ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બકુલ ત્રિપાઠી


“તો આમ મારું ભૂલકણાપણું એ મારા બત્રીસ લક્ષણોમાંનું એક, એ હું કબૂલ કરું છું.”  – બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી

#  રચનાઓ : સંસ્મરણો

જીવનઝાંખી

_______________________________

જન્મ

27 નવેમ્બર – 1928 – નડિયાદ

અવસાન 

31 ઓગસ્ટ – 2006 – અમદાવાદ

કુટુમ્બ  

માતા – સૂર્યબાળા ;  પિતા – પદ્મમણિશંકર; પત્ની – વીણા – 1957 ; સંતાન – એક 

અભ્યાસ

એમ. કોમ. ; એલ. એલ. બી.

વ્યવસાય

અધ્યાપન, પત્રકારત્વ , લેખન

જીવન ઝરમર

અમદાવાદની એચ. એલ. કોલેજ ઓફ કોમર્સમાં પ્રોફેસર ;  જુદા જુદા વર્તમાન પત્રો-સામયિકોમાં સાહિત્યકૃતિઓ પ્રસિદ્ધ થતી રહી છે. હાસ્યલેખોને વિશેષ લોકપ્રિયતા ;  લીમ્કા બુક ઓફ રેકોર્ડ – 1996 માં દર્શાવ્યા પ્રમાણે ભારતમાં 43 વર્ષ સુધી એક જ અખબારમાં ( ગુજરાત સમાચાર ) સૌથી વધારે (43 વર્ષ ) ચાલેલી કોલમના લેખક ; હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ; એક મર્મજ્ઞ સાક્ષર જે “ઠોઠ નિશાળિયો” બનીને “કક્કો અને બારાખડી” ઘૂંટતાં ઘૂંટતાં લાખો ગુજરાતી પરિવારોની સવાર સુધારે છે.

રચનાઓ

હાસ્યલેખો, નિબંધ, નાટક, કવિતા ; ગુજરાત સમાચાર ( દૈનિક) માં લોકપ્રિય કટારો – સોમવારની સવારે અને કક્કો અને બારાખડી

મુખ્ય રચનાઓ

હાસ્ય લેખો – સચરાચરમાં, વૈકુંઠ નથી જાવું, સોમવારની સવારે,  દ્રોણાચાર્યનું સિંહાસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠીનું બારમું ( પુસ્તક સ્તો , તમે કંઇ બીજું ધારી લીધું?! )  ; નાટક – લીલા, પરણું તો એને જ પરણું; સંપાદન – જયંતિ દલાલનાં એકાંકી, જ્યોતીન્દ્રના હાસ્યલેખો ; બાળસાહિત્ય – Fantasia – ‘અદ્ ભૂત’ નું રૂપાંતર

સન્માન

રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર ચંદ્રક, જ્યોતીન્દ્ર દવે પારિતોષિક, ગુજરાત સરકારના પુરસ્કારો

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

8 responses to “બકુલ ત્રિપાઠી

  1. સુરેશ જાની ઓગસ્ટ 22, 2006 પર 2:54 પી એમ(pm)

    મારે બકુલભાઇ સાથે લ્હેણું છે. તેમના પિતા દીવાન બલ્લુભાઇ શાળા- કાંકરીયામાં 1959 માં મને ગુજરાતી શીખવતા અને તેમનાં પત્ની વીણાબેન મને ગુજરાત કોલેજમાં 1960-61 માં ગણિત શીખવાડતા. એચ.કે. આર્ટ્સ કોલેજમાં જર્મન ભાષા શીખતી વખતે બકુલભાઇ મારા સહાધ્યાયી પણ રહ્યા છે. મારી ભૂલ ન થતી હોય તો તેમની બહેન સ્વાતિ પણ મારી શાળામાં ભણતી હતી.
    અમારા બ્લોગ પર આ “ઠોઠ” નહીં પણ બહુશ્રુત “નિશાળીયા” ને મુલાકાત લેવાનું આમંત્રણ આપું છું. સાહિત્ય પરિષદના પ્રમુખ પદેથી અમારા જેવા ઘણા ખરેખર “ઠોઠ” બ્લોગરોની, આ વિશ્વ ગુર્જરી ના લાભાર્થે ચલાવાતી, નિઃસ્વાર્થ પ્રવૃત્તિને ટેકો આપશો તેવી આશા સેવું છું.

  2. હરીશ દવે સપ્ટેમ્બર 1, 2006 પર 1:34 એ એમ (am)

    શ્રી બકુલભાઈ ત્રિપાઠીનો સ્વર્ગવાસ

    શ્રી બકુલભાઈ ત્રિપાઠીના સ્વર્ગવાસના સમાચારે ભારે આઘાત આપ્યો છે. ગયા મહિને “સારસ્વત” માટે તેમનો પરિચય તૈયાર કરતો હતો ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેમાં આમ ફેરફાર કરવાનો આવશે!

    નાનપણથી તેમના લેખો વાંચીને પાંચ દાયકા વીતાવ્યા છે. બકુલ ભાઈએ વ્યંગ કોને કહેવાય તે સમજાવ્યું છે. ખૂબ રમૂજ કરાવી છે, હસાવ્યા છે. ગુજરાતી ભાષા ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

    સદગતના પવિત્ર આત્માને ચિર શાંતિ પ્રાપ્ત થાઓ તે પ્રાર્થના! ૐ શાંતિ: ! હરીશ દવે .. અમદાવાદ

  3. harshil ઓગસ્ટ 25, 2011 પર 5:38 એ એમ (am)

    after reading i was very happy about bakul chitrapati he wrote many good books so i am writting this feed back

  4. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: