ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દાદા ભગવાન – અંબાલાલ મૂળજીભાઈ પટેલ,Dada Bhagwan


dada– આત્મા પ્રાપ્ત થયાની નિશાની શી ? ત્યારે કહે, જાગૃતિ, નિરંતર જાગૃતિ.

–   જ્યાં સુધી સમાધિ માટે પ્રયાસ છે, ત્યાં સુધી સમાધિ ગણાતી નથી.    (Aptasutra # 449)

–  આત્મા પ્રાપ્ત થયો, એનું નામ જ સમાધિ. હસતાં, ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, મહીં સમાધિ જાય નહીં, …

– પોતે’ શું કરી રહ્યો છે એનું ‘જાણપણું’, એનું નામ જાગૃતિ.    (Aptasutra # 455)

– પોતાનું અહિત જ કરતો હોય, તે બીજાનું શું હિત કરે ? જે પોતાનું હિત કરે, તે જ બીજાનું હિત કરી શકે.     (Aptasutra # 465)

– સંસાર આખો જાળસ્વરૂપ છે. નાયલોનની જાળમાંથી છૂટે તો સૂતરની જાળમાં બંધાય. એ તો કોઈ છૂટેલો મળે તે જ આપણને છોડાવે.

-જેને આ જગતનું સરવૈયું સમજાઈ ગયું હોય, તે નવરો જ હોય. નહીં તો નવરો જ ક્યાંથી હોય ? આ ચોપડાનું સરવૈયું તો ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ’ પણ કાઢી આપે, પણ આ જગતનું સરવૈયું કોણ કાઢે ? એ તો કો’ક ફેરો ‘જ્ઞાની પુરુષ’ હો…

ગુજરાતી વેબ સાઈટ  :      વેબ સઈટ પર પરિચય

વિકીપિડીયા પર

એક સરસ, પરિચય લેખ

સામાન્ય પટેલનો છોકરો કોન્ટ્રાકટરમાંથી એકાએક દાદા ભગવાન શી રીતે થઇ ગયો ?

—————————————————————–

જન્મ

  • ૭, નવેમ્બર -૧૯૦૮, તરસાલી, વડોદરા. વતન- ભાદરણ, ખેડા જિલ્લો

કુટુમ્બ

  • માતા– ઝવેરબા, પિતા– મૂળજીભાઈ
  • પત્ની– હીરાબા( લગ્ન ૧૯૨૪) , પુત્ર( જન્મ – ૧૯૨૭) , પુત્રી – બન્ને બાળપણમાં જ અવસાન પામ્યાં હતાં.

અવસાન

  • ૨, જાન્યુઆરી, ૧૯૮૮

dada1

જીવન ઝરમર

  • નાનપણથી જ ધાર્મિક સંસ્કાર માતા પાસેથી મળેલા હતા.
  • ૧૮ વર્ષની ઉમ્મરે મેટ્રિકમાં હતા; ત્યારે પિતા અને મોટાભાઈએ એમને વિલાયત મોકલવા વિચાર્યું. પણ બહુ ભણી, નોકરીની ગુલામી કરવી તેમને પસંદ ન હતી; આથી હાથે કરીને મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થયા!
  • ૧૯૨૮ – ભાઈ સાથે સિવિલ કોન્ટ્રાક્ટના ધંધામાં કામ કરવું શરૂ કર્યું. પણ કદી માલની ચોરી કરવાની વૃત્તિ ન રાખતા; અને ભાગીદારો સાથે પણ આ બાબત હમ્મેશ મતભેદ રહ્યા કરતો.
  • ૧૯૩૧ – શ્રીમદ રાજચન્દ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું અને એની એમના મન ઉપર ઊંડી અસર પડી.
  • પ્રવૃત્તિકાળ દરમિયાન, વ્યવહારમાં તેઓ એકદમ પ્રામાણિક હતા; પણ ઘણો મોટો અહંકાર હતો; જેનાથી તેઓ પોતે પણ ઘણા વ્યથિત રહેતા. એક રાતે આ આંતરિક બોજો સહન ન થતાં અહંકારના નામની એક પોટલી બનાવી ઓશિકા નીચે મૂકી દીધી, ત્યારે ઊંઘી શક્યા; અને બીજે દિવસે નદીમાં નાંખી આવ્યા. અહંકાર સામે આ લડાઈ, જ્ઞાન મળ્યાના ઘણા વખતથી ચાલુ હતી.
  • ૧૯૫૮ , જૂન – સુરત રેલ્વે સ્ટેશન પર વડોદરા જવાની ટ્રેનની રાહ જોતા હતા; ત્યારે આકસ્મિક જ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. પછી ઘણો ધાર્મિક સાહિત્યોનો અભ્યાસ કર્યો; પણ જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોએ એમની ઉપર ઘણો પ્રભાવ પાડ્યો. આના આધારે તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ‘ અક્રમ વિજ્ઞાન’ નામની સાધના અને સત્સંગની પદ્ધતિ બનાવી, જેનાથી સામાન્યમાં સામાન્ય માણસ પણ જ્ઞાન લઈ, અંતરની યાત્રામાં પ્રગતિ કરી, જીવનને સુખમય બનાવી શકે છે.
  • વીસ વર્ષ નીરુબેન અમીન એમની સાથે રહ્યા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું; અને દાદાના અવસાન બાદ એનો પ્રસાર કરવાનું કામ ઊપાડી લીધું. નીરુબેનના અવસાન બાદ, હાલ આત્મજ્ઞાની શ્રી, દિપક દેસાઈ આ કાર્ય ભાર સંભાળે છે.
  • નીરુબેન અમીને સ્થાપેલ સંસ્થા ‘ દાદા ભવાન ફાઉન્ડેશન’ વડલાની જેમ ફાલી છે – જેનાં મુખ્ય  કેન્દ્રો રાજકોટ, ભૂજ, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, બેંગ્લોર, કોલકતા વિગેરેમાં  છે. તે સિવાય અમેરીકા, ઇંગ્લેડ, સ્પેન, જર્મની, કેન્યા, સિંગાપોર, દુબઇ, ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા વિગેરે ઠેકાણેપણ કેન્દ્ર પ્રવૃત્તિ ચાલે છે. મુખ્ય કેન્દ્ર અમદાવાદથી ૧૮ કિલોમીટર દૂર અડાલજમાં છે. જયાં ત્રિમંદીરની સ્થાપના કરવામાં આવેલ છે.
  • દાદાનું એક સ્વપ્ન હતું કે મહાત્માઓનું એક શહેર વસાવવામાં આવે;  જયાં આત્મસાક્ષાત્કાર પછીની આધ્યાત્મિક પ્રગતિ થઇ શકે, અને એવું આધ્યાત્મિક વાતાવરણ હોય કે,  અત્યારના ભૌતિક જીવનથી દૂર પરમ તત્વની પ્રાપ્તિ કરવામાં સહાયરૂપ થાય. ત્રિમંદિર પાસે મહેસાણાના રસ્તા પર સીમંધર સીટી નામથી આવા શહેરની ડિસેમ્બર ૨૦૦૨માં સ્થાપના કરવામાં આવી હતી. તેના અંતર્ગત અંબા હેલ્થ સેન્ટર, જ્ઞાનમંદિર (ગુરૂકુલ) અને નિરાંત (વૃદ્ધો માટેનું ઘર) આવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.
  • તેમના જ્ઞાનના બે મૂખ્ય ઘટકો – નિજદોષ નિરીક્ષણ અને પ્રતિક્રમણ.

7 responses to “દાદા ભગવાન – અંબાલાલ મૂળજીભાઈ પટેલ,Dada Bhagwan

  1. manvant Patel જુલાઇ 10, 2011 પર 9:46 પી એમ(pm)

    DADA BHAGWANNO SADAAY JAY JAYKAR HO !
    AKRAM VIGNANI AMAR RAHO !JAI SIMANDHAR..!

  2. Pingback: અહંકાર વિશે દાદા ભગવાન « ગદ્યસુર

  3. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Minesh Doshi નવેમ્બર 29, 2022 પર 3:15 એ એમ (am)

    સુરત વનીતા વિશ્રામ ગૃહ સુરત માં જ્ઞાનવીધી નો કાર્યક્રમ ક્યારે હતો એ જણાવવા વિનંતી છે

Leave a comment