ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રઈશ મનિયાર, Dr. Raeesh Maniar


પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

—-

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

તેમની રચનાઓનો   # મોટો ખજાનો

———————————————————–

સમ્પર્ક

  • ઈમેલ – amireesh@yahoo.com

જન્મ

  • ૧૯ , ઓગસ્ટ, ૧૯૬૬, કિલ્લા પારડી, જિ. વલસાડ

કુટુમ્બ

  • માતા– ? પિતા -?
  • પત્ની – ડો. અમી

અભ્યાસ

  • એમ.ડી., ડી.સી.એચ (બાળદર્દ, પેડિયાટ્રિક)

વ્યવસાય 

  • બાળ માનસશાસ્ત્રી

સાભાર – ‘લયસ્તરો’

Raeesh_Maniar

સરસ સંવાદક/ સંચાલક

 

તેમના વિશે વિશેષ

  • ડોક્ટર કવિ હોવા ઉપરાંત અનેક મુશાયરાઓ, કવિ સમ્મેલનો, સંગીતના કાર્યક્રમોના લોકપ્રિય સંચાલક
  • અખબારોમાં કટાર લેખન
  • ટીવી, રેડિયો પર કાર્યક્રમો આપ્યા છે.
  • અનેક વખત વિદેશમાં કાવ્યપઠનના કાર્યક્રમો
  • ‘ કૈફી આઝમી’ પુસ્તકનું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે

તેમના વિચારો

  • ખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.
  • વિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.
  • માનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.
  • દરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.
  • દુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.
  • જાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.
  • પોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.
  • આપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.
  • આપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.

રચનાઓ 

  • કાવ્ય સંગ્રહો – કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી, નિહાળતો જા, પન્નીએ પહતાય તો કેટો’ની ( હઝલો)
  • અનુવાદો – કૈફી આઝમી, જાવેદ અખ્તર, તરકસ, સાહિર લુધિયાનવી, આવો કે સ્વપ્ન વાવીએ કોઈ
  • જીવન ચરિત્ર – ‘મરીઝ’ અસ્તિત્વ અને વ્યક્તિત્વ
  • પિંગળ – ગઝલ- રૂપ અને રંગ
  • બાળ મનોવિજ્ઞાન – બાળઉછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? , તમે અને તમારું નિરોગી બાળક

સન્માન

  • ૨૦૦૦ – આઈ.એન.ટી. તરફથી ‘શયદા’ પુરસ્કાર – યુવા ગઝલકાર તરીકે
  • ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
  • ૨૦૦૨ – ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર

સાભાર

11 responses to “રઈશ મનિયાર, Dr. Raeesh Maniar

  1. સુરેશ જાની માર્ચ 31, 2012 પર 11:46 એ એમ (am)

    રઈશ ભાઈને ત્રણ વખત મળવાનો, સાંભળવાનો લ્હાવો મળ્યો છે.
    મારી ઘેલી કવિતડીઓ તેમણે બહુ પ્રેમથી ચકાસી આપી હતી; તે પણ કેમ ભૂલાય?

  2. pragnajup માર્ચ 31, 2012 પર 11:49 એ એમ (am)

    તેમના વિચારો ખૂબ સુંદર છે.

    * ખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.
    * વિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.
    * માનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.
    * દરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.
    * દુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.
    * જાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.
    * પોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.
    * આપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.
    * આપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.
    તેઓ બાળ રોગ નિષ્ણાત છે અને અમે વૃધ્ધો બાળકો જેવા હોય…

  3. Pingback: (95) કવિતાના કુછંદે ચડેલા હસુભાઈ-વાતનું વતેસર – ડો. રઈશ મનીઆર (હાસ્ય યાત્રા ભાગ-4) « વિનોદ વિહાર

  4. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ડોક્ટર/ દાનવીર/ ધારાશાસ્ત્રી | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Sagar Mandaliya માર્ચ 5, 2014 પર 3:56 પી એમ(pm)

    Aa amari had vatavi gai

    te line mane bahu game che.. .

  9. Pingback: પ્રેમ અને જમણ! | હાસ્ય દરબાર

  10. Dr Rajesh S Joshi ઓક્ટોબર 12, 2016 પર 5:28 એ એમ (am)

    I am confused after reading ? At the parent name ?
    Is it not worthy to display who displayed us,

  11. હસમુખભાઈ સિધ્ધપુરા જાન્યુઆરી 30, 2024 પર 3:26 એ એમ (am)

    ડો.સાહેબ
    માત્ર પિડીયાટ્રીક નહીં રહીને હ્રદય અને મગજ ને પણ સારી સારવાર આપી રહ્યા છે
    એમને વાંચવા સાંભળવા અને નિહાળવા બધું જ
    અહોભાગ્ય છે

Leave a comment