ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વિવેચક

હસમુખ બારાડી, Hasmukh Baradi


hasmukh-baradi.jpg

પ્રેરક વાક્ય  –    “ Honesty pays.”

‘ બરડાના ડુંગરાના બાવળ
રસ્તે ખડખડતી મારી જીપ ..
જિંદગીનો હજી તો હું સ્પર્શ પામી રહ્યો છું,
મારી આંખોમાં હજી એ પૂરી બેઠી નથી
ત્યાં- મને મૃત્યુ આંબી જાય છે.’

___________________________________________________
Read more of this post

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas


ઉંઝા આધારીત –  સરળ જોડણીમાં )

jugalkishor_vyas.jpg

“કોણ આ અંતરે આવી આવી અને  અવનવી ઊર્મિઓને  જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર   હળવે  રહીને  વગાડે ? ”

“દુનીયાનો  અંધકાર  મને શું   કરી શકે ?
અંધારું ગર્ભકાળનું  આંજ્યું છે આંખમાં. ”

” કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! ”

‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. ”

#   વ્યાકરણના પાઠો      :    પીંગળશાસ્ત્ર

#   તેમના અનુભવો

તેમના બ્લોગ ……….

#    શાણી વાણીનો શબદ   :   NET-ગુર્જરી
પત્રમ્ પુષ્પમ્          :   આપણા મલકમાં

___________________________________________________   Read more of this post

યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi


પ્રેરક અવતરણ

“જેમ ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં કેવળ છોંતરાં જ રહે ને કાંઈ સાર નીકળે નહીં; તે જ પ્રમાણે વિચાર કરતાં ‘હું’ જેવી કોઈ ચીજ મળશે નહીં. બાકી જે રહે તે જ આત્મ – ચૈતન્ય.”
– રામકૃષ્ણ પરમહંસ

“તલવારના ઘા પર ઘા કર્યે જાઓ દોસ્તો!
હું ટટ્ટાર ઊભો છું, પાણીના સ્તંભની જેમ.”

” મને થયેલ અન્યાય માટે
આખું બ્રહ્માંડ સાંભળે એટલી મોટી મેં ચીસ પાડી હોત.
પણ તો મારી કવિતા નષ્ટ થઈ જાત.”

“ ફુલોની પાંડુલિપિ સવારની સાડી પર ભરતકામ કરી રહી છે.
વરસાદથી ભીંજાયેલી પાંખો પસવારીને
પંખીઓ નિતાંતને કોઈ શુભ સંદેશ આપી રહ્યાં છે.”
– એક ગદ્ય કાવ્ય

“ દુનિયાનો કોઈપણ મુકદ્દમો ચાલે છે ત્યારે બહારના અને અંદરના યશવંત વચ્ચે જ ચાલે છે.”
– પ્રો. અમૃત ઉપાધ્યાય

# એક રચના

____________________________________________________________

Read more of this post

સુધીર દેસાઈ, Sudhir Desai


sudhir_desai.jpg

પ્રેરક અવતરણ
“मिल गया सो दूध बराबर, मांग लिया सो पानी,
छीन लिया सो रक्त बराबर, कहै कबीरा ज्ञानी।“

“ મારું માથું પૈડાંની માફક
દોડ્યા કરે છે.
ને રત્નો વેરાયા કરે છે
અવકાશમાં.”

___________________________________________________________

Read more of this post

પુરુરાજ જોષી, Pururaj Joshi


pururaj_joshi.jpg

“પત્થર હતો હું તેથી તો
નિંદા થતી હતી,
ઇશ્વર બની ગયો છું હું
તમને મળ્યા પછી.”

પ્રેરક વાક્ય

 ” I am stronger than the death and greater than my fate. Rules of destiny may change, not my soul’s will.”
– Sri Arvind Ghosh

# રચનાઓ :      – 1   :    – 2 –

#  વાર્તા  :   – 1 –   :

_________________________________________

સમ્પર્ક –  આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાવલી, જિ. વડોદરા- 391 770 

જન્મ

 • 14, ડીસેમ્બર – 1938, નડિયાદ

કુટુમ્બ

 • માતા – સૂરજબા; પિતા– પૂનમભાઇ
 • પત્ની – બકુલા ( લગ્ન – 1966, હિન્દીનાં અધ્યાપિકા)

અભ્યાસ

 • 1957 – મેટ્રિક
 • 1961- ગુજરાતી સાથે બી.એ.
 • 1963- ગુજરાતી સાથે એમ.એ.

વ્યવસાય

 • પ્રારંભમાં શિક્ષક અને ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી 
 •  1970-75  મહુધા/ બાલાશિનોરની કોલેજમાં અધ્યાપક
 • 1975થી – સાવલી કોલેજમાં અધ્યાપક

જીવનઝરમર

 • અભ્યાસકાળ દરમિયાન મુન્શી અને ધૂમકેતુની નવલકથાઓનો ઘણો પ્રભાવ
 • સર્વપ્રથમ મૌલિક કૃતિ – ‘સોનેરી માછલીનો સળવળાટ’
 • આરંભમાં ‘ચાંદની’માં તેમની વાર્તા છપાઇ હતી.
 • આકાશવાણી પર વાર્તા અને કાવ્યપઠનના કાર્યક્રમો આપ્યા છે.
 • ‘ઝાપટું’ નામની વાર્તાએ ચર્ચાનું ચગડોળ ચગાવેલું
 • ‘ગગન’ સાહિત્યિક માસિક 14 મહિના ચલાવેલું
 • રાસવિહારી-વિભા દેસાઈ ખાસ મિત્રો
 • પાઠપૂજા કરે છે ,પણ બાધા આખડી, વ્રત વિ.માં વિશ્વાસ નથી
 • ગુરુમાં વિશ્વાસ છે પણ વર્ણાશ્રમ પ્રથામાં નહીં

શોખ

 • સંગીત, નૃત્ય, ચિત્રકળા, પહેલાં ગાતા પણ હતા અને હાર્મોનિયમ પણ વગાડતા હતા 

મુખ્ય રચનાઓ – 6 પુસ્તકો

 • વાર્તાસંગ્રહ – સોનેરી માછલીનો સળવળાટ
 • નવલિકા –  અંતરાલ, ઘાસ
 • નવલકથા – મનનાં મેઘધનુષ્ય, હૈયાં તરસે સરવર તીર, ઝુરાપો
 • કવિતા – નક્ષત્ર
 • વિવેચન – સાક્ષાત્
 • સંપાદન – ગોવર્ધનપ્રતિભા

સન્માન

 • ધૂમકેતુ પારિતોષિક
 • ગુજરાત રાજ્યનું વાર્તાસંગ્રહ માટેનું પ્રથમ પરિતોષિક
 • સવિતા વાર્તા સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક

મુકુન્દરાય પારાશર્ય, Mukundray Parasharya


mukundrai_parashya.jpg

“હરિ! તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી.”

_______________________________________________________________   Read more of this post

જયંત કોઠારી, Jayant Kothari


jayant-kothari.jpg

પ્રેરક અવતરણ
” સત્ય ખોયું તેણે ખોયું સર્વ.” 
‘We are to the extent that we are truthful’

______________________________________________________________________ Read more of this post

રમણ સોની, Raman Soni


raman-soni.jpg

પ્રેરક અવતરણ
” સહુને મુજ અંતરે ધરું, સહુને અંતર હું ય વિસ્તરું” – રાજેન્દ્ર શાહ

” નબળા લેખકો છે એમણે શબ્દની આયાસી આભા ઊભી કરીને ઘણું સમાજ પાસેથી રોકડું કરી લીધું છે.. … આવા ખેલાડીઓએ ,સાવ ઓછી શક્તિએ ‘લેખક’ની પ્રતિષ્ઠા મેળવી છે. …. મિડિયોક્રિટીની બોલબાલા છે.”

______________________________________________________

સંપર્ક       – ઈ/2, તારાબાગ ક્વાર્ટર્સ, પોલિટેકનિક કેમ્પસ, વડોદરા – 390 002

જન્મ

 • 7 – જુલાઈ, 1946; ચિત્રોડા (તા. ઈડર, જિ. સાબરકાંઠા)

કુટુંબ

 • માતા – ભીખીબહેન , પિતા – કાંતિલાલ
 • પત્ની – શારદા( લગ્ન – 1967) ; સંતાન – ચાર

અભ્યાસ

 • પ્રાથમિક શિક્ષણ ચિત્રોડામાં
 • 1963 – એસ.એસ.સી.
 • 1967 –  બી. એ. –   એલ. ડી. આર્ટસ   અમદાવાદ
 • 1969 –  એમ. એ.
 • 1981 –  પીએચ. ડી.

વ્યવસાય

 • 1970-71 –  પેટલાદની આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક
 • 1971થી –  – ઈડરની કોલેજમાં અદ્યાપક અને વિભાગીય વડા

જીવનઝરમર

 • સર્વ પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ એક પ્રેમ-કાવ્ય “કુમાર” માસિકમાં
 • ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય કોશ વિભાગમાં સંપાદક
 • ત્રૈમાસિક ‘પ્રત્યક્ષ’ ના સંપાદક
 • કવિતા, વાર્તા અને એકાંકીલેખન પર પણ હાથ અજમાવ્યો છે.
 • આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
 • 1980 – 84  – ગુ.સા.પ. માં સાહિત્ય કોશનું સંપાદન
 • પૂજા, બાધા, ગુરુ , સંપ્રદાય વિ.માં શ્રધ્ધા નથી.
 • ગુજરાતી સાહિત્યના પ્રથમ કક્ષાના વિવેચક

રચનાઓ

 • વિવેચન – કવિતાનું શિક્ષણ, ગુજરાતી વ્યાકરણ વિચાર, આદિ પુસ્તકો
 • પરિચય પુસ્તિકા – ખબરદાર
 • સંશોધન – ઉશનસ્ સર્જક અને વિવેચક ( અભ્યાસગ્રંથ ) 

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

કાન્તિ પટેલ, Kanti Patel


kanti-patel.jpg

પ્રેરક અવતરણ
“ભવિષ્યને કે ભાવિ પેઢીને મારે જો કંઈ આપવું હોય તો તે મારે વર્તમાનને જ આપવાનું છે.

“….. મોટાભાગના સાહિત્યકારો ઘણા દંભી પુરવાર થયા છે, સ્વકેન્દ્રી જણાયા છે. ગણતરીબાજ અનુભવાયા છે. વામણા હોવા છતાં  પોતાને વિરાટ રૂપે પ્રોજેક્ટ કરતા દેખાયા છે…. આને ખાસ મીડિયનો પ્રભાવ ગણીશું?”

____________________________________________________________________________________

સંપર્ક       27, હીરા એપાર્ટમેન્ટ, એસ. વી. રોડ, ગોરેગાંવ (પશ્ચિમ), મુંબઈ 400 062

જન્મ

 • 15 ઓગસ્ટ, 1941; શેરડી ગામે (તા. ઓલપાડ, સુરત નજીક).

કુટુંબ

 • માતા લક્ષ્મીબહેન ; પિતા   લલ્લુભાઈ
 • પત્ની લતા( લગ્ન – 1968 ) ; સંતાન બે

અભ્યાસ

 • એમ. એ.

વ્યવસાય

 • 1972 થી – ભવન્સ કોલેજ, અંધેરીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ

જીવનઝરમર

 • એમ. એ.માં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ

 • પ્રથમ પ્રકાશિત મૌલિક વાર્તા વહુઘેલો ચાંદની સામયિકમાં.

 • ચાંદની, આરામ અને અન્ય સામયિકોમાં કૃતિઓ પ્રકાશિતથતી રહી.

 • સિતાંશુ યશશ્ચંદ્ર તથા અન્ય કવિમિત્રો સાથે યાહોમ નામક લઘુસામયિકનું સંપાદન કર્યું.

 • મુંબાઇમાં કાવ્યસત્ર,  શબ્દલોક, અભ્યાસવર્તુળ, સમન્વય જેવી સાહિત્યરસિકોની સંસ્થાઓ સ્થાપી અને ચલાવી.

 • બહુ જ સ્પષ્ટવક્તા વિવેચક, અનેક સાહિત્યકારોની ઉપેક્ષાનું કારણ બન્યા.

 • ઇશ્વર અને ગુરુપ્રથામાં વિશ્વાસ

 • રાજકપૂર અને તલત મહેમૂદના ચાહક

રચનાઓ

 • વાર્તાઓ, કવિતાઓ આદિ

 • વિવેચન – 10  ગ્રંથો

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)

રવીન્દ્ર ઠાકોર, Ravindra Thakor


ravindra-thakor.jpg

પ્રેરક અવતરણ
‘આયુષ્યને અંત, ન સ્નેહને તો

” આ કથા છે સિધ્ધાર્થની શોધયાત્રાની, પણ બની રહે છે માનવીની, આપણી શોધયાત્રાની.” – સિધ્ધાર્થની પ્રસ્તાવનામાંથી

” …… સિધ્ધાર્થ સાંભળતો હતો. હવે તે એકાગ્રતાથી, સંપૂર્ણ તથા તલ્લીન બની, સાવ રિક્ત બની, બધું જ સ્વીકારતો ને સાંભળતો હતો. અને હવે તેણે સાંભળવાની કલા સંપૂર્ણતયા હસ્તગત કરી લીધી હતી. ….. પણ નદીમાંથી ઊઠતા આ અસંખ્ય સ્વરો આજે ભિન્ન લાગતા હતા….. બધા જ સ્વરો, બધાજ ઉદ્દેશો, બધી જ ઝંખનાઓ, બધાજ વિષાદો – આ સહુના સહઅસ્તિત્વમાંથી આ વિશ્વ બન્યું હતું. આ સહુનું સહઅસ્તિત્વ એટલે જ ઘટનાઓનો પ્રવાહ, જિંદગીનું સંગીત.”

# પુસ્તક પરિચય

એક વાર્તા     

# લઘુ  નાટક

___________________________________________________________________ 

સંપર્ક       –     8, અધ્યાપક મિત્રમંડળ સોસાયટી, પોલિટેકનિક પાસે, અમદાવાદ – 380 015

ઉપનામ

 • અસ્મિતા શાહ, તન્વી દેસાઈ, બાની બસુ, સુકેતુ

જન્મ

 • 26 – જુલાઈ, 1928; અમદાવાદ

કુટુંબ

 • માતા – ઈન્દ્રકુમારી, પિતા – સાકરલાલ
 • પત્ની – સોહિણી ; સંતાન – બે પુત્રી તથા એક પુત્ર

અભ્યાસ

 • 1945 –  મેટ્રિક
 • 1951 –  એમ. એ.  ;  ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ  
 • 1953 –  એલ.એલ. બી.
 • 1980 –  પીએચ. ડી.

વ્યવસાય

 • નિવૃત્ત આચાર્ય, લેખન

જીવનઝરમર

 • બાળપણ ભરૂચમાં બ. ક. ઠાકોરના મકાનમાં વીત્યું.
 • નિવૃત્તિ પછી હતાશાના માહોલમાં ભૂપત વડોદરિયાએ લખવાનું ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપી ઉગાર્યા.
 • સમભાવમાં ‘ર.’ સહીથી સાહિત્ય અવલોકનના લેખો લખે છે.
 • અમદાવાદની વિવિધ કોલેજોમાં અધ્યાપક તથા આચાર્ય
 • કેસૂડાં, શ્રીરંગ તથા આરામમાં પ્રારંભિક કૃતિઓ પ્રકાશિત
 • લેખના વિવિધ ક્ષેત્રોમાં લોકભોગ્ય કૃતિઓની રચના કરી.
 • હેરમાન હેસની નવલકથા “સિદ્ધાર્થ”ના ગુજરાતી અનુવાદે કીર્તિ અપાવી.
 • વાવાઝોડું, અને એકાંકી, બોજ આદિ પ્રશંસાપાત્ર કૃતિઓ
 • એકસોથી વધુ રેડિયો નાટકો લખ્યાં છે.
 • નેપથ્ય અને આરામ નું સંપાદન
 • આકાશવાણી તેમજ રંગમંડળ સાથે ગાઢો સંબંધ જાળવ્યો.

રચનાઓ

 • કવિતા – કેસરિયાં, કસુંબીનો રંગ, નિનાદ  
 • નવલકથા – મીંઢળબાંધી રાત, સપનાંનાં ખંડેર, મેઘચક્ર, તરસ ન છીપી.
 • વાર્તાસંગ્રહ – આભના ચંદરવા નીચે
 • એકાંકીસંગ્રહો – અને એકાંકી, પાંચ નટીશૂન્ય એકાંકી, નટશુન્યમ્,
 • બાળસાહિત્ય – રવીન્દ્ર કથામાળા, કૂકડે કૂક, ભમ દઇને ભૂસકો, સૂરજ ઊગ્યો
 • વિવેચન – કવિતા એટલે, મુનશી એક નાટ્યકાર
 • અનુવાદ – સિધ્ધાર્થ, સુવર્ણ કણ, દરિયાઇ પંખી, હિમખંડ, આઉટસાઇડર, અપરાજેય

સન્માન

 • ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુ. સા. પરિષદના પુરસ્કારો

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
%d bloggers like this: