બરાબર મારી દીકરીની ઉમરની જ આ ગુજરાતી દિકરીની વાત ઓપિનિયન પર વાંચી. અહીં સમાવેશ કરવો જ પડે – તેવી એક ગુજરાતણ – અમેરિકન સ્ત્રીની જીવન દાસ્તાન
સ્ત્રી સન્માન- લડત માટેની વીરાંગના અમેરિકન મરીન દળમાં માજી અધિકારી ‘SWAN’ ની સ્થાપક
યોગ શિક્ષક
મારી ખૂબ ઈચ્છા છે કે અનુરાધા ભગવતી અને પદ્મા દેસાઈની સ્મૃતિયાત્રાઓની તંદુરસ્ત ચર્ચા દેશ-દુનિયામાં, ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તો થાય જ. આ બન્ને પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ થવો જોઈએ.
અનુની આત્મકથાની વિશિષ્ટતા એની પારદર્શકતા અને ધારદાર કલમ છે. અનુભવ્યું અને લાગ્યું તે લખ્યું, બોલી તે બોલી, જે ગમ્યું તે કર્યું, ન ગમ્યું તે છોડ્યું અને અંતે હૈયે તો હોઠે અહીં ટેરવે. નારીવાદીઓનો તકિયાકલામ ‘Personal is Political’ અનુની ગળથૂથીના સંસ્કાર છે. તે રીતે ‘મારા તન-મન-ભાવના-ધન પર મારો જ અધિકાર છે અને હું ઈચ્છીશ તે કરીશ’ એવો નિર્ધાર એનું વિશિષ્ટ પાસું છે. જો સ્વતંત્રતાનો અહેસાસ છે તો સમાંતર જવાબદારીની સભાનતા પણ છે. મને આ આત્મકથન ‘આંતર ખોજ’ તરીકે વધારે સ્પર્શ્યું છે. હકીકતે તો ઉંમરના વચલા કે મધ્યાહ્નના પડાવ પર એને ટેરવેથી આત્મકથન શબ્દાંકિત થયું છે. યેલ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકેના અભ્યાસના અનુભવોથી લઈ મિલિટરીની મરીન શાખામાં લેફ્ટનન્ટ અને કેપ્ટન તરીકેની કારકિર્દી બનાવી ત્યાર પછી SWAN નામની સંસ્થાની સ્થાપના દ્વારા મિલિટરીમાં સ્ત્રી-સૈનિકો સાથે થતાં જાતીય દુર્વ્યવહારના ખુદના અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન
100 વર્ષનાં તંદુરસ્ત, રૂપાળાં રમાબા MA સુધી ભણેલાં છે! તેઓ સંગીત-વિશારદ છે! હર્મોનીઅમ, સિતાર, દિલરુબા, જળતરંગ જેવાં ૧૮ વાજિંત્રો વગાડી શકતાં તેમ કહે તો હેરત ના પામશો! સદાય મસ્તીમાં રહેતાં શતાયુ રમાબાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
1922માં મુંબઈમાં જન્મ, ત્રણ વર્ષની બાળ-ઉંમરે માતા ગુમાવી અને ૧૪ વર્ષની કિશોર-વયે પિતા ગુમાવ્યા. માતા-પિતાની ગેરહાજરીમાં કાકા શ્રી જાદવજીભાઈ મોદી (સ્વતંત્રતા સેનાની અને સૌરાષ્ટ્ર રાજ્યના સ્પીકર તથા કેળવણી ખાતાના પ્રધાન)ને ઘેર, ભાવનગરમાં તેમનો ઉછેર થયો. કાકા-કાકીનો અપાર પ્રેમ મળ્યો. લગ્ન થયા ત્યાં સુધી તેમની સાથે રહ્યાં અને નિરંતર વિકાસ પામતાં રહ્યાં! કાકા-કાકીએ વિદ્યાલયમાં દાખલ કર્યાં. સંગીત શીખવા ઘેર વ્યવસ્થા કરી. મોતીબાગ અખાડામાં લાઠી, લેઝીમ અને વ્યાયામ પણ શીખ્યાં. જલતરંગ તો એવું સરસ વગાડતાં કે સાહિત્ય-સભામાં કે નાટકના પ્રયોગોમાં ખાસ તેમને જલતરંગ વગાડવા બોલાવતા. કર્વે કોલેજમાંથી MA કર્યું. તેમના આત્મવિશ્વાસ માટે અંગ્રેજી અને સંગીતનાં ટ્યુશન કરવાં દીધાં. ૧૯૪૪ના સમય માટે આટલી છૂટ ઘણી કહેવાય! કાકાના એક વિદ્યાર્થી સાથે લગ્ન થયા. કાકા-કાકીએ જ કન્યાદાન કર્યું. નવો દાગીનો કરાવ્યો, ખાદી મંગાવી આણું કર્યું. હર્ષઘેલાં કાકીએ જાતે રજાઈ બનાવી, મોતીનું તોરણ ગૂંથ્યું! કણ્વઋષિ પોતાની પુત્રી શકુન્તલાને વિદાય આપે તેવું વાતાવરણ હતું!
તેમને ચાર બાળકો (એક પુત્ર, ત્રણ પુત્રીઓ). ચારેય સરસ ભણ્યાં. એક M.Sc., બીજી ડોક્ટર, ત્રીજી આર્કીટેક્ટ અને દીકરો ટેક્સટાઈલ એન્જીનીયર. એક દીકરી અમદાવાદમાં છે બાકી બધાં અમેરિકા રહે છે. હવે તો ચોથી પેઢી છે. વર્ષે-દિવસે આવતાં રહે છે. ઘર ચોખ્ખું અને વ્યવસ્થિત રાખે, રંગ-રોગન દર બે-ત્રણ વર્ષે કરાવે જેથી બાળકો હોટલમાં જવાને બદલે ઘેર જ રહે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
ધડીયાળને કાંટે મારો દિવસ જાય. સવારે છ વાગ્યે ઊઠી પાણી ભરું. કમ્પાઉન્ડ વાળી આંગણું ચોખ્ખું રાખું. ઘરનું કામકાજ કરું. રસોઈ પણ જાતે જ કરું. નાહીધોઈને સેવા-પૂજા કરું. ગાર્ડનનો શોખ છે. બગીચામાં કંઈને કંઈક કામ કરતી રહું. શાકભાજી વાવતી. રીંગણ, તાંદળજો, પત્તરવેલિયા, ટામેટાં, સરગવો, જામફળ, પપૈયા, લીંબુ …. બધું ઘરે થાય!
શોખના વિષયો:
બગીચાનું કામ અને રસોઈ મારા પ્રિય વિષયો! હું રસોઈ સરસ બનાવું છું. બાળકો આવવાનાં હોય તે પહેલાં લાડવા, શીખંડ, પૂરણપોળીનું પૂરણ વગેરે બનાવી રાખું, નાસ્તા બનાવી રાખું. વાંચન-લેખન પણ કરું. મારે બે લેખ લખવા છે : બુફે-ડીનરમાં થતાં અનાજના બગાડ પર અને કોરોનાની બીમારી પર.
યાદગાર પ્રસંગ :
૨૦-૨૨ વર્ષ પહેલાં અતિવૃષ્ટિને કારણે ઘરમાં બે ફૂટ પાણી ભરાઈ ગયેલાં. હું ઘરમાં એકલી. પણ મને કોઈ ડર નહીં. ઉપરને માળે બેસી રહી. પાણી ઊતરતાં કોઈ મદદ આવે તે પહેલાં તો ઘર સાફ કરી નાખ્યું! વર્ષો પહેલાં અમે અમેરિકા ગયાં હતાં ત્યાં મારા પતિની તબિયત બગડી હતી. દીકરાના મિત્રના મિત્ર ડોક્ટર હસમુખભાઈએ નિસ્વાર્થ ભાવે ખૂબખૂબ મદદ કરી હતી તે અમેરિકાનો અનુભવ યાદ રહી ગયો છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?
કોઈ બીમારી નથી. કોઈ દવા નથી લેતાં. સાદું જીવન જીવે છે, પૂરતો પરિશ્રમ કરે છે. નિયમિત અને ચિંતા વગરનું જીવન એ જ દીર્ઘાયુનું રહસ્ય! ભગવાન રામ રાખે તેમ રહેવું એ ફિલોસોફી!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?
સો વર્ષની ઉંમરે નવી ટેકનોલોજી તો શું વાપરું? પણ આ ઉંમરે વોશિંગ-મશીન, ઘરઘંટી, ટીવી, ફોન વગેરેનો ઉપયોગ સહજતાથી કરી શકું છું. અમારા માટે તો આજ નવી ટેકનોલોજી!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાનો જમાનો ઘણો સારો હતો. નૈતિકતા અને ધાર્મિકતા હતી. આજે હવે જોખમ ઘણું વધી ગયું છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
હા, પુત્ર-પુત્રીઓ, પૌત્રો અને ચોથી પેઢીનાં બાળકો સાથે પણ “જય શ્રીકૃષ્ણ” કરવા ગમે છે! બાકી બીજાં યુવાનો સાથે પરિચય માર્યાદિત છે.
સંદેશો : કોઈ શિખામણ આપવી ગમતી નથી. કાકાએ મને લગ્ન-સમયે તે જમાનામાં બે સલાહ આપી હતી જે કદાચ આજે પણ યોગ્ય છે: ૧. પોતાના પતિનો ખાસ મિત્ર પણ એકલો મળવા આવે તો વિવેકથી ના કહી દેવી. ૨. શોખ ખાતર નોકરી કરવી નહીં. ભણતર એક હથિયાર છે. જરૂર પડે તેનો ઉપયોગ કરવો, પણ ઘરને ધર્મશાળા બનાવી, કુટુંબની વ્યક્તિઓને અસંતોષ આપી, ક્યારેય બહાર નોકરી કરવા જવું નહીં.
# ચારેતરફ રમ્ય કુદરત પથરાયેલી હતી.આસપાસની વનરાઇમાંથી ગળાઇને આવતો સુર્યાસ્તનો સોનેરી તડકો, ખળખળવહેતી નદીના સ્વચ્છજળમાં ઉતરી જતો હતો.વનરાજીમાં ખેલતા હરણા,સસલા ને વૃક્ષો પર સંતાકુકડી રમતા ખિસખોલી જેવા નિર્દોષ પ્રાણીઓ જેને આધૂનિક સુખસગવડ કે માણસની પ્રગતિ કે અધૌગતિ સાથે કોઇ નિસ્બત નહોતી.એ તો સદીઓથી એમ જ પોતાની મસ્તીમાં જીવતા હતા. પ્રકૃતિમાં ક્યાય વિસંવાદિતા નહોતી.કોઇ દુષ્ટ માણસનુ હદય પણ કુણુ પડીજાય એવુ પવિત્રતાસભર વાતાવરણ હતુ.
ગામમાં પુસ્તકાલય હતા એનો ઘણો લાભ બાળપણથી લીધેલો. મુખ્ય મનોરંજન વાંચન – ફાનસને અજવાળે
મનોરંજનના સાધનોમાં એકાદ બે થીયેટર કે કયારેક આવી ચડતા સરકસ, મદારી કે કઠપુતળીના ખેલ
તેમને ભરતગુંથણ ને મોતી પરોવવાનો શોખ હતો. એ સિવાય રાત્રે બહેનો શેરીમાં ગરબા લેવા ભેગા થાય.
ત્યારે જીવન પ્રાથમિક કક્ષામાં હતું. રેડીયો, ટીવી કે ફોન તો જવા દો પણ વિજળી પણ નહોતી.
ખુલ્લા ખેતરોની હરિયાળી, આભના ચંદરવા ને નવલખ તારા, વહેલી પરોઢના સુર્યોદય કે વર્ષાની હેલી ને વર્ષાના તાંડવથી ધ્રુજતુ આકાશ. કુદરતના આ બધા રંગો મન ભરીને માણ્યા છે.
બી.એ. સુધીના અભ્યાસમાં સંસ્કૃતકાવ્ય મેઘદુત, શાકુંતલ, કુમારસંભવ વગેરે ગુજરાતી અનુવાદમાં ભણેલા.
પતિ વ્યવસાયે દાંતના ડોક્ટર
રોહિતભાઇ શાહ ને ગોવિંદભાઇ જેવા હિતેચ્છુ મિત્રોની પ્રેરણાથી છેવટે અક્ષરદેહે વ્યક્ત થવાની તક મળી.
પુસ્તકો પ્રગટ થવા માટે દિકરા ગૌરાંગનો બહુ ફાળો છે.
૧૯૮૦થી ૧૯૮૫ અમેરિકામાં આવ્યા બાદ કામ કર્યુ
એક ઇલેકટ્રીક કંપનીમાં પી.સી. બોર્ડમાં વેલ્ડીંગનો ધુમાડો આંખમાં ગયો ને સાથે એ જ સમયે મધુપ્રમેહ નિદાન થયો. આંખને નુકશાન થયુ એ તો શરુઆતમાં ખબર ન પડી.પણ જયારે આંખમાં કુંડાળા પડવા લાગ્યા ત્યારે ઘણૂ મોડુ થઇ ગયુ હતું. એ સમયે ખાસ સારવાર પણ નહોતી.નોકરી તો ગુમાવી નેસાથ આંખ પણ. લેસરથી લોહીનું બ્લીડિંગ તો અટક્યુ પણ જે ધાબું પડી ગયુ એનો કોઇ ઇલાજ નહોતો.
( લખવાનું શરૂ કર્યું બાદ) મારામાં ખૂબ જ બદલાવ આવ્યો છે. જ્યારથી મેં લખવાનું શરૂ કર્યું ત્યારથી મને ડિપ્રેશનનો ‘ડી’ કે ફ્રસ્ટ્રેશનનો ‘એફ’ શું છે તેની ખબર જ નથી. અત્યારની જનરેશનને નાની ઉંમરે આ બધું જોવા મળતું હોય છે. મારી પાસે એટલું કામ છે કે ભગવાને મને બે હાથની જગ્યાએ દસ હાથ આપ્યા હોત તો… અને દિવસના ૨૪ કલાકની જગ્યાએ ૫૦ કલાક આપ્યા હોત તો… હું મારા અલગ-અલગ કામને ટાઈમ આપી શકત.
પરિવારને મારા પ્રત્યે ગર્વ છે. મારા પૌત્રો પણ કહે છે વી પ્રાઉડ ઓફ યુ દાદી
હું જીવનમાં સતત જુવાન રહેવા માગું છું. કારણ કે, મારા નામની પાછળ જુવાનસિંહ લખાય છે.
હું ટૂંક સમયમાં સંસારમાંથી નિવૃત્તિ લઈ રહી છું અને આધ્યાત્મિક માર્ગે વળી રહી છું.
અરૂણાબેન મરાઠી સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં લાવે છે કારણ કે પણ આખી જિંદગી ગુજરાતમાં કાઢી તેથી મરાઠી કરતાં ઘણી વખત તેમના ગુજરાતી અનુવાદો શ્રેષ્ઠ રહ્યા છે.
૨૦૦૫માં હાસ્ય લેખોના મરાઠીથી ગુજરાતીમાં અનુવાદ કરેલ એક પુસ્તક સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યું ! ૨૦૧૦માં તેમને આ પુસ્તક માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો.
છેલ્લાં 12 વર્ષોથી ‘ અંધજન મંડળ’, અમદાવાદમાં ધો. 10 અને 12ના અંધ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અંધ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી તેમ જ સંસ્કૃત વિષયોનું શિક્ષણકાર્ય અને કેસેટ તેમજ સીડીનું રેકોર્ડિંગ. (માનદ્ સેવા)
એક ઓળખ- બુકમાર્કસ્- ઘરમાં જ રહ્યે પુસ્તકપ્રેમીઓ સાથેનો સંપર્ક ટકાવવાનો નુસખો, છેલ્લા 8 વર્ષથી આ પ્રયાસ ચાલુ
અખંડાનંદ ,જનકલ્યાણ,કુમાર,નવનીત સમર્પણ,પરબ,શબ્દસૃષ્ટિ,ઉદ્દેશ,પ્રત્યક્ષ,સમીપે,તથાપિ જેવાં ગુજરાતી અને મરાઠી સામયિકોમાં સ્વતંત્ર લેખન – કુલ ૧૫૦ થી વધારે મૌલિક લેખો
મુંબઈના ધો. 12ના ગુજરાતીના પાઠયપુસ્તકમાં એક પ્રકરણનો સમાવેશ
એમ.એ. પાર્ટ-2(ગુજ. યુનિ.)ના અભ્યાસક્રમ(તુલનાત્મક સાહિત્ય)માં સમાવેશ
૧૯૬૮ થી ૧૯૯૮ – મોહિનાબા કન્યા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન વિષયોના શિક્ષક અને આચાર્ય તરીકેનું યોગદાન.
૧૯૯૪ થી ૧૯૯૮ – રાજ્યસભામાં સક્રિય સભ્ય.
૧૯૯૮થી – ગુજરાત વિધાનસભાના સભ્ય
૨૨મી મે, ૨૦૧૪ થી – ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી.
તેમના વિષે વિશેષ
ખેડૂત માતા-પિતા સાથે ભાઈઓ બહેનોનાં વિશાળ પરિવારમાં રહી વિષમતા સાથે શાળાકીય અભ્યાસ અને સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એમ.એસ.સી. અને એમ.એડ્. અનુસ્નાતકનો અભ્યાસ નોકરી તેમજ બાળકોનાં ઉછેરની બેવડી જવાબદારી સાથે કરી સુવર્ણ ચંદ્રક મેળવ્યો.
વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલા સશક્તિકરણ અને બાળકલ્યાણને લગતાં કાર્યો કર્યા.
હાલની ગુજરાત વિધાનસભાના એકમાત્ર મહિલા ધારાસભ્ય અને મહત્તમ કાર્યકાળ ધરાવતા મહિલા ધારાસભ્ય.
૧૯૯૨માં ભારતીય જનતા પાર્ટીની ‘એકતા યાત્રા’ માં ગુજરાતમાંથી એક માત્ર મહિલા તરીકે કાશ્મીરના શ્રીનગરના લાલચોક ખાતે આંતકવાદીઓની ધમકી મળી હોવા છતાં વિષમ પરિસ્થિતિમાં ત્રિરંગો લહેરાવ્યો.
શિક્ષણ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઘણાં ક્રાંતિકારી સુધારા કર્યા.
૫૦૦થી વધુ વસ્તી ધરાવતા તમામ ગામો કે પરાઓને રસ્તાઓથી જોડવાનું કાર્ય હાથ ધર્યું.
મજૂર મહાજનમાં કામ કરતાં તેમને લાગ્યું કે, અમદાવાદની મીલોમાં કામ કરતા મજૂરોની પત્નીઓ જીવન નિર્વાહ માટે અન્ય પરચુરણ કામો કરતી હતી; અને તેમને કોઈ કાયદાકીય રક્ષણ ન હતું.
સ્વતંત્ર રીતે કામ કરતી સ્ત્રીઓના સંગઠનનો વિચાર તેમને આવ્યો; અને મજૂર મજાજનના પ્રમુખ શ્રી. અરવિંદ બુચના ટેકાથી એ સ્ત્રીઓને પોતાના કામ હક્કોના રક્ષણ અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું.
૧૯૭૨ – ‘સેવા’- Self Employed Womens’ Association – ની સ્થાપના( શ્રી. અરવિંદ બુચ પ્રમુખને ઈલા ભટ્ટ- જનરલ સેક્રેટરી)
‘સેવા’ ની અમદાવાદની મજૂર સ્ત્રીઓની નાનકડી સેવાની શરૂઆત અત્યંત વિશાળ વડલો બનીને રહી; અને આખા દેશમાં એની વડવાઈઓ ફેલાઈ ગઈ. ( ‘સેવા’ વિશે વિશેષ અહીં.)
૧૯૮૦-૧૯૯૮ – વર્લ્ડ વિમેન્સ બેન્કિંગમાં કાર્ય
રોકફેલર ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી
‘એલ્ડર્સ’ સંસ્થામાં પાયાનું યોગદાન.
૨૦૧૫ – ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ
રચના
We are poor but so many: the story of self-employed women in India.
– આ પુસ્તકના ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, ફ્રેન્ચ અને તામીલ ભાષાઓમાં અનુવાદ થયા છે.
સન્માન
૧૯૮૫– ભારત સરકારનો પદ્મશ્રી. એવોર્ડ
૧૯૮૬ – ભારત સરકારનો પદ્મભૂષણ એવોર્ડ
૧૯૭૭ –સામાજિક નેતૃત્વ માટેનો રેમન મેગસેસે એવોર્ડ
૨૦૦૧– હાર્વર્ડ યુનિ.ની માનદ ડોક્ટરેટ ડીગ્રી
બ્રસેલ્સ( બેલ્જિયમ) અને જ્યોર્જ ટાઉન( યુ.એસ.) યુનિ,ઓમાંથી પણ માનદ ડોક્ટરેટ ડીગ્રી
૨૦૧૦– યુ.એસ. સરકાર દ્વારા દસ લાખથી વધારે સ્ત્રીઓના જીવનધોરણને ઊંચું લાવવા માટે ‘ગ્લોબલ ફેરનેસ એવોર્ડ’
સતત ત્રણ વરસ સુધી ભાવનગર ગદ્ય સભા ..( પ્રેરિત… સાહિત્ય પરિષદ, અમદાવાદ ) આયોજિત નાટય લેખન અને વાર્તા લેખન સ્પર્ધાઓમાં પ્રથમ ઇનામ ..ઉપરાંત લલિત નિબંધ લેખન સ્પર્ધા, બીજી અનેક વાર્તા સ્પર્ધાઓમાં ઇનામ મળતા રહ્યા છે.
અસંખ્ય વાચકોના ભાવભીના પત્રોનો અણમોલ ખજાનો – જેના પ્રતાપે અમુક કેસમાં છૂટાછેડા અટકાવીને તેમના લગ્નજીવન બચાવી શક્યાં છે.
નિયમિત અઠવાડિક કોલમો- સંદેશ, સ્ત્રી, જનસત્તા, દૈનિક વર્તમાનપત્ર ગુજરાત ગાર્ડીયન, ગ્લોબલ ગુજરાતી ન્યુઝ વેબ પોર્ટલ
વાર્તાઓ, લલિત નિબંધો. , નાટકો વગેરે અવારનવાર પ્રતિષ્ઠિત સામયિકોમાં ..પરબ, નવનીત સમર્પણ, ઉદ્દેશ, અખંડ આનંદ, છાલક, જનકલ્યાણ, જલારામ દીપ, વગેરેમાં પ્રકાશિત થતા રહે છે.
વાચકોના પ્રતિભાવ