દરેક ગુજરાતી જણ અભ્યાસકાળમાં આ બાબત ભણેલો છે. જો કોઈએ આ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કર્યો હોય, તો તેને ઘણા વધારે ઊંડાણથી અભ્યાસ કરવાની તક મળતી હોય છે. અમુક વીરલા પણ છે જ, જે આ બાબતમાં તજજ્ઞ બનવાનું પોતાનું જીવનનું લક્ષ્ય નક્કી કરતા હોય છે , અને તેને વળગી રહે છે. એ વીરલાઓને સો સલામ.
પણ… સામાન્ય માણસને જ્ઞાત ઈતિહાસ ગુલામી કાળમાં લખાયેલો હતો. આઝાદી પછી પાઠ્ય પુસ્તકોમાં નવી ઘટનાઓ ઉમેરાઈ હતી, પણ જૂની તવારીખમાં ભાગ્યે જ કોઈ સુધારા કરવામાં આવ્યા હતા. વળી શાળા ક્ષેત્રે સ્વાભાવિક રીતે બહુ વિસ્તાર અને ઊંડાણથી અભ્યાસ સામગ્રી ન જ રાખી શકાય.
પણ જે કોઈ ગુજરાતીને આ બાબત વધારે ઊંડાણમાં જવાની તમન્ના જાગે તો, તેણે પુસ્તકાલયમાં જઈ એને લગતા દળદાર ગ્રંથોમાં ડુબકી મારવી પડે. સામાન્ય માણસને ભાગ્યે જ આ માટે સમય કે તક મળી શકે. વળી આ બાબતનું મોટા ભાગનું સાહિત્ય અંગ્રેજીમાં જ હોય છે.
સદભાગ્યે ગુજરાતી સાહિત્યની આ ખોટનો હવે અંત આવ્યો છે.
આ લખનારને વેબ ગુર્જરી પર લેખો વાંચતાં આ બાબત વધારે જાણકારી આપતા લેખોની જાણકારી થઈ. આકાશવાણી – દિલ્હીના ગુજરાતી વિભાગના નિવૃત્ત વડા અને નેટ મિત્ર શ્રી. દિલીપ ધોળકિયાએ આ લેખો, અત્યંત જહેતમતથી લખ્યા છે. [ અહીં ક્લિક કરો. ] એમાંથી એક નાનકડું ટાંચણ –
ભોપાલ નવાબ હમીદુલ્લાહ અને માઉંટબૅટન મિત્ર હતા. એમણે હમીદુલ્લાહને સમજાવવા પ્રયત્ન કર્યો કે ભોપાલ પાકિસ્તાનમાં જશે તો રમખાણો ફાટી નીકળશે. નવાબે ખુલાસો કર્યો કે જિન્નાએ એમને એક પ્રાંતના ગવર્નર અને પોતાના ઉત્તરાધિકારી તરીકે પણ નીમવાનું વચન આપ્યું છે. અંતે જો કે,એણે ભારતમાં રહેવા માટે સહી કરી આપી પરંતુ એની જાહેરાત દસ દિવસ સુધી ન કરવા આગ્રહ રાખ્યો. સરદાર પટેલ આના માટે તૈયાર થઈ ગયા. આ દસ દિવસ દરમિયાન જિન્નાએ એમને કંઈ જ ન આપ્યું અને અંતે ભોપાલ ભારત સંઘમાં જોડાતું હોવાની જાહેરાત થઈ ગઈ.
ત્રાવણકોર રાજ્યે (આજનું કોચીન) ૨૫મી જુલાઈએ સ્વાધીન થવાના નિર્ણયની જાહેરાત કરી. ત્રાવણકોર શિક્ષણ અને ઉદ્યોગમાં સમૃદ્ધ રાજ્ય હતું. એના થોરિયમના ભંડારોનો ઉપયોગ કરવા દીવાન સર સી. પી. રામસ્વામી અય્યરે એક અમેરિકન કંપની સાથે સમજૂતી કરવાની તૈયારી કરી લીધી હતી. એમને લાગતું હતું કે ભારત સાથે જોડાવાથી ત્રાવણકોર પછાત થઈ જશે. સર સી. પી. ને ગાંધીજી અને કોંગ્રેસ સામે પણ વાંધા હતા, એટલે માઉંટબૅટને સરદાર પટેલ પર વધારે ભરોસો કરવો જોઈતો હતો. ગાંધીજી માટે એમનું કહેવું હતું કે એ સૌથી જોખમકારક સેક્સનો ભૂખ્યો માણસ છે. એમનો ખ્યાલ હતો કે ગાંધી નહેરુને જ ટેકો આપવાનો આગ્રહ રાખશે તો બે વરસમાં નહેરુની નેતાગીરી હેઠળની કોંગ્રેસ તૂટી પડશે.
જો કે માઉંટબેટને એમને જાણ કરી દીધી કે રાજા સામે આંદોલન ચલાવવા માટે ડાલમિયાએ ત્રાવણકોરમાં કોંગ્રેસને પાંચ લાખ રૂપિયા આપ્યા છે. ખરેખર જ આંદોલન સતેજ બન્યું અને એક વાર સર સી. પી. પર જ હુમલો થયો. અંતે ત્રાવણકોરે ભારતમાં ભળવાનો નિર્ણય કરી લીધો.
આમ ૧૫મી ઑગસ્ટે ભારત આઝાદ થયું ત્યારે તખ્તો તૈયાર હતો અને એનો યશ સરદાર વલ્લભભાઈ, એમના સેક્રેટરી વી. પી. મેનન અને એમના ત્રીજા મહત્ત્વના સાથી માઉંટબૅટનને ફાળે જાય છે. માત્ર જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરનો ઉકેલ શોધવાનો રહ્યો હતો.
પરંતુ આ તબક્કે તો ભારતની આઝાદીને આડે એક અઠવાડિયું પણ નહોતું રહ્યું.
આમ તો હવે ઉપનામ કે તખલ્લુસ રાખી સર્જન કરવાની રસમ જૂની બની ગઈ છે. પણ આપણા ઘણા સર્જંકો એ રીતે સર્જન કરતાં હતાં. એમનાં નામ અને ઉપનામ ભેગાં કરવાનો આ પ્રયત્ન છે –
આજથી ૧૦૦ વર્ષ પૂર્વે અમદાવાદના ગર્ભશ્રાીમંતો અને શ્રોષ્ઠીઓમાં જેમની આગવી પ્રતિષ્ઠા અને મોભો હતો એવા પરિવારોમાં અંબાલાલ સારાભાઈ, અમૃતલાલ હરગોવનદાસ, બિહારી કનૈયાલાલ, બેચરદાસ લશ્કરી, કસ્તુરભાઈ લાલભાઈ જેવાં અનેક નામોનો સમાવેશ થાય છે. આવાં પરિવારો પૈકી અંબાલાલ સારાભાઈ પરિવારનું છેલ્લું સંતાન એવા ગીરાબહેન સારાભાઈએ ૯૮ વર્ષની વયની વયે થોડા દિવસ પહેલાં દેહત્યાગ કર્યો. અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ડિઝાઇન’ની સ્થાપનામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. ૧૯૨૩માં જન્મેલા ગીરા સારાભાઈ કોઈ સ્કૂલમાં નહીં પરંતુ ઘરશાળામાં ભણ્યાં હતા. ૧૯૪૭થી ૧૯૫૧ દરમિયાન તેઓ પરિવાર સાથે ન્યૂયોર્ક ગયા અને સ્થાપત્ય અને ડિઝાઇનના વિષયમાં અભ્યાસ કર્યો. ‘કેલિકો ડોમ’ની સ્થાપનામાં તેમણે તેમના ભાઈ ગૌતમ સારાભાઈ સાથે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો. અંબાલાલ સારાભાઈના પરિવારની કથા સમજવા માટે ફલૅશ બેકમાં જવું પડશે. વાતની શરૂઆત ગીરા સારાભાઈના દાદાથી કરીએ. એ વખતે અમદાવાદ શહેરની વસતી માંડ દોઢેક લાખની હશે. શહેરમાં કોઈનીયે પાસે મોટરકાર નહોતી. ઇ.સ. ૧૮૮૦ની આસપાસનો સમય હતો. શહેરના શ્રાીમંતો ભાતભાતની બગીઓ અને ઘોડાઓ રાખતા હતા. એ વખતે અમદાવાદમાં મગનભાઈ શેઠના ઘરમાં ભારે જાહોજલાલી હતી. તેમના પૂર્વજો ચીન-ભારત વચ્ચેના અફીણના અને રેશમના વેપારમાં ખૂબ પૈસા કમાયા હતા. મગનભાઈ શેઠ ગળામાં મોટો કંઠો પહેરીને પાલખીમાં નીકળતા ત્યારે છડી પોકારવામાં આવતી. પૈસા ઉછાળવામાં આવતાં. અંગ્રેજ સરકારે તેમને રાવ બહાદુરને ઇલ્કાબ આપ્યો હતો. મગનભાઈ શેઠ રાયપુરની હવેલીમાં રહેતા. તેમને સંતાન નહોતું. તેથી દોહિત્ર સારાભાઈને ખોળે લીધા. એક દિવસ તેમની હવેલીને આગ લાગી. આગને બુઝાવતાં ત્રણ દિવસ થયા હતા. કહેવાય છે કે હવેલીના પાટડા બળીને તૂટી પડયા ત્યારે તેમાંથી ઝવેરાત નીકળ્યું હતું. એ ઝવેરાત આજે પણ સારાભાઈ પરિવાર પાસે મોજૂદ છે. મગનભાઈ શેઠના અવસાન પછી સારાભાઈ શેઠ બધી મિલકતના વારસદાર બન્યા હતા. સારાભાઈ શેઠનું લગ્ન ગોદાવરીબહેન સાથે થયું છે. એવી દંતકથા છે કે ગોદાવરીબહેન નાગરવેલનું ુપાન આરોગતાં તો ગળામાં ઊતરતું જોઈ શકાતું એટલાં તો તેઓ ઔર ગુલાબી અને રૂપાળા હતા. ઘરમાં પુષ્ટિમાર્ગી જેવો મરજાદ પાળતાં. પૂજામાં હોય ત્યારે બાળકો પણ અડી ના શકે. બપોરે તેમના પતિ સારાભાઈ શેઠ સ્પર્શ કરવા જાય તો પણ ખસી જઈને બોલતાં ઃ ‘અરે જોતા નથી, અંબાલાલ જાગે છે.’ ગોદાવરીબહેન અંબા માતાની પૂજા કરતાં. પુત્ર થશે તો ‘તેનું નામ અંબાલાલ રાખીશ.’ તેવી બાધા લીધી હતી, તેથી જ પુત્રજન્મ પછી દીકરાનું નામ અંબાલાલ રાખ્યું હતું. અંબાજીના દર્શને તેઓ નિયમિત જતાં હતાં. ગોદાવરી એ જમાનામાં અંગ્રેજી સાહિત્ય વાંચતા. તેમના ઓશીકા નીચે શેક્સપિયરનું ‘હેમ્લેટ’ રાખતાં. કમનસીબ ઘટના એ બની કે સારાભાઈ શેઠનું ૨૮ વર્ષની વયે અવસાન થયું. ગોદાવરીબહેનને એટલો આઘાત લાગ્યો અને છ માસ બાદ તેઓ પણ મૃત્યુ પામ્યાં. સારાભાઈ શેઠ ગુજરી ગયા તે વખતે અંબાલાલની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. એમના કુટુંબની એ ટ્રેજેડી હતી કે અગાઉ કોઈ ૫૦ વર્ષથી વધુ જીવતું નહીં. અંબાલાલને એક બહેન હતાં ઃ અનસૂયા. અનસૂયાબહેન અંબાલાલથી ચાર વર્ષ મોટા. માતાપિતાવિહોણાં અંબાલાલ હવે અઢળક સંપત્તિના માલિક હતા. તેમના કાકા ચીમનભાઈ નગીનદાસે ભત્રીજીને જીવની જેમ સાચવી મોટાં કર્યા અને મિલકત પણ થાપણની જેમ સાચવી. ચીમનભાઈ નગીનદાસ એટલે આજે આંબાવાડીમાં સી.એન.વિદ્યાવિહાર તરીકે ઓળખાય છે તે સંસ્થા તેમના નામે છે. બાળક અંબાલાલને પશુ-પક્ષી ને ઝાડ-પાનનો શોખ હતો. પરીક્ષાના ઉદ્દેશથી ઓછું વાંચતા. મેટ્રિક છેક ત્રીજા પ્રયાસે પાસ કરી. મેટ્રિક પછી કૉલેજનું ભણવા ગુજરાત કૉલેજમાં ગયા. રોજ બગીમાં બેસીને ભણવા જતા. એ જમાનામાં એમના પરિવારમાં ઘરની સ્ત્રીઓ ઘોડેસવારી કરતી. સ્ત્રીઓને ઘરમાં અંગ્રેજી શીખવવા પારસી અને યુરોપિયન બાનુઓ આવતી. રાયપુરની હવેલી એ એમનું પહેલું ઘર. પછી ઘીકાંટા વાડી. ત્યાર પછી ખાનપુરના ચાંદા સૂરજમહેલમાં બધાં રહેવાં ગયાં હતા. પછી મિરજાપુરનો શાંતિસદન આલીશાન બંગલો. છેવટે શાહીબાગનું નિવાસસ્થાન ‘રિટ્રીટ’ બંગલો. ‘રિટ્રીટ’ બંગલામાં વેનિસની બનાવટનાં ભવ્ય ઝુંમરો આજે પણ જોઈ શકાય છે. આઝાદીનાં ૩૦-૪૦ વર્ષ પહેલાં પણ એ પરિવારમાં ટેનિસ રમાતું. ઉનાળામાં આખો પરિવાર આબુ જતો. પરિવારની મહિલાઓ ખાસ્સા જાજરમાન ઠસ્સાથી રહેતી. અંબાલાલ ૧૮ વર્ષના થયા ત્યારે કાકા ચીમનભાઈ નગીનદાસે કન્યા શોધવા વિચાર કર્યો. અંબાલાલ ગર્ભશ્રાીમંત, કીર્તિમાન, રૂપાળા નવયુવક હતા. દેહ ગોરો હતો. તેઓ હવે અમદાવાદની સુપ્રસિદ્ધ કેલિકો અને જ્યુબિલી મિલના માલિક પણ હતા. ઢગલાબંધ હવેલીઓ, વાડીઓ અને બાગબગીચાના માલિક હતા. ઘરમાં ઘોડાગાડીઓ અને બગીઓ હતી. શાહીબાગમાં હાલના અંડર ગ્રાઉન્ડ પાસે એ વખતે ૨૧ એકર જમીનમાં ‘રિટ્રીટ’ બંગલો બન્યો તે પહેલાંનું મકાન હતું. એ વખતે શાહીબાગમાં ગણ્યાંગાંઠયાં જ ઘર હતાં. થોડે જ દૂર સર ચીનુભાઈ બેરોનેટનો શાંતિકુંજ બંગલો અને બાજુમાં શાહજહાંનો બંગલો (જૂનું રાજભવન) હતાં. અંબાલાલના ૨૧ એકરના કંપાઉન્ડવાળા મકાનમાં વીજળીના દીવા માટે જનરેટર ચાલતું. દિવસે આખો પરિવાર મિરઝાપુર રહે અને રાત્રે બધાં શાહીબાગ રહેવા જતાં. ૧૯૧૮નો એ સમય હતો. આવા ગર્ભશ્રાીમંત અંબાલાલ માટે કન્યા શોધવાનું કામ ચીમનલાલે મિલના મૅનેજર જમનાદાસને સોંપ્યું. અંબાલાલનો પરિવાર દશાશ્રાીમાળી જૈન હતો. એ વખતે અમદાવાદના શાહપુર વિસ્તારના મૂળ રાજકોટના એડવોકેટ હરિલાલ ગોસલિયા રહેતા હતા. તેમને પાંચ દીકરીઓ, તે પ્રત્યેની એકનું નામ રેવા. તે બધાં રાજકોટમાં સુખેદુઃખે જીવન વિતાવતાં. સાડલાંની કોર ઉતારે અને દોરા સાચવીને કાઢે. ફરીથી વાપરે. નાનકડી રેવા તેની બા સાથે નદીએ કપડાં ધોવા જાય, સ્કૂલે જાય પણ ઉઘાડા પગે. પરંતુ ઘર સુઘડ અને સાફ રાખે. કરકસરથી ઘર ચલાવે પિતા હરિલાલે અમદાવાદમાં વકીલાત શરૂ કરી. પરંતુ પત્નીનું મૃત્યુ થતાં દસ વર્ષની રેવા પર ઘરની જવાબદારી આવી પડી. બહેનોને નવરાવે, ધોવરાવે, વાળ ઓળી આપે. ગોસલિયા પરિવાર જૈન છતાં રેવા રોજ રામાયણ વાંચે, રેવાનો વર્ણ સહેજ શ્યામ પણ નયન તેમાં કોઈ ખોવાય જેવા તેવાં. વાળ ખૂબ લાંબા. કોઈકની ભલામણથી મિલ મૅનેજર જમાનદાસ યુવાન અંબાલાલ માટે કન્યા શોધવા હરિલાલને ઘેર આવ્યા. હરિલાલના ઘરની સંસ્કારિતા અને રહેણીકરણી જોઈ તેઓ પ્રભાવિત થયા. ઘરમાં રેવાની બીજી બહેન તારા. હરિલાલે ફોટા પાડયા. ઘરમાં એક જ સાળુ એટલે કે જરી ભરેલી ભારે સાડી. બંને બહેનોએ વારાફરતી સાળુ પહેરી ફોટો પડાવ્યા. મિલ મેનેજર અંબાલાલને તથા કાકાને ફોટા બતાવ્યા. અંબાલાલની પસંદગી રેવા પર ઊતરી. મુલાકાત ગોઠવાઈ. અંબાલાલ અઢાર વર્ષના અને રેવા ચૌદ વર્ષની. અંબાલાલે પ્રશ્ન પૂછયો ઃ ‘તમારી પોતાની ઇચ્છાથી સંબંધ કરવા ચાહો છો કે કોઈના દબાણથી ?’ રેવાએ મુગ્ધભાવે કહ્યું ઃ ‘મારી ઇચ્છાથી.’ આ વાતને મહિનાઓ વીતી ગયા. કાકા ચીમનલાલનું ૪૫ વર્ષની વયે અવસાન થયું. અંબાલાલે મિલો અને મિલકતનો વહીવટ ઉપાડી લીધો. મિલમાં ઘણી ખટપટો ચાલતી હતી. અંબાલાલે અચાનક વિઝિટો કરી કરતૂતો પકડી પાડયાં. કેલિકો અને જ્યુબિલી મિલ બરાબર ચાલવા લાગી. લગ્નની વાત વિસારે પડી ગઈ હતી. અંબાલાલની ખ્યાતિ હવે વધવા માંડી હતી. તેમની મિલમાં બનતું કાપડ મુંબઈમાં ધનાઢય લોકોમાં પણ વખણાવા માંડયું હતું. છેક કલકત્તા સુધી અંબાલાલની ખ્યાતિ પ્રસરી ગઈ હતી. રેવાએ એક દિવસ કાગળ લખ્યો ઃ ‘તમે શું વિચાર કર્યો ?’ વ્યસ્ત અંબાલાલને અચાનક લગ્નની વાત યાદ આવી ગઈ. તેમણે હા ભણી. અંબાલાલ અને રેવાનાં લગ્ન નક્કી થયાં. સસરા હરિલાલને ત્યાં મુંબઈથી દરજી મોકલ્યા. ભરતવાળાએ નવી ફેશનની સાડીઓ અને બ્લાઉઝ બનાવ્યા. એ લગ્ન લોકોને વર્ષો સુધી યાદ રહે તેવા શાનદાર હતા. જેઓ એ લગ્નમાં હાજર હતાં તેઓ વર્ષો સુધી કહેતાં ઃ ‘અમે અંબાલાલ શેઠનો વરઘોડો જોયો હતો.’ રેવાના પિતા હરિલાલને મૂંઝવણ હતી ઃ ‘આવડા મોટા ઘરમાં દીકરીને વિદાય વખતે શું આપું ?’ કરિયાવરમાં સોનાની મોહનમાળા આપી. પતિએ તો ભારે કિંમતી વસ્ત્રો સીવડાવ્યા હતા. પરંતુ એક ગર્ભશ્રાીમંતના ઘેર આવેલી નવવધૂ પાસે સાદાં કપડાંની એક જોડ પણ નહોતી. પતિના ઘેર આવ્યા પછી રેવા લજ્જા પામી. પ્રથમ દિવસે તેણે નંદણનાં કપડાં પહેર્યાં. તેમ કરવામાં તેણે ક્ષોભ અનુભવ્યો. રેવાનું નામ બદલવામાં આવ્યું. અંબાલાલે રેવાને ‘સરલાદેવી’ નામ આપ્યું. તદ્દન સાધારણ પરિવારની યુવતીને માત્ર સંસ્કારિતાના બળ પર જ પરણીને ઘરમાં લાવેલા અંબાલાલ શેઠની આ પ્રથમ ક્રાંતિ હતી. ઘર આલીશાન હતું. બાગ-બગીચા અને ઘોડા. નવી ફેશનના કેશ અને વસ્ત્રપરિધાન એ બધું જ હોવા છતાં સરલાદેવીએ સરળ બાળા જ બની રહેવાનું પસંદ કર્યું. આ બધી અબજોની સંપત્તિની હું માલિકણ છું એવા ભાવને બદલે તેને સાચવવા હું રખેવાળ છું- ટ્રસ્ટી છું એવી ઉદાત્ત ભાવના તેમણે સ્વીકારી. અઢાર વર્ષના અંબાલાલને લોકો ‘શેઠ સાહેબ’ અને પંદર વર્ષના સરલાદેવીને ‘બાઈ સાહેબ’ કહીને બોલાવવા માંડયા. એક તરફ તેમનો ઘરસંસાર શરૂ થયો તો બીજી બાજુ એક નાનકડી વયે અંબાલાલે કેલિકો અને જ્યુબિલી એ બે મિલો. કરમચંદ પ્રેમચંદની શરાફી પેઢી અને ઘણી બધી મિલકતોનો કારોબાર સંભાળી લીધો. અંબાલાલ હવે પિતાના નામને જ અટકમાં પરિવર્તિત કર્યું. તેઓ અંબાલાલ શેઠને બદલે ‘અંબાલાલ સારાભાઈ’ તરીકે ઓળખાવા લાગ્યા અને ટૂુંક સમયમાં ‘અંબાલાલ સારાભાઈ’ પરિવારની ખ્યાતિ છેક ઇંગ્લેન્ડ સુધી પહોંચી.
એક ગીતના શબ્દો જોઈતા હતા. ગૂગલ મહારાજને એ ગીતના ચાર જ શબ્દ કહ્યા અને એ ગીત મળી ગયું. પણ અહીં વાત એ ગીતની કરવાની નથી. જે સ્થળેથી એ ગીત મળી ગયું – એ સ્થળનો પરિચય આપવો છે.
રાજકોટના શ્રી. વિકાસ કૈલાના સંચાલન અને ત્રણ ખ્યાતનામ સાહિત્યકારોના માર્ગદર્શન હેઠળ ૧૩ તરવરતા તોખાર જેવા યુવાન/ યુવતિઓની ટીમે વિશ્વ ગુર્જરીને એક અદભૂત નજરાણું આપ્યું છે.
એમાં શું શું છે? – એ વર્ણન કરવાની પણ આ જણ પાસે શક્તિ નથી. કારણ કે, એ એક અદભૂત ખજાનો છે. રસ ધરાવનાર વાચકે જાતે જ એની મૂલાકાત લેવી પડે.
એમના જ શબ્દોમાં –
ગુજરાતી ભાષાના વિકાસ માટે અત્યારે ચારે તરફ યથાશક્તિ પ્રયત્નો થઇ રહ્યા છે. આમ તો ભાષા એ વ્યક્તિ અને પ્રજામાં જીવતું જીવનભૂત તત્વ છે. પ્રજાના માનસમાં અને વ્યવહારમાં એ જીવે અને એનું પ્રતિબિંબ જેમ અન્યત્ર એજ રીતે સાહિત્યમાં પડતું હોય છે.
આવું સાહિત્ય માત્ર પુસ્તકોના પાનાંઓ પર રહે તો એની મર્યાદા વધતી જાય. પ્રત્યાયનના સાધનો અને ધોરણો વિકસે એજ રીતે સાહિત્યના પણ પ્રત્યાયન આયામો વધવા જોઈએ. જે માધ્યમ સૌથી વધુ સક્રિય હોય એનો મહત્તમ વિનિયોગ થવો જોઈએ. તો વ્યાપની શક્યતાઓ વધુ છે.
આવું થોડા રાજકોટનાં નવયુવાન સાહિત્યચાહકોને થયું. અને એનું પરિણામ તમારી સામે છે. આ યુવકોની છેલ્લા એકાદ વર્ષની મહેનતનું આ પરિણામ છે. હેતુ માત્ર સાહિત્યનો અને એ દ્વારા ભાષાનું વ્યાપક વિસ્તરણ થાય એજ.
અહીં મધ્યકાળથી માંડીને સાંપ્રત ગુજરાતી સાહિત્યની કૃતિઓ યથાતથ સ્વરૂપે આપની સામે છે. એ તમારા આનંદનું અને ભાષા પ્રત્યે પ્રેમનું કારણ બને એજ ઉપલબ્ધિ. આવા અનેક પ્રયોગો થશે તો સાહિત્ય તો બહુજન સુધી પહોંચશે જ પણ સાથે ભાષા પણ નવતર અને નવા આયામ રચશે એવી અમને તો શ્રદ્ધા છે. આપ એને બેવડાવો એવી અભ્યર્થના.
રણછોડભાઈ રબારી [ 1901 – 2013] જે રણછોડ પગી તરીકે ઓળખાય છે.
રણછોડભાઈ રબારી પાકિસ્તાનના થરપારકર જીલ્લાના પેથાપુર ગઢડો ગામમાં જન્મ થયો હતો અને ત્યાં જ મોટા થયા.
ભાગલા બાદ પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી પાકિસ્તાનમાં આવેલા પેથાપુર ગથડો ગામમાં જમીન અને પશુ હતાં તે છોડીને રણછોડભાઇ રબારી બનાસકાંઠાના વાવના રાધાનેસડા ગામમાં શરણાર્થી તરીકે આવ્યા.
બાદમાં મોસાળના લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા.
બનાસકાંઠા જીલ્લાની સુઈગામ તાલુકા મથક છે. સુઇગામ કચ્છના રણથી 10 કી.મી. દૂર નાની ટેકરી પર વસેલું છે. આ ગામ રણથી પેલે પાર આવેલા થરપારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે.
ગામથી ૩૫થી ૪૦ કિ.મી. પર ભારતની સીમા પુરી થાય છે. એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે.
સુઈગામ પોલીસ મથક બનાસકાંઠા જિલ્લાનું સહુથી સંવેદનશીલ પોલીસ મથક મનાય છે. સુઈગામ પોલીસ હદનો વિસ્તાર છેક ઝીરો લાઈન સુધી છે. એટલે પગીને ફૂટ પેટ્રોલિંગ દ્વારા અનેક કિલોમીટર સુધીની ગસ્ત લગાવવી પડે છે.
પાકિસ્તાનથી સીમાનું ઉલંઘન કરીને આવતા પગપાળા ઘુસણખોરી, ચોર લુંટારાઓનો ત્રાસ ભોગવતું સુઈગામનો વિસ્તાર હતો.
રણછોડભાઈ રબારીપાકિસ્તાન સીમાની અંદરનો ખબરી, પગલાંઓને પારખવાના નિષ્ણાત તરીકે પંકાયેલ હતો.
બનાસકાંઠા પોલીસે રણછોડભાઈ રબારીને સૂઇગામ પોલીસના પગી તરીકે નિમણૂક કરી હતી.
વાસ્કો ડી ગામાને અંતરીયાળ દરિયામાં રાહ દેખાડનાર કચ્છ માંડવીનો પછી ખંભાતનો કાનો માલમ અધવચ્ચે દરિયામાં મળી ગયો હતો, તેવી જ રીતે સુઈ પોલીસ સ્ટેશનને ખબરી, પગેરાં પારખું, રણનો ભોમીયો, પગલે પગલે ચોર ઘુંસણખોરો સુધી પહોંચાડનાર અને સરહદ ઉપર અને સરહદ પાર પાકિસ્તાનીઓની હીલચાલનો ખબરી આપનારો જાંબાજ રબારી મળી ગયો.
હવે રણછોડભાઈ રબારીની સેવા ચાલુ થાય છે.
[૧] જેમણે ભારત પાકિસ્તાનના યુદ્ધોમાં ભારતીય ભૂમી સેનાને યુધ્ધોમાં ભોમિયા તરીકે મદદ કરી.
[૨] ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ પહેલા પાકિસ્તાની લશ્કરે કચ્છ વિસ્તારના ઘણાં ગામોનો કબજો કરી લીધા હતા.
[૩] રણછોડભાઈએ આ વિસ્તારોની મુલાકાત લઇને ગ્રામ્યજનો અને પોતાના સંબંધીઓ પાસેથી મહત્વની જાણકારી મેળવીને ભારતીય સૈન્યને અદભૂત જાણકારી આપી.
[૪] રણછોડભાઈ પગીએ પગના પગલાં, પગલાંની એડીના નિશાનોથી ગુનેગારોની હરકત તેમની વર્તણૂક અને તે કેવા પ્રકારની વ્યક્તિ છે તેની કોઠાસુજથી ઓળખ કરી લેતા.
[૫] 1965ના યુધ્ધ વખતે રણછોડભાઈ પગી ભારતીય સેનાની મદદે આવ્યા.
[૬] ભારત-પાકિસ્તાન વચ્ચે ઈ.વ. ૧૯૬પમાં યુદ્ધ થયું ત્યારે કચ્છ સરહદનું વીઘાકોટ થાણું પાકિસ્તાને કબજે કરી લીધુ હતુ.
[૭] ત્યારે ભારતીય સૈન્યના ઘણા જવાનો શહીદ થઇ ચુક્યા હતા.
[૮] જેથી ભારતીય સૈન્યની બીજી ટુકડીને માત્ર ત્રણ દિવસમાં રણમાર્ગે નજીકના જ છારકોટ પહોંચવુ હતુ.
[૯] ત્યારે રણમાર્ગના ભોમિયા રણછોડ પગી ભારતીય સેનાની મદદે આવ્યા હતા અને સેનાના કાફલાને સમયસર છારકોટ પહોંચાડ્યો હતો. છારકોટ પહોંચતા જ ભારતીય સૈન્યએ પાકિસ્તાન ઉપર હુમલો કરી દીધો.
[૧૦] રણના માર્ગોથી પરિચિત રણછોડભાઈ રબારીએ યુદ્ધ સમયે વિઘાકોટમાં છૂપાયેલા પાકિસ્તાનના ૧૨૦૦ સૈનિકોની જાણકારી ભારતના સેનાને પહોંચાડી હતી.
[૧૧] જેથી સૈન્યએ કાર્યવાહી કરીને 1200 પાકિસ્તાની સૈનીકોને મારી વિજય પ્રાપ્ત કર્યો હતો.
[૧૨] તેમણે સેનાને કરેલી આ મદદે એક સાચા દેશભકત તરીકેની છાપ ઉપસી આવી હતી.
[૧૩] ફરી પાછું 1971ના યુધ્ધમાં રણછોડભાઈ પગીએ તો કમાલ કરી દીધી.
[૧૪] ૧૯૭૧ના યુદ્ધમાં રણછોડભાઈ ‘પગી’ એ બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી.
[૧૫] જેથી ભારતીય સૈનિકોએ ધોરા ઉપર કૂચ કરી આક્રમણ કરી દીધુ.
[૧૬] આ સમયે કરાયેલા હુમલામાં બોમ્બમારો ચાલુ હતો, ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો હતો.
[૧૭] જેથી ભારતીય સૈન્યની પ૦ કિ.મી. દુરની બીજી છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો.
[૧૮] રણછોડભાઈએ સમયસર દારુગોળો પહોંચાડતાં ભારતીય હવાઇદળના ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાના થાણા કબજે કરી લીધા હતા.
[૧૯] જો કે, રણછોડભાઈ રબારી સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડવા જતાં પોતે ઘવાયા હતા.
[૨૦] રણછોડભાઈ રબારીના પ્રયત્નોથી ઈ.વ. ૧૯૬૫ અને ૧૯૭૧માં થયેલા યુદ્ધ વખતે આપણા ૧૦ હજાર થી વધારે જવાનોની બટાલિયનને બચાવી લેવાયા હતા.
[૨૧] રણછોડભાઈ રબારી ઉપરાંત બીજા ધનજીભાઈ રબારી પગી તરીકે હતા તેમણે પણ દેશભક્તિ અને પગી તરીકેની કામગીરી તથા સૈન્યને મદદ કરવામાં મોટું નામ છે. પગેરાં શોધવામાં અને લશ્કરને મદદ કરવામાં ધનજીભાઈ રબારીએ અનેક જગ્યાએ રણછોડભાઈની સાથે હતા.
રણછોડભાઈ રબારીની ઓળખ :
[૧] આખું નામ રણછોડભાઈ સવાભાઈ રબારી.
[૨] સૌથી પહેલાં સુઈ ગામની પોલીસ ચોકીમાં પગી તરીકે નીમણુંક પામ્યા.
[૩] ત્યાર બાદ તેમના પુત્ર માનજીભાઈ રબારી સુઈગામ પોલીસમાં પોલીસ પગી તરીકે સેવા આપી ચુક્યા છે.
[૪] અત્યારે સુઈગામ પોલીસ મથકમાં પોલીસ પગી તરીકે રણછોડભાઈ પગીના પૌત્ર એવા મહેશ પગી સેવા આપી રહ્યા છે.
[5] રણછોડભાઈ રબારીએ આપણા લશ્કરના જનરલ માણેકશા માનીતા અને તે રણછોડભાઈ ને લશ્કરનો હીરો કહેતા.
[6] જનરલ માણેકશાનો સિવિલિયનો સાથે પ્રસ્નલ સબંધ વ્યવહારો ઓછા હતા પણ તેણે ઢાકામાં પોતાની સાથે ડીનર માટે રણછોડભાઈ રબારીને આમંત્રિત કર્યા હતા.
[7] રણછોડભાઈ રબારી ઢાકામાં જનરલ માણેકશા સાથે ડીનર લેવા ગયા ત્યારે તે પોતાની સાથે ઘરનો રોટલો લેતા ગયા હતા. તે રોટલો ઢાકામાં જનરલ માણેકશા અને પોતે સાથે જમ્યા હતા.
[9] તેમને પોલીસ અને સીમા સુરક્ષા દળ બંને દ્વારા ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા હતા.
[10] ભારતની(બીએસએફ) તેમના નામ પરથી એક ચોકીનું નામ રણછોડભાઈ રબારી પગી ચોકી રાખ્યું છે.
[11] હંમેશાં ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રબારી રણછોડભાઈ પગીને કેટલાય સંન્માન અને તેની પાસે બે-ત્રણ મેડલ છે.
[12] કાચી માટીના ખોરડા-મકાનમાં રહેતા હતા તે સિવાય તેમની પાસે કશું જ ન હતુ.
[13] રણછોડભાઈ રબારીએ ઈ.વ. 2009માં સેવા નિવૃત્તિ લીધી.
વાચકોના પ્રતિભાવ