ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વિવેચક

નિરંજન ભગત, Niranjan Bhagat


# “હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું? “

રચનાઓ  ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ

कविताकोश पर एक रचना

વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

#  એક સરસ લેખ

તેમના અવસાન નિમિત્તે ‘નીરવ રવે’ પર  સરસ શ્રદ્ધાંજલિ

રીડ ગુજરાતી પર પરિચય

_______________________

nb70

chitralekha

આ મુખપૃષ્ઠ પર ‘ક્લિક’ કરી, ખાસ તૈયાર કરેલો પરિચય વાંચો…

nb66

નામ

 • નિરંજન નરહરિભાઇ ભગત

જન્મ

 • ૧૮ – મે , ૧૯૨૬  ; અમદાવાદ

અવસાન 

 • ૧, ફેબ્રુઆરી – ૨૦૧૮ ; અમદાવાદ

અભ્યાસ

 • એમ. એ.

વ્યવસાય

 • અધ્યાપન

જીવન ઝરમર

 • બંગાળી અને અંગ્રેજી કાવ્યોનું બહોળું વાંચન
 • ‘હાલતી ચાલતી વિદ્યાપીઠ’ જેવા કવિ
 • નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન
 • ઉત્તમ વક્તા
 • પરંપરિત હરિગીત અને ઝૂલણા છંદ તેમની વિશિષ્ટ મુદ્રા છે.
 • ‘પ્રવાલ દ્વીપ’ નો અંગ્રેજીમાં અનુવાદ થયો છે.

મુખ્ય રચનાઓ

 • કાવ્યસંગ્રહો – છંદોલય * , કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાલ દ્વીપ , છંદોલય બૃહદ્ – સમગ્ર કવિતા
 • વિવેચન – કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, સ્વાધ્યાય લોક – અનેક ભાગ
 • અનુવાદ – ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
 • સંપાદન – પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
 • ધાર્મિક – યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
 • તંત્રી – ગ્રંથ, સાહિત્ય

સન્માન

 • ૧૯૬૯  – રણજિતરામ સુવર્ણચંદ્રક *
 • ૧૯૫૩ – ૫૭  – નર્મદચંદ્રક *
 • ૨૦૧૫  – કાવ્યમુદ્રા વિનોદ નિઓટિયા એવોર્ડ

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

રમણ પાઠક, Raman Pathak


raman_pathak.jpg

“મંદીર બાંધવા કરતાં જાહેર સંડાસ બાંધો.”

સારા માણસ થવામાં તો સુખ-આનંદ છે, પછી મુશ્કેલી જ ક્યાં ?

‘ગુજરાત મિત્રે’માં વસંતોત્સવ

તેમના પુસ્તક ‘વિવેક વલ્લભ વિશે’ 

–  ‘રીડ ગુજરાતી’ પર તેમના વિચારો

તેમની આત્મકથાના લોકાર્પણ વખતે નાનુભાઈ નાયકે આપેલ ‘પરિચય’ પ્રવચન

#   એક લેખ 

# આધુનિક મહર્ષિ -વલ્લભ ઇટાલિયા

—————————————————————–

જન્મ

 • 30 –  જુલાઈ , 1922  ;   રાજગઢ (પંચમહાલ)

અવસાન

 • ૧૨, માર્ચ – ૨૦૧૫, બારડોલી

કુટુમ્બ

 • માતા – ઈચ્છાબા ; પિતા – હિંમતલાલ
 • પત્નીસરોજ ( લેખિકા ) ; પુત્રી – શર્વરી

અભ્યાસ

 • પ્રાથમિક , માધ્યમિક –  રાજગઢ
 • બી. એ  – એમ. ટી. બી. કોલેજ, સુરત
 • એમ. એ.  – ગુજરાત યુનિ. ( 40 વર્ષની ઉમ્મરે, સુવર્ણ ચન્દ્રક સાથે ! )

વ્યવસાય

 • 1948- 68   –   પત્રકારત્વ
 • લેખન

જીવનઝરમર

 • જ્ઞાતિની કન્યા સાથે થયેલી સગાઇ તોડી પરજ્ઞાતિના સરોજબેન સાથે માત્ર બે રૂપીયાના ખર્ચે પરણ્યા.
 • મુંબાઇના ‘હિન્દુસ્તાન’ દૈનીકના તંત્રીવિભાગમાં
 • પછી સોવિયેટ રશીયાના માહીતિ ખાતામાં મુખ્ય સંચાલક
 • 1968 – બધું છોડી શેક્ષણ ક્ષેત્રે
 • સુરતના ‘ ગુજરાત મિત્ર’  માં ‘રમણ ભ્રમણ’ નામની બહુ જ લોકપ્રિય અને સમાજના કુરિવાજો અને ધાર્મિક અંધશ્રધ્ધાની સામે લાલબત્તી ધરતી કોલમના લેખક  
 • પ્રખર વિવેકપંથી( Rational thinker), ગુજરાતમાં રેશનાલીઝમના પિતામહ
 • બાળકોની અને સ્ત્રીઓની વેદનાઓ તેમના લખાણોનો મુખ્ય વિષય

વ્યવસાય

 • શિક્ષક, પત્રકાર, પછી આકાશવાણી-દિલ્હીમાં સમાચારપ્રસારક
 • “સોવિયેત સમાચાર”માં સંપાદક
 • દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક

મુખ્ય રચનાઓ

 • નવલકથા -ઓથાર
 • વાર્તા – સબસે ઊંચી પ્રેમસગાઈ, પ્રીત બંધાણી, અકસ્માતના આકાર.
 • હાસ્યલેખ  – હાસ્યલોક, હાસ્યોપનિષદ
 • ચિંતન/  નિબંધ  – આક્રોશ, રમણભ્રમણ, આંસુ અનરાધાર, વિવેક વલ્લભ
 • સંપાદન – સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ
 • અનુવાદ – ધીરે વહે છે દોન, ચેખોવની શ્રેષ્ઠ નવલકથાઓ

સાભાર

 • શ્રી. હરીશ રઘુવંશી

મનહર મોદી, Manhar Modi


manhar_modi_6– અડધો ઊંઘે અડધો જાગે;
એ માણસ મારામાં લાગે.

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

– એ જ છે મારા પરિચયની કથા
ગા લગા ગાગાલગા ગાગાલગા

–  વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબ સાઈટ પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

–  તેમની રચનાઓ  લયસ્તરો પર 

————————

જન્મ

 • ૧૫, એપ્રિલ-૧૯૩૭; અમદાવાદ

અવસાન

 • ૨૩, માર્ચ -૨૦૦૩; અમદાવાદ

કુટુમ્બ

 • માતા– ગજીબેન; પિતા– શાંતિલાલ
 • પત્ની– હસુમતીબેન , સુહાસિનીબેન ; સંતાનો – જયેશ, કમલેશ

શિક્ષણ

 • ૧૯૬૪– બી.એ. ( અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર)
 • ૧૯૬૪ – બી.એ.( ગુજરાતી, સંસ્કૃત)
 • ૧૯૬૬ – એમ.એ. .( ગુજરાતી, સંસ્કૃત) – ગુજ. યુનિ.

વ્યવસાય

 • ૧૯૫૬-૫૮ – ટેક્સ્ટાઈલ ડિઝાઈન સેલ્સમેન
 • ૧૯૫૮-૧૯૬૬ – વેસ્ટર્ન રેલ્વેમાં ટિકિટ કારકૂન
 • ૧૯૬૬ થી અંત સુધી – વિવિધ કોલેજોમાં ગુજરાતીના વ્યાખ્યાતા

તેમના વિશે વિશેષ

 • શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત અમદાવાદની ભવન્સ કોલેજમાંથી.
 • પછી ડાકોરની કોલેજમાં અને છેલ્લે અમદાવાદની ભક્ત –વલ્લભ ધોળા કોલેજમાં વ્યાખ્યાતા
 • ‘નિરિક્ષક’ અને ‘ઉદ્ગાર’ના તંત્રી
 • ‘રે’મઠમાં બળવાખોર કવિઓ સાથે પહેલેથી સક્રીય હતા.
 • પ્રયોગશીલ કલ્પનો એ એમની વિશેષતા હતી.
 • ૧૯૬૩- પહેલો કાવ્ય સંગ્રહ ‘આકૃતિ’
 • ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ સેવાઓ આપી છે.
 • અનેક સામાયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થઈ છે.
 • ‘રન્નાદે પ્રકાશન’ના સ્થાપક

રચનાઓ

 • કવિતા– આકૃતિ, ૐ તત્‍ સત્‍ , બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’
 • સંપાદન – કવિમિત્રો સાથે ગઝલ ઉસને છેડી,ગાઈ તે ગઝલ
 • વિવેચન – સુરેશ જોશી : મૂલ્યાંકન, ગદ્યનું કલાસ્વરૂપ, અધીત’- ૧૦-૧૧-૧૨,, વિવેચનના વિવિધ અભિગમો’, ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ

સન્માન

 • ધનજી -કાનજી સુવર્ણ ચન્દ્રક

મોહનલાલ પટેલ, Mohanlal Patel


“ લઘુકથા જીવનના એક જ સંદર્ભને સ્પર્શે છે, જે એના કેન્દ્રરૂપ પેલા સિચ્યુએશન સાથે સીધો સંકળાય છે; અને બીજા સંદર્ભો તો સિચ્યુએશનના પૂરક અંશો જ હોય છે.”

પ્રેરક અવતરણ……. “ મન તણો ગુરુ મન કરશે, તો સાચી વસ્તુ જડશે.”

“To start a story still scares me to death.” – Steinbeck

“… પ્રોફેસર થવાની મોહિની ખંખેરી નાંખી, પોતાના સમાજમાં ઊછરતાં બાળકો વચ્ચે જઈને તેઓ બેઠા છે.” – ઉમાશંકર જોશી.

( રીડ ગુજરાતી પર )    –  ૧ –  ;  –  ૨  –

કનકપાત્ર( અક્ષરનાદ પર )

લઘુકથા અને તેમના વિશે બહુ જ સરસ લેખ (પ્રેમજી પટેલ)

 


સમ્પર્ક

 • ૫૦૧/૨૧, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ, અમદાવાદ, ૩૮૦ ૦૫૪

જન્મ

 • ૨૫, એપ્રિલ, ૧૯૨૭, પાટણ

અવસાન

 • ૧૩, માર્ચ , ૨૦૨૦, અમદાવાદ

કુટુમ્બ

 • માતા- જેઠીબેન, પિતા – બાબાઈદાસ
 • પત્ની- હીરાબેન ( લગ્ન- ૧૯૪૫, કહોડા- સિદ્ધપુર)
 • સંતાન – ચાર

શિક્ષણ

 • ૧૯૪૩ – મેટ્રિક
 • ૧૯૪૭ –  ઈતિહાસ અને અર્થ શાસ્ત્ર સાથે મુંબાઈ યુનિ.માંથી બી.એ.
 • ૧૯૫૫ – ગુજરાત. યુનિ.માંથી બી.એડ
 • ૧૯૬૧ – ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.
 • રાષ્ટ્રભાષા રત્ન

વ્યવસાય

 • અધ્યાપન,ખાસ તો કડીના સર્વ વિદ્યાલયમાં.

mp

જીવન ઝરમર

 • ૧૯૫૦ માં અમદાવાદની સાહિત્યિક આબોહવા અને ૧૯૬૧માં અમદાવાદની આર્ટ્સ કોલેજમાં અધ્યાપન કાર્ય છોડી કડીની શાળામાં પુનરાગમન.
 • ઉમાશંકર જોશી સાથે ગાઢ મૈત્રી
 • ભોળાભાઈ પટેલ એમના શિષ્ય હતા. – “નો સ્ટડી વિધાઉટ કડી!”
 • કડીના સર્વ વિદ્યાલયના વડા તરીકે નિવૃત્ત
 • ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના પ્રખર પુરસ્કર્તા.
 • નેશનલ જ્યોગ્રોફિક મેગેઝિનના આશક
 • સર્વપ્રથમ ટૂંકી વાર્તા ‘બહાદર’ ૧૯૪૯, સપ્ટેમ્બરના ‘નવચેતન’માં પ્રકાશિત થઈ.
 • પ્રિય ફિલ્મ ‘Blood and sand’ ; પ્રિય નાટક ‘ અમે બરફનાં પંખી’
 • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
 • ભારત ઉપરાંત અમેરિકા, કેનેડામાં ઘણી વખત પ્રવાસ કર્યો છે.

અન્ય શોખ

 • ચિત્રકળા, શાસ્ત્રીય વાદ્યસંગીત

રચનાઓ

 • નવલકથા– હેતનાં પારખાં, અંતિમ દીપ, સાંજ ઢળે, નયન શોધે નીડ, શમણાં ન લાગે હાથ, ટહૂકે પંખી કોઈ ઘટામાં, રણમાં છાઈ શ્યામ ઘટા, ભાસ- આભાસ
 • વાર્તાસંગ્રહ – હવા તુમ ધીરે બહો, વિધિનાં વર્તુળ, ટૂંકા રસ્તા, મોટી વહુ, પ્રત્યાલેખન, ક્રોસરોડ
 • લઘુકથા સંગ્રહ – ઝાકળમાં સૂરજ ઊગે
 • વિવેચન– ટૂંકી વાર્તા – મીમાંસા

સન્માન

 • ૧૯૮૪- શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ગુજરાત રાજ્યનો એવોર્ડ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૨ ,રાધેશ્યામ શર્મા

અતિસુખશંકર ત્રિવેદી


નામ

અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી

જન્મ

ઇ.સ. ૧૮૮૫

અવસાન

ઇ.સ. ૧૯૬૩

વ્યવસાય

 • તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક
જીવનઝરમર
 • પિતા ગુજરાતના અગ્રણ્ય કેળવ્ણીકાર, વ્યાકરણશાસ્ત્રી અને પંડિત
 • નિબંધલેખનમાં સર્જકતા, ઊર્મિ અને વિનોદ તત્ત્વનો પ્રવેશ કરનાર
 • માનવીની લાગણી અને વ્યવહાર બન્નેને સ્પર્શે એવાં વિષયોનું  ગંભીર અને હળવી રીતે નિરૂપણ
 • બુદ્ધિપ્રકાશ અને વસંત સામાયિકોમાં વિવિધ લેખો
રચના
 • અનુવાદ – યુરોપના સુધારાનો ઇતિહાસ (લે, ગીઝો), નીતિશાસ્ત્ર (લે. રૅશડોલ)
 • સંપાદન – ત્રિવેદી વાચનમાળા, પાઠ્ય બૃહદ વ્યાકરણ
 • વિવેચન – કાવ્યસાહિત્યમીમાંસા

સંદર્ભ

 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

જશવંત મહેતા, Jashvant Mehta


નામ

જશવંત મણિલાલ મહેતા

જન્મ

૧૧ એપ્રિલ ૧૯૩૧ ; ભાવનગર

વ્યવસાય

 • મુંબઇની વિવિધ કંપનીઓમાં સેલ્સમેન
 • લાર્સન એન્ડ ટુબ્રોમાં સેલ્સ એક્ઝિક્યુટીવ
પ્રદાન
 • વાર્તા અને નવલકથા ક્ષેત્રે પ્રદાન
 • અમેરિકાના બાલ્ટિમોર ખાતે યોજાયેલ થર્ડ વર્લ્ડ પોએટ મીટમાં ભારતીય કવિ તરીકે કાવ્યપઠન
રચનાઓ
 • નવલકથા – સેવાશ્રમ, મઝદાર (ભાગ ૧ અને ૨), માણસ, સપનધારે, મુક્તપંખી, સ્નેહજ્વાળા, બુદ્ધમ શરણમ ગચ્છામી
 • વાર્તાસંગ્રહ – ધરતી આભ મિનારા, પ્રણયપુષ્પ
 • હાસ્યવાર્તાસંગ્રહ – દસમો ગ્રહ
 • નાટક – સતનું ચાંદરણું, ઇડિયટ, નટીશૂન્ય કુમાર નાટકો, આધુનિક નટીશૂન્ય એકાંકી
 • અંગ્રેજી કાવ્યસંગ્રહ – પોએટ્રી ઑફ એક્યુટ એઇઝ
 • વિવેચનસંગ્રહ – સર્જનની પાંખે
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

ચુનીલાલ શાહ, Chunilal Shah


નામ

ચુનીલાલ વર્ધમાન શાહ

ઉપનામ

સાહિત્યપ્રિય

જન્મ

ઇ.સ. ૧૮૮૭

અવસાન

ઇ.સ. ૧૯૬૬

પ્રદાન

 • સામાજિક અને ઐતિહાસિક વિષયવસ્તુવાળી અનેક નવલકથાઓ લખી છે.
 • હિન્દી, મરાઠી અને અંગ્રેજી વગેરે ભાષાઓમાં લખાયેલી નવલકથાઓનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.
 • સામાજિક નવલકથાઓમાં તેમનો એક વિચારક કે સમાજસુધારક તરીકેની છાપ ઉભી થાય છે.
 • ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં પત્રકાર તરીકે કામગીરી બજાવી હતી.
 • સાહિત્યપ્રિય ઉપનામથી એમણે ગ્રંથસમીક્ષાઓ અને સાહિત્યની ચર્ચાઓ લખી છે.
રચનાઓ
 • ઐતિહાસિક નવલકથા – કર્મયોગી રાજેશ્વર, એકલવીર, સોમનાથનું શિવલિંગ, અવંતીનાથ, રૂપમતી
 • સામાજિક નવલકથા – જિગર અને અમી, નગ્ન સત્ય (ભાગ ૧-૨), વિકાસ, એક માળાનાં ત્રણ પંખી (ભાગ ૧-૨)
 • સાંસ્કૃતિક નવલકથા – કંટકછાયો પંથ
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

માય ડીયર જયુ, My dear Jayu


પ્રેરક અવતરણ
 ‘ Nothing is more real than nothing.’ – Walter de la mare

સમ્પર્ક – ‘અવનિલોક’ – 3, શાંતિનગર સોસાયટી, 2273, હિલડ્રાઇવ, ભાવનગર – 364 002

નામ

 • જયંતીલાલ રતિલાલ ગોહેલ

જન્મ

 • 27, મે- 1940: ટાણા ( જિ. ભાવનગર )

કુટુમ્બ

 • માતા – નર્મદાબેન ; પિતા– રતિલાલ;
 • પત્ની – જસુમતી ( લગ્ન – 1961; બુઢણા- ટાણા પાસે) પુત્ર – અવનીન્દ્ર, કવીન્દ્ર ; પુત્રી – ચેતના

અભ્યાસ

 • 1963- બી.એ.
 • 1965- એમ.એ; ભાવનગર

વ્યવસાય

 • ગુજરાતીના અધ્યાપક – શામળદાસ આર્ટ્સ કોલેજ

જીવનઝરમર

 • પ્રથમ મૌલિક કૃતિ – મરણટીપ
 • અદ્યાપન ઉપરાંત મકાન બાંધકામમાં પણ નિષ્ફળ હાથ અજમાવ્યો હતો.
 • ત્સવ સામાયિકમાં ‘ કાઠીયાવાડી ઓઠાં’ કટારમાં વાર્તાઓ , સ પશ્યતિ માં વિવેચન લેખો
 • ધારાવાહિક નવલકથા – રીન્કી બની ઠની
 • ભાવિ પુસ્તક ‘ જયંતીલાલ સાથે હિસાબ’આ કાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
 • કોઈ વાહન નથી વાપરતા! 
 • ઈશ્વર , ગુરુ, બાધા, આખડી, વર્ણાશ્રમ વ્યવસ્થામાં વિશ્વાસ નથી

શોખ

 • નાટક, ચિત્ર

રચનાઓ  – ચાર પુસ્તકો

 • લઘુ નવલ – મરણટીપ ઝુરાપાકાંડ, કમળપૂજા, જીવ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રન્નાદે પ્રકાશન

હસમુખ બારાડી, Hasmukh Baradi


hasmukh-baradi.jpg

પ્રેરક વાક્ય  –    “ Honesty pays.”

‘ બરડાના ડુંગરાના બાવળ
રસ્તે ખડખડતી મારી જીપ ..
જિંદગીનો હજી તો હું સ્પર્શ પામી રહ્યો છું,
મારી આંખોમાં હજી એ પૂરી બેઠી નથી
ત્યાં- મને મૃત્યુ આંબી જાય છે.’

___________________________________________________
Read more of this post

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas


ઉંઝા આધારીત –  સરળ જોડણીમાં )

jugalkishor_vyas.jpg

“કોણ આ અંતરે આવી આવી અને  અવનવી ઊર્મિઓને  જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર   હળવે  રહીને  વગાડે ? ” 
 
“દુનીયાનો  અંધકાર  મને શું   કરી શકે ?
અંધારું ગર્ભકાળનું  આંજ્યું છે આંખમાં. ”
 
” કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! ”
 
‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. ” 
 

#   વ્યાકરણના પાઠો      :    પીંગળશાસ્ત્ર

#   તેમના અનુભવો

તેમના બ્લોગ ……….

#    શાણી વાણીનો શબદ   :   NET-ગુર્જરી   
      પત્રમ્ પુષ્પમ્          :   આપણા મલકમાં

___________________________________________________   Read more of this post

%d bloggers like this: