“બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.” ,
જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશે, તેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં.
ધર્મ શું છે?..ફક્ત સદાચાર.
માણસનીઆધ્યાત્મિક જરુરિયાતમાટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલિટરીની જરૂર છે, તેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે.
આજીવન સ્વામીનારાયણં, અક્ષર પુરૂષોત્તમ સંસ્થા ( BAPS) ની સેવા અને નેતૃત્વ
—
તેમના વિશે વિશેષ
તેમનું જન્મ સ્થાન – ચાણ્સદ ગામમાં , ઢાળવાળી ગલિમાં, ડાબા હાથે આવેલું બે ઓરડાનું પહેલું મકાન…આજે ‘પ્રાગટ્ય તીર્થ’ તરીકે સંસ્થાએસ્મૃતિ મંદિર બનાવ્યું છે ને ,હરિભક્તોનું આસ્થા કેન્દ્ર છે.
૧૮-૧૯ વર્ષની ઉમ્મરે, ગુરુશાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અને માતા, પિતાની સમ્મતિ લઈ, ગૃહત્યાગ કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ બન્યા.
ભક્તિ પરાયણ કુટુમ્બના સંસ્કાર ઝીલતાં, પિતા સાથે ગુરુસત્સંગ થકી, એકાદશીના વ્રત કરવાની બાળવયે શરુઆત કરી. ગુરુ શાસ્ત્રીજી ધર્મ સભા માટે ચાણસદ ગામે આવ્યા ત્યારે; પિતાજી સાથે દર્શને ગયા.પૂ. શાસ્ત્રીજી મહારાજે ત્યારે તેમને જોઈને કહ્યું…મોતીભાઈ..”આ અમારા છે’ સમય આવે સેવા માટે યાદ કરીશું.
શાળા અભ્યાસ દરમિયાન ખુબ જ તેજસ્વી, હમ્મેશ પહેલો, બીજો ક્રમ જાળવી રાખતા.સાથે સાથે ક્રિકેટ રમવામાં, તરવામાં અને સ્વામીનારાયણ સમ્પ્રદાયનાં ભજનો ગાવામાં ખુબ ક રસ.
તા. ૭, નવેમ્બર – ૧૯૩૯.- ઘેરથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ ચિઠ્ઠી આપી, એમાં લખ્યું હતું; ” સાધુ થવા આવી જાઓ” અને હરિભક્ત કુટુમ્બે આનેજીવનની ધન્ય પળો ગણી હસતે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે તેમને વિદાય દીધી…એ દિવસ હતો
૨૨ નવેમ્બર,૧૯૩૯ – પ.પૂ ગુરુ શાસ્ત્રીજી મહારાજે, અમદાવાદમાં પાર્ષદની દીક્ષા આપી.એ વખતે એમનું નામ ‘શાન્તિ ભગત’ હતું !
પછી સંસ્કૃત ભાષાના અધ્યયનની શરૂઆત
સંસ્કૃત ભણી શાસ્ત્રીજી બ્ન્યા, સાધુ જીવનની દિનચર્યામાં એવા તો ગોઠવાઈ ગયા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજના વહાલા બની ગયા.
૨૧ મી મે,૧૯૫૦ (ફક્ત ૨૮ વર્ષની વયે) – નવા કામકાજ હાથ ધરવાની કોઠાસૂઝ જોઈ..શ્રી શાસ્ત્રીજી મહારાજે, પ.પૂ.યોગીજી મહારાજની આશીષ સાથે, બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ‘પ્રમુખ’ તરીકેની ખૂબ જ મોટી જવાબદારી, સોંપી.,
૧૦મી મે,૧૯૫૧ – પ.પૂ .યોગીજી મહારાજના અવસાન બાદ , ભગવાન સ્વામીનારાયણ સ્વામીનાપાંચમા અનુગામી તરીકે, સંત ચરણ કોટી જન ઉધ્ધારક થઈ ને પ્રમુખ સ્વામી, , આ યુગના સાચા સંત તરીકે પૂજાય છે.
આજે ૯૪મા વર્ષે ,સંસ્થાને વિશ્વવંદનીય વિરાટ સંસ્થા બનાવી ,દોરવણી આપી રહ્યા છે.
વાચકોના પ્રતિભાવ