ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: સંગીતકાર

કાર્તિક ત્રિવેદી, Kartik Trivedi


kartik– Ipressionist artist, Pinao player, metaphysical pursuits

‘દાવડાનું આંગણું’ પર તેમના વિશે અભ્યાસ લેખો
(ઘણા બધા ચિત્રો સાથે)

 – ૧-  ; – ૨ – ; – ૩ – ; – ૪- 

——————————————————————————-

જન્મ

  • ૧૦, ડિસેમ્બર – ૧૯૩૭, લુણસર, જિ. રાજકોટ

કુટુમ્બ

  • માતા- શારદા ; પિતા- લક્ષ્મીશંકર
  • પત્ની-; સંતાનો-

શિક્ષણ

  • ? – બી.એ. – ગુજરાત યુનિ., અર્થશાસ્ત્ર અને રાજકારણ
  • ? – ક્લીવલેન્ડ – ઓહાયો, માસ્ટર ઈન ફાઈન આર્ટ્સ
  • ? – ‘દુનિયાના સંગીત’માં માસ્ટર ડીગ્રી – સાન હોઝે યુનિ.

તેમનો એક વિડિયો ઈન્ટરવ્યુ

તેમનાં ચિત્રોના પ્રદર્શનને લગતો વિડિયો

હુસ્ટનમાં પિયાનો વાદન

kartik4

તેમના વિશે એક પુસ્તક

તેમના વિશે વિશેષ

  • પિતા સરકારી નોકરીમાં હોવાને કારણે તેમની અવારનવાર બદલી થતી. આને કારણે તેમને ગુજરાતના વિવિધ વિસ્તારોનું જ્ઞાન બાળપણમાંથી જ મળ્યું હતું.
  • ૧૯૬૭ – અમેરિકા સ્થળાંતર
  • ક્લીવલેન્ડના મ્યુઝિયમમાં ચિત્રો વિશે જાણકારી આપતા હતા.
  • વિશ્વના ઘણા મહાનુભાવો સાથે તેમનાં ચિત્રો અંગે સમ્પર્ક. તેમનાં ચિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટના ચિત્ર સંગ્રહમાં પણ છે.

સાભાર

  • શ્રી. પી.કે.દાવડા

 

 

રાસબિહારી દેસાઇ, Rasbihari Desai



“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મારી વેલ શણગારો વીરા, શગને સંકોરો

  રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ !”

___

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર

એક સરસ સંસ્મરણ ( શ્રી. બિનીત મોદીના બ્લોગ ઉપર)

સાંભળો  ઃ  ૧  ઃ    ઃ  ૩  ઃ

અને વિભાબેન સાથે વિડિયોમાં પ્રત્યક્ષ ગાતા જુઓ..

https://www.youtube.com/watch?v=x0xRbZBcVQo&feature=player_embedded

————————————

જન્મ

  • ૨૩ જૂન ૧૯૩૫ ; પાટણ

અવસાન

  • ૭. ઓક્ટોબર -૨૦૧૨, અમદાવાદ

કુટુંબ

અભ્યાસ
  • એમ. એસસી. (ફિઝીક્સ)

સંગીતનું શિક્ષણ
  • નાગર પરિવારનો જન્મજાત સંગીતનો વારસો.
  • આંતરિક ઊંડી લગન, ખંતપૂર્વક શ્રવણ, વાંચન અને રિયાઝ દ્વારા સંગીતની સાધના કરી.
  • પ્રારંભિક પ્રેરણા સુરેશ જાની (કાકા), સૂર્યકાન્ત દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી મળી.
વ્યવસાય
  • પ્રાધ્યાપક અને ફિઝીક્સ વિભાગના વડા – ભવન્સ કૉલેજ
જીવનઝરમર
  • વિસનગરના નાગર એવા રાસભાઇના લોહીમાં જ સંગીત હતું.
  • તેમના દાદીમાં સારુ ગાતા હતા. તેમના પિતા પાટણના અગ્રણી સ્વાતંત્ર સેનાની હતા.
  • માતાનું નાની વયે અવસાન થતાં તેમના ફોઇ દ્વારા ઉછેર. તેમના જીવનઘડતરમાં તેમના ફોઇનો મોટો ફાળો છે.
  • સંગીતને પોતાના મિશન તરીકે સ્વીકાર્યું. ગાયક અને સંગીતકાર તરીકે નામના મેળવી.
  • ભારતીય સંગીત વિશે દેશ વિદેશમાં વ્યાખ્યાનો પણ આપ્યાં છે.
  • દેશ વિદેશમાં સુગમ સંગીતના અનેક કાર્યક્રમો કર્યા.
  • રેડીયો અને ટીવીના ટોપ ગ્રેડ ગાયક.
પ્રદાન
  • આલ્બમ – માંડવાની જુઇ, શ્રવણ માધુરી, ને તમે યાદ આવ્યા, બિલિપત્ર, ત્રિનેત્ર, રાધામાધવલીલા ગાન, આશ્રમ ભજનાવલી, કીર્તનમાલા, અમે કોમળ કોમળ, શિવમહિમ્ન, વિષ્ણુસહસ્ત્રનામ, સાયુજ્ય (ભાગ ૧-૨), સંગીત સુધા.
  • ફિલ્મ – કાશીનો દિકરો, હોથલ પદમણી, લીલુડી ધરતી

પરેશ ભટ્ટ, Paresh Bhatt


સંગીતરચનાઓ

“હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક,

તળેટી સમીપે હજો ક્યાંક થાનક.”

___

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ…..

___

“પરેશ જીવનરસનો ધોધ હતો, ઊર્મિલ હતો, સ્નેહાળ હતો, નિખાલસ હતો. ગુજરાતનું બેનમૂન મોતી હતો.” – રમેશ પારેખ

“મંચ ઉપર વાદ્ય સાથે ઉભેલા પરેશની સૂરધારા ધસમસતી આવી. એમાં માર્દવ હતું, દર્દ હતું, શ્રદ્ધાની ખુમારી હતી, કર્મયોગના ખમીરનો રણકો હતો.” – ઉમાશંકર જોશી. Read more of this post

કૌમુદી મુનશી, Kaumudi Munshi


વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી !

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,

ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો
કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે

# તેમના વિશે વેબ સાઇટ

રચનાઓ સાંભળો ઃ ૧ ઃ ૨ ઃ

_____________________________________________________________________________________________

નામ

કૌમુદી મુનશી

ઉપનામ

ગુજરાતની કોકિલા

જન્મ

ઇ.સ. ૧૯૨૯માં વારાણસી (કાશી) ખાતે

અવસાન

  • ૧૩, ઓક્ટોબર – ૨૦૨૦,મુંબઈ

કુટુમ્બ

  • પિતા – કુંવર નંદલાલ મુન્શી
  •  માતા – અનુબહેન મુન્શી
  • પતિ – નીનુ મજુમદાર (પ્રખ્યાત સંગીતકાર અને ગીતકાર)
  • પુત્ર – ઉદય મજુમદાર (પ્રખ્યાત ગાયક)

અભ્યાસ

  • 1950 – બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી હિન્દી સાહિત્ય અને સંગીત સાથે B.A.ની પદવી મેળવી
  • ‘ઠુમરીના રાણી’ કહેવાતા સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરીની તાલીમ લીધી.
  • ઉસ્તાદ તાજ અહમદ ખાં પાસે ગઝલ ગાયકીની તાલીમ
  • પંડિત મનોહર બર્વે પાસે પણ તાલીમ લીધી.

જીવન ઝરમર

  • તેમનું મૂળ વતન વડનગર, પણ પેઢી તેમનો પરિવાર કાશીમાં સ્થાયી છે.
  • તેમનો પરિવાર કાશીમાં મોટા જમીનદાર. નાનપણથી જ ઘરમાં કલા અને સાહિત્યપ્રેરક વાતાવરણ.
  • હિન્દી, ઉર્દુ, વ્રજ ભાષા પર ઘણો સારો કાબુ.
  • સાક્ષરવર્ય શ્રી રમણલાલ દેસાઇ તેમના મામા થાય.
  • વારાણસીમાં સ્ત્રીઓના જાહેર કાર્યક્રમ પર સામાજીક પ્રતિબંધ હોવાને કારણે તેઓ ૧૯૫૧માં મુંબઇ આવ્યાં.
  • અવિનાશ વ્યાસે તેમને પ્રથમ તક આપી અને ‘અલી ઓ બજાર વચ્ચે બજાણિયો’ તથા ‘નવી તે વહુના હાથમાં રૂમાલ’ ગીતો દ્વારા તેમનું સુગમ સંગીત ક્ષેત્રે પદાર્પણ થયું.
  • સંગીતકાર નીનુ મજુમદાર સાથે ઇ.સ. ૧૯૫૪માં પ્રણય લગ્ન.
  • શુદ્ધ શાસ્ત્રીય સંગીત, ઉપ શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, ભોજપુરી લોકગીતો, ઠુમરી, ગઝલ, દાદ્ર, કજરી વગેરે સંગીતના વિવિધ પ્રકારોમાં તેમણે નીપુણ્તા મેળવી છે.
  • સેંકડો પ્રાચીન બંદિશો તેમને કંઠસ્થ છે.
  • ઇ.સ. ૨૦૧૧ તેમની કલાનું ‘હ્રદયસ્થ અવિનાશ વ્યાસ પારિતોષિક’ દ્વારા સંન્માન કરવામાં આવ્યું.
  • તેઓ સંગીતને પવિત્ર માને છે. આથી જ પૈસા માટે ક્યારે પણ ગાયું નથી.
  • જ્હાનવી શ્રીંમાનકર અને ઉપજ્ઞા પંડ્યા તેમની શિષ્યાઓ છે.

સંદર્ભ

ક્ષેમુ દીવેટીયા, Kshemu Divetia

%d bloggers like this: