
‘ગુજરાતના માનવતાવાદી રેશનાલિસ્ટ ભામાશા’
– શ્રી. બિપીન શ્રોફ
‘ જરૂરિયાત કરતાં વધારે હોય તે રકમ દાનમાં આપી દઈએ. તો ઘણો વધારે બદલો લોકોને થતા સંતોષથી મળી જશે. એટલું યાદ રાખીએ કે, મૃત્યુ બાદ આપણી બેન્કમાંથી રકમ સ્વર્ગમાં ટ્રાન્સફર કરવાની કોઈ પદ્ધતિ નથી! જો અને જ્યારે એવી કોઈ પદ્ધતિ થાય તો અને ત્યારે દાન કરવાનું બંધ કરીએ !’
તેમની આત્મકથા
સમ્પર્ક
- 222, Banker Dr. Thibodaux, LA – 70301
- Ph- 985 – 447- 9899
- email ambalalp34@gmail.com
-જન્મ
- અંબાલાલ – ૯, જૂન – ૧૯૩૪; કુરલી, વડોદરા જિ.; વતન – શિનોર ગામ વડોદરા જિ
- જ્યોત્સ્ના – ૨, જૂન – ૧૯૩૯; નિકોરા, ભરૂચ જિ.
કુટુમ્બ
- અંબાલાલ – માતા -ઉજમ બેન ; પિતા – જાદવ ભાઈ
- સંતાન – સંદિપ
શિક્ષણ
- અંબાલાલ
૧૯૫૬ – બી.એ. – M.S. Uni. Vadodara
૧૯૫૮ – પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા – Applied psychology, Industrial relations and personnel management – Liverpool Uni. UK
૧૯૬૧ – એલ.એલ.બી., M.S. Uni. Vadodara
- જ્યોત્સ્ના
૧૯૫૯ – ઈન્ટર આર્ટ્સ, Guj. Uni.
વ્યવસાય
- ૧૯૫૮ – ૧૯૭૦ ફેક્ટરી મેનેજર , સારાભાઈ કેમિકલ્સ , વડોદરા
- ૧૯૭૦ – ૧૯૮૭ – બન્ને હેરિસબર્ગ, પેન્સિલ્વાનિયા સરકારમાં નોકરી

તેમના વિશે વિશેષ
- મૂળ નામ જશભાઈ હતું, પણ પાંચ વર્ષની ઉમરે ગંભીર બિમારીમાં પટકાયા હતા, અને અંબા માતાજીને પ્રાર્થના કરવાથી સાજા થયા હતા – એ માન્યતાને કારણે નામ બદલીને અંબાલાલ રાખવામાં આવ્યું હતું.
- જ્યોત્સ્ના બહેન નું મૂળ નામ જશોદા હતું, પણ લગ્ન પછી નામ બદલવામાં આવ્યું હતું.
- વડોદરામાં કોલેજ અભ્યાસ દરમિયાન યુનિ. ના ગણિતના પ્રોફેસર રાવજી ભાઈ પટેલના ઘેર દર શુક્રવારે મળતી રેનેસાં ક્લબ ( રાવજી મોટા યુનિ.! ) માં થતી ચર્ચાઓમાં સક્રીય ભાગ અને માનવતાવાદી વિચારસરણી અને અભિગમનો વિકાસ.
- તેમના ગામમાંથી પરદેશ જઈને ભણનાર પહેલી વ્યક્તિ.
- વિશ્વના અનેક દેશોની સફર કરી છે.
- જુન – ૧૯૭૦ માં અમેરિકા સ્થળાંતર
- ૧૯૮૭ –થીબીડો , લુઇસિયાનામાં દીકરા અને પુત્રવધુના ઘેર સ્થળાંતર.
- માતા પિતા પાસેથી ગળથૂથીથી સામાજિક સેવાના સંસ્કાર
- તેમના પુત્ર સંદિપ વડોદરા માંથી મેડિકલ લાઈનમાં ડોક્ટર બન્યા છે. પુત્ર વધુ નીતા ગાંધીનગરમાં ઉછરેલી છે. અને એન્જિનિયર છે.
- નિવૃત્ત થયા બાદ દર વર્ષે છ મહિના વદોદરા આવીને રહે છે, અને સમાજ સેવાના કામમાં ઓતપ્રોત રહે છે.
- તેમના કોલેજ કાળના મિત્ર ઇન્દુભાઈ સમાજ સેવાનું કામ કરતા હતા, તેની ઉપરથી તેમને પણ એવાં કામમાં રસ જાગ્યો. વતન શિનોરમાં આદિવાસી છાત્રોની હોસ્ટેલમાં મદદ માટેના દાનથી તેમના સેવા કાર્યની શરૂઆત થઈ.
- બીજા મિત્રો કમલેશ ઠક્કર અને બચુભાઈ વસાવા પણ આ સેવા યજ્ઞમાં સહભાગી થયા છે.
- દાન પ્રવૃત્તિ શરૂ કર્યા બાદ સાત કરોડ ₹ થી વધારે રકમનું દાન.
- શિનોર ગામમાં વોટર વર્ક્સ, પ્રાથમિક શાળા, પિતાના નામથી હાઈસ્કૂલ, બાળમંદિર, પુસ્તકાલય, કોમ્યુનિટી હોલ, આદિવાસી વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલય, આદિવાસી કન્યાઓનાં સમૂહ લગ્ન ,આદિવાસી પ્રજામાં શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે અગણિત દાન વિ. માટે તેમને શિનોર ગામના વતનીઓ ભામાશા ની ઉપમા આપે છે.
- ભરૂચ જિલ્લાના ડેડિયાપાડા અને તેનાથી પણ દૂરના વિસ્તારોમાં આદિવાસીઓના વિકાસ માટે દાન. ઉચ્ચ અભ્યાસ માટે આદિવાસી યુવક/ યુવતિઓને આર્થિક મદદ.
- વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં દેશની સૌ પ્રથમ મૂક/ બધીર વિદ્યાર્થીઓ માટેની કોલેજ શરૂ થઈ છે, જેના બાંધકામ માટે તેમણે ૨૧ લાખ ₹. આપ્યા છે અને હજુ પણ તેમની મદદ ચાલુ છે.
- તેમનાં દાનથી ૧૦૦૦ થી વધારે આદિવાસી યુવક / યુવતિઓ ઉચ્ચ અભ્યાસ કરી જીવનમાં આગળ ધપ્યાં છે.
- તેમના દીકરા અને પુત્રવધુ પણ તેમને પૂરા દિલથી આ સેવાકાર્યમાં સહકાર આપે છે, એટલું જ નહીં પણ તેમને દર વખતે દાન માટે ૩૦ લાખ ₹ નો ડ્રાફ્ટ આપી દે છે.
- જાણીતા વિચારક અને લેખક શ્રી. ગુણવંત શાહે પણ તેમના એક લેખમાં આનો ઉલ્લેખ કરી તેમની સેવા ભાવનાને બિરદાવી છે.
- દીકરા અને પુત્રવધુનાં અમેરિકામાં જન્મેલાં સંતાનો પણ દાદા દાદીના આ સેવા યજ્ઞને બહુ માનની નજરથી જુએ છે.
સાભાર
Like this:
Like Loading...
Related
Read my book “વિદુરનીતિ” on MatruBharti App.
http://matrubharti.com/book/11156/
On 13-Oct-2017 12:06 PM, “ગુજરાતી પ્રતિભા પરિચય” wrote:
> સુરેશ posted: ” ‘ગુજરાતના માનવતાવાદી રેશનાલિસ્ટ ભામાશા’ – શ્રી. બિપીન
> શ્રોફ ‘જરૂરિયાત કરતાં વધારે હોય તે રકમ દાનમાં આપી દઈએ. એના કરતાં ઘણો વધારે
> બદલો લોકોને થતા સંતોષથી મળી જશે. એટલું યાદ રાખીએ કે, મૃત્યુ બાદ આપણી
> બેન્કમાંથી રકમ સ્વર્ગમાં ટ્રાન્સફર કરવાની કોઈ પદ્ધતિ”
>
મેં તેમની આત્મકથા રૂપ લાંબી ફાઈલ આખી વાંચી છે, ( પરિચયમાં સામેલ કરેલી છે.)અને એ વાંચી એમના જીવન સાથે એકરૂપ બની જવાનો લ્હાવો માણ્યો છે. સમય કાઢીને પણ એ ફાઈલ વાંચવા જેવી છે. આપણા કાળના સમાજજીવનનું પ્રતિબિંબ આપણે માણી શકીએ. સાથે એમના જીવનની કારનું સ્ટિયરિંગ અવનવી દિશામાં ઘુમતું પણ આપણે અનુભવી શકીએ.
પણ સૌથી વધારે તો સમાજના દબાયેલા, કચડાયેલા લોકો માટેની તેમની, જ્યોત્સ્ના બહેનની અને આખા કુટુમ્બની હમદર્દી અને તેમને થોડોક ટેકોઆપવા માટેના સક્રીય , સ -ધન પ્રયાસો વિશે જાણીને શિર ઝૂકી ગયું.
આવા જિંદાદીલ સજ્જનો અને સન્નારીઓને કારણે જ જગત ટકી રહ્યું છે.
આવા જિંદાદીલ સજ્જનો અને સન્નારીઓને કારણે જ જગત ટકી રહ્યું છે.
સુરેશભાઈ ની વાત બિલકુલ સાચી છે. આવી ભામાશાવૃતિ ધરાવતા સજ્જનો અને સન્નારીઓને ઓળખી એમના કાર્યોમાંથી પ્રેરણા લેવાય એ જરૂરી છે.
દીકરા અને પુત્રવધુનાં અમેરિકામાં જન્મેલાં સંતાનો પણ દાદા દાદીના આ સેવા યજ્ઞને બહુ માનની નજરથી જુએ છે.
ઘણાને ઘરના જોગી જોગટા લાગે
સુંદર વાત
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય