ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

‘અમર’ પાલનપુરી, Amar palanpuri


ap8         “કોઈ લેખકે પોતાની ઓળખ ‘સર્જક ‘ તરીકે નહીં પણ ‘ શોધક’ તરીકે આપવી જોઈએ. સર્જક તો એક માત્ર ‘તે’ જ.”

ચાલ હવે તું ખુદને મળ, મ્હોરાંમાંથી બ્‍હાર નીકળ
જીવન માટે લાખ દિવસ, મૃત્યુ માટે એક જ પળ.

જો ફાવે તો આગળ થા, ન ફાવે તો પાછો વળ.

પવન ફરકે તો એ રીતે  ફરકજે, પાન ના ખખડે
કોઈને સ્વપ્નમાં માંગી ‘અમર’ હમણાં જ સૂતો છે.

સિગ્નેચર ગઝલ-

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.

તેમની ઘણી બધી રચનાઓ


ap5

આ વેબ સાઈટ પર તેમનો ટૂક પરિચય વાંચો.

સમ્પર્ક

  • Amar Palanpuri, Adarsh Society, Athwa, Surat, Gujarat 395001, India

મૂળ નામ

  • પ્રવીણ મણીલાલ મહેતા

જન્મ

  • ૧, જુલાઈ – ૧૯૩૫, પાલનપુર

કુટુમ્બ

  • માતા – તારાબહેન; પિતા – મણીલાલ
  • પત્ની – ૧) હંસા, ૨) મીનાક્ષી; સંતાન – ?

શિક્ષણ

  • મેટ્રિક( પાલનપુર)

વ્યવસાય

  • હીરા ઉદ્યોગમાં

ap4

ap3

તેમના વિશે વિશેષ

  • નવ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થઈ ગયું.
  • અત્યંત તોફાની હતા, અને તેમનાં તોફાનોથી પરેશાન થઈ માતા કૂવે આપઘાત કરવા ગયાં. ત્યાં ‘શૂન્ય’ પાલનપુરીની માતાએ બચાવ્યા અને પોતાને ઘેર લઈ ગયા. પછી પ્રવીણ પણ ‘શૂન્ય’ના ઘેર જતો થયો અને તેમના પુત્ર સમાન બનીને રહ્યો. ઘરનું બધુ કામ કરે, શૂન્યના પગ પણ દબાવે અને તેમની શાયરી પણ સાંભળતો થયો.
  • સ્કૂલના નવા મકાનના સંડાસમાં લયબદ્ધ રીતે ગાળો લખતા પકડાયા અને પ્રિન્સિપાલે ‘શૂન્ય’ને ફરિયાદ કરી. તેમણે તમાચો માર્યો અને પ્રવીણની જિંદગીમાં વળાંક આવ્યો.
  • મેટ્રિક પાસ થયા બાદ માસીના ઘેર મુંબાઈમાં નોકરી.
  • મુંબાઈમાં પ્રેમમાં નિષ્ફળતા મળતાં ગઝલો  લખવાની શરૂઆત કરી. ત્યારથી શરૂ થયેલી યાત્રા ‘ઉઝરડો’ ગઝલ સંગ્રહમાં પરિણમ્યો. પણ તેમણે કદી એ પ્રેમિકા વિશે કોઈને જણાવ્યું નથી.

ap7

  • મુંબાઈમાં બિમાર પડતાં પાછા પાલનપુર ગયા અને સાહિત્ય વર્તુળોમાં ગઝલમાં ડૂબી ગયા. ‘શૂન્ય’ એ આપેલા તખલ્લુસ ‘અમર’થી ગઝલો લખતા થયા.
  • સાજા થઈને મુંબાઈ પાછા ગયા અને ‘શૂન્ય’ની ભલામણથી ‘સૈફ’ પાલનપુરીના સમ્પર્કમાં આવ્યા. તેમના સામાયિક ‘વતન’ માં માનદ સેવા.  ‘શૂન્ય’ની ચિઠ્ઠીમાં તેઓ સારું ગાય છે, એમ જાણવાથી સૈફે મિત્રો સાથેની મહેફિલમાં એમની પાસે ગઝલો ગવડાવી અને આમ મુબાઈના પ્રખ્યાત કવિઓ સાથે તેમનો સમ્પર્ક થવા લાગ્યો.અમીન આઝાદ, બેફામ, ગની દહીંવાલા, વેણીભાઈ પુરોહિત, શયદા, બેકાર, રતિલાલ ‘અનિલ’, નીનુ મજમુદાર વિ. સાથે મહેફિલોમાં ભાગ લેવા માંડ્યા.
  • હીરા ઘસવાનું કામ કરતા લોકો ગાળો બહુ  બોલતા. એના ઉપરથી તેમનું એક ચર્ચાસ્પદ વિધાન – ”ગઝલ ગાળોનો પર્યાય છે!”
  • ઘણા નાટકોમાં અભિનય પણ કર્યો છે. જયંતિ પટેલ ‘રંગલો’ દ્વારા દિગ્દર્શિત, પચાસ નાઈટ ચાલેલા,  નાટક ‘નેતા અભિનેતા’ માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું, અને તેમનો અભિનય બહુ જ વખણાયો હતો.
  • નાટક કારકિર્દીમાં જ મીનાક્ષી મારફતિયાના ઘનિષ્ઠ સમ્પર્કમાં આવ્યા. આના કારણે તેમનું લગ્ન જીવન ખરાબે ચઢ્યું. અંતે પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ, મીનાક્ષી સાથે સંસાર શરૂ કર્યો.
  • ૧૯૬૨ – સૂરતમાં રહેવા લાગ્યા. ‘સપ્તર્ષિ‘  નામની સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના
  • તેમણે ગીતો અને ભજનો પણ લ્ખ્યાં છે.

‘ગુર્જર વાણી’ દ્વારા તૈયાર કરાયેલ ત્રણ વિડિયો,

રચનાઓ

  • ગઝલ – ઉઝરડા

ap1

સાભાર

  • ગુર્જરવાણી

 

ap9

આ શિર્ષક પર ક્લિક કરી યુ-ટ્યુબ ચેનલ પર જાઓ.

4 responses to “‘અમર’ પાલનપુરી, Amar palanpuri

  1. pragnaju ફેબ્રુવારી 8, 2018 પર 6:51 એ એમ (am)

    શ્રી અમર પાલનપુરી સુરતના
    અને
    સ્નેહી
    આંખોમાં છલકતો કૈફ હશે,
    હાથોમાં ભરેલા જામ હશે;
    બોલાવ્યા અમે ના બોલીશું,
    પણ હોઠે તમારું નામ હશે.
    વાહ

  2. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Joshi Mukesh માર્ચ 31, 2018 પર 4:59 એ એમ (am)

    THANKS SIR

    *MUKESH JOSHI*
    Mo – 9687206113

    2018-02-08 4:38 GMT+05:30 ગુજરાતી પ્રતિભા પરિચય :

    > સુરેશ posted: ““કોઈ લેખકે પોતાની ઓળખ ‘સર્જક ‘ તરીકે નહીં પણ ‘ શોધક’ તરીકે
    > આપવી જોઈએ. સર્જક તો એક માત્ર ‘તે’ જ.” ચાલ હવે તું ખુદને મળ, મ્હોરાંમાંથી
    > બ્‍હાર નીકળ જીવન માટે લાખ દિવસ, મૃત્યુ માટે એક જ પળ. જો ફાવે તો આગળ થા, ન
    > ફાવે તો પાછો વળ. પવન ફરકે તો એ રીતે ફરકજે, પા”
    >

  4. નગીન દવે ડિસેમ્બર 13, 2018 પર 11:48 એ એમ (am)

    નેતા-અભિનેતા નાટકના હીરો અને કવિશ્રી અમર પાલનપુરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: