# જાણ્યું એવું જડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ.
# અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત
( એક ગઝલાવલોકન )
# અંદર અંદર સળવળતી એક ઘટનાથી
શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી
ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
# કોઈ કંઠનો હાર બનીને છોને મ્હાલે
અમે રહીશું થઈને પગનો તોડો.
જી…અધવચ ના તરછોડો
# તેમની કવિતાઓ – ૧ – ;
# વિકિપિડિયા પર
……………………………………………………………………………….
સમ્પર્ક
સરનામું – એ-૭૭, આલાપ એવેન્યૂ, યુનિ. રોડ, રાજકોટ -૩૬૦ ૦૦૫
જન્મ તારીખ
૧૧, જુલાઈ – ૧૯૬૦, બાઢડા, સાવરકુંડલા, અમરેલી
કુટુમ્બ
માતા – રાણીમા ; પિતા – નારણભાઈ
પત્ની – નિર્મળા , સંતાન – જ્યોતિ, જિજ્ઞેશ , વિસ્મય
શિક્ષણ
૧૯૭૯ – એસ.એસ.સી., જે.વી.મોદી. હાઈસ્કૂલ , સાવરકુંડલા
અન્ડર ગ્રેજ્યુએટ
વ્યવસાય
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં મામલતદાર
યુવાન વયે
તેમના વિશે વિશેષ
હરીશ મીનાશ્રુ અને મણિલાલ એચ. પટેલ દ્વારા તેમની શૈલી માટે અલગ ચીલો પાડનારી અને સ્થાપિત જૂના શૈલી વચ્ચેની હોવાની પ્રશંસા કરવામાં આવી હતી. તે સમયે જ્યારે મોટા ભાગના ગઝલ-કવિઓ લખવા માટે સીધી રચના અને પહાડી અવાજનો ઉઅપયોગ કરતા, ત્યારે તેમણે સામે પ્રવાહે તરી પોતાની શૈલીમાં અને અદ્યતન ભાષામાં સ્થાપિત શૈલી લેખન દ્વારા ગઝલોનું આલેખન કર્યું છે.
૨૦૦૭ – ૨૦૧૧ આકાશવાણી કલાકાર માન્યતા સમિતિના સભ્ય
૨૦૧૨-૧૪ – ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યકારી સમિતિના સભ્ય
ગુજરાતી સાહિત્ય અકાદમી સંચાલિત ‘ વલી ગુજરાતી ગઝલકેન્દ્ર’ની કાર્યકારી સમિતિના સભ્ય
વ્યંજના – રાજકોટ ( સાહિત્યિક અભિગમની સંસ્થા) ના પ્રમુખ
આકાશવાણી/ દૂરદર્શન પર કવિતાપાઠ
દેશ – વિદેશમાં અનેક જગ્યાએ કવિતા પઠન
ગુજરાતી કવિતા અંગે વ્યાખ્યાનો
સાહિત્યિક સામાયિકોમાં અનેક વિવેચન/ કવિતા વિશે લેખ
તેમની ઘણી રચનાઓનું સ્વરાંકન થયું છે
VIDEO
VIDEO
રચનાઓ
કવિતા – કંઈક / કશુંક/ અથવા તો; કિલ્લેબંધી ; રાગાધીનમ્ ; કવિતાનામે સંજીવની
સંપાદન – અતિક્રમી તે ગઝલ , કિંશુકલય, કવિતાચયન – ૨૦૦૭ ; ઘર સામે સરોવર ( શ્યામ સાધુની સમગ્ર કવિતા) ; યાદનો રાજ્યાભિષેક , ‘શૂન્ય’ની કવિતાઓ) ; મનપાંચમના મેળામાં ( રમેશ પારેખની સમગ્ર કવિતા)
સન્માન
૧૯૯૦ – ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર
૧૯૯૮ – ‘કવિતા’ સામાયિક શ્રેષ્ઠ કવિતા એવોર્ડ
૧૯૯૯ – શયદા એવોર્ડ ( આઈ.એન.ટી. )
૨૦૦૩ – નાનાલાલ/ રા.વિ.પાઠક પારિતોષિક – ગુ.સા.પ.
૨૦૦૭ – ભાનુપ્રસાદ પંડ્યા એવોર્ડ – ગુ.સા.પ.
૨૦૧૪ – દર્શક સાહિત્ય સન્માન – રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન
૨૦૧૪ – હરીન્દ્ર દવે સન્માન
૨૦૧૪ – કવિશ્રી. રમેશ પારેખ સન્માન – અસ્મિતા ફાઉન્ડેશન, રાજકોટ
૨૦૧૫ – સમર્પણ સન્માન – નવનીત/ સમર્પણ
૨૦૧૬ – કળારત્ન સન્માન – ગુજરાત કળા પ્રતિષ્ઠાન – સુરત
૨૦૧૯ – સાહિત્યરત્ન સન્માન – સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ
અન્ય વિવિધ સન્માન
Like this: Like Loading...
Related
આનંદ
આભર..
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Xxi.dips