ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Tag Archives: book review

^રેતીમાં રેખાચિત્રો – પુસ્તક પરિચય


લેખક

 • તુષાર ભટ્ટ

પ્રકાશક

 • આર.આર. શેઠની કમ્પની, મુંબાઇ

પ્રસ્તાવના

 • શ્રી. રઘુવીર ચૌધરી

પ્રકાશન વર્ષ

 • 2003

પાનાં

 • 148

રેખાચિત્રો

 • 37

ખરીદવા માટે

 • અમેરિકા / કેનેડા/ યુ.કે. સુરેશ જાની
 • ભારત
  • પ્રકાશક

મૂળ અંગ્રેજીમાં લખાયેલ પોતાના જ પુસ્તક  ‘Sketches in the Sand’ નો લેખકે  કરેલો આ સંવર્ધિત અનુવાદ મૂળ કૃતિ કરતાં વધારે રોચક છે; કારણકે. ગુજરાતી તેમની માતૃભાષા છે; અને જે વ્યક્તિઓના ઇન્ટરવ્યુ તેમણે લીધેલાં છે, તે મોટા ભાગે ગુજરાતી છે. બે ત્રણ વ્યક્તિ સિવાય, આ પુસ્તકમાં ગુજરાતી અથવા ગુજરાતી મૂળની વ્યક્તિઓનો લેખકે તેમની આગવી શૈલીમાં પરિચય આપેલો છે.  લેખક દિલ્હી હતા ત્યારે ધંધાદારી અને નાણાંલક્ષી પ્રજા તરીકેની ગુજરાતી લોકોની ઓળખને દૂર કરવા બીડું ઝડપ્યું હતું , અને ગુજરાત જેમને માટે ગૌરવ લઈ શકે તેવા, વિવિધ ક્ષેત્રોમાં અનોખું પ્રદાન કરનારા અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે તેવી વ્યક્તિઓનો પરિચય અંગ્રેજી દૈનિકમાં આપવાનું તેમણે શરુ  કર્યું હતું. આ બધાં રેખાચિત્રો અંગ્રેજીમાં પુસ્તકાકારે પ્રસિધ્ધ થયા બાદ, બહુ જ વખણાયાં હતાં, અને તે ગુજરાતી ભાષામાં પણ વાંચવા મળવા જોઈએ , તેવી પ્રબળ માંગ ઊભી થઈ હતી.

લેખકે આ માંગને સંતોષવા, પોતાની રસાળ પણ બિનઅલંકારિક ભાષામાં આ પુસ્તક ગુજરાતની જનતાના ચરણે ધર્યું છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાંથી ટાંચણ –

“આ પુસ્તકનું નામ ‘રેતીમાં રેખાચિત્રો’ નહીં પણ ‘ પથ્થર પર રેખાચિત્રો’ હોવું જોઈએ. “ – મનુભાઈ પંચોળી – ‘ દર્શક’

‘એ બોલે ત્યારે હાસ્યકાર લાગે , અને લખે ત્યારે કલામિમાંસા સુધી પહોંચી શકે.”
“ એમની આત્મ ચિકીત્સક વૃત્તિ એમને ભારેખમ સાહિત્યપ્રેમ અને લોકપ્રિયતાનો નશો- આ બેઉ અંતિમોમાંથી બચાવે છે. – રઘુવીર ચૌધરી

આમાં છે ..

 • બાળ શિક્ષણશાસ્ત્રી
  • ગિજુભાઈ બધેકા
 • માનવ સેવાના ભેખધારી
  • ડો. શિવાનંદ અધ્વર્યુ
 • પ્રાણીપ્રેમી
  • રૂબિન ડેવિડ
 • સંગીતકાર
  • પુરુષોત્તમ ઉપાધ્યાય
 • સાહિત્યકાર
  • નિરંજન ભગત
 • આખ્યાનકાર
  • ધાર્મિકલાલ પંડ્યા
 • ફોટોગ્રાફર
  • જગન મહેતા
 • બિન્ધાસ્ત સ્ત્રીનેતા
  • વસુબેન
 • યુરોપીયન દૃષ્યશ્રાવ્ય કાર્યક્રમના નિષ્ણાત
  • જેરોસ્લાવ કીચ
 • ચિત્રકાર
  • ખોડીદાસ પરમાર

અને બીજાં ઘણાં…..

પરિચય બ્લોગ માટે તો આ પુસ્તક એક અમૂલ્ય ખજાનો છે. ગુજરાત જેમને માટે ગૌરવ લઈ શકે તેવાં આ રત્નોનો રસાળ પરિચય પામવા દરેક ગુજરાતીએ આ પુસ્તક ઘરમાં વસાવવું જ રહ્યું.

શ્રી. તુષાર ભટ્ટનો પરિચય વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

નોંધ –

એ જાણીને દુઃખ થયું કે. મૂળ અંગ્રેજી પુસ્તક ચપોચપ વેચાઈ ગયું અને હાલમાં એ અપ્રાપ્ય છે; જ્યારે વધુ સમૃધ્ધ આ ગુજરાતી પુસ્તક ખરીદનાર વિના પુસ્તક વિક્રેતાઓની અભરાઇ પર ધૂળ ખાય છે !

%d bloggers like this: