મુલાકાતીઓની સંખ્યા
- 3,906,403 વાચકો
Join 1,412 other subscribers
નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
વિભાગો
વાચકોના પ્રતિભાવ
સેનમા જગદીશકુમાર કાન… પર સુમંત રાવલ, Sumant Raval | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
પરભુભાઈ મિસ્ત્રી પર રમણલાલ દેસાઈ | |
ચિત્રકાર કે પ્લમ્બર… પર આબિદ સુરતી, Abid Surati | |
Pravin Patel પર ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant… | |
Tank Chandrakant S પર કલાપી, Kalapi | |
દશરથ પંચાલ પર સચ્ચિદાનંદ સ્વામી, Satchidanad… | |
Jayesh Patel પર રવિશંકર મહારાજ, ravishankar… |
Pingback: અનુક્રમણિકા … પ - થી - મ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: આજનું કાર્ટૂન- 4 « હાસ્ય દરબાર
Dear Mahendra,
Thanks to Suresh Jani to find you like I did after long time again.You are my American Amadavadi- Gujarati-Bharati.
You have used Your Heart and Art of an artist- And mind as a man with satire.
HOPE YOU WILL KEEP SHINING IN YOUR ART WORK.
RAJENDRA TRIVEDI, M.D.
http://www.yogaeast.net
પરિચય માણ્યો ગમ્યો.આભાર
Pingback: આજનું કાર્ટુન - મહેન્દ્ર શાહ « હાસ્ય દરબાર
nice
Mahendra Shah is enjoying his cartoon creation see his website,
To view the cartoon visit http://www.isaidittoo.com or open the attachment.
Pingback: અનુક્રમણિકા – મ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
અમેરિકામાં વસતા ગુજરાતી કાર્ટૂનિસ્ટ મહેન્દ્ર શાહઃ એક શબ્દચિત્ર
આલેખનઃ રમેશ તન્ના
દરિયાપાર વસતા બે કરોડથી વધુ એનઆરઆઈમાં કાર્ટુનિસ્ટ કેટલા ? આંગળીના વેઢે ગણીને આંગળી દાંતમાં દાબવાનું મન થાય એટલા. એટલે કે જૂજ. એ જૂજમાં આપણા મહેન્દ્રભાઈ શાહ અવ્વલ છે . ગુજરાતીઓમાં તો દરિયાપાર સમખાવા પૂરતા આ પહેલા અને એકલા મહેન્દ્ર શાહ જ કાર્ટુનિસ્ટ છે. (જોકે સમ ના ખાવા વિનંતી, એકના એક છે એટલે. આપણે હજી 26 વર્ષ તો સાચવવાના છે.) મહેન્દ્ર શાહ કમાલના કાર્ટુનિસ્ટ છે. તેમની પાસે કમાલની પીંછી અને ધમાલનો વ્યંગ છે. દરિયાપાર વસતા એનઆરઆઈ અને એનઆરજીને ઝીણી નજરે જોઈને, તેમની દેશી જીવન શૈલીને આધુનિક રીતે અવલોકીને, તેમની વિચારની ઢબ, ચેષ્ટાઓ, હરકતો, ચેન-ચાળા, લાક્ષણિકતાઓને કળાના માધ્યમથી મહેન્દ્રભાઈ અફલાતૂન રીતે રજૂ કરે છે. કાર્ટુનિસ્ટ તરીકે તેઓ સફળ થયેલા છે. તેમનાં કાર્ટૂનોમાં પંચ હોય, પણ દંશ ના હોય. તેમનાં કાર્ટૂન્સ વહાલથી ભરેલી ચૂંટલી જેવાં લાગે. થોડું ચચરે પણ આવે મઝા.
દરિયાપાર જઈને સફળ થનારી ગુજરાતી પ્રજા દેશી તરીકે ઓળખાય છે. ઘણા તો ખરેખર દેશીના દેશી જ હોય છે. મહેન્દ્રભાઈને કેટલાક કિસ્સાઓમાં તો કાર્ટૂનનાં જ કાર્ટૂન બનાવવાં પડતાં હશે. (હળવાશથી લેજો, ખોટું ના લગાડતા પાછા..) એક વાર ન્યુ જર્સીના મેયરે કહ્યું હતું કે ગુજરાતીઓ ન્યુ જર્સીને ઢોરવાડા (કે એવું બીજું કંઈક) જેવું બનાવી દીધું છે. ઊહાપોહ થયો અને માફામાફી થઈ અને વાર્તા પૂરી થઈ. મૂળ વાત એ છે કે ગુજરાતીઓ સ્થળ પ્રમાણે ના પણ બદલાય, સ્થાનિકોને બદલી નાખે. એ પણ એક જાતની શક્તિ જ કહેવાયને. મહેન્દ્રભાઈને બદલાયેલા અના ના બદલાયેલા, બન્નેમાંથી કાર્ટૂનના વિષયો મળતા હશે..
મહેન્દ્રભાઈ પાસે એક્સ-રે લેવામાં કામ આવે તેવી સૂક્ષ્મ અને તીક્ષ્ણ દૃષ્ટિ છે. ક્યાંથી લાવ્યા એ રામ જાણે, પણ છે તો ખરી. દરિયાપારના ગુજરાતીના મનોભાવ, મનોગત, વાણી-વિચાર, વલણ-ચલણ, રીત-ભાત, બોલ-ચાલ, ગમા-અણગમા, ધાન-પરિધાન, ધર્મ-વહેવાર… આ બધાં લક્ષણો અને અપલક્ષણોને તેઓ મસ્ત રીતે કાર્ટૂનમાં પકડે છે. આવું કામ પહેલી વાર થયું છે. ઈવન, ગુજરાતી કવિતા કે ગદ્યમાં પણ દરિયાપારના ગુજરાતીની મનોસૃષ્ટિને પૂરેપૂરી રજૂ કરાઈ નથી. છૂટાછવાયા પ્રયાસો થયા છે, પરંતુ વિચારછવાયા પ્રયાસો નથી થયા. કાર્ટૂનમાં એ કામ થયું છે. એ માટે આપણે આ એકલવીર મહેન્દ્ર શાહને મન મૂકીને અભિનંદન આપવાં જોઈએ અને દુઃખી જાય એટલો તેમનો વાંસો થાબડવો જોઈએ.
****
1945માં જન્મેલા મહેન્દ્રભાઈ શાહ આવતા વર્ષે, 75મા વર્ષે અમૃત મહોત્સવ ઉજવશે. તેઓ ભલે સ્થાપિત નથી, પણ સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ છે. 1974માં તેઓ અમેરિકા ગયા. એ વખતે અમેરિકાને સ્થપતિઓની ખૂબ જરૂર હતી. (એ વખતે એકસાથે મોટી સંખ્યામાં સ્થપતિઓ અમેરિકા ગયા હતા.) મહેન્દ્રભાઈ સફળ વ્યાપારી પણ છે. ઉદ્યોગ સાહસિક તરીકે તેઓ સફળ થયા છે. રિયલ એસ્ટેટ અને છૂટક બિઝનેશમાં તેઓ કમાયા છે. ભેગું કર્યું છે તો ભેગા રહ્યા પણ છે. પોતાના અનેક સગાં – સ્વજનોને ભારતમાંથી અમેરિકા બોલાવીને સેટ કર્યા છે. પીટરબર્ગ વિસ્તારના ભારતીય સમુદાયમાં તેમનું મોટું પ્રદાન છે. માત્ર કાર્ટૂન કરીને પરિતોષ નથી લેતા, સમુદાય માટે ઠોસ કાર્યો પણ કરે છે. તેઓ નીવડેલા કાર્ટૂનિસ્ટ તો છે જ, સાથે સાથે ઉત્તમ ચિત્રકાર અને સારા કવિ તથા નિબંધકાર પણ છે. સ્થાનિક સામયિકોમાં તેમની રચનાઓ અને કૃતિઓ પ્રકાશિત થતી રહે છે. અમે અમેરિકન અમદાવાદી એ તેમનું વખણાયેલું પુસ્તક છે. (એ પછી બીજાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે.) તેમાં 260થી વધુ કાર્ટૂન છે. પોતાની 40 વર્ષની કળા-સાધનાને તેમણે પુસ્તકોમાં ભરી છે.
ભારતના સ્વાતંત્ર દિવસે દર વર્ષે તેઓ પીટરબર્ગમાં ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓના પોટ્રેટ બનાવે છે. તેમણે વિશ્વની અનેક વિભૂતિઓનાં પોટ્રેટ બનાવ્યાં છે. તેમનું જીવન અને કવન કળા અને હાસ્ય એમ બે સ્તંભ પર અડીખમ ઊભું છે.
અને એક વાત તો કહેવાની રહી જ ગઈ. તેમનું ઘર અનોખું છે. સ્થપતિનું ઘર હોય એટલે જુદા આકાર અને જુદા પ્રકારનું તો હોય જ, પણ તેમનું ઘર તો વિજેતા ઘર છે. તેમના ઘરને ઘણાં ઈનામો મળેલાં છે.
મહેન્દ્રભાઈ પ્રેમાળ કેટલા છે એની સાવ સાચી જાણકારી તેમનાં જીવનસાથીને હશે, પણ વ્યક્તિ તરીકે હસમુખા છે. તેમને હસવું ગમે છે, હસાવવું ગમે છે. સોગિયું મોં લઈને ફરતી વ્યક્તિ પણ તેમની પાસે જાય તો હસતી થઈ જાય.
શાહ સમુદાયમાંથી આપણને સમાજ-સેવકો ઢગલો મળ્યા, શ્રેષ્ઠીઓ અને મહાજનો તો અપરંપાર મળ્યા, કવિઓ અને સર્જકો પણ ઘણા મળ્યા, તબીબો અને એન્જિનિયરો પણ મળ્યા, શાસકો હાૈ મળ્યા.. અને જુઓ આ કાર્ટુનિસ્ટ પણ મળ્યા.
આજે તેમનો 74મો જન્મ દિવસ છે. તેમને અગિયાર દરિયા ભરીને અભિનંદન.
(પોઝિટિવ મિડિયા માટે આલેખનઃ રમેશ તન્નાઃ 9824034475)
વેબ ગુર્જરી પર પરિચય અને કળાસર્જનોનો સંપુટ : નૃત્ય
http://webgurjari.in/2020/12/14/mahendra-shahs-art-dance/