ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: શિક્ષણ

નાનુભાઇ દલપતભાઈ, નાયક, Nanubhai D. Naik


“શરદબાબુની પેઢીના ચીલો ચાતરનારા એક સંવેદનશીલnanubhai_dalpatbhai_naik.jpg
નવલકથાકાર શ્રી નાનુભાઇ નાયકની સાહિત્ય રચનાઓમાં
પંડિત યુગના એક લેખકની ભાવનાનાં દર્શન થાય છે.  તેમણે
શરૂઆતથી જ શરદબાબુ અને રમણલાલ વસંતલાલ દેસાઇના
પ્રભાવ નીચે વિચારો અને ભાવનાઓની રજૂઆત અને કથારસનો
સુંદર સમંવય કરી પોતાની કૃતિઓની રચના કરી છે.”

–  ડૉ. રમણલાલ જોષી( વિવેચક)

__________________________________________ Read more of this post

ભગવતીપ્રસાદ પંડ્યા, Bhagwatiprasad Pandya


bhagwati_pandya_1.jpg“કવિતા સરસ્વતી માતાનો પ્રસાદ છે. તેમાં સુભાષિતોનો ભંડાર સમાયેલો છે. સંસ્કૃતના હજારો શ્લોકોમાંથી એક કે બે પર પણ ધ્યાન આપવામાં આવે તો તેમાંથી મૂલ્યવાન માર્ગદર્શન મળે છે. “

# રચના 

_______________________

જન્મ

 9 – ઓક્ટોબર , 1926 : રાયગઢ (જિ. સાબરકાંઠા)

કુટુમ્બ

 • માતા –  પાર્વતીબેન ; પિતા –  દેવશંકર
 • પત્ની –  મધુબેનપુત્ર –  હિમાંશુ ;  પુત્રીઓ પ્રતીભા, જાહ્ નવી, યોગિની, દીવ્યા

અભ્યાસ

 • અમદાવાદમાં રાયપુર સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ
 • પછી  વારાણસેય સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, વારાણસીમાં
 • કલકત્તા સંસ્કૃત એસોસીયેશન , અને ગુજ યુનિ. માં પણ
 • વ્યાકરણાચાર્ય, કાવ્યતીર્થ, પુરાણતીર્થ, એમ.એ. પ્રથમ વર્ગમાં
 • અલંકાર શાસ્ત્રમાં એમ. ફીલ અને પી.એચ.ડી.

વ્યવસાય

 • શિક્ષણ, કર્મકાંડ
 • 1957-77       અમદાવાદ સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક અને સંસ્કૃત વિભાગના વડા
 • 1977-87    ગુજરાત યુનિ. માં ભાષા ભવનમાં  પ્રાધ્યાપક અને રીડર
 • 1991- 94  હોલે ન્ડમાં મહર્ષિ મહેશ યોગીની મહર્ષિ રીસર્ચ યુનિ.( મેરુ) માં અધ્યાપન             

જીવન ઝરમર

 • સ્વભાવે નમ્ર , કદી ક્રોધ આવતો નથી.

 • યજુર્વેદ, પુરાણો અને ભાગવતમાં પારંગત

 • શ્રીમદ્ દેવી ભાગવતના 150થી વધુ પારાયણ કર્યા છે.

 • કુશળ કર્મકાંડીબૃહદ્

 • ગુજરાત સંસ્કૃત પરિષદના સહયોગમાં રંગમંચ અને આકાશવાણી પર 75 થી વધુ નાટકોમાં ઘણા પાત્રો ભજવેલા છે.

 • અમેરીકા, આફ્રિકા, ઇન્ગ્લેન્ડ, હોલેન્ડ, મેક્સિકો માં જઇ સંસ્કૃતનો પ્રચાર

 • તેમના 100 થી વધુ વિદ્યાર્થીઓ આ દેશોમાં વસેલા છે.

 • આકાશવાણી દિલ્હીના સ્લાહકાર બોર્ડમાં સેવાઓ આપેલી છે.

 • મેક્સિકો માં યોજાયેલ ઇન્ટરનેશનલ સંસ્કૃત સીમ્પોઝીયમમાં સંશોધન પત્ર રજૂ કર્યો હતો

 • ઉજ્જૈન માં યોજાયેલ કવિ કાલીદાસ સમ્મેલનમાં અધ્યક્ષ

 • 25 થી વધુ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સમ્મેલનોમાં ભાગ  

 • અસંખ્ય વિદ્યાર્થીઓ તેમના હાથ નીચે પી. એચ.ડી. થયા છે.

 • જીવનનું ધ્યેય સંસ્કૃત ભાષાનો વિકાસ, સંરક્ષણ અને સંવર્ધન,

 • સંસ્કૃતમાં શીઘ્ર કવિ , અનુષ્ટુપ છંદના માહેર ,

 • સંસ્કૃતમાં અસ્ખલિત વ્યાખ્યાન આપવા સમર્થ

મુખ્ય રચનાઓ

 • સંસ્કૃત અનુસ્નાતક અભ્યાસક્રમ માટે અનેક પુસ્તકો  

સન્માન

 • ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ‘શાસ્ત્ર ચૂડામણિ એવોર્ડ’
 • ભુવનેશ્વરી શક્તિપીઠ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એવોર્ડ 

સાભાર

 • ગુજરાત ટાઇમ્સ
 • તેમના ભત્રીજા શ્રી. પદ્મનાભ ભટ્ટ  

હર્ષિદા પંડિત, Harshida Pandit


જન્મ

15 – ફેબ્રુઆરી, 1928  ;   અમદાવાદ
Read more of this post

પૂર્ણિમા દવે, Poornima Dave


નામ 

પૂર્ણિમા મહિપતરામ દવે

જન્મ

27  – સપ્ટેમ્બર, 1946  ;  મુંબઇ

અભ્યાસ

 • બી.એ.
 • 1968  – એમ.એ. ( તત્વજ્ઞાન )

વ્યવસાય

અધ્યાપન

જીવનઝરમર

 • 1968 બાદ વિવિધ કોલેજોમાં કામ
 • હાલ મુંબઇ યુનિવર્સિટીમાં આ વિષયમાં અનુસ્નાતક વ્યાખ્યાતા અને તત્વજ્ઞાન વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝનાં સભ્ય
 • આકાશવાણી અને દૂરદર્શનના કાર્યક્રમોમાં ભાગ લે છે.
 • અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત કેટલીક દૃશ્ય-શ્રાવ્ય કેસેટોનાં પ્રકાશન સાથે સંકળાયેલાં છે.
 • સાહિત્ય, સંગીત, ધર્મ, મનોવિજ્ઞાન અને આધ્યાત્મ પ્રિય કાર્યક્ષેત્રો , એ અંગેનાં મંડળો સાથે તે સંકળાયેલાં છે.

રચનાઓ

 • પરિચય પુસ્તિકા –  રામાનુજનું તત્વજ્ઞાન, માધવાચાર્યનું તત્વજ્ઞાન, નિંબાર્કનું તત્વજ્ઞાન
 • ધાર્મિક – ભગવાન સ્વામીનારાયણ પ્રબોધિત સ્ત્રી-પુરુષ મર્યાદા
 • અનુવાદ/ ચરિત્ર –  મહાન વૈજ્ઞાનિકોનાં રેખાચિત્રો
 • શોધનિબંધો – નિમ્બાર્ક સંપ્રદાયમાં ગુરુની ભૂમિકા, ભાગવત પુરાણ,  ભક્તિગ્રંથ, મીરાં : મારો પ્રતિભાવ,  વચનામૃત : એક આધ્યાત્મિક ગ્રંથ
 • પાઠ્યપુસ્તકો – ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે લોજિક ઉપર, બી.એ., બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્સનાં  પુસ્તકો  

સાભાર 

પરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ.

પ્રબોધ પંડિત


prabodh_pandit_2.jpg 

________________________________________________________________________
Read more of this post

આનંદશંકર ધ્રુવ


anandshankar_dhruv.jpg” આ જે જે સત્ય સુંદર અને સાધુત્વનું દર્શન થાય છે એ વસ્તુતઃ એ પરમાત્મારૂપી સત્ય, સુંદર અને સાધુ પદાર્થનું જ દર્શન છે. માત્ર તે તે સત્ય, સુંદર અને સાધુ પદાર્થને તે તે રૂપે ભજતાં એક અખંડ સત્- ચિત્- આનંદ પરમાત્મા રૂપે ભજવો, એનો સાક્ષાત્કાર કરવો, એ જીવનનો, અસ્તિત્વનો પરમ ઉદ્દેશ – એમાં જ જીવનનું જીવનપણું; અસ્તિત્વનું અસ્તિત્વપણું. ”

____________________________________________________________ Read more of this post

નાનાભાઇ ભટ્ટ


nanabhai_bhatt_1.jpgક્રાંતેકારી શિક્ષણશાસ્ત્રી

“નવીન કેળવણીનું એક લક્ષણ એ છે કે, તે વિદ્યાર્થી પ્રધાન છે. આપણી ઘણી શાળાઓ હજી આજે પણ વિષય-પ્રધાન છે……. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે – પણ વિદ્યાર્થી વિષયો માટે નથી, એ વસ્તુ આપણા લક્ષમાં હોત તો, આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ , તેમ વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત.  ”

# જીવનઝાંખી       :         વિચારો 

લોકભારતી  

_______________________

નામ

નૃસિંહ પ્રસાદ કાળીદાસ ભટ્ટ

જન્મ

નવેમ્બર 11, 1882 – ભાવનગર

અવસાન

ડિસેમ્બર 31, 1961

અભ્યાસ

 • એમ. એ. ( ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે – શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય

 • અધ્યાપન

                          nanabhai_bhatt.jpg

જીવન ઝરમર

 • 1904 – મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ
 • 1906-10  – શામળદાસ કોલેજમાં અધ્યાપક
 • 1910 – ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના 
 • 1925-28 –  ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક
 • 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ
 • 1938 – આંબલા – (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના
 • 1948 – સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન
 • 1953 – સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના
 • 1954-57 – રાજ્યસભાના નિયુક્ત સભ્ય
 • 1924 -આફ્રિકા, 1935 – જાપાન, 1954 – ડેન્માર્ક ની મુલાકાત
 • હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા

મુખ્ય રચનાઓ

 • ઇતિહાસ – આપણા દેશનો ઇતિહાસ
 • ચરિત્ર – હજરત મહંમદ પયગંબર,  મહાભારતનાં પાત્રો  – ‘લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ ,   રામાયણનાં પાત્રો –  ‘લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ
 • શિક્ષણ – સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત;
 • પ્રવાસ વર્ણન  –  આફ્રિકાનો પ્રવાસ
 • ધાર્મિક – હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ – 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે?
 • વાર્તા –  દૃષ્ટાંત કથાઓ 1,2
 • શિક્ષણ – ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર – 1,2 ; સંસ્થાનું ચરિત્ર
 • ચિંતન –  પથારીમાં પડ્યાં પડ્યાં 

સન્માન  

1960 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

ગુણવંત શાહ, Gunavant Shah


gunvant_shah_1.jpg” કેટલાક માણસો સુક્કા ઘાસ જેવા હોય છે. તેઓ ભારામાં બંધાઇ શકે છે, ભેંસનો આહાર બની શકે છે અને ઝટ ઝટ બળી શકે છે, પરંતું ભીંજાઇ નથી શકતા. ગમાણમાં પડેલા સુક્કા ઘાસને ભારે નિરાંત હોય છે; ભેજ વગરના હોવાની નિરાંત . ધ્રુવ પ્રદેશના બરફને નિરાંત હોય છે, નહીં વહેવાની નિરાંત.”

#  ” ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું .
દરિયાની ભુરી ખારાશ, આંસું એક ખૂટી પડ્યું ! ”

# જીવનઝાંખી

# રચના

________________________________

Read more of this post

દુર્ગારામ મહેતાજી


‘ઓપિનિયન’માં એક સરસ લેખ ‘૫. રામમોહનનો વારસ : દુર્ગારામ’

નામ

દુર્ગારામ મંછારામ  દવે

જન્મ

25 – ડીસેમ્બર , 1809 ; સુરત

અવસાન

1876

અભ્યાસ

મુંબઈમાં પ્રાથમિક અભ્યાસ

વ્યવસાય

શિક્ષણ

જીવન ઝરમર

 • નર્મદથી પણ અગાઉની પેઢીના સારસ્વત
 • 1826 – સુરતમાં ગુજરાતી નિશાળ શરૂ કરી.
 • 1844 –  મિત્રો સાથે ‘માનવધર્મ સભા’ની સ્થાપના

મુખ્ય રચનાઓ

ગુજરાતી ભાષાની પ્રથમ રોજનીશી પ્રકારની રોજિંદી નોંધ. જો કે ઘણી ખરી નોંધ આગમાં નાશ પામી.

દર્શક


darshak_1.jpg“મનુષ્યજીવનમાં મેં બે ચરમ શિખરો ગણ્યાં છે. પડતાં આખડતાં એ દિશામાં ચડ્યો છું. એક છે નિર્વ્યાજ પ્રેમ, જે મેં ઘણા વિદ્યાર્થીઓ કે મિત્રોને આપ્યો છે. માનવયાત્રાનું બીજું શિખર મેં માન્યું છે , નિરભ્ર બુધ્ધિની ઉપાસના – નિરભ્ર બુધ્ધિ, જે સમતોલ રહી જેટલું ખરાબ હોય તેટલું જ કહે છે, તલભાર વધારે નહીં; અને તે છતાં સારું હોય તેને સારું કહી આદરમાન રાખે છે. ”

વેબ સાઇટ

# વેબ ગુર્જરી પર એક સરસ લેખ

# વિચારો

______________________________________ Read more of this post

%d bloggers like this: