ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વ્યાકરણ

બારે મેઘ ખાંગા


rainfall-blue-purchased-use-istock-522795232-300x206

ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે.

  1. ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
  2. છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
  3. ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
  4. કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
  5. પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
  6. નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
  7. મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
  8. અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
  9. મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
  10. ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
  11. પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
  12. હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે

મૂળ સ્રોત – અજ્ઞાત

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર

 

વ્યુત્પત્તિ – ૧


     આમ તો આ બહુ જ મોટો વિષય છે. પણ સુરતના મિત્ર શ્રી. જીતેન્દ્ર દેસાઈના ઉત્સાહને માન આપી એક નાનકડી શરૂઆત – તેમના જ શબ્દોમાં

શબ્દ સ્મૃતિ

     અમેરિકા રહેવાસી ભાઈ શ્રી સુરેશ જાની જોડે  એમના “ગુજરાતી પ્રતિભા પરિચય “ બ્લોગ અને ઈમેલ દ્વારા  “વાદળીઓ સંબંધ “ બંધાયો. એમણે શબ્દો અને શબ્દોની વ્યુત્પત્તિ વિષે જે કઈ જાણતા હો તે અથવા જે કઈ વાંચ્યું હોય તે લખવા કહ્યું  અને લખીને મોકલવા કહ્યું જેથી  એમના બ્લોગમાં એની ચર્ચા આગળ ચાલે

       સ્વ. શ્રી હરિવલ્લભ ભાયાણી ના  પુસ્તક “ શબ્દ કથા” માંથી કેટલાક શબ્દો ની અત્રે “શબ્દ સ્મૃતિ “ રૂપે  ચર્ચા કરવા ધારી છે.એમાં એવા શબ્દો આવે જે આપણે ભૂલી ચુક્યા છીએ અથવા ભૂલી જવાના છીએ.આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આવો આપણે એવા કેટલાક શબ્દો ને યાદ કરીએ.

અંગૂછો

  • અંગ લુછવાનો કપડાનો ટુકડો  – સંસ્કૃત – अन्गोच्छ – પ્રાકૃત – અંગપુન્છય

ઉખાણું

  • કોઈની બુદ્ધિની કસોટી કરવા પૂછાતો કોયડો – સંસ્કૃત માં आख्यान શબ્દ  છે સાથે उपाख्यान પણ છે.આના પરથી પ્રાકૃતમાં ઉપફખાણક અને તે પરથી આવ્યું  ઉખાણું ! પરંતુ અર્થ બદલાઈ ગયો.ક્યાં આખ્યાન ક્યાં ઉપાખ્યાન  અને ક્યાં ઉખાણું.

આવા તો અધધ! કઈ કેટલા  શબ્દો હશે ! તમને યાદ આવે છે ? તો  લખો નીચે ….

તત્સમ શબ્દો


     અમદાવાદના મિત્ર શ્રી. વિનોદ ભટ્ટે સમાનાર્થી શબ્દો વિશે નાનકડો, સંગ્રહ મોકલ્યો હતો.  [ આ રહ્યો. ] આજે તેમણે તત્સમ શબ્દો વિશે આવો બીજો એક નાનકડો સંગ્રહ મોકલ્યો છે.  આવું બધું ડિક્શનેરી કે થિસોરસમાં જ શોભે – પણ શબ્દોના રસિયા વાચકોને આની ઉપર નજર નાંખવાનું ગમશે. અલબત્ત ગામડામાં જેમના જીવનનો વધારે ભાગ પસાર થયો હોય, તે વાચકોને આમાંના ઘણા શબ્દો જાણીતા હશે –

દોરીના ટુકડાના  જુદા જુદા નામ

  • દોરીકપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે
  • જાળીભમરડો ફેરવવા માટે
  • રાશબળદને કન્ટ્રોલ કરવાની લગામ
  • વરતપાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું
  • વરતડીપાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું
  • નાથબળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી
  • રાંઢવુજુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી
  • નાડીચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી
  • નોંજણુંગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.
  • ડામણઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત પકડાઈ જાય. દોરીને ડામણ કહે છે.
  • જોતરબળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન
  • નેતરછાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી

 દોરીના મટિરિયલને લીધે જુદા નામો 

  • શીંદરીનાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.
  • સૂતળીશણમાં થી બનાવેલી દોરી
  • વાણજંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી
  • કાથીનાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી

કપડાના જુદા જુદા આકારના, જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના નામ

  • ચાકળોસુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.
  • પછેડીમાથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.
  • ચોફાળપછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.
  • બુંગણચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.
  • ફાળિયુંમાથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો
  • પનિયુંકમરે બાંધવાનું કાપડ
  • ગુમછોઆછું,પાતળુ લાલ કાપડ
  • ઓછાડગાદલાને કવર કરવા વપરાતું કાપડ.
  • કામળીઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.
  • મસોતુંરસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો.
  • પંચિયુંશરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.
  • અબોટિયુંપૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.
  • લુગડુંસાડીને લુગડું પણ કહે છે. 

ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો/ ચીજો

  • પરોણોબળદને હાંકવા માટેની લાકડી
  • કળીયુખેતી માટેનું સાધન
  • બેલીબે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.
  • ફાળહળનો નીચેનો ભાગ
  • કોશખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો
  • કોસ (. કોહ) – કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન
  • સુંઢકોસનો ચામડાનો ભાગ
  • ગરેડીકોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર
  • પાડોબળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું
  • તરેલુંકોસમાં બળદને જોડવાનું સાધન
  • ધોંસરુગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન
  • પાટખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું
  • ઈસખાટલામાં વપરાતા બે લાંબા લાકડા
  • ઉપલુંખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા
  • પાંગથખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું
  • તગારુંસીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન
  • ઘમેલુંકાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન
  • બકડીયુંતગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન
  • સૂયો કે સોયોકોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય
  • રાંપખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન
  • રંધોસૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન
  • નેવાછાપરામાંથી પાણી પડવાના ભાગ
  • મોભછાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય
  • વળીમોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.
  • સાલખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.
  • વિંધસાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.
  • પાયોખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે
  • ઢોલિયોમજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.
  • નીકખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.
  • ધોરિયોમોટી નીક ને ધોરિયો કહે છે.
  • છીંડુંવાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.
  • ખળુંઅનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા
  • કેડોરસ્તો
  • કેડીપગ રસ્તો
  • વંડીદિવાલ
  • કમાડમોટું બારણું
  • ડેલોમોટા કમાડવાળું બારણું.

સમાનાર્થી શબ્દો


સાભારશ્રી. વિનોદ ભટ્ટ

મૂળ સકલનકારઅજ્ઞાત 

લખનારાઓને કામની ચીજ આ રહી…..

ગુજરાતી લેક્સિકોન પણ આવી સેવા આપે છે…

lexicon

આ લોગો પર ક્લિક કરો…

રઈશ મનિયાર, Dr. Raeesh Maniar


પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

—-

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

તેમની રચનાઓનો   # મોટો ખજાનો

———————————————————–

સમ્પર્ક

  • ઈમેલ – amireesh@yahoo.com

જન્મ

  • ૧૯ , ઓગસ્ટ, ૧૯૬૬, કિલ્લા પારડી, જિ. વલસાડ

કુટુમ્બ

  • માતા– ? પિતા -?
  • પત્ની – ડો. અમી

અભ્યાસ

  • એમ.ડી., ડી.સી.એચ (બાળદર્દ, પેડિયાટ્રિક)

વ્યવસાય 

  • બાળ માનસશાસ્ત્રી

સાભાર – ‘લયસ્તરો’

Raeesh_Maniar

સરસ સંવાદક/ સંચાલક

 

તેમના વિશે વિશેષ

  • ડોક્ટર કવિ હોવા ઉપરાંત અનેક મુશાયરાઓ, કવિ સમ્મેલનો, સંગીતના કાર્યક્રમોના લોકપ્રિય સંચાલક
  • અખબારોમાં કટાર લેખન
  • ટીવી, રેડિયો પર કાર્યક્રમો આપ્યા છે.
  • અનેક વખત વિદેશમાં કાવ્યપઠનના કાર્યક્રમો
  • ‘ કૈફી આઝમી’ પુસ્તકનું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે

તેમના વિચારો

  • ખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.
  • વિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.
  • માનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.
  • દરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.
  • દુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.
  • જાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.
  • પોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.
  • આપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.
  • આપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.

રચનાઓ 

  • કાવ્ય સંગ્રહો – કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી, નિહાળતો જા, પન્નીએ પહતાય તો કેટો’ની ( હઝલો)
  • અનુવાદો – કૈફી આઝમી, જાવેદ અખ્તર, તરકસ, સાહિર લુધિયાનવી, આવો કે સ્વપ્ન વાવીએ કોઈ
  • જીવન ચરિત્ર – ‘મરીઝ’ અસ્તિત્વ અને વ્યક્તિત્વ
  • પિંગળ – ગઝલ- રૂપ અને રંગ
  • બાળ મનોવિજ્ઞાન – બાળઉછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? , તમે અને તમારું નિરોગી બાળક

સન્માન

  • ૨૦૦૦ – આઈ.એન.ટી. તરફથી ‘શયદા’ પુરસ્કાર – યુવા ગઝલકાર તરીકે
  • ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
  • ૨૦૦૨ – ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર

સાભાર

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas


ઉંઝા આધારીત –  સરળ જોડણીમાં )

jugalkishor_vyas.jpg

“કોણ આ અંતરે આવી આવી અને  અવનવી ઊર્મિઓને  જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર   હળવે  રહીને  વગાડે ? ”

“દુનીયાનો  અંધકાર  મને શું   કરી શકે ?
અંધારું ગર્ભકાળનું  આંજ્યું છે આંખમાં. ”

” કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! ”

‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. ”

#   વ્યાકરણના પાઠો      :    પીંગળશાસ્ત્ર

#   તેમના અનુભવો

તેમના બ્લોગ ……….

#    શાણી વાણીનો શબદ   :   NET-ગુર્જરી
પત્રમ્ પુષ્પમ્          :   આપણા મલકમાં

___________________________________________________   Read more of this post

યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi


પ્રેરક અવતરણ

“જેમ ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં કેવળ છોંતરાં જ રહે ને કાંઈ સાર નીકળે નહીં; તે જ પ્રમાણે વિચાર કરતાં ‘હું’ જેવી કોઈ ચીજ મળશે નહીં. બાકી જે રહે તે જ આત્મ – ચૈતન્ય.”
– રામકૃષ્ણ પરમહંસ

“તલવારના ઘા પર ઘા કર્યે જાઓ દોસ્તો!
હું ટટ્ટાર ઊભો છું, પાણીના સ્તંભની જેમ.”

” મને થયેલ અન્યાય માટે
આખું બ્રહ્માંડ સાંભળે એટલી મોટી મેં ચીસ પાડી હોત.
પણ તો મારી કવિતા નષ્ટ થઈ જાત.”

“ ફુલોની પાંડુલિપિ સવારની સાડી પર ભરતકામ કરી રહી છે.
વરસાદથી ભીંજાયેલી પાંખો પસવારીને
પંખીઓ નિતાંતને કોઈ શુભ સંદેશ આપી રહ્યાં છે.”
– એક ગદ્ય કાવ્ય

“ દુનિયાનો કોઈપણ મુકદ્દમો ચાલે છે ત્યારે બહારના અને અંદરના યશવંત વચ્ચે જ ચાલે છે.”
– પ્રો. અમૃત ઉપાધ્યાય

# એક રચના

____________________________________________________________

Read more of this post

ઉત્તમ ગજ્જર, Uttam Gajjar


( ઉંઝા જોડણીના આ સમર્થ પ્રચારકના સન્માન તરીકે
આ જીવનઝાંખી ઉંઝા જોડણીમાં આપેલી છે.)

uttam-gajjar_2.jpg

જીવનમંત્ર
‘આજનો દીવસ, આ જીંદગીનો છેલ્લો જ દીવસ છે.’


_____________________________________________________________

સમ્પર્ક    

  • 53–ગુરુનગર, વરાછા રોડ, સુરત–૩૯૫ ૦૦૬
  • ફોન – ( 0261) – 255 3591 Mobile : +91 96268 98772
  • ઈમેઈલઃ uttamgajjar@gmail.com

જન્મ

  • 28 – જુન , 1935 , કડોદ (તા. બારડોલી, જી. સુરત)

કુટુમ્બ

  • માતા – રુક્ષ્મણીબહેન, નીરક્ષ્રર,– 1999માં અવસાન 
  • પીતા – ભગવાનદાસ નરોત્ત્રમદાસ ગજ્જર, બે ધોરણ પાસ, સુથારીકામ–1990માં અવસાન
  • ભાઇ (નાનો) – ઈજનેર, અંકલેશ્વરમાં
  • પત્ની – મધુકાન્તા
  • પુત્રી –પહેલી B.Sc. પરીવાર સાથે ફ્લોરીડામાં, બીજી B.A. પરીવાર સાથે અમદાવાદ;  પુત્ર – એક, પરીવાર સાથે મીસીસીપી, પતી–પત્ની બન્ને ઈજનેર, સ્વતંત્ર ધંધો

અભ્યાસ

  • 1954 –  એસ.એસ.સી. (કડોદ હાઈસ્કુલ)
  • 1957 – સ્નાતક–ગુજરાત વીદ્યાપીઠ
  • 1960 –  ડી.બી.એડ.–રાજપીપળા

વ્યવસાય

  • 1957-60 – શીક્ષક– ઓરણા હાઈસ્કુલ– તા.કામરેજ
  • 1960-65 –શીક્ષક–ગલીયારા હાઈસ્કુલ–કઠોર
  • 1965-93 – શીક્ષક–એમ.ટી.બી.(ટેક.) હાઈસ્કુલ, સુરત

તેમના વીશે વીશેષ

  • પ્રત્યક્ષ શીક્ષણકાર્યમાં જ વીશેષ રસ.  તેથી આચાર્ય બનવાનું ટાળતા રહ્યા, છતાં છેલ્લે છેલ્લે એકદોઢ વરસ ઈન્ચાર્જ આચાર્ય તરીકેની જવાબદારી નીભાવવી પડી
  • શાળા જીવનમાં ભાષા, સાહીત્ય, સંગીત, વ્યાયામ, વાચનમાં ઉંડો રસ.. અભ્યાસેતર વીવીધ પ્રવૃત્તીઓના આયોજનમાં સભા–સંચાલનમાં રુચી.
  • શુદ્ધજોડણી શીક્ષણ માટે અનેક સેમીનાર અને કાર્યશીબીરો કર્યાં.
  • ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં, સરકારનીયુક્ત અભ્યાસક્રમ સમીતીના સભ્ય તરીકે વર્ષો સુધી કામગીરી
  • ગુજરાતીનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાંપ્રશ્નપત્રોનાં નવાં માળખાં તૈયાર કરવામાં લાંબો સમય સરકારી શીક્ષણખાતા સાથે હીસ્સેદારી રહી
  • મુળથી જ રૅશનલ અભીગમ, જીવનના દરેક ક્ષેત્રનાં પ્રચલીત રુઢીરીવાજોને શંકાની નજરે ચકાસી, હીતકારી જણાય તો જ તે આચરવાનું વલણ
  • 1993 સુધી –  વીદ્યાપીઠીય સાર્થજોડણીના ચુસ્ત સમર્થક, પણ ડૉ. દયાશંકર જોશી, શ્રી. રામજીભાઈ પટેલ અને સ્વ. જયંત કોઠારીનાં પુસ્તકોના વાચન, સતત સંપર્ક અને ચર્ચાથી સમુળું વીચારપરીવર્તન, ત્યારથી જોડણીવ્યવસ્થા પરીવર્તન કરવાકરાવવાની દીશામાં દોડતા રહેવામાં પાછું વાળી જોયું નથી
  • 1999ના જાન્યુઆરીની 9-10 તારીખે ઉંઝા મુકામે પ્રથમ અને સફળ જોડણીપરીષદમાં, લેખનમાં એક જ રાખવાનો ઠરાવ થયા બાદ સઘળો સમય, શક્તી, તનમનધન સઘળું, તેને યથાશક્તી સફળ કરવાકરાવવામાં સમર્પીત
  •  સ્વાધ્યાય, સંગીત, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, વ્યાયામ, મીત્રો સાથે મીઠી ગોષ્ઠીમાં આનંદ
  • 1999 ભાષાપ્રેમી શ્રી રતીલાલ ચંદરયાના પરીચયમાં આવ્યા..
  • 2000નીસાલથી શ્રી રતીલાલ ચંદરયાને ‘લેક્સિકનના નીર્માણના કામમાં જોડાયા.. હજી આજેયે તે મદદ ચાલુ જ છે. તેમણે તેની રખેવાળી ને સારસંભાળ માટે ટ્રસ્ટી તરીકે સન્માની ત્યાં ‘ટીમ’માં એમને મુક્યા છે.
  • 2005 લેક્સીકોન નીર્માતા શ્રી રતીલાલ ચંદરયા, અને ગાંધીનગરના સ્નેહી બળવંતભાઈ પટેલ સંગાથે ‘સન્ડે ઈ–મહેફીલની સાપ્તાહીકી સુવાચન–પ્રવૃત્તી શરુ કરી – આજે દેશમાં અને વીશ્વમાં દુરસુદુર વસેલા 15,000 જેટલા વાચકો સંગાથે આ યાત્રા અવીરતપણે ચાલુ છે..

રસના વિષયો

  • ગુજરાતી ભાષા–સાહિત્ય
  • શાસ્ત્રીય સંગીત, ગઝલો, (ગુલામ અલી, જગજીતસીંઘ સૌથી વધારે પ્રીય)
  • વાચન અને મીત્રો સાથે મીઠી ગોઠડી

રચના

  • વ્યાકરણ – શુદ્ધલેખન, જોડણીની ખોદણી
  • સંપાદન ( અન્ય લેખકો સાથે )  –   ‘મધુપર્ક’ ( પ્રા. રમણલાલ પાઠકના લેખોનો સંગ્રહ ) ; ગુજરાતી લખાણ માટે એક જ ‘ઈ–ઉ’ બસ છે ; કોમ્પ્યુટરની ક્લીકે – ગુજરાતીની પહેલી ડીજીટલ ડીક્ષનેરી

રણછોડભાઇ દવે, Ranchhodbhai Dave, Revised


ranchhodbhai_dave.jpg”… પરિણામે રણછોડભાઇ જેવા ઉત્સાહી જુવાનને ગુજરાતી નાટક લખવાના કોડ જાગ્યા… એમનાં નાટકો લખાતાં અને એક પછી એક ભજવાતાં ગયાં… શિખાઉ નાટ્યકારો એમની નાટ્યશૈલીનું અનુસરણ કરવા લાગ્યા અને આમ ગુજરાતી રંગભૂમિનું અને ગુજરાતી નાટકનું ચોક્કસ સ્વરૂપ બંધાયું… રણછોડભાઇ ગુજરાતી નાટકના પિતા કહેવાયા.”
–અનંતરાય રાવળ

 ” રણછોડભાઈની નાટકસેવાનું ખરું માપ તો એમના જમાનામાં જીવી જનાર જ કાઢી શકે…આપણા એ સુધીર ને ધૃતિમાન આદિ નાટ્યકારે એ સંસ્કૃતિકાળમાં પાશ્ચાત્ય અને પ્રાચીન-ભારતીય પ્રભાવ ઝીલ્યો, તળપદા ગુજરાતી નાટક પ્રકાર-ભવાઈનો સક્રીય વિરોધ પણ કર્યો અને તેનું સંમાર્જન કરીને એને અપનાવ્યો પણ ખરો.તેમની મેધા ઉચ્ચ હતી અને તેઓ એક અધિક ઉદ્યોગ પરાયણ વિદ્વાન હતા..”

_________________________________________________________________
Read more of this post

હીરાચંદ કાનજી કવિ , Heerachand Kanji Kavi


રચનાઓ

  • 1859 –  મિથ્યાભિમાન-ખંડન , કવિ નર્મદની અને અન્ય કવિઓની તીવ્ર ટીકાઓ સહિતનું કાવ્ય
  • 1863- 65 –  ગાયનશતક ભાગ 1,2,3 –   અનેક વિષયો પરનાં કાવ્યો
  • 1863 – કુમારબોધ –  બાળકોને શિખામણ આપતી રચના,  કુમારિકાબોધ કન્યાઓને શીખ આપતી રચનાઓ
  • 1864 – નામાર્થબોધ
  • કોશાવલી  – નવા કવિઓને પ્રાસાનુપ્રાસ મેળવવામાં ઉપયોગી થવા માટેનો શબ્દકોશ
  • પિંગળાદર્શ –  વ્રજભાષામાં ગુજરાતી ટીહા સહિત અને ઉદાહરણો સાથેનું પુસ્તક.આમાં કવિ અને કવિતાના ગુણ-અવગુણ તથા લક્ષણોને પદોમાં ઢાળીને રજૂ કર્યાં છે.

લાક્ષણિકતાઓ

  • નર્મદ-દલપતની અસરોમાં આવ્યા વિના, તેમની પણ ટીકાઓ રજૂ કરનારા મહત્વના કવિ
  • કવિતાનું વિવેચન કરીને કક્ષાનાં ધોરણો આપનાર કવિ
  • કોશ અને પિંગળને લગતાં કાર્યો પણ તેમણે હાથ ધર્યાં છે
  • કવિતાની ઉત્તમ,મધ્યમ અને કનિષ્ઠ એમ વ્યાખ્યાઓ પણ તેમણે બતાવી આપી છે.
%d bloggers like this: