ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
ગગનવિહારી મહેતા, Gaganvihari Mehta
Posted by
કૃતેશ on
જૂન 22, 2011
નામ
ગગનવિહારી લલ્લુભાઇ મહેતા
જન્મ
૧૫ એપ્રિલ ૧૯૦૦ ; અમદાવાદ
અવસાન
૨૮ એપ્રિલ ૧૯૭૪ ; મુંબઇ
કુટુંબ

- પિતા – લલ્લુભાઇ મહેતા
- પત્ની – સૌદામિનીબહેન મહેતા (રમણભાઇ નીલકંઠના પુત્રી – લગ્ન ઇ.સ. ૧૯૨૪)
અભ્યાસ
- માધ્યમિક – મુંબઇ
- બી.એ. (૧૯૨૧) – મુંબઇ યુનિવર્સિટી
- એમ.એ. (૧૯૨૮) – મુંબઇ યુનિવર્સિટી
- લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સમાં અભ્યાસ માટે ગયા. પણ નાદુસસ્ત તબીયતને કારણે અભ્યાસ અધૂરો રહ્યો. પાછળથી આ સંસ્થાએ તેમને ‘ફેલો’ બનાવ્યા હતા.
વ્યવસાય
- ઇ.સ. ૧૯૨૩ થી ૧૯૨૫ – ‘બૉમ્બે ક્રોનિકલ’ના ઉપતંત્રી
- સિંધિયા નેવીગેશન કંપનીના મેનેજર
- ઇ.સ. ૧૯૪૨ – ભારતીય ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ
- ઇ.સ. ૧૯૪૭ – ભારતના સંવિધાન સમિતીના સભ્ય
- ઇ.સ. ૧૯૪૭ – ટેરીફ કમિશનના સભ્ય
- ઇ.સ. ૧૯૪૭ થી ૧૯૫૦ – ભારતીય આયોજનપંચના સભ્ય
- ઇ.સ. ૧૯૫૨ થી ૧૯૫૮ – ભારતના યુ.એસ.એ. ખાતેના એલચી
પ્રદાન
- ગાંધીજીની વિચારસરણીથી પ્રભાવિત થઇને એમેણે લેખો લખ્યા હતાં. રાજકારણમાં પણ સક્રીય.
- ગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં લેખનકાર્ય
- મનુષ્યજીવનના વાસ્તવલોક અને કલ્પનાલોક વચ્ચેની વિસંગતાને આધાર બનાવી અકલુષિત અને અક્રૂર હાસ્ય પેદા કરતી રચનાઓ આપી.
- તેમનું હાસ્ય નૈસર્ગીક છે.
રચનાઓ
- હાસ્યપુસ્તકો – અવળી ગંગા, આકાશનાં પુષ્પો
- અન્ય – એલચીની કામગીરી, બર્ટ્રાન્ડ રસેલ
સન્માન
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ખંડ ૪
વધુ વાંચો
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ઉદ્યોગપતિઓ/ અર્થશાસ્ત્રી/ ઈતિહાસકાર/ એન્જિનિયર | ગુજરાતી પ્રતિભા પરિચય