ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નલિન રાવળ, Nalin Raval


nalin_-rawal.jpg” સ્વભાવે તડકા જેવી પણ સ્વાદે-રૂપે એલચીના દાણા જેવી નલિનની કવિતા છે.”
–  રઘુવીર ચૌધરી

” તડકો કડાક કોરો પહેરીને હું નીકળ્યો છું.”

” પતંગિયાની પાંખ મહીંથી પ્રગટી,
પેલી સ્ હવાર
ક્યાં ગઇ?”

# રચના

___________________________________________________________________________


જન્મ

  • ૧૭- માર્ચ , ૧૯૩૩; અમદાવાદ

શિક્ષણ

  • પ્રાથમિક –  કાળુપુર શાળા નં.૭  ;  માધ્યમિક – ન્યૂ ઍજ્યુકેશન હાઈસ્કૂલ
  • ૧૯૫૪ – મેટ્રિક
  • ૧૯૫૭ – બી.એ.અંગ્રેજી-સંસ્કૃત સાથે
  • ૧૯૫૯ – એમ.એ. અંગ્રેજી-સંસ્કૃત સાથે

વ્યવસાય

  • અધ્યાપક –  ભરૂચ અને નડિયાદમાં થોડો સમય
  • બી.ડી.આર્ટ્સ કૉલેજ,અમદાવાદમાં અંગ્રેજીના

સર્જનો

  • કવિતા –   ઉદ્ ગાર , અવકાશ, લયલીન
  • વાર્તા –  સ્વપ્ન લો
  • વિવેચન – પાશ્ચાત્ય કવિતા – ગ્રીક કવિતાથી અમેરિકન કવિતા સુધીનો સંદર્ભ, અનુભાવ 
  • સંપાદન – પ્રિયકાન્ત મણિયાર 
  • અનુવાદ –  સિંધી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા, ઉપરાંત કેટલાક પદ્યાનુવાદો