ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
વાઘજી ઓઝા, Vaghaji Oza
Posted by
કૃતેશ on
જુલાઇ 3, 2011
નામ
વાઘજી આશારામ ઓઝા
જન્મ
ઇ.સ. ૧૮૫૦
અવસાન
ઇ.સ. ૧૮૯૬
પ્રદાન
- ગુજરાતી ભાષાની રંગભૂમીનો પાયો નાખનાર.
- ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયવસ્તુવાળા અનેક નાટકો રચ્યાં.
- સુધારાવાદના પ્રભાવ હેઠળ અસત્ય પર સત્યનો વિજય, પુરુષાર્થની ઉજ્જવળ બાજુ વગેરે વિષયો પૌરાણિક નાટકો દ્વારા આલેખયા છે.
- ગુજરાતના અનેક ભાગોમાં તેમના નાટકો ભજવાયા છે.
- વીસવર્ષના ગાળા સુધી તેમના નાટકોની અસર લોકમાનસ પર હતી.
રચનાઓ
- નાટકો – દ્રોપદીસ્વયંવર, જગદેવ પરમાર, વિભૂતિવિજય, રાજતરંગ, રમારણજિત, મદાલસા, ત્રિવિક્રમ, વીરમતી, ત્રિયારાજ, સીતાસ્વયંવર, રાવણવધ, ઓખાહરણ, ચિત્રસેન ગાંધર્વ, પૃથ્વિરાજ રાઠોડ, કેસરીસિંહ પરમાર, ચંદ્રહાસ, ચાંપરાજ હાડો, રાજસિંહ, રાણકદેવી, રાજસિંહ-વિમળાદેવી, સતૂ અનસૂયા, કંસવધ, પુનર્જન્મ, દેવયાની, ભીષ્મ પિતામહ, ભર્તુહરિ.
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૪
Like this:
Like Loading...
Related
અદભૂત
કેટકેટલા વીરલાઓએ ભાષાની સેવા કરી છે.
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય