ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કૈલાસ પંડિત, Kailas Pandit


 • kp3મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
  મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
 • એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
  છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી;
  વહેતા પવનની જેમ બધું લઇ ગયા તમે,
  થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી !
 • ક્યાં ખોવાયું બચપણ મારું?
  ક્યાંકથી શોધી કાઢો.
 • નહીં કરું ગુસ્સો હવે
  હાથ તો છોડો હવે

– રચનાઓ   –   ૧  –   ;  –  ૨  –  ;   –  ૩  –

# ફેસબુક પર 


kp6

kp8

kpandit

જન્મ

 • ૨૩, ડિસેમ્બર – ૧૯૪૧, જબલપુર ( મ.પ.)

અવસાન 

 • ૮, નવેમ્બર – ૧૯૯૪, પૂના

કુટુમ્બ

 • માતા – કસ્તુરીબેન ; પિતા –  ચંંદ્રિકાપ્રસાદ
 • પત્ની – મિનાક્ષી,  પુત્રી – અપર્ણા, ?

શિક્ષણ

 • ?

વ્યવસાય 

 • ગેબ્રાયલ કંપનીમાં

kp4

તેમના વિશે વિશેષ

 • તેમની ઘણી બધી ગઝલો જાણીતા ગાયકોએ ગાઈને અમર કરી દીધી છે.
 • જિંદગીમાં અડધા રસ્તે પહોંચતાં પહોંચતાં વીરમી ગયેલા આ કવિ વધારે જીવ્યા હોત તો જરૂર બહુ મોટું સન્માન પામ્યા હોત.

kp1

ફેસબુક પર

kp5

આ ચિત્ર પર ક્લિક કરો.

રચનાઓ

 • કવિતા – દ્વિધા, સંગાથ,  ઉમળકો ( સમગ્ર રચનાઓ – ખરાં છો તમે)
 • સંપાદન – સુખનવન કવિ ( દસ પુસ્તિકાઓ)

સાભાર

 • શ્રી. નિરંજન પંડ્યા

5 responses to “કૈલાસ પંડિત, Kailas Pandit

 1. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. સુરેશ મે 2, 2020 પર 8:59 પી એમ(pm)

  તેમના ફેસબુક પરના પાનાં પરથી…
  તા ૦૮ / ૧૧ / ૧૯૯૪ ને બુધવારના રોજ ‘ કૈલાસ ‘ પંડિત સાહેબ આપણી વચ્ચેથી સદાયને માટે અશ્રુ ભીની વિદાય લઈ અંતિમ સફરે ચાલ્યા ગયાને ભલે ને આ વાતને આજે 25 વર્ષના વહાણા વહી ગયા ,પરંતુ તેઓ આજે પણ તેમના શબ્દ દેહ વડે આદરણીય શ્રી મનહર ઉધાસજીના સ્વરથી આપણી વચ્ચે જીવંત છે .આદરણીય શ્રી મનહર ઉધાસજી ગુજરાતી ગઝલ ક્ષેત્રે પ્રેરણા આપવાનો યશ કૈલાસ પંડિત સાહેબના ફાળે જાય છે .
  ……..કૈલાસ પંડિત સાહેબ મૂળ જબલપુર ના વતની અને મનહર ભાઈનું વતન રાજકોટ પાસેના ચરખડી નામનું ગામ .મુંબઈમાં કૈલાસ પંડિત અને મનહર ઉધાસજી એક જ કંપનીમાં સાથે જોબ કરતાં .મનહર ઉધાસજીને એ સમયે ગુજરાતી ગઝલ વિષે કઈ જ ખબર ન હતી.આથી કૈલાસ પંડિત સાહેબ પોતાની ગઝલો રિસેસ અથવા સાંજે જમવાના સમયે મનહર ભાઈને નિયમિત સંભળાવતા ,અને એ રીતે ગઝલથી પરિચિત થયા.
  …….એ અરસામાં મુંબઈમાં યોજાતા મુશાયરામાં ખ્યાતનામ શાયરો ઘાયલ સાહેબ,બેફામ સાહેબ ,ગની દહીવાળા ,મરીઝ સાહેબ વગેરે આવતા ત્યારે કૈલાસ પંડિત મનહર ભાઈને પણ સાથે અચૂક લઈ જતાં.મુશાયરામાં ગઝલ પઠનથીઅને તરન્નુમમા જ શાયરોને જે દાદ મળતી એ સાંભળી મનહર ભાઈને આશ્ચર્ય થયું અને ગુજરાતી ગઝલ તરફ આકર્ષણ થયું .

  ………અને એક બીજી વાત મુંબઈમાં વિધ્યા ભવનમાં દર મહિને નિયમિત ” આ માસના ગીતો ”નામનો કાર્યક્રમ થતો ,કાર્યક્રમની વિશેષતા એ હતી કે કાર્યક્રમમાં નવા ગીતો અને નવોદિત ગાયકોને રજૂ કરવામાં આવતા .આમ એક દિવસ વિધ્યા ભવન તરફથી મનહર ભાઈને પણ ગાવાનું આમંત્રણ મળ્યું ત્યારે મનહર ભાઈએ કાર્યક્રમમાં કૈલાસ પંડિત ની કેટલીક ગઝલોને કમ્પોઝ કરી રજૂઆત કરી તો,શ્રોતાઓ તરફથી આશ્ચર્ય જનક સારો પ્રતિસાદ મળ્યો …….

  ……….અને આમ પછી ૧૯૭૦ માં કૈલાસ પંડિત સાહેબ થકી પોલિડોર કંપની દ્વારા ” પ્રીતના શમણાં ”ની સૌ પ્રથમ E P રેકોર્ડ અને આપણાં મનહર ઉધાસજી ની ભેટ મળી ….
  ……….’

  ————————————————–
  ”પ્રીતના શમણાં ” ની એક ગઝલની મજા માણીએ ……..

  કોઇની બેવફાઇ શાયરીની શાન થઈ જાશે ,
  ખબર નો’તી હતું અપમાન એ અહેસાન થઈ જાશે.

  તમારા સમ મને છે ,એટલી શ્રદ્ધા તમારા પર,
  તમે જો શ્રાપ પણ દેશો તો એ વરદાન થઈ જાશે .

  અમોને બાળવા માટે જગા શોધી દેજો નહિતર ,
  અમારી લાશ જ્યાં પડશે તહી સ્મશાન થઈ જાશે.

  સુકાનીની જગા ‘ કૈલાસ ‘ને સંભાળવા તો ધ્યો,
  તોફાનોને પોતાની અલ્પતાનું ભાન થઈ જાશે .

  ” પ્રીતના શમણાં ”……કૈલાસ પંડિત .

  ……….સરળ ભાષા અને ચોટદાર અભિવ્યક્તિના કારણે ‘ કૈલાસ ‘ પંડિત સાહેબની રચનાઓ તરત જીભે ચડી જતી હોય છે. અને પોતાને ગુજરાતી ગઝલ ગાવાની પ્રેરણા મળી હોવાથી કદાચ આ જ કારણોસર મનહર ઉધાસજીએ પણ એમની રચનાઓને મહત્તમ અવાજ આપ્યો હશે. આવા ગઝલિયતના શહેનશાહ ‘કૈલાસ ‘ પંડિતજી ની જે જે રચનાઓને આદરણીય શ્રી મનહર ઉધાસજી નો સ્વર સાંપડ્યો છે , તેના કેટલાક શે’ર નો આસ્વાદ માણી શ્રદ્ધાંજલી અર્પીએ.
  ——————————————————
  ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,
  પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખમો ધરી જાશે .
  [ પ્રીતના શમણાં ]
  —————————————————–
  કોઇની બેવફાઇ શાયરીની શાન થઇ જાશે,
  ખબર નો’તી હતું અપમાન એ અહેસાન થઈ જાશે.
  .[ પ્રીતના શમણાં ]
  —————————————————–
  હ્રદય છલકાઈને મારૂ તમારો પ્યાર માંગે છે ,
  ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે. …..
  .[ પ્રીતના શમણાં ]
  —————————————————
  જિંદગીના હર કદમ પર મારે અથડાવું પડ્યું ,
  એટલે મૃત્યુ ને આધીન છેવટે થવું પડ્યું ……..
  [ પ્રીતના શમણાં ]
  —————————————————-
  એવા ઘણા ઘાવ મારા આ જિગરમાં છે ,
  જાણે સિતારા આભના પહેલા પ્રહરમાં છે ……….
  [ તમારી યાદમાં ]
  —————————————————–
  સાંજના ડૂબી જતાં એ સૂર્યને ,
  કે પછી જોયા કરું છુ હું તને . . ………………..
  .[ સુરજ ઢળતી સાંજનો ]
  —————————————————
  મહેફીલ ની ત્યારે સાચી શરૂઆત થઈ હશે ,
  મારા ગયા પછી મારી વાત થઈ હશે ……………
  .[ સુરજ ઢળતી સાંજનો ]
  ——————————————————
  અરમાન લઈને દુનિયાની ચોખટમાં જવાને નીકળ્યો’તો ,
  કઈ હુય બનુ,કઈ હુય કરું, એવું થવાને નીકળ્યો’તો..
  [ અવસર ]
  —————————————————–
  તારી ઉદાસ આંખમાં સ્વપ્ના ભરી શકું ,
  મારૂ ગજું નથી કે તને છેતરી શકું . ………………
  .[ અવસર ]
  —————————————————–
  દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે ,
  વાયરા ! જરા ધીમા વાજો ,એ નીંદમાં પોઢેલ છે..
  [ આવકાર ]
  —————————————————–
  ઘરની સઘળી વસ્તુ મારી ગઈ,
  બહુ સૂના છે ઘરના ખૂણા ,—-…………………..
  [ આનંદ ]
  —————————————————–
  કેટલા વર્ષે મળી ગયા ,કેમ છો ?
  સાવ બસ ભૂલી ગયા’તા કેમ છો ?…………….
  .[ આમંત્રણ ]
  —————————————————-
  ભૂલી જવાનો હું જ એ કહેતા હતા મને ,
  આવું કહીને એ જ તો ભૂલી ગયા મને. ………
  .[ આભૂષણ ]
  —————————————————-
  માની શકો ના એવી કથા થઈ ગયો છુ હું ,
  તારા વિનાય જિંદગી જીવી ગયો છુ હું ……….
  [ અનુરાગ ]
  —————————————————-
  સૂતા હશો તો ખ્વાબમાં આવી જઈશ હું ,
  આખા બદનમાં ફૂલ થઈ મહેંકી જઈશ હું …….
  .[ આરંભ ]
  —————————————————-
  અર્થનો અવકાશ હોવો જોઈએ ,
  એક કાગળ સાવ કોરો હોવો જોઈએ ………….
  [ અભિષેક ]
  —————————————————–
  એમનો ચહેરો અરે ,ફૂલ ત્યાં પાણી ભરે!
  યાદ છે ત્યાં ખેતરે ,એ પ્રસંગો સાંભરે . ………..
  .[ અસ્મિતા ]
  —————————————————-
  વાતમાં ડૂબી ગયા છે માણસો ,
  કામમાં બહુ કામમાં છે માણસો . ……………..
  .[ અનુભવ ]
  —————————————————-
  પાંપણની આડે હાથ મારા દઈ દીધા છે મે ,
  સૂરજને રોકવાના પ્રયત્નો કીધા છે મે …………
  [ આવાઝ ]
  —————————————————-
  કહેતા જે દાદી વાર્તા એવી પરી છે દોસ્ત,
  આંખોમાં એની યાદની મહેફિલ ભરી છે દોસ્ત.
  .[ આલાપ ]
  —————————————————
  નહીં કરું ગુસ્સો હવે,હાથ તો છોડો હવે ,
  ભાર લાગે છે મને ,પાંપણો ઊચકો હવે……..
  [ આભાર ]
  ————————————————–
  ઘડીમાં રિસાવું ખરા છો તમે ,
  ફરીથી માનવું ખરા છો તમે ………………….
  .[ અભિલાષા ]
  ————————————————–
  એમાં જ મારો જીવ હતો, સાથે જાન પણ ,
  ખાલી કરીને જાવું પડયુ , એ મકાન પણ …..
  .[ આશિર્વાદ ]
  ————————————————–
  કેમ છો ? બોલો હવે આરામ છે,
  શું હવે મારા સમું કઈ કામ છે………………..
  .[ આરાધના ]
  ————————————————–

 3. સુરેશ મે 2, 2020 પર 9:00 પી એમ(pm)

  Dinesh Patel મારૂં અનુમાન છે કે તે કંપનીનું નામ
  મુકુન્દ રટીલ હતું.જેમાં કૈલાસજી અને મનહર ઉધાસ સાથે નોકરી કરતા હતા !
  ગઝલ રેલવેના બાંકડે બેસી રાત્રે માણતા હતા !

 4. સુરેશ મે 2, 2020 પર 9:08 પી એમ(pm)

  તેમની દીકરી અપર્ણાના શબ્દોમાં અમૂલ્ય યાદ …
  Happy birthday Papa

  My Dad was very special. A well known poet in his own right. He was special not only because of his immense talent and intelligence but for how he treated us as children. I was 12 years old, when on a fateful day I had an accident. I lost my right eye. Most fathers would lament their daughter’s future and marriage and all that. But that day in the hospital my father said something to me that has been the yardstick for everything I have done. He said” Don’t every let your eye problem be an excuse for not doing something”. That year he gave me the autobiography of the great General Moshe Dayan for my birthday. My relationship with my father had its ups and downs. When my father passed away in 1994, I was really lost. In a strange way, I felt angry at him, as if he had betrayed me by dying such a sudden untimely death. For a long time I would remember him with so much anger that I could not even read his poems. With years, the anger had subsided but the hurt was still real. But life has its own way of healing us. On 22/11/2013, Manhar Udhas visited Melbourne for the first time. He sang many of the crowd favourites, needless to say he sang many of my father’s famous ghazals. Just before he sang “Dikro Maro” a beautiful lullaby written by my father, he invited my sons and me on stage and dedicated that song in the memory of my father. Hearing my father’s words in his loving voice melted away my anger. It felt like after all these years, beyond human comprehension my father was trying to reach out to me. He sent his dear friend to heal me in a way I could never imagine possible. So I write this for all those who are not with their parents today for whatever reason, reach out to them. For one day they will be gone and whatever your relation with them you will miss them.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: