ઉત્તર ગુજરાતના મલુંદમાં શિક્ષક અને છેલ્લે હેડ માસ્તર
૧૯૪૭થી – સમગ્ર જીવન ગાંધી ચિંધ્યા માર્ગ પર
તેમના વિશે વિશેષ
૧૯૩૦ ની દાંડીકૂચ વખતે નવસારીમાં પ્રથમ ગાંધી દર્શન માતાએ કરાવ્યું.
સુરતમાં નોકરી કરતા હતા ત્યારે ભુગર્ભ પ્રવૃત્તિઓ ચલાવતા.
કાલિકટમાં નોકરી સાથે ગાંધીવાદી પ્રવૃત્તિમાં ભાગ.
૧૯૪૭ માં ‘ગાંધી નિધિ’ના કામ માટે સરદાર પટેલે આશર કમ્પનીના માલિકના સગા એવા પ્રબોધ ચોકસીને બોલાવ્યા. તેમની સાથે ચુનીકાકા દિલ્હી પહોંચી ગયા; અને ગાંધીજીના ૩૩,૦૦૦ પત્રોનો અનુવાદ અને રજિસ્ટ્રેશનના કામમાં જોડાયા; અને દોઢ વર્ષ આ આ કામ કર્યું. આ વખતે તેમને ગાંધીજી સાચી રીતે સમજાયા.
ત્યાર બાદ અમદાવાદમાં ભૂદાન પ્રવૃત્તિમાં શ્રી. નારાયણ દેસાઈ સાથે પ્રકાશનની કામગીરી. એ વખતે કાંતણના કામમાં ૧૩,૦૦૦ આંટીઓ બનાવી ભારત ભરમાં ‘સૂતાંજલિ’ કાર્યક્રમમાં સૌથી પહેલું સ્થાન મેળવ્યું.
એક સર્વોદય સમ્મેલનમાં વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણની હાજરીમાં ‘ભૂદાનના કામમાં જીવનદાન’- જીવનમાં આમૂલ પરિવર્તન
વડોદરામાં ‘ભૂમિપુત્ર’નું સંચાલન
કાશીમાં રાધાકૃષ્ણ બજાજ સાથે ‘સર્વ સેવા સંઘ’ નાં પ્રકાશનોની જવાબદારી
૧૯૬૧ થી ૧૯૭૩ – આસામમાં ભુદાનના કામમાં; આસામિયા ભાષા શીખ્યા
૧૯૭૫- કટોકટી વેળાએ ‘ભૂમિપુત્ર’માં વિરોધી લખાણો
૧૯૭૬ – સાત મહિના જેલવાસ
દલિતો અને છેવાડાના માણસોના હક્કો માટે અનેક મુદ્દાઓ પર અવિરત ઝુંબેશ અને લડત
લોકોની મહેનતથી અનેક ‘ગુપ્ત બંધ’ ( આડ બંધ) બનાવડાવ્યા.
જીવનના અંત સુધી ‘ગુજરાત લોકસમિતિ’ ના મુખપત્ર’ લોકસ્વરાજ’ ના તંત્રી
દીકરી નીતા ૨૨ વર્ષની ઉમરથી તેમના કાર્યમાં જોડાયેલી રહી છે.
રચના
‘સૂરજ સામે ધૂળ’ – ગાંધીજીની હત્યા અને બલિદાન અંગે પુસ્તિકા- દેશની ૧૩ ભાષાઓમાં અનુવાદ
સન્માન
૧૯૮૩ – સાને ગુરૂજી નિર્ભય પત્રકારિત્વ એવોર્ડ’
૧૯૯૩-દર્શક ફાઉન્ડેશન દ્વારા ‘ ગ્રામ પુનરુત્થાન એવોર્ડ’
વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ‘ સરદાર પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય
Dada bahu j sara hata aemni yad aaje pan aave che, dada amar che.