ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જયંત ખત્રી, Jayant Khatri


“એમની વાર્તાઓ ઘટનાપ્રધાન ખરી પણ પાત્રોના ભીતરી વ્યાપારો ઉપર જ વિશેષ કેન્દ્રિત રહે છે. માનવમનની ગૂઢ સંકુલતાઓનું આલેખન કલાને પોષનારી સંદિગ્ધતા પણ જન્માવે છે.”
______________________________

જન્મ

૨૪- સપ્ટેમ્બર, ૧૯૦૯ ; મુંદ્રા

કુટુમ્બ

  • પિતા –   હીરજી હંસરાજ ખત્રી – કચ્છ રાજ્યના સરકારી ડૉક્ટર
  • માતા –  જયાબહેન
  • પત્ની  – ૧૯૨૯ – મોરજર ગામનાં બચુબહેન;  ૧૯૩૫- પ્રથમ પત્નીના અવસાન બાદ નાની સાળી સાથે 
  • પુત્ર   –  કીર્તિ – પત્રકાર, લેખક

શિક્ષણ

  • પ્રાથમિક – મોસાળ ભૂજમાં
  • માધ્યમિક – મુંબઇની ન્યૂ ભરડા હાઇસ્કૂલ
  • ૧૯૨૮ – મેટ્રિક
  • ૧૯૩૫ – મુંબઇની નેશનલ મેડિકલ કૉલેજમાંથી એલ.સી.  પી.એસ.

વ્યવસાય

મુંબઇ તથા માંડવી –  કચ્છમાં દાક્તરી

જીવન ઝરમર

  • નાવિક મંડળ; ‘કચ્છ-માંડવી’ તથા માંડવી નગરપાલિકાના પ્રમુખપદે
  • મુંબઇ-કચ્છમાં શ્રમજીવીઓ વચ્ચેના વસવાટે જીવનની વિષમતાઓનો તથા બકુલેશ વગેરે મિત્રોના સહવાસે સામ્યવાદી વિચારસરણીનો ભાવ ઘુંટાયો

રચનાઓ   –   નવલિકાઓ, નવલકથા(અપૂર્ણ), એકાંકી, લેખો, વ્યાખ્યાનો

  • વાર્તા – વરસાદની વાદળી(પ્રથમ્) , ડેડ ઍન્ડ( અંતિમ)
  • વાર્તાસંગ્રહ – ફોરાં, વહેતાં ઝરણાં,  ખરા બપોર
  • નવલકથા – ચમાર ચાલ ;  પ્રજાતંત્ર’માં ધારાવાહિક રૂપે(અધૂરી)
  • એકાંકી – મંગલ પાંડે
  • એકોક્તિ – હત્યા

લાક્ષણિકતાઓ

  • વાર્તાઓમાં જીવનની કઠોર વાસ્તવિકતાઓનું નિરૂપણ
  • બૌધિકતા-ચિંતન  જે ક્યારેક વાર્તાના સ્વરૂપને શિથિલ કરે છે
  • દલિતો-પીડિતોનાં જીવન પ્રત્યેની તીવ્ર સભાનતા
  • જાતીય બાબતોનું કૌતુકપ્રિય, સંયમપૂર્ણ, વાસ્તવિક અને
    કલાત્મક નિરૂપણ
  • પ્રતિકાત્મક-રૂપકાત્મક નિરૂપણ
  • વર્ણનાત્મકતા અવારનવાર વાર્તાનો લક્ષ્યવેધ ચૂકવી દેનાર બને છે
  • વાર્તાને ક્રિટિકલ પોઇંટથી પલટો ખવડાવવાની વિશિષ્ટ શૈલી
  • વિવિધ સ્વરૂપે આત્મકથાનકતા
  • ધૂમકેતુ-દ્વિરેફ જેવા ધૂરંધર વાર્તાકારોથી જુદા જ પ્રકારની વાર્તાઓ લઇ આવનાર પ્રથમ સંગ્રહ ‘ફેરા’ને વિશેષ આવકાર
    મળ્યો નહીં પણ ‘લોહીનું ટીપું’થી તેમની સર્જકતા સ્વીકારાઇ. પ્રયોગશીલતા અને દૃષ્ટિકોણની આધુનિકતાએ જ કદાચ તેમનો સ્વીકાર મોડો કરાવ્યો હશે !

8 responses to “જયંત ખત્રી, Jayant Khatri

  1. Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Akshay doshi નવેમ્બર 22, 2012 પર 7:36 એ એમ (am)

    Ha, khtri na jivan par aadharit ne satish vyas likhit ‘dhul no suraj’ natak ma emna jivan zarmar ni zakhi kharekhara khatri na charitra ne vachako samaksh khadu kari de 6e… khatri ni vartakala patro na mansik sanchalano ne bhavako na chit ma ghati asar 6ode 6e…varta puri thai gaya pa6i e j manovishv ni asar radaytat par lambo samay rahe 6e…sibil, anand nu mot, ena uttam drashtano 6e. !

  3. vipul macwana નવેમ્બર 24, 2012 પર 9:29 એ એમ (am)

    I’ve read “HIRO KHUNT”one time in an “AHA JINDGI”(magazine of divya bhaskar) and i cant forgot it till now.I wanna read again please provide if u can.

  4. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: જયંત ખત્રીથી લઈ રતન ખત્રી સુધી – FunNgyan.com

  8. છોટાલાલ પટેલ ઓગસ્ટ 22, 2022 પર 6:40 એ એમ (am)

    પૂજનનીય જયંત ખત્રીજી ની વાર્તા આનંદ નું મોત ઘણી જ સુંદર હતી. હું પોતે મુંબઈ નો છું અને જે. જે. હોસ્પિટલ નજીક રહેતો હતો તેથી આ વાર્તા ના બધા પત્રો જીવંત લખ્યા. જીવનની વાસ્તવિકતા સમજવા તેમની વાર્તાઓ જરૂર વાંચવી જોઈએ. ધન્યવાદ.

Leave a comment