પિતૃપક્ષે વેપારનો વારસો – તો માતૃપક્ષે વિધાપ્રીતિનો, સાહિત્યપ્રીતિનો
વ્યવસાયે ડોક્ટર એવા નાના ડો. ફૂલચંદ મહેતાના મુખેથી ક.મા.મુનશીની નવલકથાઓનાં અનેક પ્રકરણ સાંભળવાનો લહાવો પ્રકાશભાઈને બચપણમાં મળેલો.
પિતાજીને વ્યવસાય નિમિત્તે અમૃતસરમાં રહેવા જવાનું બન્યું. આ કારણે આરંભના ચારેક વરસ પ્રકાશભાઈનું બાળપણ અમૃતસરમાં વીત્યું.
અમૃતસર પછી વડોદરામાં નોકરીની તક મળતાં આખો પરિવાર સ્થાયી થવા માટે ત્યાં આવ્યો. અહીં તેમનાં માતા ઇન્દુબેન તેમ જ શિક્ષક રમણભાઈ ક્ષત્રિયને કારણે પ્રકાશભાઈની વાંચનરુચિને યોગ્ય દિશા મળી.
૧૯૫૦માં ફરી એક વાર સ્થળાંતર થયું અને આખો પરિવાર આવી વસ્યો અમદાવાદમાં.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું પુસ્તક ‘ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ’, ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ અને રવીન્દ્રનાથ ટાગોરનું ‘સ્વદેશી સમાજ’ – આ ત્રણેય પુસ્તકોએ ખૂબ પ્રભાવિત કર્યા.
આ જ ગાળામાં પુરુષોત્તમ માવળંકરે શરૂ કરેલા લાસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં યોજાતાં ચર્ચાસત્રોમાં પ્રકાશભાઈની હાજરી નિયમિત બની. મહાગુજરાતના આંદોલન વખતેય તેમને ઈન્દુચાચાનાં જોશીલાં ભાષણ સાંભળવા ગમતાં, પણ ચન્દ્રકાન્ત દરૂ અને જયંતી દલાલની મુદ્દાસર અને વાસ્તવદર્શી રજૂઆત વધુ આકર્ષતી.
શાળાકાળ દરમિયાન અન્ય એક શિક્ષક હરિશ્ચંદ્ર પટેલ દ્વારા પ્રકાશભાઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાવાનું બન્યું.
છ વર્ષ અમદાવાદમાં અધ્યાપન
સરદાર પટેલ યુનિવર્સિટી’ દ્વારા તૈયાર થઈ રહેલા ગુજરાતી જ્ઞાનકોશ ‘જ્ઞાનગંગોત્રી’ શ્રેણીમાં ભોગીલાલ ગાંધીની સાથે જોડાયા.
૧૯૭૫ માં કટોકટી બાદ દસ મહિના જેલવાસ.
જનસત્તા અને નૂતન ગુજરાતમાં પત્રકાર
‘સમયના ડંકા’ કોલમમાં સાપ્રત સમસ્યા પર ચિંતન – એ કોલમ ઘણી પ્રચલિત બની.
જનસત્તાની વડોદરા આવૃત્તિના નિવાસી તંત્રી
ટાઈમ્સની ગુજરાતી આવૃત્તિમાં થોડોક વખત
૧૩ વર્ષ સમકાલીન, ગુજરાત મિત્ર અને ગુજરાત ટુડે માં કટાર લેખન
અખંડ આનંદના પુનર્જન્મમાં સક્રીય ફાળો
૧૯૯૨ – નિરીક્ષક પખવાડિકનું નવનિર્માણ અને તેના તંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચૂંટાઈને ઘણી વખત સભ્ય.
દિવ્ય ભાસ્કરમાં કોલમ લેખનને કારણે વ્યાપક સમૂહ સુધી પહોંચ્યા.
એક પ્રેરક વ્યક્તિત્વનો પરિચય
Don’t send email
બહુ સરસ ઉમેરણ થયું.
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય