ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: સંશોધક

માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki


ત્રણ વખત ગુજરાતના મુખ્ય મંત્રી

વિકિપિડિયા પર
દિવ્ય ભાસ્કરમાં ઘણા ફોટા સાથે લેખ

જન્મ

૩૦, જુલાઈ- ૧૯૨૭ , પીલુદરા, વડોદરા જિ.

અવસાન

૯, જાન્યુઆરી – ૨૦૨૧, ગાંધીનગર

કુટુમ્બ

માતા– ? ; પિતા – ફૂલસિંહ
પત્ની ? પુત્ર – ભરત

શિક્ષણ

પ્રાથમિક – ? માધ્યમિક – ?
ઉચ્ચ – ?

વ્યવસાય

પત્રકાર, રાજકારણ

તેમના વિશે વિશેષ

  • ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી
    ડિસે – ૧૯૭૬ થી એપ્રિલ – ૧૯૭૭
    જુન -૧૯૮૦થી જુલાઈ – ૧૯૮૫ ;
    ડિસે ૧૯૮૯ થી માર્ચ – ૧૯૯૦
  • ભારત સરકારના વિદેશ પ્રધાન
    જુન – ૧૯૯૧ થી માર્ચ – ૧૯૯૨
  • ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદી વિચાર KHAM માટે જાણીતા બનેલા અને એના આધારે રાષ્ટ્રીય કોન્ગ્રેસને ગુજરાતની વિધાનસભામાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતી અપાવી હતી.
  • તેમના પુત્ર ભરતસિંહ પણ કો ન્ગ્રેસના આગળ પડતા નેતા
  • ગુજરાતી સાહિત્યકારો ભુપત વડોદરિયા, મોહમ્મદ માંકડ વિ. ના અંગત મિત્ર.
  • કવિ શેખાદમ આબુવાલાના ખાસ મિત્ર

શ્રી. જયનારાયણ લિખિત શ્રદ્ધાંજલિ

માધવસિંહ ફૂલસિંહ સોલંકી – એક દિગ્ગજ રાજપુરુષની ચિરવિદાય

૯૪ વરસની દીર્ઘાયુષી કહી શકાય તેવી ઉંમરે ગુજરાતની રાજનીતિના એક વિરાટ વ્યક્તિત્વે આજે વિદાય લીધી છે. એમણે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ માટે ૧૪૯ બેઠકો જીતીને સ્થાપેલી કીર્તિમાન આજે પણ એમનો એમ છે. આમ તો ક્રિકેટની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે દરેક રેકોર્ડ તૂટવા માટે બનતો હોય છે પણ માધવસિંહભાઈનો આ રેકોર્ડ તૂટશે કે કેમ એ તો સમય જ કહી શકશે. માધવસિંહભાઈ સાથે મારે સીધેસીધું કામ કરવાનું બન્યું. ૧૯૮૦ થી ૧૯૮૫નાં એ વરસો ગુજરાતની વિકાસગાથાનાં સ્વર્ણિમ વરસો હતાં. માત્ર એટલું જ નહીં પણ સામાજિક વિકાસ અને ગરીબલક્ષી કામગીરીની વાત કરીએ તો પણ માધવસિંહભાઈ અને ઝીણાભાઈ દરજીની જોડીએ ઘણું ગજું કાઢ્યું હતું. મધ્યાહન ભોજન યોજના માધવસિંહભાઈના સમયે શરૂ થઈ. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટેની આક્રમક નીતિઓનો એ ગાળો હતો. શિવજ્ઞાનમ, એમ. જી. શાહ, એચ. કે. ખાન, એચ. આર. પાટણકર, એસ. કે. શેલત, અનિલ શાહ જેવી ધુરંધર સનદી અધિકારીઓની એક ખૂબ કસાયેલી અને સક્ષમ ટીમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને એક મિશન સ્વરૂપે લઈને કામે લાગી હતી. ગુજરાત મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું ત્યારે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ એનો નંબર ૮મો હતો. ૧૯૬૦થી ૯૦ના ત્રણ દાયકામાં સ્થાનિક ગુજરાતી ઉદ્યોગ સાહસિકો અને મુંબઇ વસતા ગુજરાતી ઉદ્યોગપતિઓના રોકાણને આકર્ષવા માટે GIDC, GSFC, GIIC અને GSIC જેવાં નિગમોની શરૂઆત મનુભાઈ શાહ જેવા દીર્ઘદ્રષ્ટાના આયોજનનું પરિણામ હતું. આ ચાર નિગમ માટેનું એક વાક્ય હતું ‘the four wheels that gear the industrial growth in Gujarat’ ભાવાર્થ કરીએ તો ‘ગુજરાતનાં ઔદ્યોગિક વિકાસને ગતિવંત રાખતાં ચાર ચક્રો’. આ સમયગાળામાં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન ટીમ એટલે કે ઇન્ડેક્સ્ટની સ્થાપના એક અનોપચારિક ટી કલબ તરીકે થઇ. અનૌપચારિક રહેવા છતાં ઉદ્યોગ કમિશનરના નેતૃત્વ હેઠળ લગભગ સંસ્થાગત કહી શકાય તેવી વ્યવસ્થામાં પરિણમી. આગળ જતાં ૧૯૭૮માં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરોની સ્થાપના થઈ જેના સ્થાપક ચીફ એક્ઝિક્યૂટિવ તરીકે મેં બાર વરસ કામ કર્યું. આ કામગીરીનો મધ્યાહન એટલે માધવસિંહભાઈનો ૧૯૮૦થી ૧૯૮૫ સુધીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ. ઔદ્યોગિક નીતિઓ અને મહારાષ્ટ્રના સીકોમને હંફાવે તેવી one stop shop – ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરો – ઇન્ડેક્સ્ટ-બીનો આ આખીય વ્યવસ્થામાં રિસર્ચ અને વૈજ્ઞાનિક અભિગમથી ગુજરાત સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એડમિનિસ્ટ્રેશનની માર્કેટિંગ એજન્સી તરીકેનો રોલ એટલો તો અસરકારક હતો કે અન્ય અનેક રાજયોએ એને અપનાવ્યો. આ સમયગાળામાં બે દિગ્ગજો જેમણે મને પ્રભાવિત કર્યો તેમાંના એક મારા રોલ મોડેલ અને રાજકીય ગુરુ સનત મહેતા અને બીજા તે રાજ્યની ઔદ્યોગિક નીતિઓનો સીધો હવાલો સંભાળતા ગુજરાતના પ્રબુદ્ધ મુખ્યમંત્રી માધવસિંહભાઈ. આ પાંચ વરસનો ગાળો એવો હતો કે માધવસિંહભાઈને ક્યાંય પણ અર્થવ્યવસ્થા અથવા ઔદ્યોગિક વિકાસ ઉપર ભાષણ આપવાનું હોય તો એ તૈયાર કરવાનું કામ મારે ભાગે આવ્યું અને વિચારોનો તાલમેલ એટલો અથવા માધવસિંહભાઈનો મારા પર વિશ્વાસ એટલો કે એમાં ક્યારેય કોઈ ખોટકો ના આવ્યો. આ કામ કરતાં કરતાં માધવસિંહભાઈ સાથે નજીદીકથી પરિચયમાં આવવાનું થયું. સનતભાઇ અને માધવસિંહભાઈ બંનેના સ્વભાવ ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવા પણ બંનેનો એક શોખ લગભગ સરખો. એ શોખ એટલે વાંચનનો શોખ. મને એક વખતે ખૂબ હળવાશની પળોમાં મારા સિનિયર અને ત્યારબાદ જાહેર જીવનમાં આવ્યો ત્યારે મિત્ર એવા શ્રી એચ. કે. ખાન સાહેબે કહેલું કે માધવસિંહભાઈને માટે કોઈ સારું પુસ્તક ખરીદીને આપવું એના જેવું મુશ્કેલ કામ બીજું એકેય નથી. તમે આપવા જાવ એ પહેલાં એમની પાસે એ પુસ્તક આવી જ ગયું હોય. એ જમાનો ઇન્ટરનેટનો નહોતો પણ અખબારોમાંથી કાપલીઓ કાઢી અને પોતાને ગમતા વિષયોની ફાઇલો બનાવવાનો હતો. આમાં પણ પત્રકારોમાં શ્રી નિરુભાઈ દેસાઈ અને રાજનેતાઓમાં શ્રી માધવસિંહભાઈ અને સનતભાઈની ધગશ અને વ્યવસ્થાપન શક્તિ અદ્ભુત હતી.

મારા રોલ મોડેલ કે રાજકીય ગુરુ સનતભાઈ પણ મારે માધવસિંહભાઈ કે ઝીણાભાઈ સાથે એમને કારણે ક્યારેય અંતર ન થયું. માધવસિંહભાઈ પાસેથી ઘણું શીખવા જેવું હતું પણ સૌથી વધારે મને અસર કરી ગયું હોય અને જેને ત્યાર પછીના રાજકારણીઓમાં હું હંમેશા શોધવા મથતો રહ્યો છું તે હતું એમની પાકટતા અને વિરોધને ગળી જવાની ગુણગ્રાહિતા. એક સમયે કેબિનેટ મીટિંગમાં સનતભાઇ અને માધવસિંહભાઈને થોડી તડાફડી થઈ. જો કે તડાફડી તો સનતભાઇએ કરી હતી માધવસિંહભાઈએ નહીં. મામલો શાંત પણ થઈ ગયો. ત્યારબાદ એમના કેટલાક સાથીઓ માધવસિંહભાઈની ચેમ્બરમાં પહોંચ્યા, રોષ ઠાલવ્યો, આવું કેમ ચલાવી લેવાય? અત્યંત સ્વસ્થતાપૂર્વક માધવસિંહભાઈએ કહ્યું કે વિવેક કોણ ચૂક્યું? અને પછી હળવે રહીને ઉમેર્યું, ભાઈ, ક્યારેક દૂઝણી ગાયની લાત ખમવી પણ પડે! આપણે બધા સનતભાઈને ક્યાં નથી ઓળખતા? પણ એમની નાણામંત્રી તરીકેની ક્ષમતા બાબત તો કશું જ કહેવું પડે તેમ નથી. એટલે આ પ્રશ્ને અહીં જ પૂર્ણવિરામ મૂકી દો. અને વાત સમેટાઇ ગઈ. સનતભાઇએ જે શબ્દો વાપર્યા હતા આવેશમાં આવીને તે બદલ તેમનું રાજીનામું ચોક્કસ માંગી લઈ શકાયું હોત અને માધવસિંહભાઈનો એ મધ્યાહ્ને તપતા સુરજનો સમય હતો. એમને એમ કરતાં કોઈ રોકી ન શક્યું હોત પણ એ વાત ગળી ગયા.

બીજી ઘણી વાતો છે પણ એક વાત ખાસ યાદ આવે છે. એક સિનિયર પોલીસ-અધિકારી સાથે ગપ્પાં મારતાં આ વાતનો ઉલ્લેખ થયેલો. અનામત આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે જ પાલજ-પ્રાંતીયા-લવારપુરા વિસ્તારમાં એક ટોળાએ માધવસિંહભાઈ પર લગભગ આત્મઘાતી હુમલો કર્યો. એક ખેડૂતની સમયસૂચકતાથી એમાંથી એ ઉગરી પણ ગયા. ગાંધીનગરના તે સમયના એસપી ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું, સાહેબ આમાંથી ખાલી મુખ્ય માણસોના નામ આપો, એકયને નહીં છોડીએ. માથેથી ઘાત પસાર થઈ એ પરિસ્થિતિમાં પણ માધવસિંહભાઈએ એમની હળવાશ અને સૂધબુધ નહોતી છોડી. એમણે કહ્યું, મિસ્ટર એસપી, આ એ વિસ્તાર છે જ્યાં અનેકવાર મારું સ્વાગત થયું છે. આજે કેટલાક લોકો મારાથી નારાજ છે. જાહેરજીવનમાં રહેલા વ્યક્તિએ સમભાવ કેળવવો જ પડે છે. હું કોઈને ઓળખતો નથી અને તમારે કોઈ કાર્યવાહી પણ કરવાની નથી. ગુજરાતનો મુખ્યમંત્રી એના નાગરિકો સામે ફરિયાદી બને એ નામોશી મારા નામે ન લખાય તે જોજો. આ વાત અહીં પૂરી થાય છે.

આ માધવસિંહભાઈ હતા. હું એમનો ખૂબ મોટો ચાહક રહ્યો, આજે પણ છું. હું આમ તો ક્યારેક ક્યારેક માધવસિંહભાઈને મળવાનો મોકો ઝડપી લેતો પણ નિરાંતે મુલાકાત થઇ સિવિલ હોસ્પિટલમાં. હું ત્યારે આરોગ્ય મંત્રી હતો. મારી એકબીજા વીઆઇપી હોસ્પિટલમાં દાખલ થયા હતા તે સંદર્ભે સૌજન્ય મુલાકાત દરમિયાન ડૉ. પ્રભાકરે મને કહ્યું કે માધવસિંહભાઈ પણ એડમિટ છે. એમણે પગની ઢાંકણીનું ઓપરેશન કરાવ્યું છે. ઉતાવળે પગલે હું એ રૂમમાં પહોંચ્યો. સૌજન્ય ખાતર ડૉ. પ્રભાકરે કહ્યું કે જય નારાયણ વ્યાસ સાહેબ અમારા આરોગ્ય મંત્રી છે. માધવસિંહભાઈએ અત્યંત સ્વસ્થતાથી કહ્યું, ‘એમ, તો તો બહુ કહેવાય! હજુ પણ જય નારાયણ જેવા માણસો ચલણમાં છે એ જ મોટા આનંદની બાબત છે. પણ જય નારાયણ તો મારો લાડકો અધિકારી હતો.’ અને પછી જે વાતો ચાલી, વચ્ચે ચા પણ પીવાઇ, એમાં ખાસ્સા બે કલાક નીકળી ગયા. ઘણા વખત પછી માધવસિંહભાઈને મન ભરીને માણ્યા. ગુજરાતના એક પ્રબુદ્ધ રાજપુરુષને જેણે એક પરિવાર માટેની પોતાની વફાદારી ખાતર પોતાની આખીય રાજકીય કારકિર્દી પર મધ્યાહને પૂર્ણવિરામ મૂકી દીધું. જે કંઈ રહસ્ય હતાં તે પોતાના મનમાંજ ધરબી દીધાં અને એજ ચિરપરિચિત સ્મિત સાથે જિંદગી જીવી ગયા. એક એવો સમય હતો જ્યારે માધવસિંહભાઈની આજુબાજુ એવડું મોટું ટોળું હોય કે એમને મળવું પણ અશક્ય થઈ જાય. મોટા ઉદ્યોગપતિઓથી માંડીને સાહિત્યકારો અને કલાકસબીઓથી માધવસિંહભાઈનો દરબાર ઉભરાતો હતો. પક્ષના કાર્યકરો ખાસ કરીને આજે જેને આપણે બક્ષીપંચ તરીકે ઓળખીએ છીએ તેમાં સમાવિષ્ટ ઠાકોર કોમ માટે માધવસિંહભાઈ આરાધ્ય દેવથી ઓછા ન હતા એમના માટેની લાગણી જ કદાચ માધવસિંહભાઈને અનામત આંદોલનનું જોખમ વહોરવા સુધી ખેંચી ગઈ હશે. માધવસિંહભાઈએ એમને ખરા દિલની લાગણીથી પોતાના ગણ્યા. આ માધવસિંહભાઈ હતા.

‘સમયને સથવારે ગુજરાત’ પુસ્તકમાં
માધવસિંહભાઈના કાર્યકાળ તેમજ માધવસિંહભાઈ અને સનતભાઇના સંયુક્ત પ્રદાન બાબત કંઇક આ મુજબ લખાયું છે :

“માધવસિંહનાં પાંચ વર્ષ એક રસપ્રદ વિષય છે. અભ્યાસ માટે અવનવું પ્રકરણ છે. માનસશાસ્ત્ર માટે ભાથું છે. બુદ્ધિશાળી, કલ્પનાશીલ સાથે વાસ્તવદર્શી માધવસિંહને દીર્ઘદ્રષ્ટિ ખરી જ. નિર્ણયશક્તિ પણ ખરી. હિંમત ને નવો નકશો સાકાર કરવાની આત્મશ્રદ્ધા અને વગ. તેમને સાથ મળ્યો ઉદ્યોગ ને નાણાપ્રધાન સનત મહેતાનો. તે સમયમાં બંનેની ઘણી સિદ્ધિ દર્શાવી શકાય. ઉદ્યોગના વિકાસ માટે તેમણે પગલાં લીધાં, તેઓને યશ છે. જે ગુજરાત ભારતમાં ઉદ્યોગમાં આઠમા નંબરે હતું તેનું સ્થાન નંબર બે આવ્યું. ભારતમાં ઉદ્યોગમાં ગુજરાતને મોખરે લઈ આવવું એ સિદ્ધિ સારી જ. આદિવાસી વિસ્તારમાં આઇટીઆઇ, આશ્રમશાળા, હોસ્ટેલો વધારી એ પણ પ્રગતિનું પગલું. ઔદ્યોગિક શાંતિ, જે ઉદ્યોગની ઇમારત સુદ્રઢ કરવા માટે આવશ્યક છે તે પણ માધવસિંહ-સનતની જોડીના સમયમાં ગુજરાતમાં પ્રવર્તી. સામાજિક ઉન્નતિનાં પગલાં જેવાં કે, પછાત વર્ગ માટે કુટુંબપોથી, ખેતમજૂરના વેતનમાં વધારો, એવાં ઘણાં સારાં પગલાં લેવાયાં. સનત મહેતાનો ફળદ્રુપ વિચાર અમદાવાદ-વડોદરા છ લેનનો હાઇવે ઓટો બાન ૧૩૪ કરોડના ખર્ચે એ પણ ભાવિના માર્ગવિકાસની સુરેખ રૂપરેખા છે. માધવસિંહ અને સનત મહેતાએ નર્મદા યોજના સરદાર સરોવર માટે વિશ્વબેંક તરફથી પ્રથમ તબક્કે ૫૦૦ કરોડની લોન પ્રાપ્ત કરી એ પણ તેઓની સિદ્ધિનું વિરાટ પગલું છે. સરદાર સરોવરના બાંધકામનું કાર્ય શરૂ થયું. સર્વાંગી વિકાસનું વૃક્ષ ફૂલ્યું-ફાલ્યું. માધવસિંહમાં મીઠાશ છે. કાર્યકરોને હુંફ આપવાની શક્તિ અને વૃત્તિ છે. કેટલાય કાર્યકર્તા પર તેમનું વર્ચસ્વ કાયમ રહેશે.” (‘સમયને સથવારે ગુજરાત’, કુંદનલાલ ધોળકિયા અને વિનોદ દવે. પાન ૧૩૯-૧૪૦)

માધવસિંહભાઈ વિશે લખવા બેસીએ તો ઘણું લખાય અને લખીશ પણ ખરો. પણ આજનો પ્રસંગ તો આ દિગ્ગજ નેતાની ચીરવિદાયનો પ્રસંગ છે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના બે મહાનાયકો અહેમદ પટેલ અને માધવસિંહભાઈ સોલંકી, મને બંને સાથે કામ કરવાનો મોકો મળ્યો, બંને સાથેના મારા સંબંધો આજે પણ મારા સંસ્મરણોમાં મહેકે છે. બંને ટૂંકાગાળામાં ચાલ્યા ગયા.

માધવસિંહભાઈ માધવસિંહભાઈ હતા. મને સનતભાઇએ જાહેરજીવનમાં ધકેલ્યો. ઉત્તર ગુજરાતના વિકાસ માટેની રૂપરેખા તેમજ પાણીના પ્રશ્ને કામ કરવા પ્રેર્યો. લાકડાવાલા સાહેબથી શરૂ કરી એચ.ટી.પારેખ, પ્રોફેસર અલઘ, શ્રી વાડીલાલ ડગલી, નરોત્તમભાઈ શાહ, આઈ. જી. પટેલ સાહેબ જેવા અર્થશાસ્ત્રના ખેરખાંઓની પાઠશાળામાં ભણવાનો મોકો સનતભાઇ મહેતા નામના હેડમાસ્ટરે આપ્યો પણ વિરોધને ગળી જઇને ગરિમા જાળવી રાખવાનો પાઠ માધવસિંહ સોલંકીની પાઠશાળામાંથી મળ્યો. પદની ગરિમા હોય છે. પોતાના વર્તનથી વ્યક્તિ એ પદને ગરિમા બક્ષે છે. માધવસિંહભાઈ એક એવા રાજપુરૂષ હતા જેમણે અનેક કિસ્સાઓ જેમાં શેખાદમ આબુવાલા, મહમ્મદ માંકડ, ભૂપતભાઇ વડોદરિયા જેવા નામો આવે, સંબંધોની ગરિમા બક્ષી અને રાજનીતિમાં રહીને પણ વફાદારી શું કહેવાય એ વખત આવે માથું આપી દેવાની વફાદારીને પણ એમણે જીવી બતાવી. માધવસિંહભાઈ સૌજન્યશીલ હતા, ગરિમાપુર્ણ હતા, એમનો એક ઓરા (તેજપુંજ) હતો, જે અધિકારીઓને એક આંખમાં હસાવતો અને ક્યારેક સત્તાધીશનો કડપ પણ બતાવતો. ડાબેરી વિચારધારા અને સામાન્ય માણસ માટેની લાગણી માધવસિંહભાઈના હૃદયમાં હંમેશા ધબકતી રહી. અંગ્રેજીમાં જેને voracious reader કહેવાય એવા માધવસિંહભાઈ જબરજસ્ત પુસ્તકપ્રેમી અને સાહિત્યપ્રેમી હતા. ગઝલ અને ગાયકી એમને જકડી રાખતી અને આ બધી મહેફીલ જામે ત્યારે માત્ર તારીખ જ નહીં ક્યારેક દિવસ પણ બદલાઈ જતો. મારો પરિચય વડોદરામાં મકરંદભાઇ દેસાઈ , સનતભાઇ મહેતા , જી. જી. પરાડકર અને જશભાઈ એટીકેટી સાથે થયો, જાહેર જીવનમાં અનેક વ્યક્તિત્વોના પરિચયમાં આવવાનું અને એમનો સ્નેહ અને હુંફ પામવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે, એમની સાથે કામ કરતાં હું ઘડાયો છું, એમની માફક વિચારતાં વિચારતાં મારામાં પણ એક નાનકડો વિચારક/ચિંતક જન્મ્યો છે. આ બધા વચ્ચે માધવસિંહભાઈની સંવેદનશીલતાએ મને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે.

હું ઇન્ડસ્ટ્રીયલ એક્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનું મારું રાજીનામું લઈને એમને મળવા ગયેલો. પાક્કા નિર્ધાર સાથે કે સનતભાઇને છોડીને તો કોઈની સાથે નહીં રહી શકાય. કોઈકે માધવસિંહભાઈના કાનમાં નાખ્યું હતું કે હું સનત મહેતાનો માણસ છું. અંગ્રેજીમાં જેને duplicate કહે છે તેવી બેવડાં ધારાધોરણવાળી જીંદગી જીવતાં ક્યારેય નથી ફાવ્યું અને એટલે હું માધવસિંહભાઈની ખાસ મુલાકાત માંગીને મળવા ગયો હતો. મેં એ દિવસે એમને સ્પષ્ટ કહ્યું હતું કે સનતભાઇ મારા આદર્શ છે અને રહેશે કારણકે સંબંધોના ઘોડા બદલવા માટે હું ટેવાયેલો નથી. આટલું કહ્યા બાદ મેં ઉમેર્યું હતું કે સાહેબ આપ મારા મુખ્યમંત્રી છો, ઔદ્યોગિક નીતિઓ આપના તાબા હેઠળ આવતો વિષય છે. હું આપના ખાતાનો અધિકારી છું સનતભાઈના ખાતાનો નહીં અને એટલે જ્યાં સુધી એક અધિકારી તરીકેની મારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને લાગેવળગે છે ત્યાં સુધી મારા મંત્રી તરીકે આપ જ છો અને રહેશો. જેમ સનતભાઈનો સંબંધ છુપાવીને મારે આપની પાસેથી કશું નથી મેળવવું બરાબર એ જ રીતે મુખ્યમંત્રી અને ઔદ્યોગિક નીતિ બાબતના મંત્રી તરીકે આપ મારા સાહેબ છો એ નિષ્ઠા ક્યાંય નહીં વેચાય એટલું પણ નક્કી સમજી લેજો. સાથોસાથ આપને જો મારામાં વિશ્વાસ ન હોય અને મારા સનતભાઈ સાથેના સંબંધોને કારણે જરા જેટલી પણ શંકા આપના મનમાં મારા માટે હોય તો એ નોકરી મારાથી નહીં થઈ શકે. ભગવાને દાંત આપ્યા છે તે ચાવણું પણ આપી રહેશે. આમેય હું તો નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવું છું. મારી જરૂરિયાતો એટલી નથી કે મારે વફાદારી વેચીને અથવા છુપાવીને નોકરી કરવી પડે. આવો બધો બબડાટ માધવસિંહભાઈની આંખમાં આંખ મિલાવ્યા વગર હું કરી ગયો હોઈશ. માધવસિંહભાઈએ હાથ લંબાવ્યો. મેં પેલો રાજીનામાનો કાગળ એમના હાથમાં મૂક્યો. માત્ર બે જ લીટીનો એ પત્ર હતો. ચહેરા પર સ્મિત ફરકાવીને એમણે એ કાગળ ફાડીને કચરાટોપલીમાં નાખી દીધો. અંગ્રેજીમાં મને કહ્યું, ‘Don’t be emotional, young man! You will always have my full trust and confidence!!’ એમણે બેલ મારી. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી મુખ્યમંત્રીના હવાલદાર તરીકે આગવી રુઆબદારીથી કામ સંભાળનાર એક વિશિષ્ટ વ્યક્તિત્વ શ્રી ગુણે અંદર આવ્યા. માધવસિંહભાઈએ બે ચા મંગાવી. એ ચાની સાથે માધવસિંહભાઈ માટેના માન અને આદર્શનો એકએક ઘુંટડો મારા પેટમાં ઉતારતો ગયો. સનતભાઈ મારા રાજકીય ગુરુ અને રોલ મોડેલ પણ તે દિવસથી માધવસિંહભાઈ મારા માટે એક સૌજન્યશીલ અને સદૈવ આદરણીય રાજપુરુષ બની રહ્યા.
ચોરાનું નખ્ખોદ નથી જતું. અનેક પ્રતિભાઓ આવશે અને જશે પણ માધવસિંહભાઈની ગાદી પર બેસી શકે, સનતભાઈનું બરછટપણું અને તીવ્ર બુદ્ધિશક્તિનું પ્રતિનિધિત્વ કરી શકે , અહેમદ પટેલની ચાણક્ય બુદ્ધિને તોલે આવે તેવા રાજપુરુષો જવલ્લે જ પેદા થતા હોય છે.
‘બહુરત્ના વસુંધરા’ એ સૂત્ર શાશ્વત સત્ય છે. આશા રાખીએ ભવિષ્યમાં ગુજરાતમાં આવા રાજપુરુષો ફરી ફરીને એની રાજનીતિને પ્રભાવિત કરવા જનમતા રહે.

માધવસિંહભાઈ આજે દિવંગત થયા છે. મારી એમને સાચા હૃદયની શ્રદ્ધાંજલિ.

પરેશ વ્યાસ, Paresh Vyas


શબ્દ સંશોધનના રસિયા

તેમના ઘણા બધા લેખ તેમની માતાના બ્લોગ ‘નીરવ રવે’ પર અહીં

જન્મ

૨, જાન્યુઆરી – ૧૯૫૯; ભાવનગર

કુટુમ્બ

માતા– પ્રજ્ઞા ; પિતા – પ્રફુલ્લ; બહેનો – યામિની,છાયા,રોમા,સીમા
પત્ની કલ્યાણી, પુત્રો કેશવ, માધવ

શિક્ષણ

પ્રાથમિક – કુંદીઆણા સુરત; માધ્યમિક – બારડોલી
ઉચ્ચ – 1998 – BSc , સુરત; BE – National Fire Service College, Nagpur

વ્યવસાય

Dy. Commisioner, Fire and Safety deptt. Rajkot

તેમના વિશે વિશેષ

રચનાઓ

સંશોધન – શબ્દ સંહિતા, શબદ કીર્તન,
અનુવાદ – ઓ’ હેન્રીની સદાબહાર વાર્તાઓ
સંકલન – પ્રેમ એટલે કે

મનસુખ સલ્લા, Mansukh Salla


માનવતાના કેળવણીકાર
અને
સમાજ ઉત્કર્ષના સાહિત્યકાર

મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.

રીડ ગુજરાતી પર તેમનો એક લેખ – પૂણ્યનું વાવેતર

જન્મ

૨, નવેમ્બર – ૧૯૪૨ ; ગામ – નેસડી, સાવરકુંડલાની નજીક , અમરેલી જિલ્લો

કુટુમ્બ

માતા– વિમળાબેન ; પિતા – મોહનલાલ
પત્ની – કલ્પનાબેન પુત્ર – નિશીથ; પુત્રીઓ – માધવી( વિનોબા આશ્રમ, ગોત્રીમાં પતિ સાથે વ્યવસ્થાપક ) , સ્વાતિ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – સાત ધોરણ સુધી વતનમાં ; આગળનું ભણતર ખડસલી લોકશાળામાં
૧૯૬૩ – બી.એ. – લોકભારતી સણોસરા
૧૯૬૬ – એમ .એ., ગુજરાત વિદ્યાપીઠ

વ્યવસાય

૧૯૬૬ – આંબલામાં શિક્ષક
૧૯૬૭ – ૧૯૮૨ લોકભારતી, સણોસરામાં અધ્યાપક
૧૯૮૨ – ૨૦૦૩ – લોકભારતીમાં આચાર્ય

તેમના વિશે વિશેષ

  • પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું.
  • સોની પરિવારનાં માતાએ ખેતરમાં મજૂરી પણ કરી હતી. પણ પછી શિક્ષણ મેળવી સિવણકામ કરતાં અને બાલવાડીનાં શિક્ષિકા પણ બનેલાં  
  • બી.એ. અને એમ.એ. બન્નેમાં પ્રથમ વર્ગમાં પ્રથમ
  • શિક્ષક, આચાર્ય, ડીન, સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સેનેટ, સિન્ડિકેટ કે એકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીના ગર્વનિંગ બોડીના સભ્ય
  • તેમના અનેક વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં સમાજનિષ્ઠા સાથે સ્થાયી થયા છે.
  • ૨૦૦૩ થી – અમદાવાદના રામદેવનગરમાં નિવાસ
  • હાલ ગુજરાત કેળવણી પરિષદના સારથિ તરીકે તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે.

રચનાઓ

  • હૈયે પગલાં તાજાં
  • માણસાઈની કેળવણી
  • અનુભવની એરણ પર
  • તુલસીનક્યારાના દીવા
  • ગાંધીઃ દુનિયાની નજરે

સન્માન

નર્મદ ચંદ્રક

સાભાર

શ્રી. રમેશ તન્ના – તેમની ફેસબુક દિવાલ પરથી
[ https://www.facebook.com/ramesh.tanna.5/posts/10157959236577893 ]

નાગેન્દ્ર વિજય, Nagendra Vijay


વિજ્ઞાનના પૂજારી

વિકિપિડિઆ પર
નાગેન્દ્ર વિજય ; સફારી મેગેઝિન ; યુ-ટ્યુબ ચેનલ

લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી.  –
નગેન્દ્રવિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્ટેડ ગુણવત્તા.

–  ઉર્વીશ કોઠારી
[ તેમના બ્લોગ પર સરસ પરિચય ]

જન્મ

૧૫, ડિસેમ્બર – ૧૯૪૪ ; અમદાવાદ

કુટુમ્બ

માતા– વસંતલીલા ; પિતા – વિજયગુપ્ત ( એમનો પરિચય અહીં )
પત્ની – પુશ્કર્ણા, પુત્ર – હર્ષલ, વિશાલ વાસુ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – ?
ઉચ્ચ – ?

વ્યવસાય

લેખક, પ્રકાશક

તેમના વિશે વિશેષ

  • ૧૪ વર્ષની ઊંમરે કલમ હાથમાં પકડી, 
  • અંગ્રેજીમાં ‘સફારી’ સામાયિકના તંત્રી
  • નાગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ
  • જન્મભૂમિ પ્રવાસી, વેણી, મુંબઇ સમાચાર, ગુજરાત મિત્ર, અભિયાન, શ્રીરંગ, ગુજરાત સમાચાર, સંદેશ- આ બધાં અખબારો-સામયિકોમાં કોલમ

રચનાઓ

  • General Knowledge Factfinder (જનરલ નોલેજ ફેક્ટફાઈન્ડર) (4 volumes)
  • Pastime Puzzles (પાસટાઈમ પઝલ્સ) (2 volumes)
  • Hydroponics (હાઇડ્રોપોનિક્સ)
  • Yuddh 71 (યુદ્ધ ૭૧)
  • Einstein and Relativity (આઇનસ્ટાઈન અને સાપેક્ષવાદ)
  • Vishwavigrahni yaadgar yuddhakathao (વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓઃ volume 1 to 3)
  • Mathemagic (મેથેમેજિક)
  • Samaysar (સમયસર)
  • Safari Jokes (સફારી જોક્સ)
  • Vismaykarak Vigyan (વિસ્મયકારક વિજ્ઞાન)
  • Mosad na Jasusi missiono (મોસાદના જાસૂસી મિશનો)
  • Super quiz (સુપર ક્વિઝ)
  • Cosmos (કોસ્મોસ)
  • Aasan Angreji (આસાન અંગ્રેજી)
  • Jate banavo: Model vimaan (જાતે બનાવો: મોડેલ વિમાન volume 1-2)
  • Ek vakhat evu banyu (એક વખત એવું બન્યું…)
  • 20th Century: Aitihasic Sadini 50 ajod satyaghatnao (20th Century: ઐતિહાસિક સદીની ૫૦ અજોડ સત્યઘટનાઓ)
  • Prakriti ane Pranijagat (પ્રકૃતિ અને પ્રાણીજગત)

મુસ્તનશીર બર્મા( Mustanshir Barma)


ગુજરાતી ભૌતિકશાસ્ત્રી

વિકિપિડિઆ પર

જન્મ

૨૭, ડિસેમ્બર – ૧૯૫૦, મુંબઈ

કુટુમ્બ

માતા– ? ; પિતા – ?
પત્ની – રશીદા

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – કેંપિયન સ્કૂલ, મુંબઈ
ઉચ્ચ – એમ,એસ,સી, – સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈ
પી.એચ. ડી. – ન્યુ યોર્ક સ્ટેટ યુનિવસિટી, સ્ટોની બ્રૂક

વ્યવસાય

પ્રોફેસર, લેખક, વૈજ્ઞાનિક
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ડિરેક્ટર

તેમના વિશે વિશેષ

  • આંકડા શાસ્ત્રીય ભૌતિકશાસ્ત્રના નિષ્ણાત
  • Associate of the Indian Academy of Sciences (1983 – 86).
  • Honorary faculty member, Jawaharlal Nehru Centre for Advanced Scientific Research, Bangalore (1998 – 2001).
  • J.C. Bose Fellowship of the Department of Science and Technology (2007).
  • Seventh Abdus Salam Memorial Lecture, Jamia Millia Islamia, New Delhi (2009).

Specific research directions being pursued include

  • Fluctuation-dominated phase ordering, which involves a fine balance between giant fluctuations and long range order, and is found in a variety of soft matter systems.
  • Multispecies coupled driven systems, at instabilities which lead to phase separation.
  • Entropy-induced ordering of hard objects, with a focus on the dynamics of approach to the steady state.
  • Aggregation-fragmentation dynamics, leading to macroscopic condensates and temporal intermittency, with connections to intra-cellular transport of proteins.
  • Disordered driven systems, to clarify qualitative aspects of transport of particles and interfaces driven in random media.

રચનાઓ

તેમણે પ્રકાશિત કરેલ અઢળક રિસર્ચ સામગ્રી

સન્માન

  • Young Scientist Award of the Indian National Science Academy (1980).
  • Shanti Swarup Bhatnagar Prize for the Physical Sciences awarded by the CSIR (1995).
  • DAE Raja Ramanna Prize Lecture in Physics (2004).
  • S.N. Bose Birth Centenary Award of the Indian Science Congress (2007).
  • R.S. Goyal Prize for Physics (2006), awarded in 2010.

2013
—-
Padma Shri Award

સાભાર

શ્રી. મોઇઝ ખુમરી

પી. પી. પંડયા, P.P. Pandya


હું પુરાતત્વને વરેલો છું અને તેમા જ કાર્ય કરતાં શહીદ થવા ઇચ્છુ છુ. મારું એક માત્ર ધ્યેય છે – પશ્ચિમ ભારતના વિષદ સંશોધન-પ્રકાશન પછી સિંધ, અફઘાનિસ્તાન અને મધ્ય પૂર્વ (સુમેર પેલેસ્ટાઇન) ની સંસ્કૃતિઓનું સંશોધન અને સમન્વય પ્રદર્શિત કરવાનું.
– પુરૂષોત્તમ પંડ્યા

સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ પુરાતત્વવિદો એ કાર્ય કર્યું છે. એક ભગવાનલાલ ઇન્દ્રજી જેમણે અશોકના શી લાલેખમાં રહેલ લીપીને ઉકેલી, બીજા ડો. એચ.ડી. સાકળિયા અને ત્રીજા પી.પી. પંડ્યા
– નરોત્તમભાઇ પલાણ

પુરાતત્વની વેબ સાઈટ પર તેમનો પરિચય

સમ્પર્ક

ઈમેલ
bhatigal.sanskruti@gmail.com
મોબાઈલ
98252 1807 98252 18903

આખું નામપુરૂષોત્તમ પંડ્યા

જન્મ

૮, નવેમ્બર – ૧૯૨૦ ; કોટડા સાંગાણી (તા. ગોંડલ, જિ. રાજકોટ )

અવસાન

૧૨, ફેબ્રુઆરી – ૧૯૬૦, રાજકોટ

કુટુમ્બ

માતા– મણીબેન, પિતા –પ્રેમશંકર,
પત્ની– જયાબેન; પુત્રો– પીયૂષ, મનીષ, હિતેષ, પરેશ; પુત્રી – પ્રતિમા

શિક્ષણ

પ્રાથમિક – કોટડા સાંગાણી
માધ્યમિક – કમરીબાઇ હાઇસ્કુલ, જેતપુર
બી.એ.– શામળદાસ કોલેજ, ભાવનગર; ધરમેન્દ્રસિહજી કોલેજ રાજકોટ
એમ.એ. –      ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ

વ્યવસાય

મુંબઈ રાજ્યના પુરાતત્વ ખાતામાં

તેમના વિશે વિશેષ

  • તેમના પિતા કોટડા સાંગાણી રાજ્યના મુખ્ય માપણી અધિકારી હતા અને દાદા રાજ્યના પુરોહિત હતા.
  • મેટ્રિકમાં સેન્ટર માં પ્રથમ આવેલ
  • એમ.એ. માં પુરાતત્વના બધા જ પેપરમાં મુંબઇ યુનિવર્સીટીમાં પ્રથમ આવેલ.
  • મહાત્મા ગાંધીજીની હાકલ થતા કોલેજનો અભ્યાસ છોડી સ્વાતંત્ર્યની લડાઇમાં જોડાયા
  • મહાત્મા ગાંધીજીના સૂચનથી મલાડ (મુંબઇ) ખાતે શ્રીનાથજીના નેતૃત્વમાં શરૂ થયેલ ‘અહિંસક વ્યાયામ સંઘ’ ની તાલીમ શિબિરમાં તાલીમ લીધી.
  • યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગમાં આસિ. સુપ્રિ.ની પોસ્ટ માટે પસંદ થયા પણ વિશ્વ પ્રસિધ્ધ પુરાતત્વવિદ ડો. એચ. ડી. સાંકળિયા (મુંબઇ રાજ્યના પૂરાતત્વ ખાતા ના સલાહકાર ) અને મુંબઇ રાજ્યના નાણામંત્રી શ્રી ડો. જીવરાજ મહેતાની સલાહથી ગુજરાતમાં શરૂ કરેલ સંશોધન કાર્ય ચાલુ રાખવા એ નિમણુંક પત્રનો અસ્વીકાર કર્યો.
  • ૧૯૫૦ માં જામનગર મ્યુઝિયમમાં ક્યુરેટરની જ્ગ્યા માટે જોડાયા.
  • ફક્ત બે માસની તાલીમ મંજુર થતા શ્રી પી. પી.પંડ્યાએ વગર પગારે પોતાના ખર્ચે વિશ્ર્વપ્રસિધ્ધ પૂરાતત્વવિદ ડો. એચ. ડી. સાંકળીયા, ડો. બી સુબ્બારાવ, શ્રી એમ.એન. દેશપાંડે, ડો. દીક્ષીત વિ. પાસેથી જુદી જુદી તાલીમ લીધી.
  • ૧૯૫૧ –  ૫૯ દરમિયાન નીચેનાં સંશોધનો –
  • મધ્યકાલીન પાષાણ યુગના પાંચ સ્થળોમાં આદિ માનવની હયાતિ
  • હડપ્પન સંસ્કૃતિના ૬૫ ટીંબાઓ શોધ્યા
  • ૧૫૦૦ વર્ષ પ્રાચીન ક્ષત્રપકાળની ૧૧૦ વસાહતો
  • મૈત્રક કાલીન મંદિરો
  • ઈ.પૂ. ૧૨૫૦ થી ૬ઠી સદી સુધીની પ્રભાસપાટણ (સોમનાથ) સાંસ્ક્રૃતિક કડીઓ.
  • રોઝડી (શ્રીનાથ ગઢ ગોંડલ પાસે) ૪૫૦૦  વર્ષ પ્ર્રાચીન હડપ્પન સંસ્કૃતિનું કિલ્લેબંધ નગર
  • ખંભાલિડા ગામ( રાજકોટ જીલ્લા) પાસે ૧૮૦૦ વર્ષ પ્રાચીન બુધ્ધ ગુફાઓનો સમૂહ
  • લાખા બાવળ, આમરા,, સોમનાથ,રોઝડી, પીઠડીયા, આટકોટ, મોટી ધરાઈ ગામે હડપ્પા સંસ્કૃતિ ના પ્રસાર અને પ્રકાર જાણવા ઉત્ખનન
  • તેમની પત્નીની યાદમાં જયાબેન ફાઉન્ડેશન ( રાજકોટ ) સ્થાપવામાં આવેલ છે – જે સમાજ સેવાનાં ઉમદા કામ કરી રહેલ છે.

રચનાઓ

અનેક પુસ્તકો અને સંશોધન લેખો
તેમના જીવન અને કાર્ય  વિશે પુસ્તકો
મધાહ્ને સૂર્યાસ્ત, પુરાતત્વમાં સૌરાષ્ટ્ર ( તેમના દીકરા પીયૂષ પંડ્યાએ લખેલ)

મધુસુદન ઢાકી, Madhusudan Dhaky


dhak2#   ઈતિહાસ અને પુરાતત્વના ખાં

#    તેમનાં ઘણા બધા સંશોધન લખાણો

#  એક ટૂંક પરિચય

#  વિકિપિડિયા પર

# એક સરસ  પરિચય- ધ્રુવ ઘોષ

#

————————————————–

જન્મ

  • ૩૧, જુલાઈ -૧૯૨૭; પોરબંદર

અવસાન

  • ૨૯, જુલાઈ-૨૦૧૬, અમદાવાદ

કુટુમ્બ

  • માતા– ? ; પિતા – અમીલાલ
  • પત્ની – ગીતા, સંતાન – ?

શિક્ષણ

  • બી.એસ.સી.( ભુસ્તરશાસ્ત્ર) – ફર્ગ્યુસન કોલેજ, પુણે

વ્યવસાય

  • ૧૯૯૬ – ૨૦૦૫ –  દિલ્હી ખાતે ભારતીય કળા અને પુરાતત્વમાં સંશોધનાની અમેરિક સંસ્થામાં

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • થોડોક સમય સેન્ટ્રલ બેન્કમાં નોકરી
  • ૧૯૭૬-૧૯૯૬ – કળા અને પુરાતત્વ અંગેની ગુડગાંવ સ્થિત અમેરિકન સંસ્થામાં સંશોધન વિભાગના ડિરેક્ટર; ત્યાં જ ૨૦૦૫ સુધી ડિરેક્ટર – એમેરિટસ
  • ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે સંશોધન પણ કરેલું છે.
  • ભારતની સ્વતંત્રતા બાદ નવા બંધાતા સોમનાથ મંદિરના બાંધકામના ક્યુરેટર
  • જૈન સાહિત્ય અને કળા વિશે સંશોધન અને લેખન

રચનાઓ

[ ૨૫ પુસ્તકો, ૩૨૫ સંશોધન લેખ, ૪૦૦ – સામાયિકોમાં  લેખ ]

  • સંશોધન – The Riddle of the Temple of Somanātha, The Indian temple forms in Karṇātak inscriptions and architecture, Encyclopaedia of Indian temple architecture with Michael Meister, The Indian temple Traceries (2005), Complexities Surrounding the Vimalavasahī Temple at Mt. Abu (1980), Arhat Pārśva and Dharaṇendra nexus, Nirgranth Aitihāsik Lekh-Samuccay, Professor Nirmal Kumar Bose and His Contribution to Indian Temple Architecture: The Pratiṣṭhạ̄-Lakṣaṇasamuccaya and the Architecture of Kaliṅga(1998), The Temples in Kumbhāriyā (2001), Saptaka (1997), Tamra Shashan (2011).[3]

સન્માન

  • કેમ્પબેલ મેમોરિયલ સુવર્ણચન્દ્રક – એશિયાટિક સોસાયટી, મુંબાઈ
  • ૧૯૭૪ – કુમાર  ચન્દ્રક
  • ૨૦૧૦ – પદ્મભુષણ
  • ૨૦૧૦ – રણજિતરામ સુવર્ણચન્દ્રક – ગુજરાતી સાહિત્ય પરિષદ
  • ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર
  • લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – ગુજરાતી ઈતિહાસ પરિષદ

 

 

 

http://projectanveshan.com/a-meeting-with-our-mentor/

બળવન્ત પારેખ, Balvant Parekh


bp1

– ફેવિકોલના સર્જક અને….માનવ સંબંધો માટે પણ ‘કોઈક ફિવિકોલ’ શોધી કાઢવા મથનાર

–   A great and unfortunately rare human being, a humane and caring industrialist, he cared for people above profits –  Bruce Kodish  ( Korzybsky files)

–  વડોદરા ખાતેની તેમણે સ્થાપેલી સંસ્થાની એક શિબીરનો અહેવાલ

 ‘વેબ ગુર્જરી’ પર તેમના એક ઇન્ટરવ્યુ નો અનુવાદ

 ‘સેન્ટર ફોર જનરલ સિમેન્ટિક – વડોદરા’ ની વેબ સાઈટ

– તેમનો પરિચય  –   ૧  –   ;   –  ૨  –

જનરલ સિમેન્ટિક આંતરરાષ્ટ્રીય સંસ્થાની વેબ સાઈટ

-General semantics is a discipline or methodology intended to improve the ways people interact with their environment and with one another.

————————————————————————-

જન્મ

  • ?

અવસાન

  • ૨૫, જાન્યુઆરી-૨૦૧૩; મુંબાઈ( ૮૮ વર્ષની ઉમરે)

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – ?
  • પત્ની -? ; પુત્ર – મધુકર

શિક્ષણ

  • કાયદાના સ્નાતક , મુંબાઈ

bp3

ચિત્ર પર 'ક્લિક'કરી તેમણે સ્થાપેલી સંસ્થા વિશે જાણો

ચિત્ર પર ‘ક્લિક’કરી તેમના વિચારો જાણો

વડોદરા ખાતેની સંસ્થાનું પહેલું વાર્ષિક સામાયિક

વડોદરા ખાતેની સંસ્થાનું પહેલું વાર્ષિક સામાયિક

bp2

તેમના વિશે વિશેષ

  • ૧૯૫૪- ટેક્સ્ટાઈલ પ્રિન્ટિંગ માટેના ખાસ રસાયણો વેચવા માટેની દુકાન ‘પીડીલાઈટ’ની સ્થાપના
  • ૧૯૫૯ – સિન્થેટિક ગુંદર વેચવાની અને પછી તેના ઉત્પાદનની શરૂઆત
  • ફેવિકોલ અને એવાં બીજાં ઉત્પાદનો બનાવવાનાં કારખાનાં ભારત ઉપરાંત અમેરિકા, થાઈલેન્ડ,દુબાઈ, ઇજિપ્ત અને બાંગલાદેશમાં પણ સ્થાપ્યાં છે. વિશ્વભરમાં કુલ વેચાણ -૬.૧૪ કરોડ ડોલર. વિશ્વભરમાં ૧૪ પેટા કમ્પનીઓ છે.
  • ઉદ્યોગપતિ હોવાની સાથે પૂર્ણ રીતે માનવતાવાદી. કારખાનામાં યુનિયને હડતાલ પાડી હોવા છતાં, દરેક કારીગરને પૂરો પગાર ચુકવી, એમનાં દિલ જીતી લીધાં અને હડતાલ સમેટાઈ ગઈ.
  • છેવટ સુધી બધા જ કર્મચારીઓની અપૂર્વ ચાહના મેળવતા રહ્યા
  • અનેક વિષયોના અભ્યાસી હોવા છતાં તે માત્ર વિદ્વાન ન હતા; પણ દિલથી માનવતાવાદી હતા.
  • ૨૦૦૯ – વડોદરા ખાતે જનરલ સિમેન્ટિક અને અન્ય માનવ વિજ્ઞાનો માટેના કેન્દ્રની સ્થાપના

સન્માન

૨૦૧૩- જનરલ સિમેન્ટિક આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી એવોર્ડ.

ઝવેરભાઈ પટેલ, Zaverbhai Patel


zp4

વેબ ગુર્જરી પર એક લેખ

– તેમના વિશે બે  લેખ   –   ૧  –   ;   –   ૨   –

લોક – ૧ ઘઉં વિશે

 

———————————————————————————

જન્મ

  • ૯, ડિસેમ્બર- ૧૯૦૩; ગરિયાધાર, (જિ. ભાવનગર)

અવસાન

  • ૨૩, માર્ચ – ૧૯૮૯; લોક ભારતી, સણોસરા

કુટુમ્બ

  • માતા – કુંવરબેન ; પિતા – હરખાભાઈ
  • પત્ની – મણીબેન ( ૧૯૧૦ – ૧૯૯૫ )
  • પુત્રો – અશોક, ભરત, પ્રતાપ, અશ્વિન; મહેશ; પુત્રીઓ – ઉમા, ચન્દ્રિકા, કોકિલા, આશા

શિક્ષણ

  • ૧૯૨૩ –એસ.એસ.સી. , હેરિસ સ્કુલ, પાલીતાણા
  • ૧૯૨૮ – બી.એસ.સી. ( ફર્ગ્યુસન કોલેન; પુના)
  • ૧૯૩૦ – એમ.એસ.સી. –ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ( બેન્ગલોર)
  • ૧૯૩૩ – પી.એચ.ડી. ( યુનિ. ઓફ ઇલિનોઈસ, અરબાના; યુ.એસ.

વ્યવસાય

  • ૧૯૩૩-૧૯૪૮ પાલિતાણા સ્ટેટમાં રેવન્યુ કમિશ્નર
  • ૧૯૪૮- ૧૯૫૫ સૌરાષ્ટ્ર રાજ્યમાં ખેતીવાડી સંશોધનના ડે. કમિશ્નર
  • ૧૯૫૬ – ૧૯૫૯ –ગુજરાત રાજ્યના ખેતીવાડી ખાતાના ડે. ડિરેક્ટર

zp2

તેમના વિશે વિશેષ

  • ભાવનગરની શામળદાસ કોલેજમાં એસ.એસ.સી.  બાદ બે વર્ષ ભણ્યા.
  • ૧૯૨૯ – પિતાનું અવસાન; ૧૯૩૦ – માતાનું અવસાન
  • ૧૯૩૦ – બર્લિન યુનિ., જર્મનીમાં ખેતીવાડી અને જમીન અંગેનો અભ્યાસ
  • અમેરિકામાં પી.એચ.ડી. થયા હોવા છતાં; જેમની સ્કોલરશીપના કારણે વિદેશ જઈ શક્યા હતા;તે પાલીતાણાના મહારાજાના ઋણસ્વીકાર ન ભુલીને ૧૨૫/- રૂપિયાના પગારે રાજ્યની રેવન્યુ ખાતાની નોકરીમાં જોડાયા હતા.
  • ગુજરાત રાજ્યમાં નોકરી દરમિયાન જૂનાગઢમાં ૮૦૦ એકરના ખેતરનો ખેતીવાડી સંશોધન માટે વિકાસ( જે હાલ જૂનાગઢ ખેતીવાડી યુનિ.નો એક ભાગ છે.)
  • ૧૯૫૮-૧૯૬૬ નિવૃત્ત  થયા બાદ ૩૦ વર્ષ સુધી, પોતાના ખર્ચે,પાલીતાણા હાઈસ્કૂલની જમીન અને બાજુનું  ખેતર ભાડે રાખીને ઘઉંની નવી જાત ઉછેરવાના પ્રયોગો કર્યા
  • ૧૯૬૭-૧૯૭૩ ‘લોકભારતી’ – સણોસરા ખાતે ઘઉંની નવી જાતિ વિકસાવવાના પ્રયોગો.
  • ૧૯૭૯ – બીજી શ્રેષ્ઠ જાતો કરતાં, ૧૭% વધારે ઉત્પાદન આપતી લોક–૧ ઘઉંની જાતના સર્જક; ખેડૂતોને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપ્યો.

સાભાર

  • શ્રી. પ્રતાપ પટેલ, ચન્દ્રવદન મિસ્ત્રી

દલસુખ માલવણિયા, Dalsukh Malvania


Dalsukh-Malvania

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

પંડિત સુખલાલજીનો પરિચય

—————————————

જન્મ

  • ૨૨, જુલાઈ – ૧૯૧૦; સાયલા ( જિ. સુરેન્દ્રનગર)

કુટુમ્બ

  • માતા -?; પિતા – દલસુખભાઈ
  • પત્ની – ?; સંતાનો -?

શિક્ષણ

  • પ્રાથમિક શિક્ષણ- સાયલા
  • જયપુર, બ્યાવર વિ. સ્થળોએ જૈન ગુરૂકૂળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ

વ્યવસાય

  • ૧૯૩૪ – સ્થાનકવાસી જૈનોના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ માં
  • ૧૯૩૮ – બનારસ હિન્દુ યુનિ.માં ‘જૈન ચેર’ ધર્મના પ્રાધ્યાપક
  • ૧૯૫૯ – ૧૯૭૬  –  લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ માં નિયામક

તેમના વિશે વિશેષ

  • પ્રાથમિક શિક્ષણ પુરું થતાં પહેલાં જ પિતાનું અવસાન.
  • પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ
  • ૧૯૩૨– શાંતિનિકેતન જઈ પાલી ભાષા અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ; મુનિ શ્રી. જિનવિજયજી સાથે સમ્પર્ક
  • બનારસ હિન્દુ યુનિ.માં પંડિત સુખલાલજી માટે વાચક
  • બનારસ, મુંબાઈ, ઇન્દોર તથા ઉજ્જૈન યુનિ.માં પી. એચ.ડી. ્વિદ્યાર્થીઓના માર્ગદર્શક
  • ટોરોન્ટો- કેનેડા, બર્લિન- જર્મની, અને પેરિસ- ફ્રાન્સ યુનિ.ઓમાં મુલાકાતી અધ્યાપક
  • ૧૯૭૬ – ગુજરાતી સાહિત્ય પરિષદના પોરબંદર ખાતેના અધિવેશનમાં સંશોધન વિભાગના અધ્યક્ષ
  • ‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક
  • દર્શન શાસ્ત્રો ( ખાસ કરીને જૈન દર્શન) માં મહત્વનું પ્રદાન

રચનાઓ

  • સંશોધન – આત્મમીમાંસા, જૈન ધર્મચિંતન, પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવન સંદેશ,
  • ચરિત્ર – ભગવાન મહાવીર, પંડિત સુખલાલજી
  • સંપાદનો – ન્યાયાવતાર કાર્તિક વૃત્તિ, પ્રમાણવાતિક, પ્રમાણ મીમાંસા, જ્ઞાનબિંદુ, તર્કભાષા,
  • અનુવાદો – સ્થાનાંગ સમવાયાંગ
  • English – Jain philosophy

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

%d bloggers like this: