યુનેસ્કોની વેબ સાઈટ પર
This slideshow requires JavaScript.
સ્થળનું નામ:
- રાણકી વાવ / રાણીની વાવ / રાની કી વાવ/ રાણીકી વાવ
સ્થાન:
- પાટણ. જીલ્લો પાટણ. ગુજરાત
પ્રકાર:
- ઐતિહાસિક સ્થળ
- પર્યટન સ્થળ
- સ્થાપત્ય-કલા ધામ
- પ્રાચીન સ્થળ
મહત્ત્વ:
- ઉત્તર ગુજરાતનું પ્રાચીન, ઐતિહાસિક સ્થળ
- યુનેસ્કો (UNESCO, UN) દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન
- ગુજરાતમાં માત્ર બે યુનેસ્કો પુરસ્કૃત વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ: પહેલી સાઇટ વડોદરા – પાવાગઢ પાસે ચાંપાનેરનો કિલ્લો તથા બીજી સાઇટ પાટણની રાણકી વાવ
- કલા-સ્થાપત્યપ્રેમી પર્યટકો માટે આકર્ષક પ્રવાસ-સ્થળ
- પાટણ વિખ્યાત પટોળા-કામ માટે જગ-મશહૂર. પટોળાની કિંમત રુપિયાએક લાખથી વધુ
વિશેષતાઓ:
- રાણકી વાવ અગિયારમી સદીની પ્રાચીન વાવ (Step-well)
- લોકજીવન સાથે સંલગ્ન સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
- ઉત્તમ સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્રનો લાલિત્યપૂર્ણ શિલ્પકલા સાથે સુભગ સમન્વય
- અનોખું બાંધકામ- સાત મજલા અને 340 થાંભલાઓ
- વાવની દીવાલો પર શૈવ અને વૈષ્ણવ માર્ગનાં અવર્ણનીય શિલ્પો
વર્ણન/ અન્ય વિગતો:
- ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરમાં સરસ્વતી નદીને કિનારે રાણકી વાવ (રાણીની વાવ)
- આ વાવનું બાંધકામ પૂર્વ-પશ્ચિમ: પૂર્વમાં પ્રવેશદ્વાર, પશ્ચિમ તરફ જળકુંડ (વાવ)
- લગભગ 40 વર્ષ સુધી ચાલેલ રાણકી વાવનું બાંધકામ
- સ્થાપત્યવિદ્યાની અજાયબી સમી વાવમાં એક પછી એક સાત માળનું બાંધકામ
- વાવની (આશરે) લંબાઈ 68 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર
- અનુપમ કોતરણી ધરાવતા 340 સ્તંભો (થાંભલા)
- શૈવ-વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનાં શિલ્પો
- વિષ્ણુના દસ અવતારો આલેખતું ઉત્તમ શિલ્પકામ
- શિવ, પાર્વતી, વિષ્ણુ, રામ, સૂર્ય, માતા દુર્ગા, ચામુંડા, મહાલક્ષ્મી, કુબેર આદિની મનોહર પ્રતિમાઓ
- અપ્સરાઓ, યોગિનીઓના શિલ્પમાંથી પ્રગટતું અનુપમ દેહલાલિત્ય
- કમનીય કાયા પર સોળ શૃંગાર દર્શાવતાં મોહક નારી-શિલ્પો
- વાવ સાથે સંલગ્ન 30 કિમી લાંબી ગુપ્ત ટનેલ (ભોંયરું) સિધ્ધપુર પહોંચતી હોવાની વાયકા
- આજે આ ટનેલ / સુરંગ પુરાઈ ગઈ છે
- વાવની નજીકમાં જીર્ણ હાલતમાં કિલ્લો તથા સહસ્ત્રલિંગ તળાવ
ઇતિહાસ/ ઐતિહાસિક મહત્ત્વ:
- રાણકી વાવ (રાણીની વાવ) ગુજરાતના સોલંકી યુગની ભેટ
- રાણકી વાવ બંધાવનાર પાટણના રાજા ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતી
- સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી. તેનો પુત્ર ભીમદેવ પહેલો. ભીમદેવ પહેલાનો પુત્ર કર્ણદેવ. કર્ણદેવનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ.
- રાજા ભીમદેવ પહેલાના સમયમાં મહમૂદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ. સોમનાથ મંદિરની લૂંટ
- ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્ય મંદિર બનાવ્યું
- ભીમદેવ પહેલાના અવસાન પછી તેની રાણી ઉદયમતીએ રાણકી વાવ (રાણીની વાવ) બંધાવી
- રાણકી વાવનું બાંધકામ ઇસ 1022 થી 1062-63 સુધી ચાલ્યું હોવાનો ઉલ્લેખ
- કાળક્રમે વાવ દટાઈ ગઈ અને ભૂલાઈ ગઈ
- 1968માં ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ (આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ) દ્વારા પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કઢાઈ.
વિશેષ નોંધ:
- રાણકી વાવ અમદાવાદથી રોડ માર્ગે આશરે 140 કિમી દૂર (આશરે બે-અઢી કલાક)
- અમદાવાદ-મહેસાણા 75 કિમી. પાટણ-મહેસાણા આશરે 65 કિમી.
- અમદાવાદથી મહેસાણા થઈ પાટણ જવું (અમદાવાદ-પાલનપુર હાઇવે પર)
- ભારે વરસાદ/ સખત ઉનાળામાં વાવની મુલાકાત ટાળવી. વિન્ટર સિઝન શ્રેષ્ઠ
- વાવ જોવાનો સમય: સવારે આઠ પછી. સાંજે પાંચ/ છ વાગ્યા સુધી
- પ્રવેશ ફી છે. ફોટોગ્રાફી/ કેમેરા/ મુવિ કેમેરા માટે નિયમો જાણી લેવા
- મોટર માર્ગે જવું સારું. અમદાવાદ/ મહેસાણાથી સ્ટેટ ટ્રાંસપોર્ટ બસ સર્વિસ સારી
- પોતાના ફોર-વ્હીલરમાં જવું સલાહભર્યું. રસ્તા સરસ
- પોતાના નાસ્તા-પાણી લઈ જવું ઇચ્છનીય. બેઠકો-બાંકડા સાથે વિશાળ બગીચો.
- રાત્રિ-રોકાણ/ હોટલ/ ફુડ હાલમાં બહુ સારી સગવડ નથી
- સવારે વહેલા રાણકી વાવ વિઝિટ કરી પછી મોઢેરા સૂર્યમંદિર / બહુચરાજી જઈ શકાય
સંબંધિત પોસ્ટ / લેખ:
Like this:
Like Loading...
Related
Good work
Reblogged this on આપણું વેબ વિશ્વ.
Very useful information…. we had seen Ranki Vav last year. We liked but could not view it. now we understand its importance. So we want to see everything as you have described. so we will visit it again this month end. Thank you for this informative post ..
thnks sir plese more poeme send me
2017-02-09 18:06 GMT+05:30 ગુજરાતી પ્રતિભા પરિચય :
> હરીશ દવે (Harish Dave) posted: “. સ્થળનું નામ: રાણકી વાવ / રાણીની વાવ /
> રાની કી વાવ/ રાણીકી વાવ સ્થાન: પાટણ. જીલ્લો પાટણ. ગુજરાત પ્રકાર: ઐતિહાસિક
> સ્થળ પર્યટન સ્થળ સ્થાપત્ય-કલા ધામ પ્રાચીન સ્થળ મહત્ત્વ: ઉત્તર ગુજરાતનું
> પ્રાચીન, ઐતિહાસિક સ્થળ યુનેસ્કો (UNESCO, UN) દ્વારા વર”
>
Most authentic information and to the point.
very useful for Somnath tourists