ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
નટવરલાલ વીમાવાળા, Natwarlal Vimawala
Posted by
સુરેશ on
માર્ચ 10, 2015
–
–
–
–
———————————————————-
જન્મ
કુટુમ્બ
- માતા –વિજયાલક્ષ્મી; પિતા – મૂળચંદ
- પત્ની – હરવદન કાપડિયા
શિક્ષણ
- પ્રાથમિક – મુંબાઈમાં
- કોલેજ શિક્ષણ – વિલ્સન કોલેજ, ફર્ગ્યુસન કોલેજ, ગુજરાત મહાવિધ્યાલયમાં અભ્યાસ
તેમના વિશે વિશેષ
- કુટુમ્બની મૂળ અટક મહેતા હતી. એક જમાનામાં નટવરલાલ શંભુ તરીકે વધારે પ્રખ્યાત હતા! પણ પિતાના વીમાના વ્યવસાયના કારણે વીમાવાળા તરીકે જાણીતા થયા. કુટુમ્બને કવિ નર્મદ સાથે સારો સંબંધ હતો.
- તેમના દાદાએ કવિ નર્મદને ઘણી આર્થિક મદદ કરેલી.
- પિતા મૂળચંદ ઘેલાભાઈએ ગુજરાતી ભજનો અને ગીતો લખ્યાં હતાં.
- ચન્દ્રવદન ચિમનલાલ મહેતા તેમના એક પિતરાઈ ભાઈ હતા.
- દસ વર્ષની ઉમરથી જ સાહિત્ય શોખ. એ ઉમરથી જ સામાયિકોમાં લેખો, કવિતાઓ લખેલાં.
- તેજસ્વી શિક્ષણ કારકિર્દી, સળંગ પ્રથમ વર્ગ જાળવી રાખ્યો હતો.
- આઠ વર્ષની ઉમરે પિતાનું અવસાન. કોલેજ અભ્યાસ દરમિયાન માતાનું અવસાન
- સ્નાતકની પરીક્ષા જતી કરી, બારડોલી સત્યાગ્રહમાં ઝૂકાવ્યું. આને કારણે અભ્યાસ અટક્યો અને સાહિત્ય પ્રકાશનના કામમાં પરોવાયા.
- ૧૯૧૫ – પહેલું પ્રકાશન, મરાઠી પરથી ’શિર હીન શબ’ નામની ડિટેક્ટિવ નવલકથાનો પહેલો ભાગ. ઘણા વખત પછી ‘બેગમ કે બલા’ નામે પ્રસિદ્ધ કરેલી.
- ૧૯૨૧– ભાઈ સાથે ગાંડિવ સાહિત્ય મંદિરમાં. નવજીવનનાં પુસ્તકોથી શરૂઆત. શરૂઆતમાં ગાંડિવમાં નિર્દોષ વિનોદ માટે ‘તોપ’ નામનું સામાયિક શરૂ કર્યું હતું!
- ૧૯૨૨ – ગાંડિવ માટે પ્રેસ શરૂ કર્યું.
- જીવન પર ગાંધીજી, અમૃતલાલ પઢિયારનાં અને Upton Sinclair નાં પુસ્તકોની ઘણી અસર. પણ વિવિધ પ્રકારનાં વાચનનો શોખ.
- પ્રથમ લગ્ન માટે જ્ઞાતિમાં જ વિવાહ થયો હતો પણ તે તોડી નાંખવો પડ્યો. આ માટે જ્ઞાતિના ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો. અંતે જ્ઞાતિ બહાર લગ્ન કર્યું.
- ૧૯૨૯ – સાહિત્ય પરિષદને બાળસાહિત્ય પ્રકાશન કરવામાં મદદ, શ્રી રમણ કાંટાવાળા સ્મારક તરીકે ‘મધપૂડો’નું પ્રકાશન
રચના
- ગાંડિવ કથામાળા અને સ્ત્રી શક્તિ ગ્રંથમાળામાં અનેક પુસ્તિકાઓ બહાર પાડી છે
સાભાર
- ડો. કનક રાવળ
- શ્રી. હરીશ રઘુવંશી
Like this:
Like Loading...
Related
Input from Dr. Kanak Raval
“બે અધ્વિતીય બંધુ ધ્વય સ્વ.ઈશ્વરલાલ અને નટવરલાલ વિમાવાળા (માલવી)I
(સંમ્પાદકિયઃ ૧૯૨૦થી ૧૯૫૦ના ગાંધી જુવાળમાં ગુજરાતના સઘળા ક્ષેત્રોમા એક નવી ક્રાંતિ આવી અને અનેક નવા પ્રયોગો થયા. તેમાના એક બાલસાહિત્ય્માં નવા સામયિકો જેવાકે ગાંડિવ,બાલમિત્ર,બાલજીવન,રમક્ડુ, ઈશ્વરભાઈ પટેલ પ્રેરીત મલાડથી “બાલચિત્રમાળા” વિગેરે શરુ થયા. એમ કહી શકાયકે તે હારમાળામાં ગાંડિવનું વસ્તુ વૈવધ્ય માટે અગ્ર સ્થાન ગણાય અને તેનુ દાયિત્વ વિમાવાળા બધુઓને ઘટે છે. તેમાં પણ શ્રી.હરિપ્રસાદ વ્યાસ લિખીત “બકોર પટેલ અને શકરી પટલાણી”ની વાર્તા શ્રેણીના ચાહકોમાં કુટુંબના નાના મોટા સભ્યો હતાં