અવંતિકા ગુણવંત, Avantika Gunwant

”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”

અવંતિકા ગુણવંત

“પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન  જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો  મળવો મુશ્કેલ.”

- ઉત્તમ ગજ્જર 

તેમનો પોતાના શબ્દોમાં પરિચય ‘ ગુજરાતી સાહિત્ય સંગમ’ ઉપર 

તેમનો બ્લોગ

તેમના વિશે એક લેખ 

એક વાર્તા …….  માતા-કુંવારી કે પરણેલી ”                                                                                                          

—————————————–

સંપર્ક

  • ‘શાશ્વત’, કે.એમ.જૈન ઉપાશ્રય સામે, ઓપેરા  સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007
  • ફોન :+91-79-26612505, +91-79-26612505
  • ઈમેલ –   avantikagunvant@gmail.com

જન્મ

  • ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭, અમદાવાદ

કુટુમ્બ 

  • માતા - ? ; પિતા - ?
  • પતિ - ? ; સંતાનો- એક દીકરો ,એક દીકરી

અભ્યાસ

  • મેટ્રિક – ૧૯૫૨
  • બી.એ. ૧૯૫૬ અંગ્રેજી, સાયકોલોજી
  • એમ.એ. ૧૯૬૦ ગુજરાતી, સંસ્કૃત

વ્યવસાય

  • ૧૯૬૧ – ૧૯૬૯ રસરંજન  બાલ અઠવાડિકનું સંપાદન
  • ૧૯૬૯ – ૧૯૭૫  બાલ ભારતી પ્રકાશન  – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું  લેખન અને પ્રકાશન
  • વાચન ,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ  એમની શોખની પ્રવૃત્તિ..

તેમના વિશે વિશેષ

  • વર્ષોથી મુંબાઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, સૌરાષ્ટ્ર  સમાચાર (ભાવનગર), હલચલ,  અને સાંવરી(કલકત્તા) વિ. પ્રકાશનોમાં લોકપ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોનાં લેખિકા
  • ૨૦૦૪-૨૦૦૫ ’આરપાર’ સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો, વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.
  • ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.
  • કેટલાંક લખાણો હિન્દી,  મરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ

રચનાઓ

  • આપણી પ્રસન્નતા આપણા હાથમાં, ગૃહગંગાને તીરે, સપનાને દૂર શું નજીક શું ? , અભરે ભરી જિંદગી, પ્રેમ ! તારાં છે હજાર ધામ, કથા અને વ્યથા, માનવતાની મહેક, એકને આભ બીજાને ઉંબરો, સહજીવનનું પ્રથમ પગથિયું, ત્રીજી ઘંટડી,  હરિ હાથ લેજે , સદગુણદર્શન, ધૂપસળીની ધૂમ્રસેર, તેજકુંવર ચીનમાં, તેજકુંવર નવો અવતાર.

સન્માન

  • ૧૯૯૮ – “સંસ્કાર પારિતોષિક “
  • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘માનવતાની મહેક’ને પારિતોષિક
  • ૧૯૮૨- ‘કુમાર’ માં  ‘અતિસ્નેહ ’ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે પારિતોષિક

સાભાર

  • શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો
  • શ્રી. ઉત્તમ ગજ્જર, લેક્સિકોન
  • શ્રી. વિજયકુમાર શાહ – ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ

કનુભાઈ ટેઈલર, Kanubhai Tailor

જીવનમંત્ર

“મારું જીવન જીવવા માટે છે. ભગવાને મારા માટે કઈક બીજું વિચાર્યું છે “

” વિક્લાન્ગનું બાળક ક્યારેય વિકલાંગ નથી  હોતું.  એમના સંતાનો બીજા બાળકો કરતા  મા બાપની ડબલ સેવા કરતા હોય છે.”

………………

જન્મ

  • ૧૯૫૬, મગદલ્લા( જિ. સુરત)

કુટુમ્બ

  • માતા- ….. ; પિતા – હસમુખભાઈ
  • પત્ની – તે બન્ને હાથે વિકલાંગ છે; પુત્રીઓ – રચના, સોનલ

શિક્ષણ

  • પ્રાથમિક / માધ્યમિક – ……
  • કોલેજ – અપંગ માનવ મંડળમાંથી

વ્યવસાય

  • પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ
  • વિકલાંગોની સેવા

તેમના વિશે વિશેષ

  • ૬ મહિનાની ઉમરે તાવ અને ઇન્જેક્શન પછી પોલીઓને લીધે કમરની નીચે બે પગે બિલકુલ અપંગ
  • લોકોની મશ્કરી અને દુખ સહન ન થતા ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. બચી જતાં , ઉપરોક્ત પંક્તિ જીવનમંત્ર બની.
  • અપંગ માનવ મંડળમાં એમના જેવા બીજા વિકલાંગોનું મંડળ બનાવીને  એમનાં હિત માટેની પ્રવૃત્તિ શરુ કરી.
  • ૧૯૭૯ – વિકલાંગોને માટે બસમાં મફત મુસાફરી અને બસમાં ચડવા માટે પ્રાથમિકતા મળવી જોઈએ  એ મુદ્દા માટે ૧૧ દિવસના આમરણાંત ઉપવાસ કર્યા . એ પછી એમની માગણીઓ સ્વીકારાઈ
  • ૧૯૭૯ – વિકલાંગોની જીનીવા વર્લ્ડ મોબિલીટી કોન્ફરન્સમાં એ વખતના વડા પ્રધાન મોરારજી દેસાઈએ કનુભાઈને ભારતના વિકલાંગોના પ્રતિનિધિ તરીકે મોક્લ્યા .
  • ૧૯૮૧ – એમના સબળ પ્રતિનિધિત્વ અને પ્રયાસોથી આખું વર્ષ વિકલાંગ વર્ષ તરીકે ઉજવવાનું ભારત સરકારે જાહેર કર્યું.
  • ૧૯૮૨- અમેરિકામાં નેશનલ સોસાયટી ઓફ હેન્ડીકેપ ઓર્ગેનીજેશનનું ઉદઘાટન કનુંભાઈના હસ્તે કરવામાં આવ્યું.
  • ૧૯૮૫ – સુરત આવીને સ્થાયી થયા.વિકલાંગ પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ કર્યું; જે વિકલાંગોથી  ચલાવાતું હતું. અહીં સગવડના અભાવે શરૂમાં તેઓ ફૂટપાથ ઉપર સુતા હતા.
  • ૧૯૯૦ – અમેરિકામાં પ્રેસીડન્ટ જ્યોર્જ બુશ’સીનીયર’ ના હસ્તે ‘Outstanding achievement Award’  એનાયત કરવામાં આવ્યો.
  • બુશે એમને વાઈટ હાઉસમાં આમંત્રીને અબ્રાહમ લિંકનની ખુરશીમાં
  • એમને બેસાડીને એમનું બહુમાન કર્યું.
  • ૧૯૯૧ – સુરત અને આજુબાજુના વિસ્તારના વિકલાંગોની સેવા અને એમના માટે, વિના મૂલ્યે સ્કુલની સગવડ માટે ‘Disabled Welfare Trust of India’  ની સ્થાપના કરી.
  • ૧૯૯૭ માં ચાર વિક્લાન્ગથી શરુ થયેલી સ્કુલમાં ૨૦૦૦ સુધીમાં ૪૦૦ વિકલાંગો અભ્યાસ કરતા થયા. કુલ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ સ્કૂલનો લાભ લઈને કામે લાગ્યા.
  • ૧૯૯૩મા સુરત લાયન્સ ક્લબ ઓફ મીડ વેસ્ટના પહેલા વિકલાંગ પ્રમુખ થયા.
  • લંડનની ટુરમાં રાણી ઈલીઝાબેથ અને વડા પ્રધાન માર્ગારેટ થેચરને મળવાનું માન મળ્યું.
  • ૨૦૦૬ – ગુજરાત સરકારે કનુભાઈના કામની કદર કરીને ૪૦ કરોડની કિંમતની જમીન એમની સંસ્થાના વિકાસ માટે વિના મુલ્યે આપી.
  • વિકલાંગો માટે અલગ હોસ્પિટલ એમનું સ્વપ્ન મુંબાઈના હરિયાની ટ્રસ્ટના ૫ કરોડ રૂપિયાના દાનથી પુરું થયું. હોસ્પિટલનું ઉદઘાટન મુખ્ય પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું.

સન્માન

  • ૪૦ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડ  એનાયત કરવામાં આવેલ છે.
  • ગુજરાત સરકારનો ‘ગુજરાત ગૌરવ’ એવોર્ડ
  • ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ એવોર્ડ

સાભાર 

પાર્થિવ ગોહિલ, Parthiv Gohil

સાંભળો

: :

તેમની વેબસાઇટ

http://www.parthivgohil.com

 

નામ

પાર્થિવ ગોહિલ

 

જન્મ

૧૮ ફેબ્રુઆરી ૧૯૭૬ ઃ ભાવનગર

કુટુંબ

  • પત્ની – માનસી પારેખ ગોહિલ (‘ગુલાલ’ સિરિયલની નાયિકા)

તેમના વિશે

  • સૌરાષ્ટ્રના ગોહિલ કુટુંબમાં જન્મ
  • દાદા અને પિતા સંગીત પ્રત્યે અતિ રૂચિ ધરાવતા
  • ફક્ત ચૌદ વર્ષની ઉંમરે પંડિત ઓમકારનાથ ઠાકુર પ્રતિયોગીતાના અને રાજ્ય પ્રતિભા શોધમાં વિજેતા
  • ઉસ્તાદ ઝીઆ ફારુદ્દીન ડાગર પાસે સંગીતની તાલીમ
  • ૧૯૯૮માં સારેગમાના ફાઇનલ સુધી પહોંચ્યા
  • ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે અનેક શિખરો સર કર્યા
  • હિન્દી સીનેજગતમાં અનેક ફિલ્મોમાં પોતાનો સ્વર આપ્યો.
  • ઇટીવી પર ‘ સૂર પાંચમને મેળે’ અને આલ્ફા ગુજરાતી પર ‘ સારેગમા’નું સંચાલન
  • દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા છે.

હિન્દી ફિલ્મો

  • કિસાન, વાદા રહા, સાંવરિયા, દેવદાસ, જીના સિર્ફ મેરે લિયે, રિશ્તે, બચના એ હસિનો

ગુજરાતી આલ્બમો

  • સાત સૂરોને સરનામે, તારી સાથે, ્પૃથ્વીના પ્લેટફોર્મ પર, અનૂભૂતિ, સંમોહન

વધુ માહિતી

સંપર્ક

  • parthivgohil@gmail.com

 

 

 

2011 in review- Directly by WORDPRESS

The WordPress.com stats helper people prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 140,000 times in 2011. If it were an exhibit at the Louvre Museum, it would take about 6 days for that many people to see it.

Click here to see the complete report.

ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ

સાભાર - ગુજરાત સમાચાર

ગીત સેઠી રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ
તેજસ બાકરે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ
ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ- સ્કેટંિગ
નમન પારેખ અર્જુન એવોર્ડ- સ્કેટંિગ
કૃપાલી પટેલ અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક
જશુ પટેલ પદ્મશ્રી- ક્રિકેટ
કિરણ મોરે અર્જુન એવોર્ડ- ક્રિકેટ
નયન મોંગિયા અર્જુન એવોર્ડ- ક્રિકેટ
પાર્થિવ પટેલ એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ
૧૦ ઈરફાન પઠાણ એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ
૧૧ અંશુમાન ગાયકવાડ સરદાર પટેલ એવોર્ડ- ક્રિકેટ
૧૨ દત્તાજી ગાયકવાડ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯
૧૩ વિજય હઝારે કેપ્ટન, ત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય
૧૪ નરી કોન્ટ્રાક્ટર કેપ્ટન, વેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત
૧૫ વિનુ માંકડ કેપ્ટન, બેવડી સદી, પ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ
૧૬ હેમુ અધિકારી લશ્કરમાં હતા, ક્રિકેટ કેપ્ટન પણ હતા
૧૭ રૂસી સુરતી ઓલરાઉન્ડર
૧૮ સલીમ દુરાની હાર્ડ હીટર- છગ્ગાના શહેનશાહ
૧૯ દીપક શોધન ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી
૨૦ ધીરજ પરસાણા ઓલરાઉન્ડર, પીચ ક્યુરેટર
૨૧ અશોક પટેલ બોલર
૨૨ મુનાફ પટેલ ઈખર એક્સપ્રેસ- ફાસ્ટ બોલર
૨૩ યુસુફ પઠાણ ઓલરાઉન્ડર
૨૪ ચેતેશ્વર પૂજારા ત્રેવડી સદીની હેટ્રીક
૨૫ રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર
૨૬ અમિષ સાહેબા બેસ્ટ અમ્પાયર એવોર્ડ વિજેતા
૨૭ કૃપાલી પટેલ અર્જુન એવોર્ડ જીમ્નાસ્ટીક્સ
૨૮ પારૂલ પરમાર અર્જુન એવોર્ડ બેડમિન્ટન
૨૯ દીપીકા મૂર્તિ આં.રા. હોકી ગોલકીપર
૩૦ રઝિયા શેખ જ્વેલિયન થ્રો- નેશનલ રેકોર્ડ
૩૧ વૈદિક મુન્શા જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન- ટેનિસ
૩૨ બાબુભાઇ પણુચા વર્લ્ડ એથ્લેટિક્સમાં ભાગ લેનાર પ્રથમ ખેલાડી
૩૩ ભરત દવે કારરેસર- હિમાલયન કારરેસ
૩૪ ઘ્યાની દવે ચેસમાં ૈંઉસ્ ખિતાબ પ્રથમ ખેલાડી
૩૫ સુફિયાન શેખ નવસમુદ્ર તરવાનો વિક્રમ
૩૬ પરિતા પારેખ આંતરરાષ્ટ્રીય તૈરાક- પ્રથમ
૩૭ વંદિતા ધારિયાલ એશિયાની તૈરાક
૩૮ લજ્જા ગોસ્વામી એશિયન મેડિલિસ્ટ શૂટર
૩૯ પૂજા ચૌૠષિ ટ્રાયપ્લોનની એશિયન મેડલિસ્ટ
૪૦ વૈશાલી મકવાણા આંતરરાષ્ટ્રીય યોગ
૪૧ રૂપેશ શાહ બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન
૪૨ સોનિક મુલ્તાની બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન
૪૩ પથિક મહેતા ટેબલ ટેનિસનો સૌપ્રથમ આં.રા. ખેલાડી
૪૪ મલય ઠક્કર ટેબલ ટેનિસ ખેલાડી
૪૫ નાનુભાઇ સુરતી શૂટીંગના આં.રા. ખેલાડી- જજ
૪૭ કરિશ્મા પટેલ ટેનિસ
૪૮ હીર પટેલ સ્કેટંિગની આં.રા. ખેલાડી
૪૯ મનસ્વી બેલા વુશ્‌ની આં.રા. ખેલાડી
૫૦ પરેશ કહર કુશ્તી
૫૧ સુનિલ ગુપ્તે કેરમ ખેલાડી, આં.રા. રેફરી
૫૨ ગુલાબસંિહ ચૌહાણ ફૂટબોલના આં.રા. રેફરી
૫૩ મામા કિશન કર્વે હોકી
૫૪ પ્રાચી-પ્રાર્થના વૈદ્ય માઉન્ટેનિયરીંગ- એવોર્ડ
૫૫ અતુલ કરવલે એવરેસ્ટ સર
૫૬ નિલોફર ચૌહાણ પાવર-વેઈટ લિફ્‌ટીંગ
૫૭ અનુજ ગુપ્તા બેડમિન્ટન
૫૮ પાર્થો ગાંગુલી અર્જુન એવોર્ડ- બેડમિન્ટન
૫૯ મહેન્દ્ર ગડ્ડા બોડી બિલ્ડર્સ
૬૦ કમલેશ નાણાવટી તરણ ખેલાડી- કોચ આં.રા. રેફરી

પ્રતિભા સ્લાઈડ શો અને ગેલરી

એક નવો પ્રયોગ…

જાણીતી પ્રતિભાઓને નિહાળો..

—   સ્લાઈડ શોમાં   —

This slideshow requires JavaScript.

—   અને આ ગેલરીમાં    —

લતા હિરાણી, Lata Hirani

લેખક અને આકાશવાણી/ દૂરદર્શન કલાકાર

- તેમનાં કાવ્યો 

- એક અછાંદસ

- એક માહિતી લેખ 

-

-

-

બ્લોગ – http;//readsetu.wordpress.com

————————————————————————————————————-

જન્મ

  • 27 ફેબ્રુઆરી 1955 (મોરબી)
  • વતન – જેતપુર (સૌરાષ્ટ્ર)

કુટુંબ

  • માતા – ચંદ્રિકાબહેન, પિતા – ધીરજલાલ,
  • પતિ – જગદીશચંદ્ર; લગ્ન – 1973.
  • પુત્રો – નિસર્ગ અને પાર્થ
પતિ – જગદીશ સાથે

અભ્યાસ

  • 1975 – B.A. (Hindi)
  • 1983 – LL.B. (Gujarat University)
  • 1985 – B. L. I. Sc. (Gujarat University)

વ્યવસાય

  • પાંચેક વર્ષ ગ્રંથપાલ તરીકે અને પછી લેખન

જીવન વિશે

  • સાહિત્યના ક્ષેત્રે… વાળનાર અને હંમેશા વધાવનાર પતિ
  • કૉલેજ કાળ દરમિયાન સાહિત્ય પ્રીતિને કારણે થોડું કાચુ લેખન થયેલું.
  • અભ્યાસ દરમિયાન જ 1973માં લગ્ન અને સંસારમાં વ્યસ્ત – ટુકડે ટુકડે ભણતર ચાલ્યું.
  • એકતાલીસ વર્ષની વયે ફરી લેખન તરફ
  • પહેલો લેખ 1996માં ‘સફારી’માં છપાયો, ‘ધરતીના ગોળાને ધ્રુજાવનાર ધડાકો’ અને એ એક ધડાકાએ જીવનની ગાડીને લેખનના પાટા પર ચડાવી દીધી .
  • નિયમિત કૉલમ
    • ‘સેતુ’( દિવ્ય ભાસ્કરની ‘કળશ’ પૂર્તિ, ફેબ્રુઆરી 2007-ફેબ્રુઆરી 2008)
    • ‘કાવ્યસેતુ’ (દિવ્ય ભાસ્કરની ‘મધુરિમા’ પૂર્તિમાં દર મંગળવારે સપ્ટેમ્બર 2011થી..)
    • ‘ટહુકો’ (‘આદિત્ય કિરણ’, શૈક્ષણિક સામયિકમાં જૂન 2010થી..)
    • ‘પ્રિય શુભદા’ અને ‘પ્રિય ટીનુ મીનુ’ (‘માનવ’ સામયિકમાં નવેમ્બર 2010થી…)
  • બાળ ભાસ્કર, જન્મભૂમિ પ્રવાસી, સમભાવ, અહા જિંદગી, અખંડ આનંદ, નવચેતન, કુમાર, શબ્દ સૃષ્ટિ, પરબ, ઓપિનિયન, કવિલોક, કાવ્ય સૃષ્ટિ, કવિ, વિચાર વલોણું અને અન્ય સામયિકોમાં લેખન,
  • આકાશવાણી અને દૂરદર્શન (રેડિયો ટૉક, રેડિયો નાટકો, સ્ક્રીપ્ટ લેખન,  મુલાકાતો),
  • આકાશવાણી અમદાવાદ પરથી ‘અમૃતધારા’નું નિયમિત પ્રસારણ

રચનાઓ 

  • વાર્તા
    • ઘરથી દૂર એક ઘર (ટૂંકી વાર્તાઓ),  1998
  • માહિતી
    • પ્રદૂષણ: આપણી સમસ્યા, આપણો ઉકેલ,  1998
    • ધનકીનો નિરધાર, 2002 (નવશિક્ષિતો માટે)
    • ભણતરનું અજવાળું, 2004 (નવશિક્ષિતો માટે)
  •  ચરિત્ર 
    • ઉજાસનું પ્રથમ કિરણ, 2000 – 3 એવૉર્ડ્ઝ, (વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પહેલ કરનારી 101 ભારતીય સ્ત્રીઓના  રેખાચિત્રો)
    • સ્વયંસિધ્ધા, 2005 (ડૉ. કિરણ બેદીના જીવન વિશે, કિશોરો માટે) દ્વિતિય આવૃતિ, 2011
  • બાળ સાહિત્ય
    • બિટ્ટુ વાર્તા કહે છે, 2006 (બાળવાર્તાઓ)
  • ઓડિયો કેસેટ
    • ‘ગીતા સંદેશ’ (ભગવદ ગીતાના સારરુપ શ્લોકોની સમજૂતી)

સન્માન

  • ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી મહિલા લેખનમાં વર્ષ 2000નો પ્રથમ પુરસ્કાર
  • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી બાયોગ્રાફી વિભાગમાં વર્ષ 2000નો દ્વિતિય પુરસ્કાર
  • શક્તિ એવાર્ડ જયહિન્દ ગ્રુપ ઓફ ન્યુઝપેપર તરફથી 2003માં સાહિત્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠપ્રદાન માટે
  • નેશનલ એવાર્ડ - દિલ્હીના વિજ્ઞાનભવનમાં ઉપરાષ્ટ્રપતિને હસ્તે નેશનલ એવાર્ડ  અને પુરસ્કાર
  • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી જીવનચરિત્ર વિભાગમાં વર્ષ 2005નો દ્વિતિયપુરસ્કાર.

બંસીધર શુકલ -Bansidhar Shukla

પ્રેરક અવતરણ

“આપણે પ્રકૃતિના અંશ છીએ, એટલે સ્વાભાવિકતાથી વિવેકપુરઃસર જીવન જીવવાથી સુખ અને શાંતિનો અનુભવ થાય છે.”

તેમના વિશે…

  • ‘સર્વવિષય વખારી’
  • ‘સરકારી, અર્ધ સરકારી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા જાકારો છતાં જ્ઞાન સંવર્ધન અને વ્યાપની પ્રવૃત્તિ એકલે હાથે ચાલુ રાખનાર કર્મઠ, સદા યુવાન, સાચા સારસ્વત.’

- રાધેશ્યામ શર્મા

તેમણે જવાબ આપેલા કેટલાક અદ્‍ભૂત પ્રશ્નો – ( નોન ગુગલી !)  

  • શેતરંજની રમતની શોધ કોણે કરેલી?
  • અકબરના દરબારના ‘ નવ રત્નો’ કયા?
  • માફિયાઓની કાર્યપ્રણાલિ કેવી હોય છે?
  • દસ અબજ પછીની સંખ્યાનાં નામો?
  • જગતનું સૌથી મોટું પક્ષી કયું?

——————————————————

સમ્પર્ક

  • ૬, જીવન સૌરભ, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ.
  • ટેલિ.નં.
  • ઘર – (૦૭૯)- ૨૬૬૩ ૯૫૫૭
  • મોબાઈલ – ૯૪૨૯૧ ૨૮૫૩૫

ઉપનામ

  • ચિત્રગુપ્ત, હરિહર, રાહુ, ફ્રેન્ક વ્હાઈટ

જન્મ

  • ૩૦, ઓક્ટોબર – ૧૯૩૧, અમદાવાદ
  • મૂળ વતન – રૂપાલ, ગાંધીનગર જિ.

કુટુમ્બ

  • માતા – પ્રસન્નબેન હરગોવિંદરાય પાઠક, પિતા- છગનલાલ હરનારાયણ શુકલ
  • પત્ની – સંજુલા સોમાભાઈ ત્રિવેદી( લગ્ન – ૧૯૫૬); દિકરીઓ – કાશ્મીરા, ઉલ્કા, પૂર્ણા

શિક્ષણ

  • પ્રાથમિક – બાળમંદિર, ખમાસા, અમદાવાદ; મ્યુનિ. શાળા, ખાડિયા;
  • માધ્યમિક – પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ , કાંકરિયા, અમદાવાદ
  • બી.કોમ. ( એચ.એલ. કોમર્સ કોલેજ, અમદાવાદ )
  • એલ.એલ.બી. (એલ.એ. શાહ લો કોલેજ, અમદાવાદ)

વ્યવસાય

  • અમદાવાદમાં કોમર્શિયલ આર્ટિસ્ટ તરીકે શરૂઆત,
  • ૧૯૬૧-૧૯૯૪ - એલ.આઈ.સી.માં
  • ૧૯૯૪-૨૦૦૯ – ગુજરાતી વિશ્વકોશમાં નિષ્ણાત તરીકે સેવા

તેમના વિશે વિશેષ

  • શાળાકાળમાં ગુજરાતી હતલિખિત માસિક ‘તરૂણ’ નું સંચાલન.
  • ૧૯૪૭  – ગુજરાતી માસિક ‘ બાલમિત્ર’ – આનંદમાં પહેલી પ્રકાશિત  વાર્તા ‘કુસંપનું પરિણામ’
  • પહેલું પ્રકાશિત પુસ્તક ‘ વાહન વ્યવહાર’
  • શરૂઆતમાં મ્યુનિ. દીવા નીચે ફૂટપાથ પર બેસીને પણ લેખન કાર્ય કરેલું છે.
  • ૧૯૫૫ થી - ‘નવચેતન’ માસિકમાં ‘ જનરલ નોલેજ’ અને ‘ સવાલ જવાબ’ કટારના સંચાલક – એક જ કટારમાં સાતત્ય માટે રાષ્ટ્રિય રેકર્ડ
  • ‘ધર્મ સંદેશ’ અને ‘ધર્મલોક’ માં પ્રશ્ન –ઉત્તર વિભાગનું સંચાલન.
  • ગુજરાતી દૈનિકોમાં અનેક લેખો છપાયા છે.
  • ૧૯૭૭થી – રેડિયો પર અનેક વાર્તાલાપ
  • કટાક્ષ ચિત્રકાર ( કાર્ટૂનિસ્ટ) તરીકે પણ જનસત્તામાં
  • અનેક સંસ્થાઓમાં વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં છે; અને સામાન્ય જ્ઞાન વિષયક અનેક સેમિનારોમાં વક્તા તરીકે ભાગ લીધેલો છે.
  • સર્જનમાં પ્રેરણામૂર્તિ – વોલ્ટ ડિઝની
  • અંગત પુસ્તકાલયમાં ૨૦૦૦ થી વધારે પુસ્તકો
  • જાતે પાઠપૂજા કરતા નથી, અને બાધા આખડીમાં માનતા નથી. પણ શ્રદ્ધાળુઓ તરફ વિરોધ નહીં.
  • બે પુત્રીઓનાં લગ્ન અત્યંત સાદગીથી કર્યાં.

હોબીઓ

  • ગાયન,હાર્મોનિયમ વાદન, ચિત્રકામ, ટપાલ ટિકીટ સંગ્રહ, સિક્કા સંગ્રહ વિ.

રચનાઓ

  • સામાન્ય જ્ઞાન, વ્યક્તિ પરિચય વિ. વિષયોને લગતાં ૫૧ પુસ્તકો
  • માહિતી – જ્ઞાન સંહિતા, પ્રસન્નિકા જ્ઞાનકોશ ભાગ  ૧ – ૧૦ , પૌરાણિક ચરિત્ર કોશ, વાહન વ્યવહાર,ધ્વજ પરેડ, માનવ અજાયબીઓ, મગજ માપો, પરમાણુ, ટેલિફોન, ટેલિવિઝન અને આવી ઘણી બધી પરિચય પુસ્તિકાઓ
  • ભજન / ભક્તિ સંગ્રહ – મંજુલ સ્મરણાંજલિ,
  • નવલકથા – સમર્પિતા
  • વાર્તા – મંદિરનાં બારણાં ઉઘાડો

સન્માન

  • ૧૯૫૫ - ઝગમગ ચન્દ્રક
  • ૧૯૭૦ – નવચેતન ચન્દ્રક
  • ૧૯૭૮- અમદાવાદ ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ દ્વારા વિશેષ સન્માન
  • ૧૯૮૦- સંસ્કાર પરિવાર, વડોદરા એવોર્ડ
  • ૧૯૮૮ – ગુજરાત રાજ્યનો પુરસ્કાર – જ્ઞાન સંહિતા માટે
  • ૧૯૯૮ – ગુજરાતી વિશ્વકોશ દ્વારા સન્માન
  • ૨૦૦૬ – વિનુભાઈ રાવળ સમાજ સેવા પુરસ્કાર
  • ૨૦૦૬ – બાળસાહિત્ય એકેડેમી ચન્દ્રક

સાભાર

  • શ્રી. ભરત જાની
  • સાક્ષરનો સાક્ષાત્કાર, ભાગ -૬ , રાધેશ્યામ શર્મા

ગુજરાત એટલે અદાણી અને અંબાણી જ નહીં

ઔપચારિક રીતે સંસારત્યાગ કરી સાધુ નહીં બનનારા, પરંતુ ગામડે બેસી પ્રજાની સેવા કરવા માટે ભેખ લેનારા કોડીબંધ લોકોથી ગુજરાત ધન્ય થયું છે. આવી રીતે ગામમાં સંસ્થા સ્થાપી, આસન જમાવી બેસનારા લોકોને હું ઋષિ કહું છું અને તેમની સંસ્થાઓને આશ્રમ કહું છું. આજે આવા કેટલાક ઋષિઓનો પરિચય આપવા ઇચ્છું છું.

આવા એક ડઝન ઋષિઓ અને તેમનાં તીર્થધામો વાસ્તવિક ગુજરાતની ઓળખ છે. ગુજરાત એટલે અદાણી અને અંબાણી જ નહીં. સાચો ગુજરાતી વૈષ્ણવજન છે. આવા તો અનેક ઋષિઓ અને આશ્રમો ગુજરાતમાં છે. હવે જ્યારે મનમાં ધર્મભાવના પ્રબળ બને ત્યારે આવા એકાદ આશ્રમની મુલાકાત લેજો અને આવા એકાદ ઋષિને મળજો.

- શ્રી. વિદ્યુત જોશી, દિવ્ય ભાસ્કર 

મૂળ લેખ વાંચવા અહીં ‘ક્લિક’ ક્રરો. 

સૌ વાચકોને આહવાન છે…

આ અને આવા અનેક ઋષિઓના પરિચય અહીં આપી શકાય તે માટે વિગતો ભેગી કરી આપો. આપણે આટલું તો કરીએ. 

પુનિત મહારાજ, Punit Maharaj

પાપ થાય એવું કમાવું નહી
દેવું થાય એવું ખર્ચવું નહી
માંદા પડીએ તેવું ખાવું નહી
લડાઈ થાય તેવું બોલવું નહી….
( દીનેશ ગઢવીના બ્લોગ પરથી)

વીકિપિડિયામાં

દિવ્ય ભાસ્કરમાં

મીનાબેનના બ્લોગ પર

વાંચો -
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી.

સઘળું સંભાળતો હો, મારો રણછોડીયો,

વ્હાલા શ્યામ મુરારી રે! 

સાચું ઔષધ સંસાર, હરીનું નામ છે.

હજારો ગાઉના છેટે, હૃદયના ભાવ દોડે છે,

મારું રણ તમે છોડાવો રે! રણછોડરાયા !

મારા જીવન કેરી નાડ, તારે હાથ સોંપી છે.

સમય મારો સાધજે વ્હાલા

હરિના નામનો હો! એક જ આધાર છે.

——–

એક લેખ – જનકલ્યાણમાંથી

તેમનાં કુળદેવી વાઘેશ્વરીમા – ભાવનગર પાસે વલ્લભીપુર

તેમના જીવન વિશે એક વિસ્તૃત લેખ   - પાન ૧૦ થી ૧૨

તેમના વતન ધંધુકા તાલુકા વિશે

———
એમનાં ભજનો સાંભળો – આલ્બમ  ભક્તિ સાગર, ગાયક – હેમન્ત ચૌહાણ

જનક મહારાજના સંઘમાં ડાકોર પદયાત્રા ….

 ભાગ –   ૧         ;         ભાગ –   ૨

———————————————–

નામ

  • બાલકૃષ્ણ ભટ્ટ

જન્મ

  • ૧૯, મે- ૧૯૦૮, જૂનાગઢ , વતન ધંધુકા

અવસાન

  • ૨૭, જુલાઈ- ૧૯૬૨, વડોદરા

કુટુમ્બ

  • દાદા- નારણદાસ, દાદી – પાર્વતીબા
  • પિતા – ભાઈશંકર, માતા – લલિતાદેવી
  • પત્ની – સરસ્વતી, પુત્ર – પ્રફુલ્લ( નાની ઉમ્મરે અવસાન) , જનક( મહારાજ) , પુત્રીઓ

તેમના ભજનિક પુત્ર - જનક મહારાજ

અભ્યાસ

  • ધંધુકામાં નોન મેટ્રિક , કુટુમ્બની નબળી સ્થિતીના કારણે ચશ્માં ન ખરીદી શકવાના અભ્યાસ છોડવો પડ્યો!
  • જૂનાગઢમાં તાર મોકલવાની તાલીમ – એક વર્ષ

વ્યવસાય

  • નરોડા, અમદાવાદ તારખાતામાં કામથી શરૂઆત,
  • ગણેશ વાસુદેવ માવલંકરના દૈનિક ‘ ગર્જના’માં પટાવાળાથી પત્રકાર
  • પછી સાપ્તાહિક/ માસિકના તંત્રી થી માંડીને પોટલાં ઊંચકનાર મજૂર સુધીની જાતજાતની નોકરીઓ
  • તૈયબ અને કમ્પનીમાં કારકૂનથી શરૂ કરી મેનેજર પદ સુધી નિષ્ઠાપૂર્વક નોકરી
  • બહુ જાણીતા ભજનિક, સંત અને સમાજસેવક

તેમના જીવન વિશે

લેખક - નરહરિ ન. દવે; સંપાદક - પુનિતપદરેણુ

તેમના જીવન વિશે લેખ - પાનું-૧ ( મોટું જોવા 'ક્લિક' કરો)

તેમના જીવન વિશે લેખ - પાનું-૨ ( મોટું જોવા 'ક્લિક' કરો)

તેમના જીવન વિશે લેખ - પાનું-૩ ( મોટું જોવા 'ક્લિક' કરો)

રચનાઓ 

સાભાર

  • પ્રભુનો પ્રતિનિધિ ( પુનિત મહારાજ પ્રતિષ્ઠાન)
  • આ પુસ્તક પ્રેમપૂર્વક ભેટ આપનાર ભજનિક મીનાબેન અને પ્રવીણભાઈ ઠક્કર.