– પ્રખર આયુર્વેદાચાર્ય, સંશોધક, પંડિત, વિચારક, લેખક, ફિલસૂફ, સંગીતજ્ઞ
–
–
–
–
–
–
–
————————————————————-
નામ
જન્મ
- ૧૯૦૩? – ૧૯૦૪?; થોરિયાળી-ધ્રોળ પાસે
અવસાન
કુટુમ્બ
- માતા – ? ; પિતા – વિશ્વનાથ
- પત્ની – કાશીબેન; પુત્રો – રમાકાન્ત, રાધેકાન્ત, ચન્દ્રકાંત, હરકાન્ત, મણીન્દ્ર, જીતેન્દ્ર; પુત્રી – જ્યોતિ
અભ્યાસ
- પ્રાથમિક શિક્ષણઃ નોન-મેટ્રિક,પડધરી(રાજકોટ પાસે)
- આયુર્વેદાચાર્ય (- ?)

પત્ની – કાશીબેન

પિતા સાથે – યુવાનીમાં
તેમના વિશે વિશેષ
- એલોપથી,હોમિઓપથી,યુનાની વિગેરે અન્ય ચિકિત્સા પધ્ધતિઓના તુલનાત્મક અભ્યાસી
- અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં વનસ્પતિ શાસ્ત્ર ઉપર વાંચીને તેમાં પારંગત થયા
- વનસ્પતિશાસ્ત્રી તરીકે વર્ષો સુધી હિમાલય અને અન્ય પ્રદેશોમાં ભ્રમણ કરીને વનસ્પતિઓનાં નમૂના એકઠા કર્યા.
- નાની ઉમ્મરથી ઉત્તરકાશી-ગંગોત્રી નિવાસી સદગત સ્વામીશ્રી તપોવન મહારાજના શિષ્ય. પ્રતિ વર્ષ સ્વામીજી પાસે આધ્યાત્મિક અને દર્શનોના અને આયુર્વેદના અભ્યાસ માટે હિમાલય જતાં. સ્વામીજીના ત્રણ શિષ્યોમાના કદાચ તેઓ સૌ પ્રથમ વૈદ્યરાજ થયાં.
- તેમના સહાધ્યાયીઓમાં સ્વામિ ચિન્મયાનંદજી (ચિન્મય ટ્રુસ્ટ) અને સ્વામિ સુન્દરાનંદજી (જે પછી અજ્ઞાત રહ્યા છે.)
- આશરે ૧૯૨૭-૧૯૨૮ ના સમયે વૈદ્યરાજે ચુપચાપ ગ્રહત્યાગ કરેલો અને તપોવનજી મહારાજ પાસે પૂર્વસંન્યાસ દીક્ષા લઈ, ભગવા ધારણ કરીને જટાધારી બન્યા.પિતાને તેમની ભાળ દસ-બાર મહિને મળેલી. તેમણે તપોવનજી મહારાજ પાસે જઈને ફરિયાદ કરી એટલે સ્વામીજીએ વૈદ્યરાજને ગ્રહસ્થાશ્રમમાં પાછા ફરવાનો આદેશ આપ્યો..
- વિવિધ પત્ર-પત્રિકાઓમાં આયુર્વેદ વિષે લેખો
- “સંદેશ” (અમદાવાદ)માં “આરોગ્ય અને દિર્ઘજીવન”ની લેખ માળા જે આગળજતાં પુસ્તક્ર રુપે પ્રસિધ્ધ થયેલી.
- ગુરુદેવ સ્વામિ તપોવનજી માત્ર સંસ્ક્રુત ભાષામાં જ લખતા. વૈદ્યરાજે તેમના ઘણા પુસ્તકો અને ટીકાના હિન્દી અનુવાદપોતે લખેલી ટીકા સાથે પ્રકાશિત કર્યા. આજે પણ તે પુસ્તકો ચિન્મય ટ્રુસ્ટની દેશ-વિદેશની શાખાઓમાં ઉપલધ્ધ છે.
- ગુજરાત યુનિવર્સીટીમાં આયુર્વેદ કેકલ્ટી ની સ્થાપના માટે તેમના ભગીરથ પ્રયત્નો પછી તેમને સફળતા મળી.તેઓ આયુર્વેદ કેકલ્ટીના પ્રથમ ડીન અને યુનિવર્સિટીની સિન્ડીકેટના સદસ્ય થયા.તેમણે A.M.S ડિગ્રી માટે નો અભ્યાસ ક્રમ ઘડ્યો જે આજે પણ ચાલુ છે.
- તેમણે વનસ્પતિઓનો મોટો સંગ્રહ કરી, વૈજ્ઞાનિક ઢબે એક પ્રદર્શન તેમના સ્વ.માતુશ્રીના નામે તૈયાર કરીને આગળ જતાં કોઈ સંસ્થાને દાનમાં આપી દીધું
- મહારાષ્ટ્રના આયુર્વેદ બોર્ડના સદસ્ય
- ગુજરાતના અને સૌરાષ્ટ્ર ના ‘વૈદ્ય મંડળ’ના સદસ્ય
- જામનગરની આયુર્વેદ કોલેજના પ્રિન્સીપાલ
- ગુજરાત રાજ્યની સિન્ડિકેટના સદસ્ય.
- ગુજરાત રાજ્યની આયુર્વેદ કેકલ્ટીના ચેરમેન
- ગુજરાત પ્રદેશ વૈદ્ય મંડળનાં આજીવન સદસ્ય
- રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ ખાદી પહેરવાનું અને અસ્પ્રુશ્યોની સારવાર કરવાનું શરુ કર્યું.
- બીજા વિશ્વયુધ્ધ વખતે ક્વિનાઈનની અછત લીધે મેલેરિયાનો ફેલાવો ચાલ્યો. વૈદ્યરાજે અનેક પ્રયોગો પછી “સર્પાશિની” નામની ઔષધ તૈયાર કરી અને અમદાવાદના ‘મજુર મહાજનને’ હજારો ગોળીઓ વિના મૂલ્યે મજુરો,કામદારો અને અન્ય જરૂરિયાતમંદોને વહેંચવા પહોંચાડી.
- ભાવનગરની ‘શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થા’ના સંચાલકો નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, ગિજુભાઈ બધેકા તેમના મિત્રો હતાં. ગિજુભાઈની પ્રેરણાથી તેમણે અંજારમાં મોન્ટેસોરી બાલમંદિર શરુ કરાવ્યું.પોતાના કુટુંબના બાળકોને પણ ત્યાં અભ્યાસ માટે મોકલ્યા.
- શાસ્ત્રીય સંગીતના શોખને લીધે એક ઉસ્તાદ પાસે તબલા વાદનમાં નિપુણતા મેળવી.
- પરિવારમાં પણ રોજ સવાર-સાંજ “આશ્રમ ભજનાવલી”માંથી ભજનો ગાવાની પ્રથા શરુ કરી.
- તેમણે નાનાભાઈ ભટ્ટ પાસે ગાંધીજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરેલી.ત્યારે વિજયાબેન પટેલ( ગાંધીજીએ તેમના આશ્રમમાં પોતાની પુત્રી તરિકે રાખેલા તે) માંદા રહેતાં અને કોઈ વૈદ્ય કે ડોક્ટરના ઉપચારોથી નિરોગી નહી થઈ શક્યા. નાનાભાઈએ સુચન કર્યું કે, આ બેનને સાજા કરી દો તો તમને ગાંધીજી પાસે લઈ જશે. વિજયાબેન સારા થઈ ગયા એટલે તેમણે વૈદ્યરાજનો ગાંધીજી સાથે પરિચય કરાવ્યો.
- ગાંધીજીની ઈચ્છા હતીકે “કસ્તુરબા ગાંધી તટ્ર્સ્ટ”ના આશ્રમે વૈદો તૈયાર કરીને ગામડે ગામડે પહોચાડવાં.તેઓને ત્રીસેક જેટલાં ઓસડિયાનુ જ્ઞાન હોય જે લોકોના ઉપચારો માટે વાપરી શકે. આ યોજના અનુસાર ઉમેદવારો તેમના ઘેર તાલિમ લેવા આવતા.
- આયુર્વેદિક દવાના વાવેતર માટે એક વાડી પણ શરુ કરી હતી.
- કવિહ્રદય હોવાને કારણે તેમનાં ‘આરોગ્ય અને દીર્ઘજીવન’ પુસ્તકમાં અનેક સ્થળે નાની મોટી કંવિતાઓ-કટાક્ષ કાવ્યો.
- સન ૧૯૨૩માં ૧૮ વર્ષની ઉમ્મરે સંસ્ક્રુતમાં ગજાનનસ્તોત્રં ની રચના
રચનાઓ
- આરોગ્ય અને દીર્ઘ જીવન
- આયુ આરોગ્ય કેસરી
- શ્રી સૌમ્યકાશીસ્તોત્ર મૂલમ(તપોવન્જી લિખિત નો અનુવાદ)
- શ્રી પાતંજલ યોગદર્શનં વ્યાસ ભાષ્ય સમેતં (સટીક હિંદી અનુવાદ)
- શતરુદ્રીરીયં અશ્વમેધસહિતં-(સટીક ગુજરાતી અનુવાદ)
- સ્વામિ તપોવનમ અન્ય ચાર કે પાંચ પુસ્તકો.
- ગાંધીજી સાથે નો પત્ર વ્યહવાર Collected Works of Mahatma Gandhiમાં પ્રકાશિત થયો છે.
સાભાર
- ડો.રાધેકાંત વલ્લભરામ દવે
- ડો.કનક રાવળ
Like this:
Like Loading...
Related
વલ્લભરામ વૈદ્ય વિષે ની માહિતી જાણી .
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
1.vallabhram Vaidya learned field botany with dr borefrom Germany while he was at himalaya.
2 .the name of his music teacher was ustad usmankhan.
3.his first carrier patient was vijayaben manubhai pancholi….wife of shri darshak.
4 he was fond of writing poems. He wrote poems mainly on ganesh shiva.
5. He served the poor people by preparing ayurvedic medicine for malaria.it was distributed thrughmajoor throughMahan,ahmedabad.and the name of the pharmacy was harkant brothers.