ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જય વસાવડા, Jay Vasavada


jv1…આ છે જીવનની યાત્રા. આ છે યુવાચેતનાની વાત. જીવનને તમે સરસ રીતે મૂકી શકો એ જ સાહિત્ય. એટલે જ મને ગમતી બહુ મજાની બે પંક્તિઓ કહીને મારી વાત પૂરી કરું છું :

જ્યારથી જણ કશાકની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

યુવાનીની ચેતના લઈને ચાલવાનો અને લોકપ્રિયતાની મશાલ હાથમાં પકડવાનો આ શ્રાપ છે. હવે બીજી જે પંક્તિ છે એ આખેઆખી વાતને summing up કરે છે :

આમ જુઓ તો ડાહ્યા ડમરા, આમ જુઓ તો જિદ્દી
સૌ પીવે છે અદ્ધરથી, અમે જિંદગી મોઢે માંડી પીધી.

વિકિપિડિયા પર  ગુજરાતી, અંગ્રેજી

તેમના  બ્લોગ પર સ્વ-પરિચય

ફેસબુક પર  ;   ટ્વીટર પર


jv2

jv5

તેમના બ્લોગ પર ઢગલાબંધ લેખ અને તેનાથી વધારે મોટા ઢગલાબંધ પ્રતિભાવો વાંચવા અહીં ક્લિક કરો.

જન્મ

  • ૬, ઓક્ટોબર – ૧૯૭૩, ગોંડળ, જિ. રાજકોટ

કુટુમ્બ

  • માતા – જયશ્રી; પિતા – લલિત
  • પત્ની – ? ; સંતાન – ?

શિક્ષણ

  • પ્રાથમિક – ઘેર
  • માધ્યમિક – સ્વામીનારાયણ ગુરૂકૂળ, ગોંડળ
  • કોલેજ – ૧૯૯૩ – ગોંડળ કોમર્સ કોલેજમાંથી બી.કોમ.

વ્યવસાય

  • ત્રણ વર્ષ – રાજકોટ યુનિ. ની કોમર્સ કોલેજમાં માર્કેટિંગ વિષયના વ્યાખ્યાતા, પછી ત્યાં જ પ્રિન્સિપાલ

જીવનમાં સફળતા કેવી રીતે મેળવશો? – વિડિયો

ઢગલાબંધ વિડિયો

તેમના વિશે વિશેષ

  • પિતા ગોંડળની કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા, અને માતા જૂનાગઢ અધ્યાપન મંદિરમાં મેટ્રન. તેમનો જન્મ થતાં માતાએ નોકરી છોડી દીધી અને તેમના પ્રાથમિક કક્ષાના શિક્ષણની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી.
  • સ્વામીનારાયણ ગુરૂકુળમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થતાં જીવનમાં વળાંક આવ્યો અને કોમર્સ લાઈન તરફ વળ્યા.
  • રાજકોટનાં દૈનિકોમાં લેખ લખવા સાથે લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત. પછી ગુજરાત સમાચારમાં નિયમિત કોલમ ( ‘અનાવૃત્ત’ અને  ‘સ્પેક્ટ્રોમિટર’ ) લખવાથી વધારે પ્રકાશમાં આવ્યા.
  • ૨૦૦૮થી –  ‘અભિયાન’માં નિયમિત લેખ ‘રંગત સંગત’ શિર્ષક હેઠળ
  • મુંબાઈના Mid Day, અનોખી અને આરપાર સામાયિકોમાં અવાર નવાર લેખ
  • પ્રિન્ટ મિડિયામાં  ૧૬૦૦ થી વધારે લેખ
  • તેમના પ્રેરક પુસ્તક ‘જય હો’ અને JSK ( જય શ્રી કૃષ્ણ ) ની ૧૦,૦૦૦ નકલો એક જ વર્ષમાં વેચાઈ ગઈ હતી.
  • પ્રખર વક્તા –  ગુજરાતમાં  ઠેર ઠેર, અનેક વિષયો પર અભ્યાસ પૂર્ણ અને પ્રેરક વ્યાખ્યાનો આપેલાં છે.
  • ETV, Gujarat પર Celebrity show ‘સંવાદ’ ના હોસ્ટ તરીકે લોકપ્રિય કામગીરી( ૨૨૫ શો )
  • રાજકોટ રેડિયો પરથી ‘સિનેમા સીઝલર્સ’ નું પ્રસારણ
  • ‘સહારા ટીવી’ ના બોમન ઈરાની દ્વારા સંચાલિત ‘બોલીવુડકા બોસ’ની કસોટીમાં (quiz show) ફાઈનલ સુધી પહોંચેલા.
  • ગુજરાતી ફિલ્મ ‘બે યાર’માં પાર્શ્વભૂમિકા
  • સોશિયલ મિડિયામાં ૭૫,૦૦૦ થી વધારે ચાહકો , યુવા વર્ગના માનીતા લેખક
  • અમેરિકન સરકારના આમંત્રણથી મિડિયા ટ્રીપ
  • જર્મની, સિંગાપુર, થાઈલેન્ડ, દુબાઈ, યુકે, ઈટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ વિ. દેશોમાં વ્યાખ્યાન પ્રવાસો
  • મુરારીબાપુના ‘અસ્મિતા પર્વ’ અને વડા પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીની જીવન કથાના વિમોચનમાં અભ્યાસપૂર્ણ પ્રવચનો.

jv3.jpg

jv4

રચનાઓ

કટાર/કોલમ

નામ સમાચાર પત્ર/સામાયિક નોંધ/વાર
અનાવૃત ગુજરાત સમાચાર બુધવાર
સ્પેક્ટ્રોમીટર ગુજરાત સમાચાર રવિવાર
મિડ-ડે, મુંબઈ સામાન્ય જ્ઞાન વિશેની કોલમ
રંગત-સંગત
મોનિટર
તરબતર
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
સમકાલીન
મુંબઇ સમાચાર
ચિત્રલેખા
અનોખી
આરપાર
ગુજરાત ગુજરાત સરકારનું માસિક
હોટલાઈન

પુસ્તકો

પુસ્તક પ્રકાશન વર્ષ પ્રકાશક
યુવા હવા
માહિતી અને મનોરંજન
સાહિત્ય અને સિનેમા
આહ હિન્દુસ્તાન, ઓહ હિન્દુસ્તાન
પ્રીત કિયે સુખ હોય… ૨૦૧૦ નવભારત સાહિત્ય મંદિર
સાયન્સ સમંદર
નોલેજ નગરિયા
જી. કે. જંગલ
જય હો[૧૦] ૨૦૧૨ રિમઝિમ ક્રિએશન
JSK – જય શ્રી કૃષ્ણ
Life@Kite
વેકેશન સ્ટેશન ૨૦૧૫
મમ્મી પપ્પા ૨૦૧૬

સાભાર

  • વિકિપિડિયા
  • તેમનો બ્લોગ

5 responses to “જય વસાવડા, Jay Vasavada

  1. Ishwarbhai parekh જૂન 7, 2017 પર 8:31 એ એમ (am)

    I want j s k book on 17 th jun programme if possible

  2. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. kapilsatani87 સપ્ટેમ્બર 2, 2018 પર 6:42 એ એમ (am)

    ગુજરાતનું ગૌરવશાળી નામ એટલે જય વસાવડા

  4. Bharat Tadvi જુલાઇ 22, 2019 પર 10:02 પી એમ(pm)

    ગુજરાતી ભાષા નીઓળખ વર્તમાન એટલે જય વસાવડા.. 👍💪💐

  5. Pingback: ગુજરાતની ગરિમા – આ ગુજરાત છે, જય વસાવડા | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: