ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુજરાતી વિશ્વકોશ

3 responses to “ગુજરાતી વિશ્વકોશ

  1. Niravrave Blog જુલાઇ 22, 2022 પર 4:49 પી એમ(pm)

    .ગુજરાતી વિશ્વકોશગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય
    કરતા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ(અમદાવાદ)ની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. ગુજરાતી
    ભાષામાં સર્વપ્રથમ ગુજરાતી વિશ્વકોશ(encyclopedia)ની રચનાના 1985ની 2જી
    ડિસેમ્બરે એના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શનથી તથા
    કુમારપાળ દેસાઈ જેવા સાથીમિત્રોથી આરંભાયો.24 વર્ષના પુરુષાર્થથી ગુજરાતી
    વિશ્વકોશના 25 ગ્રંથોના ‘અ’થી ‘હ’ સુધીના 26,000 પૃષ્ઠોમાં માનવવિદ્યાના
    8,360, વિજ્ઞાનના 8,083, સમાજવિદ્યાના 7,640 – એમ કુલ 24,083 અધિકરણો (લખાણો)
    સમાવેશ પામ્યાં છે. જેમાં 11,660 ચિત્રો અને આકૃતિઓ, 7,647 લઘુચરિત્રો, 563
    વ્યાપ્તિ-લેખો અને 246 અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આશરે 1,593 જેટલા લેખકો
    દ્વારા આ લખાણો તૈયાર થયાં છે. 1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી
    ભાષાનો આ સર્વપ્રથમ વિશ્વકોશ છે.ગુજરાતી વિશ્વકોશ ગ્રંથશ્રેણીની
    વિશિષ્ટતાઓગુજરાતી ભાષામાં પ્રથમવાર તૈયાર થયેલો સર્વસંગ્રાહક વિશ્વકોશ
    (General Encyclopedia)એક હજાર પાનાંનો એક એવા પચીસ ગ્રંથોની શ્રેણી.ગુજરાતની
    અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, વાણિજ્ય,
    ટૅક્નૉલૉજી, ઉદ્યોગ, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ
    ક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિગતસમૃદ્ધ રસપૂર્ણ અધિકૃત પરિચય.નિષ્ણાતો દ્વારા
    લખાયેલા સ્વતંત્ર લેખો રૂપે વિશ્વ વિશે, ભારત વિશે અને ગુજરાતી વિશેની અદ્યતન
    તેમજ પ્રમાણભૂત માહિતી.અઢી કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ ગ્રંથશ્રેણી
    વિદેશમાં વસતા ગુજરાતી સમાજ માટે મૂલ્યવાન સંસ્કારરક્ષક જ્ઞાનસાધનની ગરજ સારે
    છે.ગુજરાતી વિશ્વકોશના પ્રથમ નવ ખંડની નવસંસ્કરણ ધરાવતી, અદ્યતન માહિતી સાથે
    તૈયાર થયેલી બીજી આવૃત્તિમાં વિગતોનો સમાવેશ. ખૂબ સ રસ માહિતી બદલ ધન્યવાદ

  2. Setu જુલાઇ 23, 2022 પર 1:12 એ એમ (am)

    સરસ કામ સુરેશભાઇ.

  3. Setu જુલાઇ 23, 2022 પર 1:12 એ એમ (am)

    સરસ કામ સુરેશભાઇ. – લતા હિરાણી

Leave a comment