ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વિવેચક

પ્રસાદ બ્રહ્મભટ્ટ,Prasad Brahmabhatt


prasad_brahmabhatt.jpg

પ્રેરક અવતરણ
‘ क्रियासिध्धिः सत्वे वसति, महतां नोपकरणे। ‘
( મહાપુરુષોની કાર્યસિધ્ધી તેના ગુણમાં હોય છે, સાધનમાં નહીં .)

“માણસના મનમાં એક પછી એક ગાંઠો જેટલી ચુસ્ત અને જેટલી વધારે તેટલું તેમાંથી છૂટવાનું દુષ્કર.”

________________________________________________________________

સંપર્ક      – 11, રીડર્સ રો હાઉસીઝ, ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર, અમદાવાદ 380 009

જન્મ

 • 8 – ઓક્ટોબર, 1951; વિજાપુર, જિ. મહેસાણા
 • મૂળ વતન કડી

કુટુંબ

 • માતા – ચન્દ્રકાંતાબહેન; પિતા – મૂળજીભાઈ
 • પત્ની – અરુણાબહેન ( લગ્ન – 1979 ) ; સંતાન – એક પુત્ર, એક પુત્રી

અભ્યાસ

 • એમ. એ.
 • પી.એચ.ડી

વ્યવસાય

 • નોકરી

જીવનઝરમર

 • સર્વ પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ : સ્વામી દયાનંદ સરસ્વતી (જીવન ચરિત્ર)
 • સર્વ પ્રથમ વિવેચનલેખનું પ્રકાશન “સ્વાધ્યાય”માં
 • પ્રથમ વાર્તા “છલના”નું પ્રકાશન “લોકલહરી”ના દીપોત્સવી અંકમાં
 • આકાશવાણી પર વાંચન કાર્યક્રમો આપ્યા છે.
 • ગુરુ, પુજા, પાઠમાં વિશ્વાસ
 • ત્રણ ભાષા ઉપરાંત બંગાળી પણ જાણે છે.

રચનાઓ  –   ચાલીસથી વધુ પુસ્તકો.

 • વિવેચન – સમીક્ષાસેતુ *, રૂપદાહ
 • નવલકથા – ગાંઠ
 • કાવ્ય –  29 કાવ્યાસ્વાદો
 • ચરિત્ર –  રમણ મહર્ષિ

સન્માન

 • * ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

ઉષા ઉપાધ્યાય, Usha Upadhyay


usha_upadhyay.jpg

પ્રેરક અવતરણ
‘સ્વમાનના ભોગે સ્વર્ગ પણ ન ખપે.’

___________________________________________________________ Read more of this post

મોહન પરમાર, Mohan Parmar


પ્રેરક વાક્ય
‘દરેક વસ્તુનો અંત હોય છે.’

ટૂંક પરિચય

________________________________________

સમ્પર્ક – એ/225, પરિમલ સોસાયટી, કીર્તિધામ તીર્થની પાછળ, ચાંદખેડા, અમદાવાદ- 382 424

જન્મ

 • 15, માર્ચ – 1948, ભાસરિયા, જિ. મહેસાણા

કુટુમ્બ

 • માતા – મંછીબેન; પિતા– અંબારામ
 • પત્ની – જશોદા (લગ્ન – 1971- પીલવાઇ) ; પુત્ર – મનોજ

અભ્યાસ

 • 1966 – એસ.એસ.સી.
 • 1982 – બી.એ.
 • 1984 – એમ.એ.

વ્યવસાય

 • ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરીમાં ઓડીટર

જીવનઝરમર

 • પ્રથમ મૌલિક કૃતિ – ‘ચાંદની’ માસિકમાં ‘સંકેત’ નામની વાર્તા
 • ‘નકલંક’ તેમની બહુ જ વખાણાયેલી વાર્તા / વાર્તાસંગ્રહ છે.
 • રઘુવીર ચૌધરીના ખાસ પ્રીતિપાત્ર લેખક
 • આકાશવાણી પર વાર્તા વાંચન કર્યું છે.
 • ‘અક્ષય’ નામનું સામાયિક શરુ કર્યું હતું.
 • બાધા આખડી કે પાઠ્પૂજામાં નથી માનતા, પણ ઇશ્વર અને ગુરુમાં વિશ્વાસ ધરાવે છે.
 • મોટાભાઇ વાંચવા નવલકથાઓ લાવતા હતા, તેમાંથી સહિત્યમાં રસ જાગ્યો.

રચનાઓ  –  આઠ પુસ્તકો

 • વાર્તાસંગ્રહ – કોલાહલ, નકલંક, કુમ્ભી, પોઠ
 • નવલકથા – ભેખડ, વિક્રીયા, કાળગ્રસ્ત, પ્રાપ્તિ, નેળિયું, પ્રિયતમા, અષ્ટફળ, દયા પશાની વાડી, લુપ્તવેધ
 • નાટક – બહિષ્કાર
 • વિવેચન– સંવિત્તિ. અણસાર
 • સંપાદન – ગુજરાતી દલિત વાર્તા *

લાક્ષણિકતાઓ

 • વાર્તાઓમાં ઘટનાતત્વનો અલ્પ આશ્રય અને કાવ્યમય ગદ્ય
 • તેમની રચનાઓ માત્ર દલિતોની વ્યથા પુરતી મર્યાદિત નથી.
 • ગુજરાતી કથા સાહિત્યમાં આવેલા નવા વલણોનો પ્રભાવ
 • વિવેચનમાં દલિત લેખકોની ટીકા કરવાની પણ હિમ્મત

સન્માન

 • * ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

મણિલાલ પટેલ , Manilal Patel


પ્રેરક વાક્ય
‘ઘસાઇએ તો ઉજળા થઇએ. વેઠે એ વિકસે છે.’

“ તારી છાતીમાં પંખીઓ ઊડે
બૂડે ટેકરીઓ છાતીમાં
કુંવારી ધરા સુખડગંધી
તારી કાયાનો તરભેટો.”

“ મારી મા કહે છે કે, હું કાળઝાળ ઉનાળે જન્મેલો; એટલે કદાચ હું બળ્યોઝળ્યો છું. મારું નામ સાશિ પ્રમાણે ન હોવા છતાં હું સિંહ રાશિનાં બધાં લક્ષણ ધરાવું છું. પ્રેમ કરવાથી માંડીને ગર્જના કરવા સુધીનાં.”

સાવ પોલા શબ્દથી વ્યવહાર છે.
મૌનનો મહિમા કરીને શું કરું
શબ્દ તો કોલાહલોનું દ્વાર છે.

_______________________________________________________________________

સમ્પર્ક    – જી-2, વૈદેહી એપા. શાસ્ત્રી માર્ગ, બાકરોલ રોડ, વલ્લભવિદ્યાનગર – 388 120

જન્મ

 • 9, નવેમ્બર – 1949, મોટા પાલ્લા, ( તા. લુણાવાડા, ઇડર)

કુટુમ્બ

 • માતા – અંબાબેન, પિતા– હરિદાસ
 • પત્ની – ગોપી (મૂળ નામ – ગંગા, લગ્ન – 1972) ; પુત્રો – વિસ્મય, મલય ; પુત્રી – પારુલ

અભ્યાસ

 • 1967 – એસ.એસ.સી.
 • 1971– બી.એ.( ગુજરાતી, સંસ્કૃત)
 • 1973 – એમ.એ. .( ગુજરાતી, સંસ્કૃત)
 • 1979 – પી.એચ.ડી.

વ્યવસાય

 • 1973 – 87 – ઇડરની કોલેજમાં અધ્યાપક
 • 1987 થી – સરદાર પટેલ યુનિ. માં અધ્યાપન

જીવનઝરમર

 • ત્રણ ભાષા ઉપરાંત સંસ્કૃત પણ જાણે છે.
 • તરતાં શીખતી વખતે મહીસાગરમાં ડૂબતા બચી ગયા હતા.
 • સર્વ પ્રથમ કૃતિ – ‘કુમાર’માં ‘ આ-ગમન પછી’ સોનેટ
 • સર્જનમાં 90% પરિશ્રમને જરુરી ગણે છે.
 • ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ એ વિષય પર મહાનિબંધ લખી પી.એચ.ડી. થયા
 • ’અરણ્યોમાં આકાશ’ , ‘પદ્મા વિનાના દેશમાં’ , ‘પી.ટી.સી. થયેલી વહુ વિ. કૃતિઓથી કીર્તિ મળી.
 • આકાશવાણી પર કાર્યક્રમ આપ્યા છે.
 • બાધા આખડીમાં કે પૂજાપાઠમાં નથી માનતા , પણ ઇશ્વર અને ગુરુમાં વિશ્વાસ છે.
 • ‘શ્રુતમ્ ‘ માસિક અને ’દસમો દાયકો’ – ત્રૈમાસિકનું સંપાદન

શોખ

 • ચિત્રકામ
 • નગારું અને ઢોલ વગાડી શકે છે.

રચના     – 14 પુસ્તકો

 • કવિતા – પદ્મા વિનાના દેશમાં, સાતમી ઋતુ
 • નવલકથા – તરસઘર, ઘેરો, કિલ્લો,
 • નિબંધ – અરણ્યોમાં આકાશ ઢોળાય છે. ( અંગત આપવીતી અંગે પણ નિબંધો છે.)
 • વિવેચન – કવિતાનું શિક્ષણ, જીવનકથા

સન્માન

 • કાકાસાહેબ કાલેલકર પારિતોષિક, મુદ્રા ચન્દ્રક

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

માધવ રામાનુજ, Madhav Ramanuj


madhavramanuj.jpgઅંદર તો એવું અજવાળું, અજવાળું.
સળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.

(વાંચો: કાવ્યરસાસ્વાદ )

“એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો –
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.”

એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

આપણે તો ભૈ રમતારામ !
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.

mr_hand_writting.jpg

વધુ રચનાઓ: – 1 – : – 2 – : – 3 – : – 4 –

# સાંભળો – પાસપાસે તોયે   – માળામાં ફરક્યું વેરાન

# તેમની રચનાઓ વિશે

_______________________________________________________________________
જન્મ

 • 22 – એપ્રિલ, 1945 ; પચ્છમ તા.ધંધુકા, જિ. અમદાવાદ

કુટુમ્બ

 • માતા – ગંગાબા; પિતા – ઓધવજી દયારામ( જાણીતા વૈદ્ય)
 • પત્ની – લલિતા- (સંગીત વિશારદ) પુત્રીઓ – દીપ્તિ (સંગીત શિક્ષિકા); નેહા – લેક્ચરર, ફાઈન આર્ટ્સ, સી.એન. વિદ્યાલય,

અભ્યાસ

 • શાળા શિક્ષણ – પચ્છમ, અમદાવાદ, સાદરા તથા ‘ લોકશાળા ગ્રામભારતી’
 • 1973 – ‘કમર્શિયલ આર્ટ’ વિષયમાં ડિપ્લોમા – સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, અમદાવાદ.

વ્યવસાય

 • 1969 – અખંડ આનંદના તંત્રી વિભાગમાં
 • 1971 – કુમાર કાર્યાલય
 • 1969 -70 – વોરા પ્રકાશન સંસ્થા
 • 197073 – આર.આર. શેઠની કંપનીમાં મુખપૃષ્ટચિત્રોના કલાકાર
 • 1973 થી – સી.એન. ફાઈન આર્ટ્સકોલેજમાં અધ્યાપક
 • પ્રિન્સિપાલ ( ઉપર મુજબ)
 • 2004 થી – સર્વોચ્ચ અધિકારી, ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રીસોર્સ, શ્રીમતી જી.આર. દોશી અને શ્રીમતી કે.એમ.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ( IKDRC)તથા ડૉ.એચ.એલ.ત્રિવેદી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાંસ્પ્લાંટેશન સાયન્સીઝમાં ન

જીવનઝરમર

 • અનેક સમારંભોમાં સંચાલન, કવિમુશાયરાઓ-ડાયરાનું સંચાલન
 • અમદાવાદ દૂરદર્શન માટે ‘રેવા’ નામક નાટકમાં કથા, પટકથા, ગીતોની રચના
 • અનેક ગુજરાતી ફિલ્મો માટે ગીતોની રચના
 • અનેક ક્ષેત્રોના મહાનુભાવોના જાહેર ઈંન્ટર્વ્યૂ લેનાર, મોરારિબાપુનો સળંગ આઠ કલાકનો ઈન્ટરવ્યુ
 • ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, નૂતન ગુજરાત, જન્મભૂમિ પ્રવાસી, વિ. માં દસેક વર્ષથી વિવિધ વિષયો પર કોલમ રૂપે લેખો.
 • શ્રી ગિરીશ કર્નાડના અધ્યક્ષપદ નીચે રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના પાંચ વર્ષ સભ્ય
 • લલિતકલા અકાદમી તથા ગુજરાત સંગીત નાટક અકાદમીના બે ટર્મ માટે સભ્ય.
 • ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી પદે આઠ વર્ષ
 • ‘ગાંધર્વ મહાવિદ્યાલય’ ના ચેરમેન તરીકે એક ટર્મ
 • ‘એથિકલ કમિટી ફોર કીડની ટ્રાન્સ્પ્લાન્ટેશન’ ના સભ્ય
 • ‘આયુ ટ્રસ્ટ’ ના મેનેજીંગ ટ્રસ્ટી
 • ઉત્તર બુનિયાદી સંસ્થા ‘ગ્રામભારતી’ ના સંચાલક મંડળમાં કાયમી સભ્ય
 • ચેરમેન, ગુજરાત વિજ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન
 • ‘સાહિત્ય પ્રવાસ’ – લીટરરી એકેડેમી ઓફ અમેરિકાના નિમંત્રણથી 3 માસનો પ્રવાસ
 • નૈરોબી-કેન્યાના પ્રવાસે શ્રી મોરારિબાપુ સાથે

રચનાઓ

 • કાવ્યસંગ્રહો – તમે * , અક્ષરનું એકાન્ત, કલરવના દેશ
 • નવલકથા – પીંજરની આરપાર + (રુબીન ડેવીડના જીવન પર આધારિત) , સૂર્યપુરુષ ભાગ 1-2. ( શ્રી ચીમનભાઈ પટેલના જીવન પર આધારિત.) , કુણાલની ડાયરી , પરોઢિયાના પાલવ ઓથે ( બે વર્તમાનપત્રોમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત.)
 • નાટક – અક્ષરનું અમૃત ( પ્રમુખ સ્વામીના જીવન પર આધારિત ) , રાગ-વિરાગ ( ડૉ.એચ.એલ ત્રિવેદીના જીવન પર આધારિત ) , એક હતી રૂપા ( રેડિયો નાટક ) , કીડની વેશ, હૃદયનું હૃદય કીડની, કીડનીદાન જીવનદાન , પ્રત્યારોપણ પ્રેમનું ( કીડની ટ્રાન્સ્પ્લાંટેડ દરદીઓ દ્વારા અનેકવાર ભજવાયેલું ),
 • ભવાઈ વેશ – જસમા , ગુરુ ગણિકા ( સાતમી સદીના ભગવદ અજ્જાકિયા ની મૂળ કૃતિ પરથી.)

સન્માન

 • ગુજરાત સરકારનું ઈનામ *
 • સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદનું ઈનામ +
 • 1974 અને 1999 – દૂરદર્શન તરફથી વર્ષનાં ઉત્તમ ગીતોની રચના માટે ઇનામ
 • 2004‘એકલવ્ય’ લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ

નરોત્તમ પલાણ, Narottam Palan


Palanપ્રેરક અવતરણ
“मा शुचः ” ( શોક ન કર )  – ગીતા

“ જીવતો જાગતો હોંકારો દેતો પાળિયો” – રાધેશ્યામ શર્મા

એમના વિશે એક સરસ લેખ 

____________________________________________________________

સમ્પર્ક   –     3, વાડી પ્લોટ, પોરબંદર 36055

જન્મ

 • 18 – મે, 1935 ; રાણા ખીરસરા , જિ. પોરબંદર

કુટુમ્બ

 • માતા –રાધાબેન; પિતા – કાકુભાઈ
 • પત્ની – રસીલા ( લગ્ન –1965) ; સંતાન –ત્રણ પુત્રો

અભ્યાસ

 • 1958 – મેટ્રિક
 • 1966– ગુજરાતી, સંસ્કૃત સાથે બી.એ.
 • 1972 – એમ.એ. ; બી.એડ

વ્યવસાય

 • 1973 થી –  ગુરુકુળ મહીલા કોલેજમાં અધ્યાપક

જીવન ઝરમર

 • ઈતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્યમાં વિશેષ રસ.
 • સૌરાષ્ટ્રમાં પોરબંદરથી દ્વારકા તથા સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું સંશોધન.
 • પુરાતત્ત્વવેત્તા ડો. હસમુખ સાંકળિયા સાથે દ્વારકાના ખોદકામમાં સહયોગ.
 • પ્રાચીન ટિંબાઓ, મંદિરો, કુંડો, શિલાલેખો પર ખતપૂર્વક સંશોધન.
 • ઘુમલીના બૌદ્ધવિહાર સહિત અનેક બૌદ્ધ-જૈન ગુફાઓ તથા ત્રીસ જેટલાં મંદિરોની ખોજનો શ્રેય નરોત્તમભાઈ પલાણને જાય છે.
 • શ્રી અરવિંદના પૂર્ણયોગના અભ્યાસી.
 • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘અગ્નિકુંડમાં કમળ’.
 • ‘એક અધ્યાપકની ડાયરી’  કટાર લેખનથી ઘણા જાણીતા
 • વિવેચન લેખો અને ડાયરી માટે નામના મળી.

શોખ

 •  ચિત્ર અને સંગીત

રચનાઓ

 • પ્રવાસ પુસ્તિકાઓ –  રખડપટ્ટી, ગુજરાતનાં યાત્રાધામો, સરસ્વતીને તીરે તીરે આદિ
 • વિવેચન – લોચન
 • સંશોધન –  ઘુમલીસંદર્ભ
 • સંપાદન – માધવમધુ, લોકસાહિત્ય

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
 • ગુજરાતી સાહિત્યકોશ ખંડ -2

મધુ કોઠારી, Madhu Kothari


madhu-kothari.jpgદમયંતીએ કહ્યું :
‘ઓઢવા માટે વસ્ત્ર
નથી.’
નળે તરત જવાબ વાળ્યો :
‘ આ ચાંદની ઓઢી લે.’ 
–  એક મોનો ઇમેજ  

ર્પ્રેરક અવતરણ
“ You have to know the ropes to pull the strings.” – Shelby Friedman

_______________________________________________________ 

સમ્પર્ક         ફીલિંગ, સુભાષનગર, રૈયા રોડ, રાજકોટ – 360 001

નામ

 •  મધુસૂદન રામચન્દ્ર કોઠારી

જન્મ

 • 16, સપ્ટેમ્બર – 1939; કેરવાડા; જિ. ભરૂચ  ( બીજા એક સંદર્ભ પ્રમાણે 16, એપ્રિલ- 1939 )

કુટુમ્બ

 • પિતા – રામચંદ્ર
 • પત્ની – હંસા ( લગ્ન – 1959) ; સંતાન – ત્રણ

અભ્યાસ

 • 1963 – એમ.એ.
 • 1977 – પી.એચ.ડી.

વ્યવસાય

 • રાજકોટની કોલેજમાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક

જીવનઝરમર

 • ત્રણ ભાષા ઉપરાંત બંગાળી પણ જાણે છે.
 • વડોદરામાં સુરેશ જોશીના વિદ્યાર્થી પહેલી કૃતિ ચુનીલાલ મડીયાના ‘રુચિ’ સામયિકમાં પ્રગટ થઇ.
 • આકાશવાણી પર કાર્યક્રમો આપેલા છે.
 • ડ્રાંઉ ડ્રાંઉ, ટેન્ટ્રમ , યમક, પૃષ્ઠ –  સાહિત્યિક લઘુ સામાયિકોનું સંપાદન
 • ઓ.પી. નય્યર પ્રિય સંગીતકાર
 • રાજકોટમાં પ્રયોગાત્મક કવિતાનું ‘ એક્સપેરીમેન્ટલ ગ્રુપ’ શરુ કર્યું
 • ‘એઝરા પાઉન્ડ’ની રચનાઓની અસર નીચે ‘ મોનો ઇમેજ’ નો પ્રયોગ ( ‘ટાઇપ રાઇટર’ માં )

શોખ

 • ચિત્રકળા, ગિટાર વાદન

રચનાઓ

 • કવિતા – મેટાબોલિઝમ, ટાઇપરાઇટર ( અછાંદસ), ચાવીને થૂંકી દઉં છું, ઓરબીટ, અચોક્કસ
 • નાટક – ફલાણાનું ફ્લાવરવાઝ ( પદ્યરૂપક )
 • વિવેચન – સાહિત્ય વિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ, શોરગુલ
 • સંપાદન – ગઝલનું નવું ગગન, ગઝલની આસપાસ, વોઇસીસ
 • અંગ્રેજી – મોનો ઇમેજ ( ગુજરાતી ગઝલોનો અંગ્રેજીમાં અનુવાદ )

લાક્ષણિકતાઓ

 • પદ્યનો નાટ્યમાં સફળતાપૂર્વક ઉપયોગ
 • કલ્પનો અને પ્રતીકોનો સભાનતાપૂર્વક પ્રયોગ અને વિનિયોગ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

ધીરેન્દ્ર મહેતા, Dhirendra Mehta


220px-Dhirendra_Mehta ગઢની રાંગે ચકરાવા લેતી સમડી – રાધેશ્યામ શર્મા

અમારા ઘરની સામે ગઢની રાંગ દેખાતી. બપોરના એકાંત સમયમાં હું એની ઉપર ચકરાવા લેતી સમડીઓને જોયા કરતો

…..  વિકલ્પ હોય તો પણ હું કંઇ મારું અપંગપણું દૂર કરવાનું માંગું નહિ. હવે એમ માનીને ચાલું છું કે, પગનો ઉપયોગ મર્યાદિત છે અને મારે એનું વળતર હાથ પાસેથી વાળવાનું છે. – એમની પ્રખ્યાત સ્વકથાનક વાર્તા ‘ચિહ્ન’ નો નાયક ઉદય

…..સર્જક તરીકે હું પોતે આ સંદર્ભમાં મારા સર્જનથી બહુ સંતુષ્ઠ નથી. માનવજીવન અને જગત વિશેનો મારો અનુભવ અને સમજણ અલ્પ છે. મારા સર્જનની આજના જીવતા મનુષ્ય સાથે નિસબત હોય એ મને ગમે, બલ્કે હું એમ ઇચ્છું.

પ્રેરક વાક્ય – Know how to  suffer  like a man.” – Earnest Hemingway

# રચના

#  તેમની સત્યકથા આધારિત નવલકથા છાવણીનું રસદર્શન

#  વિકીપિડિયા ઉપર

વેબ ગુર્જરી પર સરસ પરિચય લેખ 

___________________________________________________

સમ્પર્ક     – જીવનછાયા, પંડિત દીનદયાળ માર્ગ , ભુજ ( કચ્છ) – 370 001

જન્મ

 • 29 ઓગસ્ટ- 1944, અમદાવાદ

કુટુમ્બ

 • માતા – રમીલા; પિતા– પ્રીતમલાલ
 • પત્ની– નૂતન ( એમ.એ.), બી.એડ, લગ્ન – 1977, માંડવી- કચ્છ ) ;  દીકરીઓ – વેણુ, શાલ્મલી

અભ્યાસ 

 • એમ.એ. , પી.એએચ.ડી. (ગુજરાતી)
 • વિનીત , રાષ્ટ્રભાષારત્ન

વ્યવસાય

 • આર. આર. લાલન કોલેજ , ભુજ તથા અનુસ્નાતક કેન્દ્રમાં ગુજરાતીના અધ્યાપક અને અધ્યક્ષ

જીવનઝરમર

 • નાની ઉમ્મરે પોલીયોના કારણે બન્ને પગ  નિષ્ક્રીય

 • માતાએ બહુ પ્રેમથી તેમની ચાકરી કરેલી, માતા એક પત્રકારનાં પુત્રી અને દેશળજી, સ્નેહરશ્મિ, ઉમાશંકર જેવા સાહિત્યકારોનાં શિષ્યા

 • ‘નંદશંકરથી ઉમાશંકર તેમનો પી.એચ.ડી. માટેનો મહાનિબંધ

 • પહેલી કૃતિ ‘કુમાર’ માં પ્રકાશિત થઇ હતી

 • પ્રથમ મૌલિક પ્રકાશન – વલય ( નવલકથા)

 • ત્રણ ભાષાઓ ઉપરાંત સંસ્કૃત અને કચ્છી જાણે છે. 

 • આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે. ( કાવ્ય- વાર્તા વાંચન, નાટક લેખન અને અભિનય )

 • પ્રતિષ્ઠિત કૃતિઓ – ચિહ્ન, દિશાન્તર, આપણે લોકો, સમ્મુખ, ભુસકાની ઉજાણી ( બાળગીતો)

 • સાઇડકાર વાળું સ્કુટર ચલાવે છે.

શોખ

 • બાગાયત, પ્રવાસ, નાટક  

રચના – તેર પુસ્તકો

 • કવિતા 

 • વાર્તા– સમ્મુખ

 • નવલકથા– વલય, દિશાન્તર

 • વિવેચન– નિસબત

સન્માન

 • ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક – પાંચ વાર

 • ૨૦૧૧ – રણજિતરામ સુવર્ણચન્દ્રક

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)

વિજય શાસ્ત્રી, Vijay Shastri


vijay-shastri.jpg” તમારે સદાય મીઠા જ રહેવાનું. બાવળ રોપનારા પણ આશા ગુલાબની રાખે છે……આ ભારોભાર વિરોધ, અસંમતિ, અને તિરસ્કારનો લાવા હૃદયમાં ઘૂઘ્વી રહ્યો હોય ત્યારે પણ તમારે મધુર, મીઠા જ બની રહેવું ‘પડે’ એ વ્યક્તિત્વનો હ્રાસ છે…… બીજાને ખુશ કરવા માટે પહેલાં પોતાની જાતને ભૂલવી પડે.

આમ સાહિત્ય તો એક નિમિત્ત જ બની રહે છે, સાધન જ બની રહે છે. મુખ્ય વસ્તુ તો અમારો શાસન શોખ જ હોય છે…..બધું બનાવટી લાગ્યા કરે છે. માણસ તરીકે અપ્રામાણિક હોય એવી સર્જક વ્યક્તિના પાડેલા શબ્દથી છેતરાઇ ન જવાય તો બસ.

પ્રેરક અવતરણ
સુખદુઃખ મનમાં ન આણીએ– નરસિંહ મહેતા
“ There is suffering and suffering” – Dostoyevski

__________________________________________________________________

સમ્પર્ક      – જે/3/ 302, પ્રકૃતિ એપાર્ટમેન્ટ, મુક્તાનંદનગર, અડાજણ રોડ, સુરત – 395 009 

જન્મ

 • 10, ઓગસ્ટ- 1945; મુંબાઇ

કુટુમ્બ

 • માતા– રમાબેન; પિતા– રમણલાલ

 • પત્ની– દીપ્તિ ( બી.એ., બી.એડ. લગ્ન – 1975, સુરત); સંતાનો – બે

અભ્યાસ

 • એમ.એ., પી.એચ.ડી.

વ્યવસાય

 • અધ્યાપન

જીવનઝરમર

 • પ્રથમ મૌલિક કૃતિ – મિસિસ શાહની એક બપોર
 • પ્રથમ પ્રકાશિત રચના – મડીયાના ‘રુચિ’ સામાયિકમાં
 • આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
 • ‘ના ધર્મે લબ્ધકામાનો મુસદ્દો’ – ટૂંકી વાર્તાનું નાટ્ય રૂપાંતર ‘ મનસુખકાકાનો મુસદ્દો’ નામે ટી.વી. પર રજુ થયું છે.
 • વિદેશી સાહિત્ય વિચારકોના અભ્યાસી, ક્રાંતિકારી વિચારસરણીવાળા અને સાહિત્યમાં રાજકારણથી નિર્ભ્રાંત વ્યક્તિ  

રચના – પ્રસિધ્ધ પુસ્તકો – 20

 • વાર્તા મિસિસ શાહની એક બપોર , ઇતરેતર, ઇત્યદિ, હોવું એટલે હોવું *

 • વિવેચન -ઉદ્ ગાર, અનુવાદ

સન્માન

 • ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક *

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા – રન્નાદે પ્રકાશન

ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant Sheth


ccf09252006_00000.jpg” કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં. કાવ્ય સર્જન વેળાએ કવિ કવિતાની બહાર હોતો નથી. ને કવિતા સર્જાઇ ગયા પછી પોતે ક્યાં છે એની ખાસ ફિકર ચિંતા કરવા જેવી હોતી નથી.”

” મૂંગાં તે કેમ રહેવું? ”

” શબ્દોને આપણે ઓઢીએ ને આપણે વધુ ઉઘાડા પડીએ.”

” મારો વિશ્વાસ કઇ રીતે થઇ શકે?
મેં ખોટાં બિલોમાં, ભળતી સહી કરી
જાળવી અદબ નથી મારા નામની.”  – આવું પ્રામાણિકપણે લખી શકનાર !

પ્રેરક વાક્ય – ‘आत्मानम्  विध्धि । ‘

# રચનાઓ  ઃ  ૧  ઃ  ૨  ઃ  ૩  ઃ  

___________________________ Read more of this post

%d bloggers like this: