ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મનસુખ સલ્લા, Mansukh Salla


માનવતાના કેળવણીકાર
અને
સમાજ ઉત્કર્ષના સાહિત્યકાર

મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.

રીડ ગુજરાતી પર તેમનો એક લેખ – પૂણ્યનું વાવેતર

જન્મ

૨, નવેમ્બર – ૧૯૪૨ ; ગામ – નેસડી, સાવરકુંડલાની નજીક , અમરેલી જિલ્લો

કુટુમ્બ

માતા– વિમળાબેન ; પિતા – મોહનલાલ
પત્ની – કલ્પનાબેન પુત્ર – નિશીથ; પુત્રીઓ – માધવી( વિનોબા આશ્રમ, ગોત્રીમાં પતિ સાથે વ્યવસ્થાપક ) , સ્વાતિ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – સાત ધોરણ સુધી વતનમાં ; આગળનું ભણતર ખડસલી લોકશાળામાં
૧૯૬૩ – બી.એ. – લોકભારતી સણોસરા
૧૯૬૬ – એમ .એ., ગુજરાત વિદ્યાપીઠ

વ્યવસાય

૧૯૬૬ – આંબલામાં શિક્ષક
૧૯૬૭ – ૧૯૮૨ લોકભારતી, સણોસરામાં અધ્યાપક
૧૯૮૨ – ૨૦૦૩ – લોકભારતીમાં આચાર્ય

તેમના વિશે વિશેષ

  • પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું.
  • સોની પરિવારનાં માતાએ ખેતરમાં મજૂરી પણ કરી હતી. પણ પછી શિક્ષણ મેળવી સિવણકામ કરતાં અને બાલવાડીનાં શિક્ષિકા પણ બનેલાં  
  • બી.એ. અને એમ.એ. બન્નેમાં પ્રથમ વર્ગમાં પ્રથમ
  • શિક્ષક, આચાર્ય, ડીન, સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સેનેટ, સિન્ડિકેટ કે એકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીના ગર્વનિંગ બોડીના સભ્ય
  • તેમના અનેક વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં સમાજનિષ્ઠા સાથે સ્થાયી થયા છે.
  • ૨૦૦૩ થી – અમદાવાદના રામદેવનગરમાં નિવાસ
  • હાલ ગુજરાત કેળવણી પરિષદના સારથિ તરીકે તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે.

રચનાઓ

  • હૈયે પગલાં તાજાં
  • માણસાઈની કેળવણી
  • અનુભવની એરણ પર
  • તુલસીનક્યારાના દીવા
  • ગાંધીઃ દુનિયાની નજરે

સન્માન

નર્મદ ચંદ્રક

સાભાર

શ્રી. રમેશ તન્ના – તેમની ફેસબુક દિવાલ પરથી
[ https://www.facebook.com/ramesh.tanna.5/posts/10157959236577893 ]

4 responses to “મનસુખ સલ્લા, Mansukh Salla

  1. pragnaju નવેમ્બર 7, 2020 પર 10:30 એ એમ (am)

    સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.
    ધન્ય ધન્ય
    સપ્રેમ વંદન

  2. readsetu નવેમ્બર 13, 2020 પર 6:25 એ એમ (am)

    આ ઉમદા કેળવણીકારને વંદન.

  3. readsetu નવેમ્બર 13, 2020 પર 6:25 એ એમ (am)

    આ ઉમદા કેળવણીકારને વંદન.
    લતા હિરાણી

  4. Sumanchandra raval ઓક્ટોબર 30, 2023 પર 7:23 એ એમ (am)

    આધ્યાત્મિક, સત્યનિષ્ઠ અને હસમુખ સ્વભાવ ધરાવતા એક અલોકિક વ્યકિત છે

Leave a comment