
”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”
– અવંતિકા ગુણવંત
“પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો મળવો મુશ્કેલ.”
– ઉત્તમ ગજ્જર
તેમનો પોતાના શબ્દોમાં પરિચય ‘ ગુજરાતી સાહિત્ય સંગમ’ ઉપર
તેમનો બ્લોગ
તેમના વિશે એક લેખ
તેમના અવસાન બાદ એક ભાવભરી સ્મરણાંજલિ
એક વાર્તા ……. “માતા-કુંવારી કે પરણેલી ”
—————————————–
સંપર્ક
- ‘શાશ્વત’, કે.એમ.જૈન ઉપાશ્રય સામે, ઓપેરા સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007
- ફોન :+91-79-26612505, +91-79-26612505
- ઈમેલ – avantikagunvant@gmail.com
જન્મ
- ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭, અમદાવાદ
- મૂળ વતન- ગામ ઝુલાસણ ,તા-કડી ,જી- મહેસાણા (ઉ.ગુ. )
અવસાન
કુટુમ્બ
- માતા – શકરીબેન ; પિતા – ્છોટાલાલ શાહ
- પતિ – ગુણવંત મહેતા ; પુત્ર – મરાલ; પુત્રી – પ્રશસ્તિ
અભ્યાસ
- મેટ્રિક – ૧૯૫૨
- બી.એ. ૧૯૫૬ અંગ્રેજી, સાયકોલોજી
- એમ.એ. ૧૯૬૦ ગુજરાતી, સંસ્કૃત
વ્યવસાય
- ૧૯૬૧ – ૧૯૬૯ રસરંજન બાલ અઠવાડિકનું સંપાદન
- ૧૯૬૯ – ૧૯૭૫ બાલ ભારતી પ્રકાશન – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું લેખન અને પ્રકાશન
- વાચન ,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ એમની શોખની પ્રવૃત્તિ..
તેમના વિશે વિશેષ
- વર્ષોથી મુંબાઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, સૌરાષ્ટ્ર સમાચાર (ભાવનગર), હલચલ, અને સાંવરી(કલકત્તા) વિ. પ્રકાશનોમાં લોકપ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોનાં લેખિકા
- ૨૦૦૪-૨૦૦૫ ‘આરપાર’ સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો, વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.
- ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.
- કેટલાંક લખાણો હિન્દી, મરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ
રચનાઓ
- આપણી પ્રસન્નતા આપણા હાથમાં, ગૃહગંગાને તીરે, સપનાને દૂર શું નજીક શું ? , અભરે ભરી જિંદગી, પ્રેમ ! તારાં છે હજાર ધામ, કથા અને વ્યથા, માનવતાની મહેક, એકને આભ બીજાને ઉંબરો, સહજીવનનું પ્રથમ પગથિયું, ત્રીજી ઘંટડી, હરિ હાથ લેજે , સદગુણદર્શન, ધૂપસળીની ધૂમ્રસેર, તેજકુંવર ચીનમાં, તેજકુંવર નવો અવતાર.
સન્માન
- ૧૯૯૮ – “સંસ્કાર પારિતોષિક “
- ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘માનવતાની મહેક’ને પારિતોષિક
- ૧૯૮૨– ‘કુમાર’ માં ‘અતિસ્નેહ ’ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે પારિતોષિક
સાભાર
- શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો
- શ્રી. ઉત્તમ ગજ્જર, લેક્સિકોન
- શ્રી. વિજયકુમાર શાહ – ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ