પ્રિન્ટ મિડિયાની સામગ્રી વેબ સાઈટો અને બ્લોગો પર પ્રસિદ્ધ થાય – એ વાત હવે જૂની થઈ ગઈ છે.
ગુજરાતી નેટ જગત માટે ગર્વની વાત એ પણ હતી કે, નેટ જગતની વાત પ્રિન્ટ મિડિયા વાળા કરવા લાગ્યા હતા; એ વાત પણ હવે જૂની થઈ ગઈ.
ઘણા બધા લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકારો પ્રિન્ટ મિડિયાની ગુલામીની ધુંસરીને અતિક્રમીને પોતપોતાના બ્લોગ ચલાવવા લાગ્યા હતી; એ વાત પણ હવે જૂની જ ગણાય!
પણ ખરેખર પોરસાવે એવા સમાચાર આજે જાણવા મળ્યા અને એની આ સંદર્ભ બ્લોગ પર નોંધ લેતાં હરખ ઉપજે છે.
તો જાણી લો… તરોતાજા સમાચાર …
નેટ જગત અને બ્લોગિંગ
હવે પાઠ્યપુસ્તકોમાં પણ સ્વીકૃત થયાં છે.
આ લખનારની બ્લોગિંગ યાત્રા માટે જેનો હદયપૂર્વક આભાર માનવો પડે તેવા; ‘રીડ ગુજરાતી’ના મોભી શ્રી. મૃગેશ શાહનો બ્લોગિંગ વિશેનો લેખ ‘મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ, પુના’ દ્વારા ધોરણ-12ના ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકના નવા અભ્યાસક્રમમાં સ્થાન પામ્યો છે.
વિગતે સમાચાર અહીં

જેના આગમનના ડંકા ક્યારનાય વાગી રહ્યા હતા; તેવી આ સુભગ ઉષાના અણસારને આપણે હર્ષોલ્લાસથી વધાવીએ. એકવીસમી સદીમાં પ્રત્યાયન ( કોમ્યુનિકેશન) ના અત્યંત શક્તિશાળી નેટ માધ્યમનું આ યથાયોગ્ય બહુમાન છે.
રીડ ગુજરાતી અને શ્રી. મૃગેશ શાહને હાર્દિક અભિનંદન.
Like this:
Like Loading...
Related
Really good news. I am not reading whole article right now,
Along with MrugeshBhai heartily Congratulations to many new writers.
However, I always feel that MrugeshBhai should give space to all religion at least once (not only Krishna, or MorariBapu), as his work is very effective for kids/India.
સાચે જ આ એક આનંદના સમાચાર છે. આભાર સુ.દાદા
લાખેણી ગૌરવભરી વાત….રીડ ગુજરાતી ને શ્રી મૃગેશભાઈને મૂશળધાર અભિનંદન.
આ સમાચાર માટે..શ્રી સુરેશભાઈ જાનીની જય જય.
રમેશ પટેલ(આકાશદીપ)
મા શ્રી મૃગેશભાઈને અભિનંદન
kagadiya