ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: શિક્ષણ

નગીનદાસ સંઘવી, Nagindas Sanghvi


“ હું તો મારા વિદ્યાર્થીઓના હાથે ટીચાઈ ટીચાઈને ઘડાયો છું.”
હુલામણું નામ – નગીનબાપા

ન્મ

૧૦, માર્ચ – ૧૯૨૦; ભાવનગર

અવસાન

૧૨, જુલાઈ- ૨૦૨૦; સુરત

કુટુંબ – ??

શિક્ષણ

એમ.એ.  ભાવનગર

વ્યવસાય

શિક્ષણ – ૧૯૫૧ – ૮૦, ભવ ન્સ કોલેજ , અંધેરી , રુપારેલ કોલેજ – માહીમ; મીઠીબાઈ કોલેજ, વિલે પાર્લે  મુંબઈ
સામાયિકોમાં કટાર લેખક

તેમની ચેનલ

https://www.youtube.com/channel/UCP5z9huJwsrMwtB1_rmwW9g/videos

તેમના વિશે વિશેષ

  • 1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.
  • એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.
  • ૧૯૫૦ ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા.
  • તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું.  નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.
  • મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા. 
  • ૧૯૬૨ થી – ચિત્રલેખા અને બીજાં સામાયિકોમાં રાજકારણને લગતી નિયમિત કટારોમાં નીડર લેખન
  • રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા
  • મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો.  નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને  ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને  સ્વતંત્ર ચિંતન દેખાય છે.
  • તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.

ચનાઓ

  • મહામાનવ કૃષ્ણ, ગીતા નવી નજરે, ગીતા વિમર્શ,  નરે ન્દ્ર મોદી – એક રાજકીય સફર, રામાયણની અંતરયાત્રા,
  • તડફડ શ્રેણી – ભારત, ધર્મ, ઈતિહાસ, જીવન, રાજનીતિ, સમાજ, સંસ્કૃતિ, વિશ્વ, સોંસરી વાત, નગીનદાસ સંઘવીનું  તડ ને ફડ
  • સંકલન – એમની વિવિધ કટારોના લેખોમાંથી સંકલન કરેલા આઠ  પુસ્તકોનો સેટ
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી અઢાર પુસ્તક અને 29 પરિચય પુસ્તિકાઓ. 

સન્માન

૨૦૧૮ – પદ્મશ્રી , ભારત સરકાર
વજુ કોટક સુવર્ણ ચંદ્રક

માનસિંહ ભાઈ ચોધરી


mansinh_chowdhary

સંઘર્ષ વિના કાંઇ જ પ્રાપ્ત થતું નથી.

આ એક એવા મુઠ્ઠી ઊંચેરા માણસની કહાણી છે જેને વારસામાં કોઇ અઢળક સંપત્તિ મળી નહોતી. પિતાની જમીન પણ ગીરો મૂકેલી હતી છતાં ખેતી કરતાં કરતાં અભ્યાસ કર્યો. માઇલો સુધી ચાલીને સ્કૂલમાં ભણવા જવું પડયું. શિક્ષક બન્યા. યુદ્ધ વખતે સરહદ પર જઇ ઘાયલ સૈનિકોની સેવા કરી. રાષ્ટ્રપતિશ્રી દ્વારા સન્માન મળ્યું.

એ વ્યક્તિનું નામ છે ડો. માનસિંહભાઈ ચૌધરી.

તેમના જીવન વિશે સરસ લેખ અહીં વાંચો

ખોડીદાસ પરમાર, Khodidas Parmar


kp3

#

#

#

#

#

# ‘દાવડાનું આંગણું’ પર સચિત્ર લેખ શ્રેણી 

# પ્રતિલિપિ પર સ્મરણાંજલિ 


e0aa9ce0aab6e0ab8be0aaa6e0aabe

e0aba7-e0aab9e0aabee0aaa5e0ab80

e0abaa-e0aaade0ab87e0aa82e0aab8e0ab8be0aaa8e0ab81e0aa82-e0aa96e0aabee0aa82e0aaa1e0ab81

kp6

સ્વ. શ્રી . તુષાર ભટ્ટના બ્લોગ પર સરસ પરિચય માટે નીચેના ચિત્ર પર ક્લિક કરો.

kp4

જન્મ

  • ૩૧-૭-૧૯૩૦

કુટુમ્બ

  • માતા – વખાબા; પિતા – ભાયાભાઈ
  • પત્ની -? ;  પુત્ર – ?; પુત્રી – ?

અવસાન

  • માર્ચ ૨૦૦૪

સ્વ-રચિત મરશિયો

kp5

શિક્ષણ

  • ૧૯૫૧– એસ.એસ.સી.( ભાવનગારમાંથી)
  • એમ.એ..( ગુજરાતી અને સંસ્કૃત) – શામળદાસ કોલેજ

વ્યવસાય

  • અધ્યાપક – V.A.M.C. કોલેજ, ભાવનગર
  • કલા અને લોક સાહિત્યના પી.એચ.ડી. ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક

kp1

તેમના શિષ્યે દોરેલ ચિત્ર

જીવન ઝરમર

  • પિતા બહુ જ સામાન્ય સ્થિતિના માણસ હતા – ચોકીદાર અને ઘોડાગાડી ચાલક . માતા પણ માટી ખોદવાની મજુરી કરી ઘરની આવકમાં ઉમેરો કરતાં.
  • ઘણી દીકરીઓ બાદ આ પુત્ર રત્ન પ્રાપ્ત થતાં, તેને સારું શિક્ષણ આપવામાં તેમણે જાત ઘસી નાંખી. ખોડિયાર માતાની કૃપા થઈ એમ માની તેમનું નામ માતાની નામ પરથી નક્કી કર્યું હતું.
  • તેમના પુત્રો પણ કલાકાર છે.
  • તેમના ચિત્રકળાના ગુરૂ સ્વ. સોમાલાલ શાહ હતા.
  • કળા અને લોકસાહિત્યનાં ઘણાં પુસ્તકો લખ્યાં છે.
  • નવી દિલ્હીના વિખ્યાત, રાષ્ટ્રીય મ્યુઝિયમમાં અને બીજે તેમની કળા કૃતિઓ સંઘરાયેલી છે

રચનાઓ 

kp2

સન્માન

  • રાષ્ટ્રીય લલિતકલા એકેડમી
  • ગુજરાત વિદ્યાપીઠ-સુવર્ણ ચંદ્રક
  • સૌરાષ્ટ્ર કલા મંડળ-સુવર્ણ ચંદ્રક
  • અકાદમી ઓફ ફાઈન આર્ટસ(ક્લકત્તા)- રજત ચંદ્રક
  • All India Fine Arts and Crafts Society, New Delhi-આઠ વર્ષ પુરસ્કારો.
  • કાલિદાસ સન્માન સમારોહ- સાત પુરસ્કારો
  • બોમ્બે આર્ટ સોસાયટી- બે પુરસ્કારો
  • R.N.Tagore Century Hyderabad પુરસ્કાર
  • ગુજરાત લલિતકલા અકાદમી- બે પુરસ્કાર

સાભાર

  • શ્રી. તુષાર ભટ્ટ
  • શ્રી. પી.કે. દાવડા

 

 

જય વસાવડા, Jay Vasavada


jv1…આ છે જીવનની યાત્રા. આ છે યુવાચેતનાની વાત. જીવનને તમે સરસ રીતે મૂકી શકો એ જ સાહિત્ય. એટલે જ મને ગમતી બહુ મજાની બે પંક્તિઓ કહીને મારી વાત પૂરી કરું છું :

જ્યારથી જણ કશાકની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

યુવાનીની ચેતના લઈને ચાલવાનો અને લોકપ્રિયતાની મશાલ હાથમાં પકડવાનો આ શ્રાપ છે. હવે બીજી જે પંક્તિ છે એ આખેઆખી વાતને summing up કરે છે :

આમ જુઓ તો ડાહ્યા ડમરા, આમ જુઓ તો જિદ્દી
સૌ પીવે છે અદ્ધરથી, અમે જિંદગી મોઢે માંડી પીધી.

વિકિપિડિયા પર  ગુજરાતી, અંગ્રેજી

તેમના  બ્લોગ પર સ્વ-પરિચય

ફેસબુક પર  ;   ટ્વીટર પર


jv2

jv5

તેમના બ્લોગ પર ઢગલાબંધ લેખ અને તેનાથી વધારે મોટા ઢગલાબંધ પ્રતિભાવો વાંચવા અહીં ક્લિક કરો.

જન્મ

  • ૬, ઓક્ટોબર – ૧૯૭૩, ગોંડળ, જિ. રાજકોટ

કુટુમ્બ

  • માતા – જયશ્રી; પિતા – લલિત
  • પત્ની – ? ; સંતાન – ?

શિક્ષણ

  • પ્રાથમિક – ઘેર
  • માધ્યમિક – સ્વામીનારાયણ ગુરૂકૂળ, ગોંડળ
  • કોલેજ – ૧૯૯૩ – ગોંડળ કોમર્સ કોલેજમાંથી બી.કોમ.

વ્યવસાય

  • ત્રણ વર્ષ – રાજકોટ યુનિ. ની કોમર્સ કોલેજમાં માર્કેટિંગ વિષયના વ્યાખ્યાતા, પછી ત્યાં જ પ્રિન્સિપાલ

જીવનમાં સફળતા કેવી રીતે મેળવશો? – વિડિયો

ઢગલાબંધ વિડિયો

તેમના વિશે વિશેષ

  • પિતા ગોંડળની કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા, અને માતા જૂનાગઢ અધ્યાપન મંદિરમાં મેટ્રન. તેમનો જન્મ થતાં માતાએ નોકરી છોડી દીધી અને તેમના પ્રાથમિક કક્ષાના શિક્ષણની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી.
  • સ્વામીનારાયણ ગુરૂકુળમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થતાં જીવનમાં વળાંક આવ્યો અને કોમર્સ લાઈન તરફ વળ્યા.
  • રાજકોટનાં દૈનિકોમાં લેખ લખવા સાથે લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત. પછી ગુજરાત સમાચારમાં નિયમિત કોલમ ( ‘અનાવૃત્ત’ અને  ‘સ્પેક્ટ્રોમિટર’ ) લખવાથી વધારે પ્રકાશમાં આવ્યા.
  • ૨૦૦૮થી –  ‘અભિયાન’માં નિયમિત લેખ ‘રંગત સંગત’ શિર્ષક હેઠળ
  • મુંબાઈના Mid Day, અનોખી અને આરપાર સામાયિકોમાં અવાર નવાર લેખ
  • પ્રિન્ટ મિડિયામાં  ૧૬૦૦ થી વધારે લેખ
  • તેમના પ્રેરક પુસ્તક ‘જય હો’ અને JSK ( જય શ્રી કૃષ્ણ ) ની ૧૦,૦૦૦ નકલો એક જ વર્ષમાં વેચાઈ ગઈ હતી.
  • પ્રખર વક્તા –  ગુજરાતમાં  ઠેર ઠેર, અનેક વિષયો પર અભ્યાસ પૂર્ણ અને પ્રેરક વ્યાખ્યાનો આપેલાં છે.
  • ETV, Gujarat પર Celebrity show ‘સંવાદ’ ના હોસ્ટ તરીકે લોકપ્રિય કામગીરી( ૨૨૫ શો )
  • રાજકોટ રેડિયો પરથી ‘સિનેમા સીઝલર્સ’ નું પ્રસારણ
  • ‘સહારા ટીવી’ ના બોમન ઈરાની દ્વારા સંચાલિત ‘બોલીવુડકા બોસ’ની કસોટીમાં (quiz show) ફાઈનલ સુધી પહોંચેલા.
  • ગુજરાતી ફિલ્મ ‘બે યાર’માં પાર્શ્વભૂમિકા
  • સોશિયલ મિડિયામાં ૭૫,૦૦૦ થી વધારે ચાહકો , યુવા વર્ગના માનીતા લેખક
  • અમેરિકન સરકારના આમંત્રણથી મિડિયા ટ્રીપ
  • જર્મની, સિંગાપુર, થાઈલેન્ડ, દુબાઈ, યુકે, ઈટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ વિ. દેશોમાં વ્યાખ્યાન પ્રવાસો
  • મુરારીબાપુના ‘અસ્મિતા પર્વ’ અને વડા પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીની જીવન કથાના વિમોચનમાં અભ્યાસપૂર્ણ પ્રવચનો.

jv3.jpg

jv4

રચનાઓ

કટાર/કોલમ

નામ સમાચાર પત્ર/સામાયિક નોંધ/વાર
અનાવૃત ગુજરાત સમાચાર બુધવાર
સ્પેક્ટ્રોમીટર ગુજરાત સમાચાર રવિવાર
મિડ-ડે, મુંબઈ સામાન્ય જ્ઞાન વિશેની કોલમ
રંગત-સંગત
મોનિટર
તરબતર
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
સમકાલીન
મુંબઇ સમાચાર
ચિત્રલેખા
અનોખી
આરપાર
ગુજરાત ગુજરાત સરકારનું માસિક
હોટલાઈન

પુસ્તકો

પુસ્તક પ્રકાશન વર્ષ પ્રકાશક
યુવા હવા
માહિતી અને મનોરંજન
સાહિત્ય અને સિનેમા
આહ હિન્દુસ્તાન, ઓહ હિન્દુસ્તાન
પ્રીત કિયે સુખ હોય… ૨૦૧૦ નવભારત સાહિત્ય મંદિર
સાયન્સ સમંદર
નોલેજ નગરિયા
જી. કે. જંગલ
જય હો[૧૦] ૨૦૧૨ રિમઝિમ ક્રિએશન
JSK – જય શ્રી કૃષ્ણ
Life@Kite
વેકેશન સ્ટેશન ૨૦૧૫
મમ્મી પપ્પા ૨૦૧૬

સાભાર

  • વિકિપિડિયા
  • તેમનો બ્લોગ

જનક નાયક, Janak Naik


Janak Naik


jn8

તેમના બ્લોગ પર અહીં ક્લિક કરીને પહોંચી જાઓ

js

આ ચિત્ર પર ક્લિક કરી તેમની યાદમાં યોજાયેલ સ્મૃતિ સમારોહનો અહેવાલ વાંચો.

જન્મ

  • ૧૩, ઓગસ્ટ – ૧૯૫૪, મુંબાઈ

અવસાન

  • ૧૬, એપ્રિલ – ૨૦૧૭, સુરત

કુટુમ્બ

  • માતા -રેખાબહેન  , પિતા – નાનુભાઈ
  • પત્ની – જયશ્રી , પુત્ર – ચિંતન , પુત્રી – દુર્વા

શિક્ષણ

  • બી.કોમ, એમ.એ., NDHSC ( Naturopathy)

વ્યવસાય

  • સાહિત્ય સંગમ’ પ્રકાશન સંસ્થા

તેમની યુ-ટ્યુબ ચેનલ

તેમના વિશે વિશેષ

  • નર્મદ સાહિત્ય સભાના મંત્રી, ‘સાહિત્ય સંગમ’હેઠળ અનેક કાર્યક્રમો યોજ્યા હતા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના વિકાસ મંત્રી
  • સંવેદન અને સુખી જીવન સામાયિકોના તંત્રી
  • બાળકોના વિકાસમાં અત્યંત ઋચિ. બાળકોને વાર્તાઓ કહેવી, તેમની પાસે કહેવડાવવી, લખાવવી, પ્રશ્નોત્તર કરવા, ચર્ચાઓ કરાવવી વિ.
  • પોતાની ષષ્ઠીપૂર્તિ વખતે ૬૦ શાળાઓમાં સાભિનય વાર્તાકથનના પ્રયોગો
  • ‘ગુજરાત મિત્ર’માં દર ગુરૂવારે ‘મનના મઝધારેથી’ કોલમના લેખક
  • તેમનાં પુસ્તકો કેવળ શબ્દ વિલાસ ન રહેતાં અનેક લોકોનાં જીવનને ઉન્નત બનાવતાં સાબિત થયાં છે.

jn5

રચનાઓ

jn7

તેમનાં પુસ્તકો – ‘પુસ્તક સાગર’ પર

jn1jn2jn3

સન્માન 

  • ૧૯૯૪ – નવચેતન ચન્દ્રક
  • ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ
  • ૨૦૦૧ – નંદ શંકર ચન્દ્રક
  • ૨૦૦૨ – સ્વ. સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક
  • ૨૦૦૨ – ટાગોર ઈન્ટરનેશનલ કલ્ચર અને લિટરેચરનો ગુજરાત એવોર્ડ
  • ૨૦૦૨ – ગીજુભાઈ બધેકા એવોર્ડ
  • ૨૦૧૨ – ધૂમકેતુ એવોર્ડ

સાભાર

  • શ્રી. નાનુભાઈ નાયક

ગુજરાતીમાં શિક્ષણને સરપાવ


બહુ જ આનંદ પમાડે તેવા સમાચાર…

ગુજરાતીમાં શિક્ષણને લગતા વિડિયો બનાવવાનો ભેખ લીધેલ શ્રીમતિ હિરલ શાહ ( યુ.કે.) ના બેમિસાલ કામને યુ-ટ્યુબે સરપાવ આપ્યો છે.

    ‘યુ-ટ્યુબ’ ની શૈક્ષણિક બાબતોની ટીમે ‘ YouTube EDU’ કોમ્યુનિટીમાં એમની ચેનલને સ્થાન આપ્યું છે.

વિગતમાં સમાચાર આ રહ્યા…

Congratulations, EVidyalay!

We’re excited to let you know that your channel has been accepted into YouTube EDU, a community of high-quality educational channels on YouTube. As a part of YouTube EDU, you’ll gain access to advanced features to classify your educational content. You will be featured in our educational channel: Primary & Secondary and have the potential to reach a larger audience of learners with a growing number of schools now enabling access to YouTube EDU. Because students around the world will be seeing your content, we ask that everything remains appropriate.

Here are a few suggestions on what to do to take advantage of this opportunity:

  • Spread the word about joining YouTube EDU. We suggest sharing this news with your community. This is a great chance to boost visibility for your channel. Here is a sample one-liner you can post: “We’ve been added to YouTube EDU, a free source of quality educational content from around the globe. Check out our channel!”
  • Learn more about additional resources at YouTube EDU.
  • YouTube/Teachers – a resource for educators to leverage YouTube in the classroom
  • YouTube Creator Playbook – an extensive guide to optimise your channel on YouTube
  • YouTube EDU Playbook Guide – a guide specifically for EDU channels
  • Our Help Centre – where you can access additional information.

Thanks for becoming part of YouTube EDU and continuing to upload quality educational videos. We’re looking forward to working with you to build an even greater global classroom.

Cheers,

— The YouTube EDU Team

     આ ચેનલમાં પ્રકાશિત કરવામાં આવેલા વિડિયોનું સંકલન કરતી ઈ-વિદ્યાલય’ વેબ સાઈટ આ રહી.

તેમનો મુદ્રાલેખ

ભણો ગમે ત્યાં……ગમે ત્યારે…..

ev

અને એ સરપાવ પામેલ યુ-ટ્યુબ ચેનલ આ રહી…

આ ચિત્ર પર 'ક્લિક' કરી  'ઈવિદ્યાલય'  ચેનલ પર પહોંચી જાઓ

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી
‘ઈવિદ્યાલય’ ચેનલ પર પહોંચી જાઓ

હિરલ અને તેમના પતિ શ્રી. મિલન શાહને હાર્દિક અભિનંદન અને આ પૂણ્યકાર્યને અનેક ગણી વધારે ઊંચાઈએ પહોંચવાનું સૌભાગ્ય મળે તેવી શુભેચ્છાઓ.

જે કોઈ વાચકને તેમના આ કામમાં સહાય ભૂત થવાનો ઉમંગ જાગે; તેમને હિરલબેનનો સમ્પર્ક સાધવા નીચેની ફોર્મમાં માહિતી આપવા વિનંતી.

કાજલ ઓઝા-વૈદ્ય, Kajal Ojha Vaidya


Kajal_2
( વાંચો અને સાંભળો )

વિકિપિડિયા પર

તેમની સાથે પ્રશ્નોત્તર

તેમની રચનાઓ

——————————————————-

જન્મ

  • ૨૯, સપ્ટેમ્બર – ૧૯૬૬, મૂંબાઈ

કુટુમ્બ

  • માતા-?; પિતા – દિગંત ઓઝા
  • પતિ – સંજય વૈદ્ય; સંતાન – ?

શિક્ષણ

  • ૧૯૮૬ – બી.એ.( સંસ્કૃત, અંગ્રેજી) , ગુજરાત યુનિ.( અમદાવાદ)
  • એમ.એ. – એડ્વર્ટાઈઝિંગ મેનેજમેન્ટ ( મુંબાઈ યુનિ.)

ચિત્રલેખા હીરક મહોત્સવમાં પ્રવચન

અસ્મિતા પર્વમાં પ્રવચન

શિકાગોમાં પ્રવચન( ત્રણ ભાગ પૈકીનો પહેલો ભાગ )

તેમના વિશે વિશેષ

  • હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે.
  • તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.
  • સંદેશ,ગુજરાત ડેઇલી,લોકસત્તા-જનસત્તા,ઈન્ડીયન એકસપ્રેક્ષ ,મુંબઇ,અભિયાન,સમકાલીન,સંભવ માં પત્રકારત્વ
  • દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર(સુરત),કચ્છ-મિત્ર, જન્મભૂમિ-પ્રવાસી,કલક્ત્તા હલચલમાં કટાર લેખક

Kajal_3

 

Kajal_4

રચનાઓ

  • ૪૫ પુસ્તકો(નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકો)

સન્માન

  • ૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
  • ૧૯૮૨: નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
  • ૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ

સાભાર

  • શ્રી. વિનોદ પટેલ
  • ગુજરાતી વિકિપિડિયા

ઇજ્જતકુમાર ત્રિવેદી, Ijjatkumar Trivedi


ijjat_5-“મારા જીવન પ્રત્યેનો અભિગમ એટલો જ છે કે શુભ નિષ્ઠા ફળ્યાં વગર કદી રહેતી નથી. જીવનની આ વિઘ્નદોડમાં અનેક વખત ગડથોલિયા ખાધા હશે પણ અહેસાસ એટલો થયો છે કે નિષ્ઠા તો શુભ જ રાખવી અને જો ચાલતા જ રહેવાના હો તો ધીમે ચાલવામાં વાંધો નથી”

–  “એકને માટે બધા અને બધાને માટે એક.“

તેમની ઢગલાબંધ લઘુકથાઓ અહીં

તેમની  રેડિયો મુલાકાત અહીં સાંભળો

તેમની પૌત્રી ‘વૈશાલી’ ની તેમના વિશે વેબ સાઈટ ‘ઘરદીવડા

———————————-

સમ્પર્ક

જન્મ

  • ૫,એપ્રિલ-૧૯૩૫; ગામ  લીલીયા મોટા ,તા. તળાજા ,જિ. ભાવનગર

ijjat_3

અવસાન

  • ૨૬,જુન- ૨૦૧૨, ભાવનગર

કુટુમ્બ

  • માતા– દુર્ગાબેન ; પિતા – રેવાશંકર
  • પત્ની– ઉષાબેન; પુત્ર – સુગમ; પુત્રીઓ– સ્વ.સંગિતા, સારિકા, સુનિતા

અભ્યાસ

  • એમ.એ.
  • બી એડ

યુવાન વયે

યુવાન વયે

વ્યવસાય

  • ભુતપૂર્વ પ્રાધ્યાપક, શામળદાસ કોલેજ, ભાવનગર

દૂર દર્શન પર-

જીવન ઝરમર

  • આધુનિક ગુજરાતી ગદ્ય સાહિત્ય ના એક સર્જક; નમ્ર અને સરળ વ્યક્તિ
  • ગુજરાતી સાહિત્યમાં 200 થી વધુ  લઘુકથાઓ લખનાર લેખક
  • નાની ઉમ્મરે કોઇ પણ જાત ની ઓળખાણ વગર લઘુકથાઓ ‘કુમાર’ જેવા લબ્ધ    પ્રતિષ્ઠિત માસિકમાં છપાયેલ છે.
  • મહુવા ની જે.પી પારેખ હાઇસ્કુલ મા 15 વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપેલ છે.
  • પ્રખ્યાત રામ કથાકાર પ્રાત:સ્મરણીય શ્રી મોરારી બાપુ ના એક સમય ના શિક્ષક 
  • ભાવનગર યુનિવર્સિટીની શામળદાસ કોલેજ ખાતે વર્ષો સુધી ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે સેવા આપેલ છે.
  • ‘કાકા’ ઉપનામ થી વિદ્યાર્થી આલમમાં લોકપ્રિય
  • લેખકની અનેક લઘુકથાઓનું   હિન્દી/ અંગ્રેજીમાં ભાષાંતર થયેલ છે. અને દૈનિક    સાપ્તાહિકોમાં પ્રગટ થતી રહી છે.
  • મરણોત્તર પણ તેમની લઘુકથાઓ હજુ પણ છપાતી રહે છે., 

રચનાઓ 

  • હળવા હાસ્ય લેખો – મોનાલીસા, હળવે હાથે
  • લઘુ કથાઓ – કાંટા ગુલાબના અને બાવળના, કાસમ માસ્તર નુ વસિયતનામું, સુદામાના તાંદુલ, વામનના પગલા, રાઇના દાણા, ઘરદીવડા, સાતમો  કોઠો

સાભાર 

  • વૈશાલી ત્રિવેદી, ધવલ ત્રિવેદી, ધર્મેશ ઓઝા

છોટુભાઈ પુરાણી, Chhotubhai Purani


————————-

નામ

  • છોટાલાલ

જન્મ

  • ૧૩,જુલાઈ-૧૮૮૫, ડાકોર ( જિ. ખેડા)

અવસાન

  • ૨૨-ડિસેમ્બર-૧૯૫૦

કુટુમ્બ

  • માતા-?; પિતા– બાલકૃષ્ણ; નાનાભાઈ–  અંબાલાલ

શિક્ષણ

  • પ્રાથમિક – ડાકોર; માધ્યમિક – જામનગર
  • ૧૯૦૦-મેટ્રિક
  • ૧૯૦૬– બાયોલોજી સાથે બી.એ.( સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબાઈ)
  • ૧૯૦૮ – બાયોલોજી સાથે એમ.એ. (સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબાઈ)

વ્યવસાય

  • ૧૯૧૦-૧૯૧૬ –  લાહોરની ધર્માનન્દ એન્ગ્લો વેદિક કોલેજમાં વ્યાખ્યાતા
  • ૧૯૧૬થી – અમદાવાદમાં વ્યાયમ શિક્ષણ

તેમના વિશે વિશેષ

  • ગુજરાતમાં સ્વાતંત્ર્ય પ્રવૃત્તિના પ્રણેતા
  • ગુજરાતમાં વ્યાયામ શિક્ષણની શરૂઆત કરી.

રચનાઓ

  • શિક્ષણ–  ઉષ્મા, મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિ, પ્રાકૃતિક ભૂગોળ
  • અનુવાદ– હિન્દનો પ્રાચીન ઈતિહાસ , ભાગ – ૧,૨
  • સંપાદન – ગુજરાતી વાચનમાળા

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

મોહનલાલ પટેલ, Mohanlal Patel


“ લઘુકથા જીવનના એક જ સંદર્ભને સ્પર્શે છે, જે એના કેન્દ્રરૂપ પેલા સિચ્યુએશન સાથે સીધો સંકળાય છે; અને બીજા સંદર્ભો તો સિચ્યુએશનના પૂરક અંશો જ હોય છે.”

પ્રેરક અવતરણ……. “ મન તણો ગુરુ મન કરશે, તો સાચી વસ્તુ જડશે.”

“To start a story still scares me to death.” – Steinbeck

“… પ્રોફેસર થવાની મોહિની ખંખેરી નાંખી, પોતાના સમાજમાં ઊછરતાં બાળકો વચ્ચે જઈને તેઓ બેઠા છે.” – ઉમાશંકર જોશી.

( રીડ ગુજરાતી પર )    –  ૧ –  ;  –  ૨  –

કનકપાત્ર( અક્ષરનાદ પર )

લઘુકથા અને તેમના વિશે બહુ જ સરસ લેખ (પ્રેમજી પટેલ)

 


સમ્પર્ક

  • ૫૦૧/૨૧, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ, અમદાવાદ, ૩૮૦ ૦૫૪

જન્મ

  • ૨૫, એપ્રિલ, ૧૯૨૭, પાટણ

અવસાન

  • ૧૩, માર્ચ , ૨૦૨૦, અમદાવાદ

કુટુમ્બ

  • માતા- જેઠીબેન, પિતા – બાબાઈદાસ
  • પત્ની- હીરાબેન ( લગ્ન- ૧૯૪૫, કહોડા- સિદ્ધપુર)
  • સંતાન – ચાર

શિક્ષણ

  • ૧૯૪૩ – મેટ્રિક
  • ૧૯૪૭ –  ઈતિહાસ અને અર્થ શાસ્ત્ર સાથે મુંબાઈ યુનિ.માંથી બી.એ.
  • ૧૯૫૫ – ગુજરાત. યુનિ.માંથી બી.એડ
  • ૧૯૬૧ – ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.
  • રાષ્ટ્રભાષા રત્ન

વ્યવસાય

  • અધ્યાપન,ખાસ તો કડીના સર્વ વિદ્યાલયમાં.

mp

જીવન ઝરમર

  • ૧૯૫૦ માં અમદાવાદની સાહિત્યિક આબોહવા અને ૧૯૬૧માં અમદાવાદની આર્ટ્સ કોલેજમાં અધ્યાપન કાર્ય છોડી કડીની શાળામાં પુનરાગમન.
  • ઉમાશંકર જોશી સાથે ગાઢ મૈત્રી
  • ભોળાભાઈ પટેલ એમના શિષ્ય હતા. – “નો સ્ટડી વિધાઉટ કડી!”
  • કડીના સર્વ વિદ્યાલયના વડા તરીકે નિવૃત્ત
  • ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના પ્રખર પુરસ્કર્તા.
  • નેશનલ જ્યોગ્રોફિક મેગેઝિનના આશક
  • સર્વપ્રથમ ટૂંકી વાર્તા ‘બહાદર’ ૧૯૪૯, સપ્ટેમ્બરના ‘નવચેતન’માં પ્રકાશિત થઈ.
  • પ્રિય ફિલ્મ ‘Blood and sand’ ; પ્રિય નાટક ‘ અમે બરફનાં પંખી’
  • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
  • ભારત ઉપરાંત અમેરિકા, કેનેડામાં ઘણી વખત પ્રવાસ કર્યો છે.

અન્ય શોખ

  • ચિત્રકળા, શાસ્ત્રીય વાદ્યસંગીત

રચનાઓ

  • નવલકથા– હેતનાં પારખાં, અંતિમ દીપ, સાંજ ઢળે, નયન શોધે નીડ, શમણાં ન લાગે હાથ, ટહૂકે પંખી કોઈ ઘટામાં, રણમાં છાઈ શ્યામ ઘટા, ભાસ- આભાસ
  • વાર્તાસંગ્રહ – હવા તુમ ધીરે બહો, વિધિનાં વર્તુળ, ટૂંકા રસ્તા, મોટી વહુ, પ્રત્યાલેખન, ક્રોસરોડ
  • લઘુકથા સંગ્રહ – ઝાકળમાં સૂરજ ઊગે
  • વિવેચન– ટૂંકી વાર્તા – મીમાંસા

સન્માન

  • ૧૯૮૪- શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ગુજરાત રાજ્યનો એવોર્ડ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૨ ,રાધેશ્યામ શર્મા
%d bloggers like this: