ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: શિક્ષણ

ઇન્દ્ર વસાવડા, Indra Vasavada


નામ

ઇન્દ્ર વસાવડા

જન્મ

૨૩ નવેમ્બર ૧૯૧૨ ; જૂનાગઢ

અભ્યાસ

 • બી.એ. – બહાઉદ્દીન કૉલેજ; જૂનાગઢ
 • એમ.એ. વીથ વેદાંત – ઍલ્ફિસ્ટન કૉલેજ ; મુંબઇ
વ્યવસાય
 • શિક્ષક અને આચાર્ય
 • કેળવણી ખાતામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, રાજ્યશિક્ષણભવનના નિયામક
 • સને ૧૯૭૧થી નિવૃત્ત
પ્રદાન
 • ઉપેક્ષીત વર્ગનાં પ્રશ્નો-સમસ્યાઓને નિરૂપતી નવલકથા
રચનાઓ
 • નવલકથાઓ – ઘર ભણી, ગંગાના નીર, સમર્પણ, સંજીવની, શોભા, ચંદા, પ્રયાણ, ગરીબની લક્ષ્મી
 • નાટકો – શાળોપયોગી નાટકો, દીવો મારા દેશનો
 • વાર્તાસંગ્રહ – ઇતિહાસને અજવાળે, નવનીતા, રાધુ
 • બાળવાર્તાઓ – રમૂજી પ્રવાસમાળા, જાંબુની ડાળે, રામ રામ ભૈયાજી (બાળનવલકથા)
 • પ્રવાસકથા – નાનસેન  ઃ તેના પ્રવાસો, ભયંકર રણમાં, હ્યુ એન-સંગ (રમણલાલ સોની સાથે)
 • અનુવાદ – હિન્દીનો શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ, મારી મા (કથેરાઇન હોર્બ્સ
 • હિન્દીલેખન – ઘર ભણી, શોભા, સંજીવની
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

રામનારાયણ ના. પાઠક, Ramnarayan N Pathak


નામ

રામનારાયણ નાગરદાસ પાઠક

જન્મ

૨૩ ફેબ્રુઆરી ૧૯૦૫ ; ભોળાદ તા. બોટાદ

અવસાન

૪ જુલાઇ ૧૯૮૮

 

અભ્યાસ

 • લાઠી, લીંબડીની શાળાઓમાં, વઢવાણની રાષ્ટ્રીય શાળામાં
 • લીંબડીની સંસ્કૃત પાઠશાળાઓમાં ભાગવતનો અભ્યાસ અને ઉદ્યોગશાળામાં વણાટકામ શીખ્યાં.
જીવનઝરમર
 • હરિજનસેવા, ગ્રામોત્થાન અને ખેતીકામ સાથે સંકળાયેલા.
 • ૧૯૨૩ના ઝંડા સત્યાગ્રહમાં તરૂણ સત્યાગ્રહી તરીકે ગાંધીજીના રંગે રંગાયા.
 • ગિજુભાઇ બધેકા અને નાનાભાઇ ભટ્ટના અંતેવાસી એવા તેમણે વિવિધ સ્તરે શિક્ષણકાર્ય કર્યું હતું.
 • વિશ્વશાંતિ પરિષદમાં તેમણે ભારતના સભ્ય તરીકે ફિનલૅન્ડ, રશિયા અને ઝેકોસ્લોવીયા વગેરે રાષ્ટ્રોની મુલાકાત લીધી હતી.
રચનાઓ
 • નવલકથાઓ – છેટાં રે જો માબાપ, વેઠનો વારો, પચાસ વર્ષ પછી, આવતી કાલ, જગતનો તાત, ખાંડાની ધાર, માનવતાનાં મૂલ, સાથી, સોહાગ, યશોધરા.
 • ચરિત્રલેખન – ભારતના ભડવીરો, ભારતની વીરાંગનાઓ, યુગાવતાર ગાંધી ૧ થી ૩, ગાંધીગંગા, મોહનમાંથી મહાત્મા, ક્રાંતિકારક ગાંધી, મહાત્મા તૉલ્સતૉય, ગૌતમ બુદ્ધ, બાલશિક્ષણ પ્રણેતા ગિજુભાઇ, સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ, શ્રી રામકૃષ્ણદેવ, માશ્રી શારદામણીદેવી, સ્વામી વિવેકાનંદ.
 • પ્રવાસ – કાળાં પાણીને પેલે પાર, પલટાતી દુનિયાનાં દર્શને, ભારતયાત્રા ૧ થી ૪, ચાર પ્રવાસો, પ્રવાસપત્રો.
 • ધર્મકથાઓ – આપણી ધર્મકથાઓ, સર્વધર્મપરિચય  ઃ  હિન્દુધર્મ, ઇસાઇ ધર્મ, ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ, મહાકાવ્યોની રસિક કથાઓ.
 • બાલવાર્તા – રામભાઇની બાલવાર્તાઓ
 • સંક્ષેપ અને અનુવાદ – સ્વામી વિવેકાનંદ  ઃ ભાષણો અને લેખો  ભાગ ૧ થી ૫, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ૨ અને ૩ ( બન્નેમાં ૧૨ ગ્રંથો), પ્રેમચંદની નવલકથા ‘કાયાકલ્પ’ ૧ થી ૩, રશિયન આત્મકથા ‘મારો પરિવાર’, રામચરિત્રમાન્સ, સુંદરકાંડ.
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

શશિકાન્ત શાહ, Shashikant Shah


શશિકાન્ત શાહ

શશિકાન્ત શાહ

“ —-   “

“ શશિકાન્ત શાહ સુરેશ જોશી ગોત્રના  નહીં, પણ ગુણવંત શાહ ઘરાનાના છે. એમના નિબંધોમાં સાહિત્યિક મૂલ્ય  કરતાં સામાજિક મૂલ્ય વધારે અભીષ્ટ છે.” – ભગવતીકુમાર શર્મા

જીવનમંત્ર – चरैवेति ( Continue to move)

 

સમ્પર્ક

———————————————————————————

જન્મ

 • 11 માર્ચ, 1948, સુરત : મૂળ વતન – બૌધાન , (જિ. સુરત)

અવસાન

 • ૪, નવેમ્બર – ૨૦૧૯, સુરત

કુટુમ્બ

 • માતા – કલાવતી ; પિતા – ગબલદાસ;
 • પત્ની – કુમુદ; પુત્ર – સમીર; પુત્રી – સ્વાતિ

શિક્ષણ

 • બી.એસ.સી.– નવસારી ; ગુ. યુનિ.
 • બી.એડ. / એમ. એડ. – સુરત  દ.ગુજ. યુનિ.
 • પી એચ ડી – સુરત  દ.ગુજ. યુનિ.

વ્યવસાય

 • 1969-76 – માધ્યમિક શાળામાં શિક્ષક
 • 1976- 79 – ફૂલ ટાઈમ રિસર્ચ સ્કોલર – દ.ગુ. યુનિ., સુરત
 • 1979- 85 – વ્યાખ્યાતા – દ.ગુ. યુનિ., સુરત
 • 1985- 89 – રીડર – દ.ગુ. યુનિ., સુરત
 • 1989 – 97 – પ્રોફેસર, દ.ગુ. યુનિ., સુરત
 • 1997થી –  શિક્ષણ વિભાગના વડા

જીવન ઝરમર

 • પત્ની પણ સુશિક્ષીત છે.( એમ.એ.; એમ.એડ.)
 • શિક્ષણ વિભાગના અધ્યક્ષ થયા બાદ વિદ્યાર્થીઓને કોઈ અનુમતિ વગર ઓફિસમાં આવવાની વ્યવસ્થા ગોઠવી
 • 2005 થી – એમ. એડ, ની પરિક્ષામાં
  • 1) પુસ્તકો સાથે બેસવાની છૂટ રાખી
  • 2) મૌલિક ચિંતન માંગી લે તેવા પ્રશ્નો પૂછવા
  • 3) પરિણામ બાદ વિદ્યાર્થી ઉત્તરવહી જોઇ શકે તેવી છૂટ- આવી પદ્ધતિઓ સ્થાપી; જેના કારણે પરિણામોમાં વિશ્વસનીયતા અને પારદર્શિતા આવ્યાં.
 • યુનિ. સ્તરે અમલ કરાવવો બહુ કઠણ વાત હોવા છતાં; શિસ્ત સ્થાપન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ગણવેશ પહેરવાની અને સેલ ફોન ન વાપરવાની પ્રથાઓ સફળ રીતે સ્થાપી.
 • સુરત શહેરના 3000 પરિવારો વડે એક સપ્તાહ માટે ટેલીવિઝન ન વાપરવાનો સફળ પ્રયોગ; જેની મીડિયામાં રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ.
 • એક વર્ષ ચાલેલા એક વિશીષ્ઠ પ્રોજેક્ટમાં 6000 વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને સપ્તાહના બે લેખે પ્રેરણાદાયી લેખો પહોંચાડ્યા.
 • કોલેજના વિદ્યાર્થીઓ માટે એક દિવસની ‘વ્યક્તિત્વ  વિકાસ’ માટેની 100 શિબીરોનું સફળ સંચાલન
 • 100 શાળાઓમાં ‘ સમય બદ્ધતા માટે પ્રતિબદ્ધતા’ માટેનો પ્રોજેક્ટ, એક વર્ષ માટે ચલાવ્યો; જેના પ્રતાપે સુરતમાં યોજાતા શૈક્ષણિક કાર્યક્રમોમાં આ પ્રતિબદ્ધતા સફળતાથી સ્થપાઈ.
 • સુરતના ‘ ગુજરાત મિત્ર’ દૈનિકમાં છેલ્લા વીસ વર્ષથી ‘માણસ નામે ક્ષિતીજ’ નામની સાપ્તાહિક કટારના લેખક
 • ઇન્ડો-કેનેડીયન  સંસ્થા દ્વારા પોસ્ટ ડોક્ટરલ સંશોધન માટે ચાર માસની ફેલોશિપ મેળવી સઘન અભ્યાસ.

વિદેશ પ્રવાસ

 • કેનેડા, ઈન્ગ્લેન્ડ, અમેરિકા, ઓમાનમાં વ્યાખ્યાન- પ્રવાસ

રચનાઓ

 • નિબંધ – યૌવન વિંઝે પાંખ, બાળવિકાસની કેડીએ –  જેવા આઠ સંગ્રહો

સન્માન

 • ગુજરાત અખબાર સંઘ તરફથી શ્રેષ્ઠ પત્રકારિતવ માટેનો પ્રવિણકાન્ત રેશમવાલા એવોર્ડ
 • યુનિ. ગ્રાન્ટ્સ કમિશન, નવી દિલ્હી તરફથી યુવાન સંશોધકો માટેનો કેરિયર એવોર્ડ

પન્ના નાયક, Panna Naik


 

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી; “

“એક માછલી સાગરનું સરનામું શોધતી રહી…”

“ઓશીકું ઊભરાય છે ઉજાગરાથી.”

“તારકોનું આખું બાલમંદિર છૂટે છે.
પણ એમાંથી એકેય મારે ઘેર ભૂલું પડતું નથી.”

“ચાલે છે માત્ર સમય
આપણે તો માત્ર એનાં પગલાં છીએ.”

panna_naik_poem_in_own_handwriting1.jpg

“હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે…  મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે.  આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો.  છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી.  આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી.  મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”
– પન્ના નાયક (સુરેશ દલાલ સંપાદિત “અબ તો બાત ફૈલ ગઈ’માંથી… પૃષ્ઠ. 211)

#  વિકિપિડિયા પર –  અંગ્રેજીમાં  ;  ગુજરાતીમાં 

# વધુ રચનાઓ:  – ૧ –  :  – ૨ –  :   – ૩ –  :  – ૪ – 

# સાંભળો:  – સોના વાટકડી જેવું આ કાળજું

# પન્ના નાયક વિશે વધુ વાંચો

# સર્વાંગ માહિતી લેખ    ( શબ્દની શોધમાં ) 

_________________________________________________________________

pn

આ શિર્ષક પર ક્લિક કરી તેમની વેબ સાઈટ પર જાઓ.

નામ

 • પન્ના નાયક

જન્મ

 • 28 ડિસેમ્બર, 1933 (મુંબઇ, વતન-સુરત)

કુટુમ્બ

 • માતા રતનબહેન;  પિતા – ધીરજલાલ છગનલાલ મોદી
 • પતિ – નિકુલ નાયક (અવસાન – ૨૦૦૪ );

અભ્યાસ

 • બી.એ. (ગુજરાતી અને સંસ્કૃત, સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ, 1954)
 • એમ.એ. (ગુજરાતી અને સંસ્કૃત, સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ, 1956)
 • એમ.એસ. (લાયબ્રેરી સાયંસ,  ડ્રેક્સલ યુનિવર્સિટી, ફિલાડેલ્ફીઆ, 1963)
 • એમ.એસ. (સાઉથ એશિયન સ્ટડીઝ, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, ફિલાડેલ્ફીઆ, 1973)

વ્યવસાય

 • ગ્રંથપાલ (ફિલાડેલ્ફીઆ, વેન પેલ્ટ લાઇબ્રેરી, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, 1964 – 2003)
 • અધ્યાપન (ગુજરાતી ભાષાનાં પ્રોફેસર, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, 1985 – 2002)

 બે ઈન્ટરવ્યુ

પન્ના નાયક – પોતાના વિશે …

મારી કવિતાના વાચકને…

ચકમક ઘસાય
કે
દીવાસળી સળગે
ને
જ્વાળા ભભૂકી ઊઠે-
બરાબર એ બિંદુ પર
હું તને લઈ જવા માંગુ છું.
જો, મારી હથેળી
નરી શૂન્ય અત્યારે તો.
હું હાથ લંબાવું છું.
આ લંબાવેલા હાથને થોડીક અપેક્ષા છે
એને વિશ્વાસ છે કે
એ મહોરી ઊઠશે તારા હાથની સુવાસથી
પછી
દુનિયા મૂંગી-બહેરી મટી જશે
ને હું
મૌનનું પ્રથમ આકાશ પાર કરી ગઈ હોઈશ.

પન્ના નાયક

“હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે… મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે. આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો. છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી. આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી. મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”

“મારી કવિતા ભલે ભીતરના ધખતા બપોરની કે વિષાદને લઈ આવતી તેજછાયાના મિશ્રણ જેવી સાંજની કે રાતના કણસતા અંધકારમાં નહીં ઓગળેલી દીવાલની હોય છતાં પણ મારી મોટા ભાગની કવિતા વહેલી સવારે જ ઊઘડી છે.”

“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.”

તેમના વિશે વિશેષ 

 • અમેરીકન કવયિત્રી એન સેક્સટનનો એમનાં પર વિશેષ પ્રભાવ
 • 1972થી કવિતા લખવાની શરૂઆત કરેલી
 • કશા જ સંકોચ અને છોછ વિના એકદમ પારદર્શી લખનાર લોકપ્રિય કવયિત્રી
 • એમની ઘણી કવિતાઓ અને ટૂંકી વાર્તાઓનું અંગ્રેજી રૂપાંતર પણ થયું છે જેમાંની ઘણી અમેરીકાના ઘણા મેગેઝીનોમાં પણ છપાયેલ છે.
 • ‘સ્નેપશૉટ’, એ એમનું પ્રથમ કાવ્ય 1971માં લખેલું અને મુંબઈ ‘કવિતા દ્વૈમાસિક’માં 1972માં પ્રથમવાર છપાયેલું
 • મુંબઈની SNDT યુનિવર્સિટીમાં એમનાં ‘પ્રવેશ’, ‘ફિલાડેલ્ફિઆ’, ‘નિસ્બત’ અને ‘આવનજાવન’ પુસ્તકોનું વાંચન વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે.
 • એમનાં ઘણા કાવ્યો ભારતની ઘણી શાળાઓનાં પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન પામ્યાં છે.
 • એમનાં કાવ્યોમાં વિષાદ વધુ છે, માતૃત્વની સ્ત્રીસહજ ઝંખના છે, અને ભારતનો ઝુરાપો  પણ છે.
 • સામાજિક ટીકાઓની પરવા કર્યા વિના વોશિંગ્ટન ડી.સી. ના નાણાંકીય કન્ટ્રોલર શ્રી. નટવર ગાંધી સાથે ફરીથી લગ્ન.

 panna_naik_pic2.jpg           panna_naik_pic1.jpg
યુવાન વયે…                                                   આઘેડ વયે…

શોખ

 •  ગીત-સંગીતનો નાનપણથી શોખ

મુખ્ય રચનાઓ

 • કાવ્યસંગ્રહો – આગળનાં અપ્રાપ્ય પાંચ સંગ્રહો: ‘પ્રવેશ’ * (1976), ‘ફિલાડેલ્ફીઆ’ (1980), ‘નિસ્બત’ (1984), ‘અરસપરસ’ (1989), ‘આવનજાવન’ (1991);  અને આ પાંચેય સંગ્રહોને એક જ પુસ્તકમાં સમાવતો એમની સમગ્ર કવિતાનો સંગ્રહ એટલે ‘વિદેશિની’ (2000); ચેરી બ્લોસમ્સ (2004), અત્તર અક્ષર, હાઈકુસંગ્રહ
 • દીર્ઘકાવ્યસંગ્રહ – એમનાં અગિયાર દીર્ઘકાવ્યોનો સંગ્રહ: ‘રંગઝરૂખે’ (2004)
 • વાર્તાસંગ્રહ – પ્રથમ વાર્તાસંગ્રહ: ‘ફ્લેમિન્ગો’, 2003 (જેમાંની Political Engagement નામની વાર્તા ઘણી જ લોકપ્રિય છે જેની ઘણા પરદેશી સાહિત્યકારોએ પણ નોંધ લીધી છે), ઊડી ગયો હંસ (1996ની શ્રેષ્ઠ વાર્તાઓ), ક્યુટિપ (ગુજરાતી નવલિકાચયન, 1997), કથા નલિનભાઈની (ગુજરાતી નવલિકાચયન, 2001), ગાલના ટાંકા (ગુજરાતી નવલિકાચયન, 2002)
 • નિબંધો – સુરેશ દલાલ સંપાદિત એમનાં એક પુસ્તક ‘અબ તો બાત ફૈલ ગઈ’માં એમનાં ઘણા નિબંધો પણ પ્રકાશિત છે.

સન્માન

 • મોહનલાલ સૂચક પારિતોષિક (ગુજરાતીમાં ઊંચા ગુણાંક માટે), 1952
 • કૃષ્ણલાલ ઝવેરી પારિતોષિક (ગુજરાતીમાં ઊંચા ગુણાંક માટે), 1954
 • ગુજરાત રાજ્ય પ્રથમ પારિતોષિક *, 1978
 • ચૂનીલાલ વેલજી મહેતા પારિતોષિક (અમેરિકામાં વસતા સર્જકને), 2002

સાભાર

 • પન્નાબેન નાયક
 • “અબ તો બાત ફૈલ ગઈ’માંથી

A – પન્ના નાયક વિશે વધુ… Panna Naik more…


પન્ના નાયક વિશે શ્રી સુરેશ દલાલનાં શબ્દો…

“મને પન્નાનાં કાવ્યોમાં સૌથી વિશેષ સ્પર્શે છે એની સરળ પ્રમાણિકતા.”

“પન્નાની કવિતા સોયની અણી જેટલા વ્યથાના બિંદુ પર ઊભી છે.  આ વ્યથાનું મૂળ શોધવું મુશ્કેલ નથી. જે જીવન જીવવું પડે છે એનો થાક છે, બેચેની છે, અજંપો છે, વ્યગ્રતા છે, ક્યારેક તો થાકની વાત કરવાનો પણ થાક છે, તો ક્યારેક વાત ન કરી શકાઈ હોય એનો ‘કોરો તરફડાટ’ છે.  આ બધાંની સામે જે જીવન જીવવું છે એને માટેની તાલાવેલી છે, ઝંખના છે.”

“પન્નાની કવિતા, જેમાં આખો સમાજ ઉઘાડો પડી જાય છે એવા ડ્રોઇંગરૂમની કવિતા છે, બેડરૂમની કવિતા છે.  પન્ના પાસે છે કરાર ન વળે એવો એકરાર…”

“પન્નાની કવિતા એકાદ અપવાદને બાદ રાખીએ તો અંગત, વધુ પડતી અંગત કવિતા છે, મર્યાદા બની જાય એવી સિદ્ધિ છે.”

“પન્નાની વિશિષ્ટતા એ છે કે એ કોઈ પણ છોછ કે સંકોચ વિના જ કંઈ લખે છે તે પૂરેપૂરી નિખાલસતાથી અને પારદર્શકતાથી લખે છે.”

“પન્ના નાયકની કવિતાઓ વિષાદની કવિતા છે. વિષાદમાંથી જે શૂન્યતાનો અનુભવ થાય છે એનુ નીરૂપણ છે. પન્ના નાયકની કવિતા સંબંધની નહીં, સંબંધ-શૂન્યતાની કવિતા છે. ભરતી અને ઓટની, મૌન અને હોઠની કવિતા છે.  આંતરિક શૂન્યતાની કવિતા છે.”

“પન્નાની કવિતા બાયૉલૉજિકલ છે, સાઇકૉલૉજિકલ છે.  કવિતાને લૉજિકલ થવું પાલવે નહીં; પણ એ કોઈ સંજોગમાં મેટાફિઝિકલ નથી.”

“પન્નાની કવિતા કહો કે અંગત ડાયરી છે.  એમ તો મીરાંની કવિતા પણ અંગત ડાયરી તરીકે ઓળખાય છે.  પણ ભેદ ત્યાં છે, અને બહુ મોટો છે કે … પન્નાએ સ્ત્ય કહેવાનો પ્રયત્ન કર્યો છે, મીરાંએ સવાયું સત્ય ગાયું છે.”

“પન્નાનાં ગીતમાં આપણી પરંપરાના અણસારા-ભણકારા પણ છે અને આ બધાંની વચ્ચે ફૂટતો એનો પોતીકો અવાજ પણ છે.  કાવ્યને તો કાવ્યની રીતે જ મલવવું જોઈએ.  સ્ત્રી કે પુરુષે લખ્યું છે એવા ભેદ મિટાવીને.  છતાંયે … [પન્નાનાં] કેટલાંક ગીતમાં નારીની સંવેદનાની જે વાસ્તવિકતા કલાત્મક રીતે પ્રગટી છે એ કદાચ આપણાં કવિતાસાહિત્યમાં જુદી તરી આવે એવી છે.”

પન્નાબેન નાયક પોતાના વિશે…

“મારી કવિતા ભલે ભીતરના ધખતા બપોરની કે વિષાદને લઈ આવતી તેજછાયાના મિશ્રણ જેવી સાંજની કે રાતના કણસતા અંધકારમાં નહીં ઓગળેલી દીવાલની હોય છતાં પણ મારી મોટા ભાગની કવિતા વહેલી સવારે જ ઊઘડી છે.”

“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ.  પણ અહીં ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો.  એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં.  જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં.  ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું.  એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે એનો ખ્યાલ મને આવ્યો.  એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને.  હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી.  પણ અંદરનું કોઈ તત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.”

* * *

પન્ના નાયક – મુખ્ય પ્રોફાઇલ

*

સૌજન્ય: “અબ તો બાત ફૈલ ગઈ’માંથી સાભાર…

હરગોવનદાસ કાંટાવાળા, Hargovandas Kantawala


સુધારાયુગના કવિઓમાંના એક વિશેષ કવિ
 

_______________________________________________________________
Read more of this post

ચંદ્રકાન્ત મહેતા, Dr. Chandrakant Mehta


chandrakant-mehta.jpg“હાર નિશ્ચિત લાગતી હોય, પ્રતિકૂળતાના તોફાની પવનો ચારેબાજુથી ફૂંકાતા હોય, સ્વજનો સાથ છોડીને જતાં રહેતાં હોય, સ્વપ્નો કસમયે કમોતે મરતાં નજરે પડતાં હોય તેમ છતાં શ્રદ્ધાનો દીપક પોતાના મનમાં જલતો રાખી શકે એ જ જવાંમર્દ, વિશ્વનું સૌથી મુશ્કેલ કામ એક આ પણ છે. નવો ચીલો પાડવાના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે તૈયાર રહેવાની તમન્ના.”

– ‘શ્યામ ગુલાબી આકાશ’ માંથી

# રચનાઓ   

__________________________________________ Read more of this post

પ્રિયકાન્ત પરીખ, Priyakant Parikh

દિનેશ શાહ, Dinesh Shah


“પરબનાં પીધાં મેં પાણી,dr_dinesh_o_shah.JPG
માડી તારી પરબનાં પીધા મેં પાણી…”
એમનાં જીવનની પ્રેરણા પરબ સમાન સ્વ.માધુરીબેન દેસાઇની સ્મૃતિમાં

“જીવનભર જેને ન જાણી શક્યાં,
એનાં અશ્રુ રૂદન હવે શા માટે?”

“રાત હતી ટૂંકી પણ મારે ગણવા અગણિત તારા,
મંઝીલ છો ને દૂર હતી પણ જાવું છે પગપાળા…”

“બની પતંગ ઉડુ આભે, બાંધી દોર ને પવનને સહારે,
કે બનું પતંગિયુ ઉડવા ફુલો મહિં, મુજ કોમલ પંખના સહારે?
ભલે ન જુવે સૌએ મને, ઉંચે ઉડે પેલો પતંગ,
આનંદ છે હૈયે ઘણો, સુન્દર ફુલો મહિં રમવા તણો!”
‘સહિયારું સર્જન’ ઉપર પતંગ વિષય પર મોકલાવેલ એક મુક્તક

“અમેરિકામાં એમનાં ગીતો લોકોએ હોંશે હોંશે ગાયા છે અને
પુરુષોત્તમ ઉપાધ્યાય  જેવા સંગીતકાર પણ એમનાં ગીતોને
સ્વરબદ્ધ કરીને મઢી શકે છે અને વહેતાં કરી શકે છે.”
એમની રચના વિશે શ્રી સુરેશ દલાલનાંશબ્દો

“Dr. Shah is a man with a scientific mind with the heart of a poet”
– ભારતનાં રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામનાં શબ્દો

# રચના      :   – 1 –   :   – 2 –  :  – 3 –  :  – 4 – 

# સાંભળો    :  માણસાઇના દીવા 

#  શ્રી. પી.કે.દાવડા એ તૈયાર કરેલ સરસ પરિચય લેખ

# વેબ સાઇટ  :   – 1 –   :   – 2 –  :  કવિનું સ્વપ્ન (સ્વરબદ્ધ થયેલી 16 કવિતાઓ) 

# તેમની વિડિયો ચેનલ

__________________________________________

– શ્રી દિનેશભાઇ શાહે આ પ્રસંગે મોકલાવેલ એક ખાસ સંદેશ

મારી ઓળખાણ આપની વેબસાઈટ ઉપર આપવા બદલ ખુબ ખુબ આભાર!  હું આશા રાખું છું કે જગતના બધા જ ગુજરાતી વાંચકો આપણી ભાષાનો દીવો આવતા દાયકાઓમાં ઇન્ટરનેટની મદદથી જલતો રાખશે.  હું એ પણ કહેવા માગું છું કે આ દીવો જલતો રાખવા ગુજરાતીમાં ડીગ્રી હોવી જરૂરી નથી!  ગુજરાતીમાં વિચારો હૃદયમાંથી આવવા જોઇએ અને એ સાદી ભાષામાં લખાવા જોઇએ.  આપણો ગમે તે વ્યવસાય હોય, ગુજરાતી ભાષા આપણી સદાની સાથી હોવી જોઇએ!  ગુજરાતની બહાર રહેતા બધા જ મા-બાપ અને વડીલોને મારી નમ્ર વિનંતિ છે કે પોતાની નવી પેઢીને ગુજરાતી ભાષાનું થોડું જ્ઞાન (વર્કિન્ગ નોલેજ) આપે.  જીવનનાં અડાબીડ અને ઉચાનીચા રસ્તે ચાલવા માટે ગુજરાતી સાહિત્યમાંથી મને ઘણી પ્રેરણા મળી છે.  આ પ્રેરણાનાં સરોવરથી કે જીવનના કંપાસથી ભવિષ્યની પ્રજાને વંચિત રાખવાનો શું અર્થ?  આપની વેબસાઇટને ખુબ ખુબ શુભેછાઓ!

 

 

dinesh_shah_signature.JPG

 

સંપર્ક

 • ઘર-સરનામું:  2615 NW 21 Street, Gainesville, Florida – 32605, USA
 • ઇ-સરનામું: dineshoshah@yahoo.com
 • મોબાઇલ: 352-871-4993

જન્મ

 • માર્ચ 31, 1938 – મુંબઇ (વતન – કપડવંજ)

કુટુમ્બ

 • માતા –  શારદાબહેન;   પિતા – ઓચ્છવલાલ;   ભાઇભાંડુઓ –  પાંચ;
 • પત્ની – સુવર્ણાબેન (1969); સંતાનો – પુત્રી (બીજલ) ,  પુત્ર (પ્રેરક);

અભ્યાસ

 • 1959 –  બી.એસ.સી.  ,  મુંબઇ યુનિવર્સિટી
 • 1961 – એમ.એસ.સી , મુંબઇ યુનિવર્સિટી
 • 1965 – બાયોફિઝીક્સમાં પી.એચ.ડી. , 1965 – કોલમ્બીયા યુનિવર્સીટી, અમેરીકા

વ્યવસાય

            dineshbhai_pic_oval.gif…….આધેડ વયે

જીવનઝરમર  

 • નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હોવા છતાં માતાના સંસ્કાર-સિંચનથી એમનામાં માતા અને પિતા બંનેનો સુભગ અને સુખદ સમન્વય થયેલો તેમ જ પિતાની ગેરહાજરીમાં ગામનાં લોકોની ઘણી હૂંફ મેળવેલી
 • શાળાજીવન દરમ્યાન પણ કોઇની દયા લેવામાં નહીં માનનારા અને સ્વાશ્રયી થઇને શરમ રાખ્યા વિના નાનું મોટું કોઇ પણ કામ કરનાર એ એક આપકર્મી જીવ ઉપર ગાંધીજીનો ખાસ્સો પ્રભાવ
 • પોતાના ઘડતરકાળમાં સ્વમાનભેર કર્મને જ ધર્મ માની અને સ્વાશ્રયને વધુ મહત્વ આપી સૂતરની ત્રણ આંટી તૈયાર કરવામાં એક રૂપિયો વળતર પણ મેળવેલું
 • શાળાજીવન દરમ્યાન ચાર વર્ષ સુધી મહિનાનાં પાંચ રૂપિયાનાં પગારમાં વ્યાયામશાળામાં કચરો વાળવાની નોકરી કરેલી અને એ કચરાની સાથે સાથે ‘વાણિયાના દીકરાથી આ કામ થાય, ને આ કામ ન થાય’  એવી પરંપરાગત માન્યતાની પણ સ્વમાનપૂર્વક સાફસૂફી કરેલી
 • શાળાનાં પ્રમુખની હાકલને માન આપી સ્વાશ્રય અને જાતમહેનતથી ઉનાળાની રજાઓમાં ત્રણ વર્ષ સુધી એમણે ગામથી ત્રણ માઇલ દૂર ખેતરમાં ચાલતાં જઇ પાણીની નીકો બનાવવાનું અને પાણી પાવાનું કાર્ય પણ કરેલું
 • વિદ્યાર્થી તરીકે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા એમણે ભણતાં ભણતાં પણ વિના-મૂલ્યે, નબળા વિદ્યાર્થીઓને ભણાવવા માટે વર્ગો ચલાવેલા
 • કૉલેજકાળ દરમ્યાન કોઇનાં પણ દાયાદાન લીધા વિના, સ્વાભિમાન અને સ્વાશ્રયથી આગળ કેમ ભણવું એની ચિંતા ટાણે જ, ખરા સમયે, એમની મુલાકાત શ્રીમતી માધુરીબેન ધીરુભાઇ દેસાઇ સાથે થયેલી, જેમણે પોતાના જીવનપર્યંત સુધી એમને માતા જેવી હૂંફ, મમતા અને વાત્સલ્ય અર્પેલા (માધુરીબેન એ બેરિસ્ટર ભુલાભાઇ દેસાઇનાં પુત્રવધુ હતા જેમણે સ્વાતંત્ર્યસંગ્રામ વખતે આઝાદ હિંદ ફોજના ઉચ્ચ અધિકારીઓને નિર્દોષ ઠેરવ્યા હતા!)
 • શરૂઆતમાં માધુરીબેને એમના સ્ટાફના માણસોનાં બાળકોને ટ્યૂશન આપવાના બદલામાં એમની કૉલેજ અને હૉસ્ટેલની ફીની જવાબદારી લીધેલી અને ત્યાર પછી પણ કાયમ માટે એમના જીવનમાં એક ‘પ્રેરણાની પરબ’ સમાન બની રહેલા
 • 1961માં પી.એચ.ડી. માટે અમેરીકા પ્રયાણ કર્યું ત્યારે એમને વિસા અપાવવા માટે માધુરીબેને આર્થિક બાંહેધરી આપેલી
 • અમેરીકામાં એમની કારકિર્દી એટલી હદે ઉજ્જવળ છે કે  કોઇ પણ ભારતીય એમના પર ગૌરવ લઇ શકે છે.
 • શિક્ષણના ક્ષેત્રે અમેરીકામાં એમનું એટલું આગવું પ્રદાન છે કે એમને ઘણા એવોડર્સ પણ મળ્યાં છે અને એક પછી એક યુનિવર્સિટી એમને હજી પણ માનમરતબા આપ્યા જ કરે છે.
 • આ ઉમ્મરે પણ વિઝીટીંગ પ્રોફેસર તરીકે વિશ્વના ઘણા દેશોમાં સેવા આપે છે.
 • વ્યવસાયની સાથે ગુજરાતી સાહિત્યની પ્રીતિ આટલા વર્ષ અમેરીકા રહ્યાં છતાં જાળવી રાખી છે, અને ઘણા કવિ સંમેલનોમાં પણ ભાગ લીધો છે; તેમની 16 જેટલી કવિતાઓ સ્વરબદ્ધ પણ થયેલી છે.
 • ભારતમાં ઘણાં સામાજિક કાર્યોમાં પોતાનો આર્થિક અને માનસિક ફાળો આપેલો છે.

મુખ્ય રચનાઓ

 • કાવ્યસંગ્રહ – ‘પરબ તારાં પાણી’  (1986)
 • વિજ્ઞાનને લગતા બીજા ઘણા પુસ્તકો અને રીચર્સ પેપરો પણ લખ્યાં છે.

 

parab_tara_pani.JPG

સાભાર

 • ‘પરબ તારા પાણી’ પુસ્તક
 • ડૉ. દિનેશ શાહ

________________________________________________________________ 

રસથાળ  – 

– જીવનની ફિલસૂફી – 

જીવનમાં સૌથી વધુ મહત્વ ‘સ્વાશ્રય’નું!

“You are the architect of your life!”

“You are allowed to become what you want to become.”

“There are no traditions or laws to follow and obey!”

 – એમની વધુ રચનાઓની ઝલક –

“મળશે ક્યારે ધર્મરાજાઓ, મંદિર-મસ્જિદ ગુરુદ્વાર?”

“શિખામણ કે આશીર્વાદથી કોઇ માણસ સુધરતા નથી,
ગંગાજળ ધોયા કોલસા ધોળા કદી થાતા નથી.”

“જીવન મરણની ઘટમાળને તુજ ખેલ સમજું ક્યાં સુધી?
માટી તણી આ જેલને હું મહેલ સમજું ક્યાં સુધી?”

“પર્વતના શિખરથી નીકળી વહેતી નદી અનેક,
ચાર દિશા ફરી ભેગી થાતી સાગરમાં સૌ એક.”

“ખોબા જેવા હૈયામાં સાગરના તોફાન
ક્યાંથી આવ્યાં શાને આવ્યાં એનાથી અજાણ”

“પ્રભાતના આ પહેલા કિરણે કોણ ગયું જગાડી?
શાંત સૂતેલા અંતરવનને કોણ ગયું ટહુકાવી?”

“ખોળ્યાં મેં અવનિ આભ ઘણાં
કીધાં મેં સાગર પાર ઘણાં
ધીખતાં રણ આ કોણે ઘડ્યાં
મને રેતીમાંથી રતન જડ્યાં”
એમનાં વિદ્યાર્થીઓને

“વરસાદને હું ઝંખતો જોઇને નાની વાદળી,
ધન્ય છે અજાણ મિત્રો સ્થાપવા આ અકાદમી.”
-ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરીકાની સ્થાપના પ્રસંગે

– શ્રી દિનેશભાઇ શાહ અને એમની રચનાઓ વિશે અન્ય કવિઓના મંતવ્યો –

“સ્વ.માધુરીબહેન એ એમની પ્રેરણાની પરબ છે. એમના જીવનનો વિસામો છે.  એમની રચનાઓમાં તારસ્વરે વિવિધ લાગણી પ્રગટ થાય છે.  એ લાગણીના માણસ છે. કવિતાની લાગણી સાથે એમણે ઝાઝી નિસ્બત રાખી નથી.  કારણ કે કવિ થવાના એમને કોડ નથી.  એમને તો જે કંઇ સૂઝ્યું, જે કંઇ સ્ફૂર્યુ, એ બધું શબ્દબધ્ધ કર્યું.  એમનો પોતાનો એક છંદ છે, એટલે જ એમણે છંદની પરવા નથી કરી. એમનો પોતીકો લય છે, એટલે કવિતામાં લયબદ્ધ રહેવા કરતાં લાગણીબદ્ધ રહેવું વધારે પસંદ કયું છે. એમની રચનાઓ જેટલી ભાવિક છે એટલી સ્વાભાવિક નથી.

મારે મન ડૉ. દિનેશનો મહિમા એટલા માટે છે કે સામાન્ય રીતે માણસ વર્ષોથી અમેરિકા જેવા દેશમાં હોય ત્યારે એને ડોલર સિવાય કશું દેખાય નહીં. ત્યાં રહ્યા રહ્યા એમણે ગુજરાતી શબ્દને સેવ્યો છે, એ જ મોટી વાત છે. … ત્યાં જઇને આપણા ગુજરાતીઓ ‘ગરબો’ ને ‘ગારબો’ કહે ત્યારે ડૉ.દિનેશ જેવો માણસ ભારતથી જોજનના જોજન દૂર વસીને પણ ગુજરાતી શબ્દની લગોલગ રહેવાનો પ્રયત્ન અને પુરુષાર્થ કરે એ મૂલ્યને હું અહીં બિરદાવું છું.”

-‘પરબ તારા પાણી’ પુસ્તક વિશે શ્રી સુરેશ દલાલનાં શબ્દો

“રસાયણશાસ્ત્રના અધ્યયન-અધ્યાપનમાંથી હૃદય રસાયણના ક્ષેત્ર કવિતામાં આવી ચડેલા દિનેશભાઇનાં કાવ્યોમાં હૃદયનો ધબકાર અને અનુભૂતિનાં સ્પંદનો છે.  જીવનના અડાબીડ રસ્તે કવિતાના મુકામે શ્વાસ લેવાનું ગજું દિનેશભાઇ બતાવી શક્યા છે, એ વાત આનંદ પ્રેરે છે.”
-‘પરબ તારા પાણી’ પુસ્તક વિશે શ્રી હરીન્દ્ર દવેનાં શબ્દો

કુમારપાળ દેસાઇ, Kumarpal Desai


kumarpal_-desai_2.jpg” આકાશને આંબવા મથતી પ્રણય ઊર્મિઓ ઘણીવાર એક જ ભરતીમાં શમી જતી જોવા મળે છે. આરંભે અતિ ઘાટું લાગતું પ્રેમનું પોત અને પાકો રંગ,  એક જ ભર્યા વરસાદમાં ફિક્કો પડેલો અને જર્જરિત નજરે પડે છે.”

‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
ઇંટ અને ઇમારત કોલમના એક  લેખમાંથી – ગુજરાત સમાચાર

#   એક જૈન ધર્મસ્થાન વિષે લેખ

# ઇંટ અને ઇમારતમાં તાજેતરનો એક લેખ

______________________________________________________________________________
Read more of this post

%d bloggers like this: