ
  • કટાક્ષ ચિત્રકાર ( કાર્ટૂનિસ્ટ) તરીકે પણ જનસત્તામાં
  • અનેક સંસ્થાઓમાં વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં છે; અને સામાન્ય જ્ઞાન વિષયક અનેક સેમિનારોમાં વક્તા તરીકે ભાગ લીધેલો છે.
  • સર્જનમાં પ્રેરણામૂર્તિ – વોલ્ટ ડિઝની
  • અંગત પુસ્તકાલયમાં ૨૦૦૦ થી વધારે પુસ્તકો
  • જાતે પાઠપૂજા કરતા નથી, અને બાધા આખડીમાં માનતા નથી. પણ શ્રદ્ધાળુઓ તરફ વિરોધ નહીં.
  • બે પુત્રીઓનાં લગ્ન અત્યંત સાદગીથી કર્યાં.

હોબીઓ

  • ગાયન,હાર્મોનિયમ વાદન, ચિત્રકામ, ટપાલ ટિકીટ સંગ્રહ, સિક્કા સંગ્રહ વિ.

રચનાઓ

  • સામાન્ય જ્ઞાન, વ્યક્તિ પરિચય વિ. વિષયોને લગતાં ૫૧ પુસ્તકો
  • માહિતી – જ્ઞાન સંહિતા, પ્રસન્નિકા જ્ઞાનકોશ ભાગ  ૧ – ૧૦ , પૌરાણિક ચરિત્ર કોશ, વાહન વ્યવહાર,ધ્વજ પરેડ, માનવ અજાયબીઓ, મગજ માપો, પરમાણુ, ટેલિફોન, ટેલિવિઝન અને આવી ઘણી બધી પરિચય પુસ્તિકાઓ
  • ભજન / ભક્તિ સંગ્રહ – મંજુલ સ્મરણાંજલિ,
  • નવલકથા – સમર્પિતા
  • વાર્તા – મંદિરનાં બારણાં ઉઘાડો

સન્માન

  • ૧૯૫૫ – ઝગમગ ચન્દ્રક
  • ૧૯૭૦ – નવચેતન ચન્દ્રક
  • ૧૯૭૮– અમદાવાદ ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ દ્વારા વિશેષ સન્માન
  • ૧૯૮૦– સંસ્કાર પરિવાર, વડોદરા એવોર્ડ
  • ૧૯૮૮ – ગુજરાત રાજ્યનો પુરસ્કાર – જ્ઞાન સંહિતા માટે
  • ૧૯૯૮ – ગુજરાતી વિશ્વકોશ દ્વારા સન્માન
  • ૨૦૦૬ – વિનુભાઈ રાવળ સમાજ સેવા પુરસ્કાર
  • ૨૦૦૬ – બાળસાહિત્ય એકેડેમી ચન્દ્રક

સાભાર

  • શ્રી. ભરત જાની
  • સાક્ષરનો સાક્ષાત્કાર, ભાગ -૬ , રાધેશ્યામ શર્મા

નિરંજન વર્મા, Niranjan Varma


નામ

નિરંજન માવલસિંહ વર્મા

જન્મ

ઇ.સ. ૧૯૧૭ ; ગામ – રાજડા, જિ. જામનગર

અવસાન

ઇ.સ. ૧૯૫૧ ; મદનપલ્લી – આંધ્ર પ્રદેશ

અભ્યાસ

  • અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી – વાંકાનેર
  • વિનીત – દક્ષિણામૂર્તિ વિદ્યાલય; ભાવનગર
વ્યવસાય
  • ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં તંત્રી વિભાગમાં
જીવનઝરમર
  • સત્યાગ્રહ, ભૂગર્ભપ્રવૃત્તિ, પત્રકારત્વ અને જેલવાસ
  • ધોલેરા સત્યાગ્રહ વખતે જયમલ્લ પરમારનો પરિચય
  • અભિન્ન મિત્ર એવા જયમલ્લ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ
  • સઘળું લેખનકાર્ય જયમલ્લ પરમાર સાથે
રચનાઓ
  • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
  • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
  • બાળવાર્તાઓ – પરિકથાઓ
  • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
  • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
  • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
  • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
  • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

જયમલ્લ પરમાર,Jaymalla Paramar


નામ

જયમલ્લ પ્રાગજીભાઇ પરમાર

જન્મ

૬ નવેમ્બર ૧૯૧૦

અવસાન

૧૩ જૂન ૧૯૯૧

અભ્યાસ

  • દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગર
  • કાશી વિદ્યાપીઠ – વારાણસી
  • ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ
વ્યવસાય
  • ફૂલછાબ, કલ્યાણયાત્રા, ઊર્મિ-નવરચના વગેરે માં તંત્રી
  • સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં અદ્યાપક
જીવનઝરમર
  • સત્યાગ્રહની ચળવળમાં અનેક વખત કારાવાસ ભોગવ્યો.
  • મિત્ર નિરંજન વર્મા સાથે સહલેખન
રચનાઓ
  • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
  • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
  • બાળવાર્તાઓ – પરિકથાઓ
  • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
  • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
  • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
  • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
  • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬
%d bloggers like this: