ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નાનુભાઇ દલપતભાઈ, નાયક, Nanubhai D. Naik


“શરદબાબુની પેઢીના ચીલો ચાતરનારા એક સંવેદનશીલnanubhai_dalpatbhai_naik.jpg
નવલકથાકાર શ્રી નાનુભાઇ નાયકની સાહિત્ય રચનાઓમાં
પંડિત યુગના એક લેખકની ભાવનાનાં દર્શન થાય છે.  તેમણે
શરૂઆતથી જ શરદબાબુ અને રમણલાલ વસંતલાલ દેસાઇના
પ્રભાવ નીચે વિચારો અને ભાવનાઓની રજૂઆત અને કથારસનો
સુંદર સમંવય કરી પોતાની કૃતિઓની રચના કરી છે.”

–  ડૉ. રમણલાલ જોષી( વિવેચક)

__________________________________________  

નામ

 • નાનુભાઇ દલપતભાઇ નાયક

જન્મ

 • ડિસેમ્બર – 29, 1915; ભરથાણા (સુરત જિલ્લો)

અભ્યાસ

 • બી.એ. (અર્થશાસ્ત્ર સાથે)

વ્યવસાય

 • અધ્યાપન
 • ઉદ્યોગપતિ
 • સાહિત્યકાર

જીવનઝરમર  

 • બી.એ.ની પદવી મેળવ્યા બાદ સુરતને કર્મભૂમિ બનાવી અને શિક્ષક બન્યા
 • શેક્સપિયરનાં અંગ્રજી અને શરદબાબુનાં બંગાળી પુસ્તકોની ભારે અસર પડવાથી લેખક બનવાની પ્રેરણા મળી
 • વ્યવસાયિક કાર્યમાં સંતોષ મેળવવા કલકત્તા જઇ અનેક અખતરાઓ કરતાં આખરે એરોમેટિક કેમિકલ્સ (સુગંધી દ્રવ્યો-અત્તરો)ના ધંધામાં જંપલાવી ‘શૂન્યમાંથી સર્જન’ કર્યું
 • અર્થશાસ્ત્ર અને ઇતિહાસના એ શિક્ષક રાતોરાત એરોમેટિક કેમિકલ્સનાં વિદ્યાર્થી બની ગયા અને પોતાની સંશોધનવૃત્તિને કામે લગાડી પોતાની આગવી ફોર્મ્યુલા શોધી કાઢી; જેના લીધે થયેલાં ઉત્પાદનથી તેમને સમત્ર દેશમાં સારો આવકાર અને નામના મળ્યા
 • વ્યવસાયની સાથે નિજાનંદ માટે સાહિત્યસર્જનનાં રુચિ-રસ ને લીધે પત્રલેખન અને નવલકથાઓ, કાવ્યો જેવું સાહિત્યસર્જન પણ કર્યુ
 • એમની સાહિત્યરચનાઓમાં સામાજિક અભ્યુદયનો હેતુ સરસ રીતે સિધ્ધ થયો છે અને સાંપ્રત સમસ્યાઓને પોતાની નવલકથાઓમાં વણી લેવી એ તેમની વિશિષ્ટતા છે
 • ગુજરાતી ભાષી પ્રજાને બંગાળની સંસ્કારિતા અને કલાતત્વ ઓપતી છ જેટલી નવલકથાઓ અને એક કાવ્યસંગ્રહો આપ્યા
 • લોકચાહનાને માન આપી એમની એક કૃતિ ‘આંધી’નું અંગ્રેજી ભાષાંતર થઇ રહ્યું છે અને ‘દિલ એક નારીનું’ નવલકથા ઉપરથી ટીવી સિરિયલ બનાવવાની વિચારણા ચાલી રહી છે.

મુખ્ય રચનાઓ

 • નવલકથાઓ
  • ઉષાના રંગ (1966) – જેમાં સમાજસુધારણાની વાત, ગુજરાતનાં ગ્રામપ્રદેશનો આબેહૂબ ચિતાર, આંતરજ્ઞાતિય લગ્નનો પ્રશ્નની નિરૂપતા, અને તત્કાલીન પંડિત યુગના લેખકોની ભાવનાશીલતાનું દર્શન થાય છે
  • પ્રેમનાં બંધન (1969) – દાણચોરી અને અન્ય સામાજિક દૂષણોનું તાદૃશ્યા નિરૂપણ કરી દેશમાં સામાજિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવ્યું
  • આંધી (1975) – કારીગરો અને મૂડીપતિઓ-માલિકો વચ્ચેના સંઘર્ષોની વેધક રજૂઆત કરી, જેમાં તેમની નિરૂપણકળાની વિશિષ્ટતા અને પાત્રલેખની સાહજિકતા પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે
  • દિલ એક નારીનું (1980) – સમાજની કલંકરૂપ સમસ્યા ‘વેશ્યાવૃત્તિ’નો અનોખો ચિતાર આપીને વેશ્યાજીવનની કાલિમાને દૂર કરવાની હિમાયત કરી
  • સંધ્યાનાં અજવાળાં(1984) – ગાંધીજીનાં આદર્શો, સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિને વાચા આપી ગાંધીફિલસૂફીનું સરળ શૈલીમાં વેધક નિરૂપણ કર્યું
  • જન હરિના – સામાજિક પરિપ્રેક્ષ્યમાં વર્ણભેદની સમસ્યાનું અતિસુંદર નિરૂપણ કર્યું

સાભાર

 • ‘વાપી-તાપીની વિરાસત’

8 responses to “નાનુભાઇ દલપતભાઈ, નાયક, Nanubhai D. Naik

 1. Pingback: 29 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 2. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: